________________
ગુરુની સેવા કરી એમનો ઉપદેશ પામી યોગી આત્મસ્વરૂપ પામવા માટે અભ્યાસ કરવા તૈયાર થાય. યોગી મન, વચન અને કાયાની ચંચળતાનો ત્યાગ કરી આત્માને સ્થિર અને શાંત બનાવે. બાહ્ય પદાર્થો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનભાવ કેવળી કોઈ પણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ ન કરે. પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો ગ્રહણ કરતી રોકવી નહીં. (માત્ર દ્રષ્ટા બનીને જોતા રહેવું.) તેમજ વિષયોમાં પ્રવર્તાવવી નહીં. આવી રીતે નિર્મમત્વ ભાવથી યોગી તન્મયભાવને પ્રાપ્ત કરી અત્યંત ઉન્મનીભાવને પ્રાપ્ત કરે છે. અને આવી રીતે ઔદાસીન્યમાં લીન રહેવાથી (તલ્લીન થવાથી) પરમાત્મતત્ત્વ યોગીને આપમેળે પ્રગટ થાય છે. આવા યોગીને પૂ. હેમચંદ્રાચાર્ય મનોવિજય કરવાનું કહે છે. નિરંતર ઉદાસીનભાવમાં તલ્લીન બનેલા, પરમાનંદ દશાની ભાવના કરતા આત્માએ કોઈ પણ સ્થાનમાં મનને જોડવું નહીં. જેથી આત્મા વડે ઉપેક્ષા કરાયેલું મન કોઈ વખત ઇંદ્રિયોનો આશ્રય કરતું નથી અને મનના આશ્રય વિના ઇંદ્રિયો પણ પોતપોતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી. આવી રીતે આત્મા મનને પ્રેરણા કરતો નથી અને મન જ્યારે ઇંદ્રિયોને પ્રેરણા કરતું નથી ત્યારે કોઈ પણ બાજુથી સહકાર ન મળતાં મન પોતાની મેળે જ વિનાશ પામે છે ત્યારે પવનરહિત સ્થાનમાં રહેલ સ્થિર દીપકની જેમ કર્મબંધ વિનાના નિષ્કલંક તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. આ ઉન્મનીભાવથી જ શક્ય બને છે.
આ અમનસ્ક ભાવ એટલે જ ઉન્મનીભાવ પ્રાપ્ત થયાથી જેમ કેળને એક વખત ફળ આવ્યા પછી તેનો નાશ થાય છે, બીજી વખત ફળ લાગતા નથી તેમ અમનસ્કભાવ પ્રાપ્ત થયા પછી બીજા કર્મ લાગતા નથી. ઉન્મની ભાવના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થતા યોગીને પોતાના શરીરની જાણ રહેતી નથી અને આત્મસ્વરૂપમાં રમણતા કરતો લય નામની ધ્યાનની અવસ્થામાં સિદ્ધના જીવોની જેમ જણાય છે.
આવા મોક્ષસુખ એટલે ધ્યાનથી થતા પરમાનંદને પ્રાપ્ત કરવાના કારણભૂત ઉન્મનીભાવનો ઉપદેશ સદ્ગુરુ જ આપે છે એટલે સદ્ગુરુનની ઉપાસનાની અભિલાષા રાખવાનું કહે છે.
આવી રીતે અંતે સદ્ગુરુના ઉપદેશથી ઉન્મનીભાવ કેળવી આત્મપદાર્થની
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૮૭