SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોએ લખેલ ધર્મશાસ્ત્રોની ભિન્ન ભિન્ન રીતે ભક્તિ, ઉપાસના કરે જેમ કે શાસ્ત્રોનું વિધિપૂર્વક લેખન, પૂજન કરાવે, સ્વાધ્યાય કરે, એ ધર્મશાસ્ત્રોનું બીજાને દાન કરે. ગુરુમુખે એ શાસ્ત્રોનું શ્રવણ કરે. જેમ જિનેશ્વર ભગવંતે મોક્ષમાર્ગ પ્રરૂપેલો છે માટે એ આરાધ્ય દેવ છે. ગુરુ એ માર્ગ આપણા સુધી પહોંચાડે છે માટે એ આરાધ્ય છે. એવી જ રીતે શાસ્ત્ર પણ સ્વ પરને તત્ત્વમાર્ગ બતાવનાર છે. શાસ્ત્ર દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે. એટલે શાસ્ત્ર પણ દેવ-ગુરુની જેમ જ ઉપાસ્ય છે. એટલે તેમની ઉપાસના એ શુભાશયરૂપ હોવાથી યોગબીજ છે. આ પ્રમાણે જિનેશ્વ૨ પ૨માત્માની ઉપાસના એમના વિશે (૧) સંશુદ્ધ કુશળ ચિત્ત (૨) ભાવ આચાર્યાદિનું (સંશુદ્ધ ) વૈયાવચ્ચ (૩) સહજ ભવઉદ્વેગ (૪) દ્રવ્યથી અભિગ્રહનું પાલન (૫) ધર્મશાસ્ત્રોની વિધિપૂર્વકની ઉપાસના આ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવાં યોગબીજો વર્ણવ્યાં છે. ચરમપુદ્ગલ પરાવર્તનના કાળમાં તથા ભવ્યત્વનો પરિપાક થવાથી આ સંશુદ્ધ યોગબીજોની પ્રાપ્તિ થાય છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિ ચરમાવર્તમાં આવેલા જીવોનું લક્ષણ બતાવે છે. (૧) દુ:ખી જીવો પ્રત્યે અત્યંત કરુણા (૨) ગુણીજનો ૫૨ દ્વેષનો અભાવ (૩) સર્વત્ર ઔચિત્યપૂર્વક સેવન આ ત્રણ લક્ષણ ચરણાવર્તમાં આવેલ જીવમાં પ્રગટે છે. આ લક્ષણોથી યુક્ત એવા જીવને યોગ્ય કાળે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. શુભ નિમિત્તો એટલે - સદ્યોગાદિ - મન-વચન-કાયાનો શુભ યોગ, શુભ ક્રિયા અને શુભ ફળ. સદ્ગુરુનો મિલાપ થવો તે શુભ યોગ શાસ્ત્ર અનુસાર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ ક૨વી તે શુભક્રિયા. તેનાથી કર્મોની નિર્જરા થવી એ શુભ ફળ. આ ત્રણ શુભ નિમિત્તો છે તે મુક્તિની પ્રાપ્તિમાં અવસ્થ્ય કારણ બને છે. યોગ-ક્રિયા અને ફળ આ ત્રણે અનાદિકાળથી તીવ્ર મોહના ઉદયને કારણે આત્માના ‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ ૧૨૧
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy