________________
વિશેષ રુચિ થાય છે. આ સાથે સાથે તત્ત્વ જાણવાની ઇચ્છાથી શુશ્રુષા નામનો ગુણ પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા અને શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. સગુરુના મુખે તત્ત્વ સાંભળવામાં જીવ કેવો અત્યંત આનંદ અનુભવે છે એનું દૃષ્ટાંત આપતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે કે કોઈ યુવાન પુરુષ પોતાની પ્રિય પત્ની સાથે કિન્નરોનું દિવ્ય સંગીત સાંભળતો હોય તેમાં જે સુખ અને આનંદનો અનુભવ થાય તેટલો જ અથવા તેના કરતાં વધુ આનંદ બલાદૃષ્ટિ પ્રાપ્ત થયેલ જીવોને તત્ત્વ સાંભળવામાં થાય છે.
આ શુશ્રષા એ બોધપ્રાપ્તિ માટે અવધ્યબીજ અને અક્ષયબીજ સ્વરૂપ કહી છે. શુશ્રુષાગુણ પ્રાપ્ત થયેલ જીવનું તત્ત્વશ્રવણ નિષ્ફળ જતું નથી. જ્ઞાની ગુરુ પાસે સાંભળીને તે તત્ત્વને અવશ્ય ગ્રહણ કરે છે અને તે જ્ઞાનીનો યોગ ન હોય તોપણ પ્રબળ શુશ્રષાના શુભ ભાવથી જ્ઞાનનું આવરણ કરનારું એટલે કે જ્ઞાનાવરણીય તેમજ દર્શન-મોહનીયકર્મનો ક્ષય થાય છે. અને વગર સાંભળે તત્ત્વનો બોધ થાય છે.
તારાદૃષ્ટિમાં જીવ માર્ગાનુસારી કહેવાય છે. હજુ જીવ મોક્ષ માટેના રાજમાર્ગ પર આવ્યો નથી. જીવ હજી તત્ત્વમાર્ગમાં સુસ્થિત નથી. જ્યારે બલાદૃષ્ટિ પ્રાપ્ત થયેલો જીવ માર્ગપતિત કહેવાય છે. તે તત્ત્વમાં સુસ્થિત બન્યો છે. હવે તેને સંસારમાં રખડાવે એવા પાના અનુબંધ થતા નથી. માટે માર્ગપતિત એટલે કે માર્ગ ઉપર ચડેલો એમ કહેવાય છે.
(૪) દીપ્રાદષ્ટિ ઃ મિથ્યાત્વના દલિકોમાંથી મોહનો ઘણોબધો જથ્થો નીકળી જાય ત્યારે જીવને આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પહેલી ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં બોધ અધિક તેજસ્વી હોય છે, દીપકની પ્રભા જેવો હોય છે. માટે દીપ્રાષ્ટિ કહેવાય છે. દીપકનો પ્રકાશ તૃણ, ગોયમ અને કાષ્ઠ એમ ત્રણેના અગ્નિ કરતાં અધિક બળવાળો, અધિક કાળ રહેનારો અને ઝીણી વસ્તુને પણ દેખાડનારો છે. પ્રથમ ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલો બોધ અધિક બળવાળો, ચિરકાલસ્થાયી અને કંઈક સૂક્ષ્ય પદાર્થોને પણ જણાવનારો હોય છે. અહીં બોધ વધવાથી આત્મા ઉપર સંસ્કાર પડે છે.
આ દૃષ્ટિમાં પ્રાણાયામ આ યોગનું ચોથું અંગ પ્રાપ્ત થાય છે. ઉત્થાનદોષ
‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૨૫