________________
માટે પ્રથમ બહિરાત્મભાવનું સ્વરૂપ સમજાવે છે. આ શરીર એ જ હું છું. આ શરીરમાં તથા ધન, સ્વજન, સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વપણું એ બહિરાત્મભાવ છે. જ્યારે આ શરીર તો મારા માટે રહેવાનું ભાડૂતી ઘર છે. આ સ્વજન, સ્ત્રીપુત્રાદિ તેમજ ધન વગેરે સંયોગિક છે. શુભ-અશુભ કર્મના વિપાકથી આ સંયોગોવિયોગો છે તેમ જાણી સંયોગ-વિયોગમાં હર્ષ-શોક ન કરતાં દ્રષ્ટા તરીકે રહે તે અંતરાત્મા કહેવાય છે.
અને કેવળ જ્ઞાન-સ્વરૂપ, આનંદમય, સમગ્ર બાહ્ય ઉપાધિથી રહિત, સ્ફટિક સરખો નિર્મળ, ઇન્દ્રિયોથી અગોચર, અનંત ગુણવાળો એવો આત્મા પરમાત્મસ્વરૂપ કહ્યો છે.
આવી રીતે બહિરાત્મભાવ, અંતરાત્મા અને પરમાત્મસ્વરૂપ સમજાવી યોગીવર્ય આચાર્ય હેમચંદ્ર કહે છે -
पृथगात्मानं कायात्, पृथक् च विद्यात् सदात्मन: कायम् । उभयोर्भेदज्ञातात्मनिश्चये न स्खलेद् योगी ।।९।।
આત્માને શરીરથી ભિન્ન તથા શરીરને સદા આત્માથી ભિન્ન જાણવું જોઈએ. આ બંનેના ભેદનો જ્ઞાતા, યોગી, આત્મસ્વરૂપનો નિશ્ચય કરવામાં સ્કૂલના પામતો નથી. કારણ બહિરાત્મભાવમાં રાચતા મૂઢ જીવો પોશૈલિક વિષયોમાં જ આનંદ માને છે પણ જેઓ અંતરાત્મભાવને પામ્યા છે તેઓ આ પૌગલિક વિષયોથી પર આત્મસુખમાં જ સંતોષ માને છે અને આવા આત્મજ્ઞાન, આત્મસુખના અભિલાષી એવા યોગી પુરુષો જેમ સિદ્ધરસના સ્પર્શથી લોઢું, સુવર્ણ બને છે એમ આત્માનું ધ્યાન કરવાથી એમનો આત્મા પરમાત્મપણાને પામે છે.
આગળ પૂ. હેમચંદ્રાચાર્ય ગુરુકૃપા, ગુરુસેવાનું મહત્ત્વ સમજાવે છે કે જે યોગીઓએ જન્માન્તરમાં આત્મજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય એમને તો એ સંસ્કાર આ જન્મમાં પણ સાથે આવે છે અને ઉપદેશ વગર આપમેળે જ તત્ત્વ પ્રગટ થાય છે પણ એવા તો કોઈ વિરલા જ હોય. બાકી બીજા બધાને તો જેમ ગાઢ અંધકારમાં રહેલા પદાર્થને સૂર્ય પ્રકાશિત કરે છે તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલ આત્માને જન્માંતરના સંસ્કાર સિવાય પણ આ ભવમાં ગુરુના ચરણની નિર્મળ સેવા કરવાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
૧૮૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની