________________
તે મેળવવા કે તેવા બનવા શુભ ઉપાયોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું તે પ્રવૃત્તિયોગ.
તે આચાર પાલન અતિચાર રહિત કરે તે સ્થિરતાયોગ.
તેનાથી યોગીને અહિંસા ગુણો એવા સિદ્ધ થાય કે એના સાન્નિધ્યમાત્રથી તે ગુણો બીજા જીવોને પ્રાપ્ત થાય જેમ કે મનુષ્યની વૈરવૃત્તિ, પશુઓની હિંસક વૃત્તિ શાંત થઈ જાય તે સિદ્ધિયોગ.
આ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા આ પાંચ યોગમાં ચોથો યોગ આલંબન બે પ્રકારે છે. રૂપી આલંબન અને અરૂપી આલંબન. જિન પ્રતિમા વગેરે રૂપી આલંબન છે જ્યારે અરૂપી આલંબન સિદ્ધ સ્વરૂપનું તાદાત્મ્ય છે. તેમાં અરૂપી સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની તન્મયતારૂપ યોગ ઈન્દ્રિયોને અગોચ૨ હોવાથી સૂક્ષ્મ અનાલંબન યોગ કહ્યો છે. પાંચનો એકાગ્રતા યોગ તે જ અનાલંબન યોગ.
આ સ્થાનાદિ વીસ યોગ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન એમ ચાર પ્રકારે છે. આ સર્વ યોગોથી (અર્થાત્ (20x4=80) યોગના નિરોધરૂપ અયોગ નામે શૈલેશી યોગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અનુષ્ઠાન : બીજાં બધાં સાંસારિક પ્રયોજનોનો ત્યાગ કરી એકનિષ્ઠાથી ધર્માનુષ્ઠાન આરાધે.
ભક્તિ-અનુષ્ઠાન ઃ જે ધર્મયોગ આરાધતો હોય તેનું મહત્ત્વ-ગૌરવ એના હૃદયમાં અંકિત થાય.
વચનાનુષ્ઠાન ઃ બધો જ ધર્મવ્યાપાર, ધર્મઅનુષ્ઠાન આગમને, શાસ્ત્રને અનુસરીને કરે. ચારિત્રવંત મુનિ તે અવશ્ય આરાધે.
અસંગાનુષ્ઠાન ઃ જે ધર્મઅનુષ્ઠાનનો ખૂબ અભ્યાસ થયો હોય તે ચંદનમાંથી જેમ સ્વાભાવિક રૂપે સુવાસ મળે એમ તે ધર્માનુષ્ઠાન સહજભાવે થતું હોય છે.
પ્રથમ બે અનુષ્ઠાન અભ્યુદય - સ્વર્ગનાં કારણ છે, છેલ્લાં બે અનુષ્ઠાન મોક્ષના કા૨ણ અને વિઘ્ન વિનાનાં છે.
આવી રીતે સ્થાનાદિ ૫ યોગ, ઇચ્છાદિ ૪ યોગ અને પ્રીત્યાદિ ૪ યોગનો કુલ ૮૦ પ્રકારનો યોગમાર્ગ યશોવિજયજીએ આ યોગાષ્ટકમાં મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છનારને બતાવ્યો છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૫