________________
અનુષ્ઠાનમાં ‘અસંગ’ અનુષ્ઠાન સૌથી શ્રેષ્ઠ છે.
અસંગ એટલે જેના સંગ - રાગ ન હોય તે અસંગ. સુખ-દુ:ખ, સંસારમોક્ષ સર્વમાં સમભાવ હોય. અહીં શાસ્ત્ર વચનોના આલંબન વિના પોતાની વિશિષ્ટ યોગ્યતાના બળે-પૂર્વના સંસ્કારોના કા૨ણે થતી ધર્મપ્રવૃત્તિ તે અસંગ અનુષ્ઠાન.
प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवोध्वेति योगिभर्गायते हृदः । । १७६।।
અન્ય દર્શનોમાં આ અસંગ અનુષ્ઠાન જુદા જુદા નામે ઓળખાય છે ; જેમ કે સાંખ્યો એને પ્રશાંતવાહિતા કહે છે, બૌદ્ધો વિસભાગપરિક્ષય કહે છે જ્યારે શૈવો શિવવર્ત્ય કહે છે, મહાવ્રતિકા ધ્રુવાત્મા કહે છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી અસંગ અનુષ્ઠાનને જલ્દીથી સાધે છે. આ અસંગ અનુષ્ઠાન એ અપ્રમત્તદશા છે. અસંગ અનુષ્ઠાનમાં અપ્રશસ્ત કે પ્રશસ્ત એક પણ કષાય નથી માટે તેને અપ્રમત્તદશા કહેવાય છે. આ દૃષ્ટિમાં કૈઅનાલંબન યોગ હોય છે અને તે શીઘ્ર કેવલજ્ઞાનને આપનારો હોય છે. અનાલંબન યોગ દ્વારા પરતત્ત્વ રૂપે જે કેવળજ્ઞાનને પામવું તે જ ધ્યાનનું મુખ્ય ફળ છે. સાતમી પ્રભા દૃષ્ટિવાળા જીવો નિષ્પન્નયોગી કહેવાય છે. તેમને યોગ સિદ્ધ થઈ ગયો છે.
છઠ્ઠા ગુણસ્થાનકના ઉત્કૃષ્ટ અધ્યવસાયોમાં અને સાતમા ગુણસ્થાનકના ચરમ અધ્યવસાયોને છોડી આ સાતમી દૃષ્ટિ હોય છે.
૮. પરાદ્દષ્ટિ ઃ યોગની આઠમી પાદૃષ્ટિ એટલે અધ્યાત્મના વિકાસનું આ છેલ્લું પગથિયું છે. ક્ષપક શ્રેણી મંડાય ત્યારે નિર્વિકલ્પદશારૂપ આ આઠમી દૃષ્ટિનો પ્રારંભ થાય છે. તે ચૌદમા ગુણસ્થાનની શૈલેશી અવસ્થા સુધી રહે છે. પરા એટલે શ્રેષ્ઠ અને દૃષ્ટિ એટલે રત્નત્રયીનો બોધ. અહીં બોધ ચંદ્રની ચાંદનીના પ્રકાશ જેવો હોય છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સોળે કળાએ ખીલેલો હોય છે તેમ આ દૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ સંપૂર્ણપણે ખીલેલો હોય છે. આ દૃષ્ટિમાં જીવ સર્વોત્તમ જ્ઞાનપ્રકાશ - કેવળજ્ઞાન, કેવળદર્શન અને સર્વોત્તમ ચારિત્રરૂપ અયોગી અવસ્થા પ્રાપ્ત કરે છે.
આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથમાં અંતિમ ‘પરા’ દૃષ્ટિ સમજાવતાં કહે છે -
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૩૭