________________
ધ્યાન કરે છે એ રાગી થઈ અશુભ કર્મનો બંધ કરે છે. એટલે મુનિએ આવું અસમીચીન ધ્યાન ક્યારેય ન કરવું જોઈએ કે જે સંસારના બીજસ્વરૂપ છે. એ જ અનુષ્ઠાન ચિંતવન કરવાયોગ્ય છે જે જીવ અને કર્મોના સંબંધને દૂર કરે છે. આ સમજાવી આચાર્ય શુભચંદ્ર કહે છે કે જેનું ચિત્ત રૂપસ્થ ધ્યાનમાં સ્થિર છે એવો ધ્યાની અમૂર્ત અજન્મા, ઇંદ્રિયોથી અગોચર એવા પરમાત્માનું ધ્યાન જે રૂપાતીત ધ્યાન કહેવાય છે એ ધ્યાનનો પ્રારંભ કરે છે.
चिदानन्दमयं शुद्धममूर्तं परमाक्षरम् । स्मरेद्यत्रात्मनात्मानं तद्रूपातीतमिष्यते ।।४०.१६ ।।
અર્થ : જે ધ્યાનમાં ધ્યાન મુનિ ચિદાનન્દમય, શુદ્ધ, અમૂર્ત, પરમાક્ષરરૂપ આત્માને આત્મા કરીને સ્મરણ કરે અથવા ધ્યાવે એ રૂપાતીત ધ્યાન છે.
યોગી પોતાનો આત્મા પણ પરમાત્મસ્વરૂપ જ છે અર્થાત્ સંસારથી રહિત, નિષ્કલ (દેહરહિત), વિશુદ્ધ, પરમજ્યોતિસ્વરૂપ, સર્વજ્ઞ છે એવું ચિંતવન કરે. આવા ભાવસાહિત કરાતા ધ્યાનથી ધ્યાની પરમાત્માથી પૃથક ભાવ ઓળંગીને એની સાથે એકત્વ સાધે છે. એ સમયે ધ્યાતા અને ધ્યેયમાં વૈતભાવ રહેતો નથી. એનાં કર્મોનો નાશ થઈ પોતે પણ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે પિચ્છસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધર્મધ્યાનના ચારે ભેદ સમજાવીને હવે ધર્મધ્યાનનું ફળ કહે છે કે જે મુનિ ધર્મધ્યાનમાં મનુષ્યપર્યાયને અર્થાત્ શરીરને છોડે છે એ નવ રૈવેયક, નવ અનુત્તર અથવા સર્વાર્થસિદ્ધિ વિમાનમાં અર્થાત્ દેવોમાં પણ જે ઉત્કૃષ્ટ પર્યાય છે ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્વર્ગનાં દિવ્ય સુખ ભોગવી સ્વર્ગલોકથી મનુષ્યપર્યાયના ઉત્તમ પુણ્ય વંશમાં જન્મ લે છે. ત્યાં પણ ઉત્કૃષ્ટ શરીર અને એશ્વર્યને પ્રાપ્ત કરે છે. અંતે ભેદજ્ઞાનને (શરીરાદિથી આત્માની ભિન્નતા) પ્રાપ્ત કરી, સંસારત્યાગી રત્નત્રયીનું (સ. દર્શન, સ. જ્ઞાન અને સ. ચરિત્રનું) શરણું લઈ વિશુદ્ધતા પ્રાપ્ત કરે છે. પોતાની શક્તિ અનુસાર અનુક્રમે ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરે છે અને સર્વ કર્મોનો નાશ કરી અવિનાશી એવા મોક્ષની પ્રાપ્તિ કરે છે.
શુક્લધ્યાન ધર્મધ્યાનથી મુનિ અતિ શુદ્ધતા પ્રાપ્ત કરી પછી જ શુક્લધ્યાનમાં પ્રવેશ કરે
( આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”