Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan
Catalog link: https://jainqq.org/explore/005892/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અલ પ્રા.ગૌરીપ્રસાદ ઝાલા Page #2 -------------------------------------------------------------------------- ________________ અક્ષરા લેખક સ્વ. પ્રા. ગૌરીપ્રસાદ ચુ. ઝાલા સપાદન ડૉ. રમણલાલ ચી. શાહે શ્રીમતી હીરાબહેન પાકિ પ્રા. રાજેન્દ્ર ઈ. નાણાવટી ડૉ. કુ. મીનળ મ. વારા : મુખ્ય વિશ્રુતા : ન વ ભા ૨ ત સા હિ ત્યમ દિ ર બ્રુકસેલસ – પબ્લીશ ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, સુ ખઈ ર રતનપાળ નાકા સામે, ગાંધીરાડ, અમદાવાદ-૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : ભોગીલાલ પી. શાહ અશોક પ્રકાશન ૨૧, વિશ્વશાંતિ, વજીર કંપાઉન્ડ કવારી રોડ, મલાડ–(ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૬૪ (C) વિજ્ય ગૌરીપ્રસાદ ઝાલા આવૃત્તિ પહેલી ઃ નવેમ્બર ૧૯૭૬. મૂહય : દશ રૂપિયા : મુદ્રક : પિોપટલાલ ગ. ઠક્કર શક્તિ પ્રિન્ટરી જૂની સિવીલ સામે ઘીકાંટા રોડ અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સ્વ. પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાના ગુજરાતી સાહિત્યને લગતા લેખાનો આ સંગ્રહ “અક્ષરા' પ્રકાશિત થતાં મારક સમિતિનું એક વધુ લક્ષ્ય સિદ્ધ થાય છે. આ પહેલાં પ્રા. ઝાલાને સંસ્કૃત સાહિત્ય વિષયક લેખોનો સંગ્રહ “નરાજના સૂરતના ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન તરફથી પ્રકાશિત થઈ ચૂક્યો છે. એમના અંગ્રેજી લેખોનો સંગ્રહ તથા એમની સંસ્કૃત રચનાઓને સંગ્રહ સમિતિ તરફથી હવે પછી પ્રકાશિત થશે. પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનું લખાણ ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં લેખો-કાવ્યો-વાર્તાલાપ –અવલોકન-ન ઈત્યાદિ રૂપે ઘણાં સામયિકામાં વર્ષો સુધી પ્રગટ થયા કર્યું હતું. એની કોઈ સંપૂર્ણ યાદી ઉપલબ્ધ નથી. તેમ છતાં એમનાં, સ્વજને, મિ અને વિદ્યાર્થીઓની સહાયથી એ યાદી અમે યથાશક્ય તૈયાર કરી. એમાંથી સંસ્કૃત સાહિત્યને લગતા ગુજરાતી લેખ “નીરાજના' નામના ગ્રંથરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા. તે પછી ગુજરાતી સાહિત્યને લગતા વિવેચનલેખોનો આ સંગ્રહ અમે તૈયાર કર્યો છે. એ તૈયાર કરવામાં મુ. શ્રી હીરાબેન પાઠક, પ્રા. રાજેન્દ્ર નાણાવટી, ડો. મીનળ વેરા વગેરેએ ખૂબ પ્રેમથી પરિશ્રમપૂર્વક કામ કર્યું છે. તેઓ અમારી સ્મારક સમિતિના તથા અમારી સંપાદન સમિતિના જ સભ્ય છે, તેથી એમને આભાર માનવાને ઉપચાર કરવાનું ન હોય. આ સંગ્રહમાં લેખને જે ક્રમ રાખ્યો છે તે અંગે થોડીક સ્પષ્ટતા આવશ્યક છે. પંડિત પેઢી અને તેમાંયે ગોવર્ધનરામ જેવા લેખક પ્રા. ઝાલાના સવિશેષ અભ્યાસ-આકર્ષણનું કેન્દ્ર હતા. તેથી એમને વિશેના લેખોથી સંગ્રહનો આરંભ કર્યો છે અને પછી વ્યક્તિ, તત્વચર્ચા, પ્રવાહદર્શન. સાહિત્યપ્રકારો ઇત્યાદિ વિશેના લેખોનો ક્રમ રાખે છે. તે પછી પ્રસ્થાની સમીક્ષાઓ અને કેટલાંક કાવ્યોની સૂક્ષ્મ વિગતોની ચર્ચાઓ છે. ભાષાશાસ્ત્ર તથા શબ્દચર્ચાના લે છેલ્લે મૂક્યા છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ લેખોમાં “ગુજરાતી નાટચસાહિત્યમાં અભિનય નાટકનું સ્વરૂપ એ પ્રવચન નોંધના સ્વરૂપનો લેખ પ્રા. ઝાલાના વ્યાખ્યાનના ગુજરાતમિત્ર'માં છપાયેલા હેવાલ પરથી તૈયાર કરીને અહીં મૂક્યો છે. “સુન્દરમ'નું “મૃચ્છકટિક” એ લેખ તે ચુંમાળીસના ગ્રંથસ્થ વાલ્મયની સમીક્ષાના જ એક ભાગ રૂપે લખાયો હતો. સંજોગાવશાત એ સમીક્ષા અંશતઃ જ છપાઈ હતી, પરંતુ ત્યાર પછી એ લેખ સ્વતંત્રરૂપે લખાયો હતો. “શૈવલિની કે તટિની ?' તેમજ સંપેટવું” એ બંને વિશેના લેખો પત્રચર્ચા રૂપે પ્રસ્થાન માં છપાયા હતા. અવલોકનમાં પ્રા. ઝાલાનું વલણ ઘણીવાર વિચારભેદના મુદ્દાઓને વધારે સ્પષ્ટ રીતે રજૂ કરવાનું રહ્યું છે. તેની પાછળ કદાચ, સદ્ધાંતિક મતભેદ એ શાસ્ત્રવિકાસને પાયો છે એવી એમની માન્યતા કારણભૂત હશે. આ લેખના પ્રકાશનની વિગતો પાળવામાં સંપાદન સમિતિના સભ્યો ઉપરાંત પ્રા. કુ. નીના ભાવનગરી તથા કુ. હર્ષા ભાવનગરીએ ઘણી મદદ કરી છે. તેમના તેમ જ આ સંગ્રહની પ્રેસ કાપી તૈયાર કરી આપનાર કુ. પુર્ણિમા ભગતજીના અમે આભારી છીએ. આ લેખને પ્રકાશિત કરનાર સામયિકોને તેમજ પ્રસારિત કરનાર “આકાશવાણીને પણ આ તકે અમે આભાર માનીએ છીએ. આ લેખેના પ્રકાશનનું કાર્ય સ્વીકારવા માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી ધનજીભાઈનાં પણ અમે આભારી છીએ. આ પ્રકાશનકાર્યમાં અમને જે જે વડીલે, વિદ્વાન અને પ્રા. ઝાલાના મિત્રો-વિદ્યાથીઓ-પ્રશંસકો વગેરેનાં માર્ગદર્શન અને સહકાર સાંપડયાં છે તેઓના પણ અમે આભારી છીએ. ' પુસ્તકમાં કેટલાક મુદ્રણદોષો રહી ગયા છે, તે માટે વાચકોની ક્ષમા માગીએ છીએ. રમણલાલ ચી. શાહ અધ્યક્ષ પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક સમિતિ Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુકમ * લેખ ૩૭ ૧. ગોવર્ધનરામ ૨. સુંદરગિરિના સાધુજનની જીવનભાવના ૩. ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રો ૪. મણિલાલ અને આનંદશંકરની વિચારધારા • ૫. અર્વાચીનોમાં આદ્યઃ નર્મદ . ૬. ગાંધીજીની આત્મકથા ... ૭. ભારેલું સંસ્કૃત .. •• ૮. કવિની સાધના ... ૯. કલાનું સ્વરૂપ . ૧૦. વિવેચનમાં સર્વપ્રાહિતા અને આત્મલક્ષિતા ૧૧. અર્વાચીન ગુજરાતી વિવેચન .. ૧૨. આવતીકાલનું ગુજરાતી વિવેચન ... ૧૩. અર્વાચીન ગુજરાતી કવિતા » ૧પ્રાચીન મૂલ્યોનું નિરૂપણ ... ૨. જીવનદર્શન • • ૧૪. રેડિયરૂપક વિષે કઈક . ૧૫. ગુજરાતી નાટસાહિત્યમાં અભિનય નાટકનું સ્વરૂપ ૧૬. વાર્તાવિચાર ... ૧૭. ચુંમાળીસનું ગ્રંથસ્ય વાડ્મય . ૫ ૬૭ ૭ર ૭૭ ૮૩ ૫ ૧૦૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વાઙમયવમાં ૧૯. સુન્દરમ્ નું મૃચ્છકટિક ૨૦. રસિકલાલ પરીખનું વૅ લક ૨૧. મત્સ્યગન્ધા અને ગાંગેય ૨૨. જંબૂસ્વામી ૨૩. અય્ ૨૪. પરિચય ૨૫. ગ્રંથ સમાલેાયના ૨૬. પરિચયપુસ્તિકાપ્રવૃત્તિ ૨૭. ચક્રવાકમિથુન ૨૮. ‘વસતાત્સવ'માં અસભવદેષ ૨૯. શૈવલિની” કે ટિની’? : : : : ૩૦. મહાપ્રાણ ( Aspirate )ના પરાગમન વિશે ૩૧. સ’પેટવુ ૩ર. સ’પેટવું અને સમેટવું : : : : : 100 : 4; : ૧૨૯ ૧૩૫ ૧૪૧ ૧૪૪ ૧૫૨ ૧૫૬ ૧૫૯ ૧૬ ૬ ૧૭૪ 19; ૧૮૦ ૧૮૫ ૧૮૭ ૧૯૩ ૧૯૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ અક્ષ રા, Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ગોવર્ધનરામ Man makes the age or the age makes the man? આ પ્રશ્ન આપણે ત્યાં “#ારો વા વાર શરૂઃ સના વા અસરળ' એ રૂપે પૂછાય છે અને ભીમે તે સ્પષ્ટ ઉત્તર આપ્યો છે કે “રાના રચ જારમ્ !" “યુગને માનવી સૃજે.' છતાં એ ઉત્તર સ્વીકારી લેતાં બે ઘડી આપણે વિચારમાં પડી જઈએ છીએ. સામાન્ય જનતાને વિશે તે “માનવીને સૂજે યુગ” એ જ સૂત્ર સાચું છે. પરિસ્થિતિ કે સંજોગોના બળને વશવતી બનીને જ માનવસમુદાય જીવન જીવતે દેખાય છે. પરિસ્થિતિને પામવાનું કે પામ્યા પછી તેના ઉપર કાબૂ મેળવવાનું સામર્થ્ય તેનામાં હેતું નથી. એથી ઊલટું, આજ સુધીને જગતને ઈતિહાસપ્રવાહ નિરૂપીએ તે ધાર્મિક, સામાજિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહાન દેલનો ઉત્પન્ન કરનાર અને પરિસ્થિતિમાં પલટો આપનાર બળા તરીકે સમર્થ માનવ-વ્યકિતઓ જ નજરે આવશે. બુદ્ધિશાળી વ્યક્તિ પિતાના વૈયક્તિક જીવનમાં ઓતપ્રેત બનતાં બળાને ઓળખી લે છે. અને પ્રયત્ન દ્વારા એ બળાને પોતાને અનુકૂળ બનાવી શકે છે. જોકે ત્તર દષ્ટિ અને સામર્થ્યવાળી વ્યક્તિઓ યુગનાં અનેકવિધ બળાને પ્રીછી લે છે અને દેશ કે માનવના કલ્યાણને માર્ગે એને વાળવા પ્રયત્ન કરે છે. માનવઇતિહાસ એટલે સરવાળે તો સૂક્ષ્મ દૃષ્ટિવાળા અને સામર્થ્યયુક્ત માનવે પરિસ્થિતિ–બળને કરેલો પડકાર એમ કહી શકાય. ગોવર્ધનરામને વિચાર કરીએ ત્યારે આવી વિચારપરંપરા જાગે એ સ્વાભાવિક છે. ગોવર્ધનરામનું જીવન તેમ જ સાહિત્યજીવન યુગને સર્જવાના માનવના અવિરત પ્રયત્ન જેવું છે. સતત રોગગ્રસ્ત શારીરિક દશા, મૂંઝવી નાખે તેવી લાંબા કાળ સુધીની આર્થિક ભીડ, Page #11 -------------------------------------------------------------------------- ________________ અક્ષર સામાજિક અને કૌટુંબિક વિટંબણાઓ, દૈવના કઠોર પ્રહારો, જીવનના આરંભમાં જ સંયોગબળને લીધે અભ્યાસમાં મળેલી નિષ્ફળતાઓ– ધી, હૃદયને પણ ભાંગી નાખે એવા આ સંજોગોને પ્રતિભાશાળી અને કૃતનિશ્ચય ગોવર્ધનરામે નમતું આપ્યું નથી. સોળમે વર્ષે જ મારે નોકરી નથી કરવી, સ્વતંત્ર ધંધો કરે છે' એવો નિર્ણય. કરનાર અને વીસમે વર્ષે વકીલાતનો ધંધો કરીને ચાલીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્તિ થઈ સાહિત્યસેવા અને તે દ્વારા લોકસેવા કરવી છે એવો નિર્ણય કરનાર ગોવર્ધનરામે ચાલીસમે વર્ષે જ્યારે વકીલાતમાં ધીકતી કમાણી થવા માંડી ત્યારે ધધ છોડવા માંડયો, પણ સ્નેહીઓના અત્યંત દબાણને લીધે બે વર્ષ લંબાવીને અર્થ-સંન્યાસ લીધો જ. એમાં કેટલું સંકલ્પબળ, કેટલી ઉદાત્ત ભાવનાશીલતા અને કેટલી નિષ્ઠા દષ્ટિગોચર થાય છે ! પચાસ-બાવનની કાચી વયે મૃત્યુના ભણકારા સંભળાતાં ગોવર્ધનરામ કહે છે કે “મારે હવે વાસના નથી 281. My heart is like a placid lake.' 27 318 4099 પ્રકારની ઊર્મિથી હવે ક્ષભિત થતું નથી.” આ ઉગારમાં પ્રતીત થતી સ્થિતપ્રજ્ઞતા ગોવર્ધનરામની જીવનદષ્ટિની આધ્યાત્મિક્તાના પરિપાકરૂપે છે. આ આધ્યાત્મિકતા કે વિરક્તિની છાયા ગોવર્ધનરામની સર્વોત્તમ સાહિત્યકૃતિના નાયકમાં પ્રતિબિંબિત થાય છે. એ અકસ્માત નથી. ' ગોવર્ધનરામની આ આધ્યાત્મિકતા જડ અથવા નિવૃત્તિપ્રધાન હોય એ તો કેમ સંભવે? બાવીસેક વર્ષની વયે “Practical asceticism-પ્રવૃત્તિમય તપસ્વીજીવન” ઉપર નિબંધ લખનાર મહત્ત્વાકાંક્ષી હોય અને જીવનનું નવવિધાન કરવાનું ધ્યેય સેવે એ સ્વાભાવિક છે. એ કાર્ય સાહિત્ય દ્વારા કરાયું છે એ કારણે જ એની સિદ્ધિનો આંક ઓછો મૂકવાની જરૂર નથી. પશ્ચિમનાં સાહિત્ય અને સંસ્કૃતિના સંઘટ્ટથી આપણું પ્રજાજીવન ક્ષોભ પામ્યું હતું. નવા વિચાર, નવી ભાવના અને નવી દષ્ટિના થનગનાટે પરંપરાગત જીવનરૂઢિઓ, Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાવ નરામ 3 પ્રણાલિકાઓ, માન્યતાએ અને ભાવનાઓની નિષ્પ્રાણતા વ્યક્ત કરી આપી. સંઘર્ષ કાળના ડહેાળાણુમાંથી જીવનને નિળ અને સમ બનાવવાના પ્રયત્ન પડિતયુગના સાહિત્યકારોએ કર્યા છે. ગાવ નરામે તે ́ જાણે શાળા અને કૉલેજકાળ દરમ્યાન જ આ યુગનું આ આહ્વાન ઝીલવા માંડયું હતું! નૈસર્ગિક વિચાર અને. કલ્પનાશક્તિની સાથે ઉત્કટ જિજ્ઞાસાવૃત્તિ ભળવાથી ગેાવનરામની સર્જકશક્તિ અને વિચારશક્તિ સમૃદ્ધ બની, ગેાવનરામ સાચા અર્થમાં પડિત scholar હતા. સ`સ્કૃત સાહિત્યના અને શાસ્ત્રોના સર્વાંગીણ અભ્યાસી હાવા ઉપરાંત અગ્રેજી સાહિત્ય, અર્થશાસ્ત્ર. નીતિશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણુ વગેરેના ગાઢ પરિચયે એમની દૃષ્ટિને વ્યાપક અને સમન્વયનિષ્ઠ બનાવી. તેમણે સામાજિક, ધાર્મિક, દાર્શનિક, અતિહાસિક વગેરે વિષયેા ઉપર સંખ્યાબંધ નિબધા લખ્યા છે તે તેની બહુશ્રુતતા, પયેષક બુદ્ધિ, તુલનાશક્તિ અને તત્ત્વગ્રાહિતા દર્શાવે છે. એમની સૂક્ષ્મ દૃષ્ટિએ જોયુ કે આપણું પ્રાચીન તથા અર્વાચીન તથા પાશ્ચાત્ય અર્વાચીન આ ત્રણે બળેાને સમન્વય કરી જીવનવિધાન યેાજાય તેા જ આપણા દેશમાં પ્રેય અને શ્રેય સધાય. આધ્યાત્મિકતાના પાયા ઉપર વ્યક્તિ તેમજ સમાજના જીવનનું નિર્માણુ થાય. * Practical ascetisism' જીવનમંત્ર બની રહે તે જ જનત્રયાણુ સાધી શકાય. આ કાર્ય માટે આરંભમાં તેાનિબન્ધરૂપે પેાતાના વિચાર। પ્રજા સમક્ષ રજૂ કરવાના એમને આશય હતા, પણ લેાકમાનસને સારી રીતે સમજનાર ગેાવધનરામે આ વિચારાને વાર્તાના કલેવરમાં વણી લેવાનુ વધારે યેાગ્ય ધાયુ... અને પરિણામે · સરસ્વતીચ'દ્ર' નવલકથા જન્મી. ' · સરસ્વતીચંદ્ર' નવલકથા સાહિત્યકાર ગાવ નરામનુ ઔરસ સ`તાન છે. કારણ કે તેમાં ગેાવધનરામના વિચારવૈભવની સાથે તેની સ ક કલ્પનાનું સૌંદર્યાં ભળ્યુ છે. ગેાવનરામનું હૃદય સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી કાવ્યસાહિત્યના પરિશીલનથી આર્દ્ર બન્યું હતુ. Page #13 -------------------------------------------------------------------------- ________________ અક્ષરા એટલું જ નહિ પણ આ પરિશીલને તેની કવિત્વશક્તિને પણ ખીલવી હતી. સાત વર્ષની વયે માતાને ચોપાઈમાં પત્ર પાઠવનાર ગોવર્ધનરામે સંસ્કૃતમાં ગિરનાર વિષે કાવ્ય રચ્યું હતું. પોતાની પત્નીના અવસાનથી થયેલ આઘાતને “હૃદયરુદિતશતક' નામના સંસ્કૃત કાવ્યમાં વ્યક્ત કર્યો છે. બીજાં સંસ્કૃત કાવ્યો ઉપરાંત અંગ્રેજીમાં કાવ્યો અને પ્રતિષ્ઠિત સામયિકોમાં સ્વીકારાય તેવી વાર્તાઓ લખનાર સર્જક પ્રતિભાએ ગુજરાતીમાં સ્નેહમુદ્રા' જેવા કાવ્ય ઉપરાંત સરસ્વતીચંદ્ર'માં થોકબંધ ગઝલ અને ગીતો આપ્યાં છે. “સરસ્વતીચંદ્ર' નવલકથા છે કે પુરાણ એ પ્રશ્ન પૂછો એ પણ કર્તાના ધ્યેયની દૃષ્ટિએ અને નવલકથાસાહિત્યના ઈતિહાસની દૃષ્ટિએ વ્યર્થ છે. આજે “સરસ્વતીચંદ્રને વાર્તાદેર સાચવી લઈને ભલે “સંક્ષિપ્ત સરસ્વતીચંદ્રની ચેજના કરાય, “સરસ્વતીચંદ્રને જગત્કાદંબરીઓમાં ગણનાપાત્ર બનાવે એ એની વાર્તાનું તત્વ નથી. “સરસ્વતીચંદ્રકારની પ્રતિભા, વૈયાસિક પ્રતિભા છે અને સરસ્વતીચંદ્ર'ની આકૃતિ નાનામોટા અનેક શૃંગો અને ખીણોથી ભવ્યતા ધારણ કરતી વિસ્તીર્ણ ગિરિમાળા જેવી છે. મહાભારતના પ્રણેતા વેદવ્યાસની પીઠે “સરસ્વતીચંદ્રકારે સ્વસમકાલીન રાજકીય, સામાજિક, નૈતિક, આર્થિક, ધાર્મિક, કૌટુંબિક વગેરે પરિસ્થિતિ નિહાળી અને તેનું નિરૂપણ “સરસ્વતીચંદ્ર'ની સૃષ્ટિ સજીને કર્યું. આ સૃષ્ટિમાં અધમમાં અધમ પાત્રો છે, અને ઉદાત્ત આધ્યાત્મિક કોટિએ પહોંચેલા સંત પણ છે. આ બે છેડાની વચ્ચે વ્યાવહારિક જગતનાં સંકુલતા, ઘર્ષણે, ભાવનાઓ, આદર્શો, મર્યાદાઓ વગેરેને મૂર્ત કરતી પહેલ પાડેલા હીરાના પાસાની પેઠે વિવિધ રંગે ચમકતી પાત્રસૃષ્ટિ છે. પાત્રોનાં વર્ણનાત્મક નિરૂપણ ઉપરાંત તેમનાં મનોમંથનો છે, સુંદર પ્રસંગચિત્ર છે, રમ્ય પ્રકૃતિવર્ણન છે, સ્વગતોક્તિઓ અને સંવાદો છે, ભવ્ય કલ્પનામડિત રૂપકે છે અને ઔચિત્યવાળી સુંદર ઉપમાઓ છે, અર્થને અનુકૂળ રહેતી આરોહ-અવરોહવાળી વાક્યરચનાઓ અને સમૃદ્ધ ભાષાવૈભવ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગોવર્ધનરામ છે. અને આ બધાંની સાથે નાનામોટા નિબંધ જેવા, સ્નેહલગ્ન, યજ્ઞભાવના, રાજકારણ, તત્વજ્ઞાન વગેરે વિષયોની મીમાંસા કરતા ખડે પણ છે. પણ આ પ્રકારની વિચારસંભાર જ નવલકથાના રૂમમાં જવાનો ગોવર્ધનરામને હેતુ હતો એ તો આપણે જાણીએ જ છીએ. “સરસ્વતીચંદ્ર'નો કલાદેહ ભલે વિલક્ષણ ભાસતે હોય, એમાં કલાદેહે રજૂ થતી સર્વતોમુખી જીવનમીમાંસા વ્યક્તિ ને સમાજનાં શ્રેય અને પ્રેયનો સમન્વય કરતી એવી વિશિષ્ટતા ધારણ કરે છે કે તેને લીધે સરસ્વતીચંદ્ર'નું આકર્ષણ નિત્ય નવીન રહ્યા કરશે. - કલાઘાટની દૃષ્ટિએ ગોવર્ધનરામનું “સ્નેહમુદ્રા” નામનું કાવ્ય પણ વિલક્ષણ જ છે. પ્રસન્ન દામ્પત્યજીવનમાં સ્નેહપાત્ર બનેલી જીવનસખીનું ઓગણીસ વર્ષની સુકુમાર વયે અવસાન થયું. ગોવર્ધનરામના હૃદયમાં આ સ્નેહજીવનની મુદ્રા એવી દઢ અંકાઈ ગઈ હતી કે તેના આવિષ્કાર તરીકે પહેલાં તો હદયદિતશતક' નામનું સંસ્કૃત કાવ્ય રચાયું. સ્નેહા હદયને આટલાથી સંતોષ નહિ થયો હોય, જીવનમાં સ્ત્રીનું સ્થાન અને પ્રેમનું સ્વરૂપ નિરૂપવાની પ્રેરણા પત્નીના અવસાનથી થયેલા વિષાદમાંથી જન્મી હોય એ સંભવિત છે. “સ્નેહમુદ્રા” અથવા “હદયમાં મુદ્રાંકિત થતા સ્નેહની છાયા' આ ઉપશીર્ષક જેવું કાવ્યના ધ્યેયનું સૂચન દર્શાવે છે કે વૈયક્તિક સ્નેહનિરૂપણ નહિ પણ સ્નેહનું સામાન્યરૂપે નિરૂપણ કરી જીવનમાં તેની મહત્તા દર્શાવવી એ ગોવર્ધનરામનું લક્ષ્ય હતું. પરિણામે, આકૃતિની દૃષ્ટિએ “સરસ્વતીચંદ્ર'ની પેઠે “સ્નેહમુદ્રા” પણ વિલક્ષણ અથવા તે સુંદરમના શબ્દોને પ્રયોગ કરીને કહીએ તો, “સુરૂપ— વિરૂ૫ બન્યું છે. “સ્નેહમુદ્રા'નું કથાનક કે વૃત્તાંત પણ વિલક્ષણ લાગે છે. ઉત્તરધ્રુવમાં વસતું એકલ દમ્પતી અસુરોને હણીને હિંદમાં આવે છે, ત્યાં સતી થતી હિંદુ વિધવાને જેઈને નાયકની પત્ની • મૃત્યુ પામે છે. નાયક પર્વતશિખરે જઈ પત્ની માટે વિલાપ કરે છે, રાતના અંધારામાં તેની મિત્રપત્ની સખીઓ સાથે આવી Page #15 -------------------------------------------------------------------------- ________________ અક્ષા પહોંચે છે અને નાયિકાના અવસાનના સમાચારથી મિત્રપત્ની પણ મૃત્યુ પામે છે! અને નાયક પણ અવસાન પામી ભૂત બનીને ત્યાં જ ભટક્યા કરે છે. મિત્ર આવી પહોંચતાં આ ભૂત પિતાના સ્નેહજીવનનું વર્ણન કરે છે. આ ભૂતને જગતમાં જુદાં જુદાં તો ઉબોધે છે. મૃત મિત્રપત્નીનું હદય પણ પોતાના પતિના હૃદયમાં ભળી જાય છે. આ ચિત્ર નાયકના જ્યોતિમાં અદશ્ય થાય છે અને નાયક આકાશજ્યોતિમાં મળે છે. આ સમયે પ્રાતકાળ થાય છે અને ચક્રવાયુગલના ચિત્રથી કાવ્ય પુરુ થાય છે. એકસો ને દસ ખંડમાં પથરાયેલ આ કાવ્યનું અભિપ્રેત વક્તવ્ય ધ્યાનમાં લઈએ તો વસ્તુની કલ્પના કેટલી વિચિત્રતાવાળી અને અસાધારણ લાગે છે ! પણ એટલી વિચિત્રતા–એને વિચિત્રતા જ કહેવી-કાવ્યની ભાષા અને છંદોજના પર પણ નજરે આવે છે. ભારેખમ સંસ્કૃત શબ્દો યોજનાર કવિ અહીં, ઔચિત્યની પરવા કર્યા વિના જ જાણે કે તળપદા કે ગ્રામ્ય શબ્દ પ્રયોજે છે. ઈદ જના તે કશા પણ ધોરણને અનુલક્ષીને થઈ હોય એમ લાગતું નથી. સંસ્કૃત છંદોની સાથે દોહરા, સવૈયા, ચોપાઈ, કટાવને મેળ યોજાયો છે. આ વસ્તુસ્થિતિ તરફ ગોવર્ધનરામ જેવા વિદ્વાન અને રસિક પડિત કેમ ઉપેક્ષાશીલ બન્યા હશે તે સમજવું મુશ્કેલ છે. આવી વિચિત્ર ક્ષતિઓ હોવા છતાં ' સ્નેહમુદ્રામાં સુંદર કાવ્યકલ્પના અને અભિવ્યક્તિ વિદ્યમાન છે એમ સ્વીકારવું જોઈએ. મેઘ કે આકાશ કે સિંહ વગેરેની ઉક્તિઓમાં સુંદર કાવ્યત્વ છે. સ્નેહમુદ્રાને વિદ્વાન કવિ ધારે તે ઉત્તમ કાવ્યરચના કરી શકે એવી પ્રતીતિ આ કાવ્યના વાચકને થાય છે. ગોવર્ધનરામનું સાહિત્યક્ષેત્રે કાવ્યવિવેચક તરીકે, જીવનચરિત્રલેખક તરીકે અને નિબંધલેખક તરીકે પણ અર્પણ નોંધપાત્ર છે. “સાક્ષરજીવન” અને “કલાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત ગોવર્ધનરામની કાવ્યમીમાંસક તરીકે આપણને ઝાંખી કરાવે છે. નવલરામ લક્ષ્મીરામની Page #16 -------------------------------------------------------------------------- ________________ ગોવર્ધનરામ નવલકથા અને “દયારામને અક્ષરદેહ -ગોવર્ધનરામની આ બંને પુરોગામી સાહિત્યકારોને અપાયેલી અંજલિરૂપ છે. “લીલાવતી જીવનકલા ને નાનો ગ્રંથ વત્સલ પિતાએ સંસ્કાર સીંચીને ઉછેરેલી પુત્રીનું યૌવનમાં અવસાન થતાં તેની સ્મૃતિને આપેલી ભાવાર્દ અંજલિ છે. આ ઉપરાંત ગોવર્ધનરામનું ઘણું સાહિત્ય હજી અપ્રકટ દશામાં જ પડયું છે. હમણાં જ શ્રી કાંતિલાલ પંડયાએ જણાવ્યું છે તે પ્રમાણે તેની ડાયરીઓમાં સચવાઈ રહેલું સાહિત્ય જ હજારેક પાનાં જેટલું વિપુલ છે. ગોવર્ધનરામનું બધું લખાણ વિચારનિર્ભર હશે એ વિષે ભાગ્યે જ બે મત હેવા સંભવ છે. છતાં ગોવર્ધનરામ સરસ્વતીચંદ્રકાર છે એ એક જ હકીકત તેને ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં વિશિષ્ટ ગૌરવવાળું સ્થાન હંમેશને માટે અપાવવા પૂરતું છે. (આકાશવાણી, મુંબઈ. ૮ ફેબ્રુઆરી, ૧૯૫૭) Page #17 -------------------------------------------------------------------------- ________________ સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના - " આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચાર-આચાર અને આધિઉપાધિ : એ સર્વના વર્તમાન ચિત્ર વચ્ચે ઊભાં રહીને આપણી ભાવિ પ્રજાનું એ જ વિષયોના રંગથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાને એક વિશિષ્ટ ઉદ્દેશ છે...સર્વ છાયાઓનું સચરિત પ્રતિબિંબ એક અંદશમાં પાડવું. આ કાર્યમાં ચિત્રને અંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદેશ એક એ છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડૂબતાં અને તરતાં આર્ય–આયંગણનાં હૃદયોને કઈક જાતનું દેશ-કાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું' - 'સરસ્વતીચંદ્ર' ભાગ-૩. પ્રસ્તાવના. આ ધ્યેયને અનુલક્ષીને પરિકથા લખનાર સરસ્વતીચંદ્ર-કારે અર્વાચીન જીવનનાં અનેક ‘અંગે–રાજકીય ધાર્મિક, સામાજિક, કૌટુંબિક વગેરેનું નિરીક્ષણ કર્યું; સૈકાઓથી ગાઢ થતી જતી જડતા નિહાળી; રૂઢિનું પ્રાબલ્ય જોયું; રસની વિડંબના ભાળી, પ્રાચીન આર્યાવર્તની બુદ્ધિની વેધકતા અને વ્યાપકતા, અને તેના દર્શનનાં તાત્વિકતા અને ઔદાર્ય આ એજિસ્વી ગુણોને બદલે અર્વાચીન જીવનમાં મનોદશાની સંકુચિતતા અને બુદ્ધિની કુંઠિતતા જોઈ; આ બંધિયાર અને કેહતાં જીવન-જળમાં પશ્ચિમની વિદ્યાઓ, આચારવિચાર અને સંસ્કૃતિને ધસમસ વહેતો પ્રવાહ આવી મળે. પ્રજાજીવનમાં આંદોલન અને વમળો ઊડ્યાં. ભથી જીવન આકુળ બન્યું. પણ જેમ ત્રિવેણીને સંક્ષુબ્ધ પ્રવાહ સંગમસ્થાનથી દૂર વહેતાં ત્રણે વેણને શોભન સમન્વય પામીને એકરસ પ્રસન્નતા ધારે તે પ્રમાણે આ ત્રણે બળાઅર્વાચીન જીવનસરણી, તેના મૂળમાં રહેલી Page #18 -------------------------------------------------------------------------- ________________ સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના પ્રાચીન આર્ય–સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કની ત્રિવેણુનાં વહેણ આખરે પ્રસન્ન સમવય પામશે એવું ગોવર્ધનરામે કયું. જેમ પશ્ચિમની “નવીન અને રાજસ વિદ્યાઓ અને સંસ્કૃતિને આધ્યાત્મિક સંશુદ્ધિ અને અનુપ્રાણનની જરૂર છે, તેમ “આર્યાવર્તની પ્રાચીન અને સાત્વિક વિદ્યાઓ અને સંસ્કૃતિને આજના દેશકાળને અનુકૂળ આકાર-પરિવર્તનની જરૂર છે. આ બંને બળોની આ પ્રમાણે સંશુદ્ધિ થાય અને આપણું જીવન એ સંશુદ્ધ બળાને ઝીલીને પ્રકાશમાન બને તે વ્યક્તિને અને સમાજને જે જીવનસરણું સાંપડે છે, વ્યક્તિના અધિકારને લક્ષમાં રાખીને રચાયેલી હોવાથી નિત્ય કલ્યાણકર અને આક-પરલોક બંને સાધનારી નીવડે. આ આદર્શ જીવનસરણી અને તેની પાછળ રહેલી જીવનની ભાવના અને દૃષ્ટિ ગોવર્ધનરામે સુંદરગિરિના સાધુઓના જીવનનાં નિરૂપણું અને મીમાંસા દ્વારા રજૂ કરી છે. આ સાધુઓ વેદાંતની જીવ, ઈશ્વર અને બ્રહ્મની ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્યની દિપુટીને માને છે. સામાન્ય માણસે જીવ અને ઈશ્વરના ઉપાધિ અંશને જ જોઈ શકે છે. તેથી જીવ અને ઈશ્વરને આ સાધુઓ લક્ષ્ય“લખ” કહે છે, અને ઉપાધિહીન બ્રહ્મને સામાન્ય માન જોઈ શકતા નથી તેથી તેને અલક્ષ્ય-અલખ' કહે છે. તેઓ સંસાર અથવા માયાને ત્યાજ્ય ગણતા નથી. સાંસારિક ભાવોનો સ્વીકાર પણ ન કરે અને ત્યાગ પણ ન કરો, કારણ આ બધા ભાવો પરમ અલક્ષ્યના લખરૂપની * વિભૂતિઓ છે, એટલે “લખ'ની ઉપાસના દ્વારા “અલખ ગ જગાવો એ એમને મુખ્ય સિદ્ધાંત છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશેલા નિષ્કામ કર્મગ જેવો આ સાધુઓનો ભાગ છે, તેથી જ વિષ્ણુદાસ સૂત્રરૂપે સમજાવે છે કે “અમે જેમ રક્ત નથી તેમ વિરક્ત પણ નથી, અમે તે માત્ર અરત છીએ. (ભાગ-૩, પ્રકરણ 5 મું) તેથી આધ્યાત્મિક ઉન્નતિ માટે સંન્યાસ ન લેતાં સૌ કોઈએ પોતાને પ્રાપ્ત થયેલા ધર્મોનું-રાજધર્મ, ગાઈશ્યધર્મ, બ્રધર્મ વગેરેનું Page #19 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ફળની અભિલાષા વિના પાલન કર્યું જવું અને તેમ કરતાં કરતાં ભક્તિ દ્વારા જીવ-ઈશનું અદ્વૈત રચીને છેવટે જ્ઞાન દ્વારા નિરૂપાધિક બ્રહ્મ-પરમ તત્વને પામવું. આ અલખ સંપ્રદાયમાં સૈ કેઈને અવકાશ છે, અને પોતપોતાના અધિકાર પ્રમાણે કનિષ્ઠ, મધ્યમ કે ઉત્તમાધિકારીની કક્ષા પામે છે. આશ્રમો પણ ચારને બદલે બે જ સ્વીકારાયા છે–એક સંસારી જનોને અને બીજે સાધુજનોને. ધર્મશાસ્ત્રોએ ગૃહસ્થાશ્રમમાં પંચમહાયજ્ઞો અને ઋણ–ત્રયની વ્યવસ્થા કરી છે. તેની અંતર્ગત ભાવનાઓ પ્રીછી લઈને યથેષ્ટ રીતે તેનું રૂપાંતર આ સંપ્રદાય સ્વીકારે છે. ધર્મશાસ્ત્રોએ ઉપદેશેલા આઠ પ્રકારના વિવાહમાંથી સંસારે ગાન્ધર્વ વિવાહને તિરસ્કાર્યો, આ સાધુજનો ગાંધર્વ વિવાહને જ સ્વીકારે છે, પણ તે કામની સૂક્ષ્મ અને અકલુષિત ભૂમિકાઓને આધારે જ, સૂક્ષ્મ કામ, ભોગ અને પ્રીતિ તરફ મીટ માંડીને સ્નેહજીવન ભેગવનારાં સાધુ-સાધ્વીઓમાં વૈધુર્ય અને વૈધવ્ય નથી. લક્ષ્યધર્મ ઉપર ભાર મૂકતો આ સંપ્રદાય, શક્તિ અને મર્યાદાઓ પ્રમાણે સૌને ઉચ્ચ જીવનનો અને જીવનવિકાસને અવકાશ આપે છે. આ જ મર્મગ્રાહી વિશાળ દષ્ટિને લીધે સુંદરગિરિના સાધુમંડળમાં સ્ત્રીને પણ સ્થાન છે. સ્ત્રી-પુરુષના સ્થળ સંબંધ અને વાસનાઓને તે તે અધિકારીની શક્તિ-અશકિત પ્રમાણે નિભાવી લઈને હળવે હળવે સ્થળમાંથી સૂક્ષ્મ–આંતરભૂમિકામાં લઈ જવામાં આવે છે. અને તેથી જ સુંદરગિરિ ઉપર જેમ જ્ઞાની સંન્યાસીઓ માટે વિષ્ણુદાસનો મઠ છે, તેમ સ્થૂળ કામ અને ભેગની સહાય વિના સુક્ષ્મ કામને ન પામી શકે તેવાં સાધુ-સાધ્વીઓ માટે દામ્પત્યજીવનની સગવડ આપતો વિહારમઠ છે. અને કન્યકાઓ, સ્થૂળ શરીરે વિધવાઓ પણ સૂક્ષ્મ શરીરે સધવાઓ, અને પ્રવૃજિતાઓ માટે પરિવજિતાઓ માટે પરિવ્રાજક મઠ રાખવામાં આવ્યો છે. પણ સર્વ મઠના વાસીઓ અહંતા–મમતાથી વિરક્ત અને સ્વભાવે સાધુ હેાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ મુદગિરના સાધુજનની જીવન–ભાવના ૧૧ ( આટલું સામાન્ય દન કર્યા પછી હવે આપણે પ્રસ્તુત પ્રકરણેામાં નિરૂપાયેલા વિષયેા તરફ વળીએ. કુમુદ, ચંદ્રાવલી અને સાધ્વી–મંડળની વચ્ચે વાર્તાલાપ દ્વારા લગ્ન અને દાંપત્યની જે મીમાંસા કરાઈ છે તે દ્વારા ગેાવનરામભાઈએ આ સામાજિક અને વૈયક્તિક જીવનમાં અતિ મહત્ત્વના પ્રશ્નોનેા આદર્શ ઉકેલ રજૂ કર્યાં છે; તેમાં પૂર્વ અને પશ્ચિમની સરણીઓના સુભગ સમન્વય છે. રૂઢિના રથયક્ર નીચે કચડતાં અને વ્યક્તિવિકાસને રુ ધતાં દેહલગ્ન'તે સ્થાને ગાંધવ લગ્નને અપનાવ્યાં છે, પણ એ ગાંધવ લગ્ન એટલે પાશ્ચાત્ય સમાજમાં પ્રચલિત, માટે ભાગે સ્થૂળ વાસનાએ ઉપર પ્રતિષ્ઠિત સંબધ નહિ, આ ગાંધવ લગ્ન કામની સુક્ષ્મ ભૂમિકાએ ઉપર અવલંબીને હૃદયનું જે અદ્વૈત સાધે છે તેમાં સ્થૂળ શરીર, સ્થૂળ વાસનાએ કે ભાગની અપેક્ષા હેાતી નથી. અને તેથી જ સૂક્ષ્મ દામ્પત્યનાં અધિકારીએ એકખીજાના મૃત્યુથી પણ વિયેાગ અનુભવતાં નથી. કુમુદનુ` વાગ્યાન સરસ્વતીચંદ્ર સાથે થઈ ગયું હતું અને બંને વચ્ચે સૂક્ષ્મ-પ્રીતિ-તંતુએ ગૂંથાયા હતા અને પરિશીલન દ્વારા એમના હૃદયનુ' અદ્વૈત સિદ્ધ થતું હતું. અચાનક સરસ્વતીચંદ્ર ચાલ્યેા ગયે... કુમુદના પિતાએ તેને પ્રમાદધનની જોડે પરણાવી. આમ કુમુદ પ્રમાદધનની પત્ની થઈ, અને તેનું સત્યનિષ્ઠ અને પતિવ્રતાધર્મ – પરાયણ મન પણ એ વસ્તુસ્થિતિ સ્વીકારતુ· હતું. છતાં સરસ્વતીચંદ્ર તરફ વળેલા હૃદયને તે સર્વથા વારી ન શકી. આ પરિસ્થિતિમાં કુમુદને પતિ કાણુ-સરસ્વતીચંદ્ર કે પ્રમાદધન ? આ કૂટપ્રશ્નને ઉત્તર ચદ્રાવલી અને ખીજી સાધ્વીઓને તદ્દન સ્પષ્ટ અને સહેલા છે, કારણ તેમની લગ્નભાવના અને સ્નેહ-મીમાંસા તાત્ત્વિક અને સર્વાંગીય છે. સ’સારમાં જે લગ્ગા થાય છે તે ઈંભ-લગ્ના કવિ ન્હાનાલાલ કહે છે તે ‘ લગ્નનામી લગ્ના’ છે. માતાપિતા પાતપેાતાનાં કારણે અનુ અને અપકવ વયનાં પુત્ર કે પુત્રીઓને પરણાવી દે છે તેમાં શાસ્ત્રની પણ સ’મતિ નથી, સપ્તપદીની પ્રતિજ્ઞાએ તે સમજપૂર્વક લેવાની પ્રતિજ્ઞાએ છે. અને Page #21 -------------------------------------------------------------------------- ________________ - અક્ષર તેથી એ સમજીને લઈ શકાય તેવી વયે કન્યાનાં લગ્ન થવાં જોઈએ. સપ્તપદીના મંત્રો જ દર્શાવે છે કે લગ્ન પહેલાં સંવનન અને પરસ્પરનું સ્નેહ-પરિશીલન થયું તેવું જોઈએ. વળી, સંસારીઓની દામ્પત્ય-દષ્ટિમાં અને સાધુજનની દૃષ્ટિમાં કામના ભિન્ન ભિન્ન પ્રકારોને લીધે ભેદ છે. કામ, ભોગ અને પ્રીતિ-એ ત્રણ મન્મથની અવસ્થાઓ છે અને કામના પણ પાશવ, જાર, પરિશીલક અને પુત્રાયિત એવા ચાર ભેદ છે. તેમાં પાશવકામ ધર્મ–અધમ –વૃત્તિથી શૂન્ય કેવળ ભેજય-ભોજકના સ્થળ સંબંધ બાંધે છે. જારકામ અધમ્ય છે, સમાજને હાનિકારક છે અને સ્ત્રી-પુરુષ બંનેના કલ્યાણનો વિવંસક છે. પરિશીલક કામ સંવનનકાળથી વિવાહ કાળ સુધી બીજદશામાં રહે છે અને વિવાહ પછી જ તેની ભાગદશા અને રતિસમૃદ્ધિ ઉદય પામે છે. આ સૂક્ષ્મ કામની જ્યોત સંયોગે ને વિયોગે કન્યા કરે છે અને દમ્પતીનાં હદયોમાં સ્નેહનું અદ્વૈત વ્યક્ત કરે છે. તે કવચિત્ નિષ્કામવૃત્તિથી સ્થૂળ વાસનાઓને લાલનથી પડ્યું છે તે કવચિત અંકુશ મૂકીને તેમને નિરોધ કરે છે–આ બંને રીતે તે નિરંતર દીપ્ત થતું રહે છે. વિવાહ પછીના આ પુત્રાયિત કામમાં દમ્પતી સ્થળ શરીર અને વાસનાઓને બદલે સૂક્ષ્મ શરીર ઉપર મીટ માંડે છે અને તે દ્વારા સંક૯પાદિની સહાયથી સૂક્ષ્મ ભાગ અને રતિ પામે છે. - સ્થૂળ શરીરને કે સૂક્ષ્મ શરીરને અવલંબીને થતાં કામ, ભોગ અને પ્રીતિ સ્થળ કે સૂક્ષ્મ કહેવાય. અલખ-માર્ગીઓ કેવળ સ્થૂળ કામ, ભોગ કે પ્રીતિને સેવતા નથી, સૂક્ષ્મ કામ, ભોગ કે પ્રીતિનો અનાદર કરતા નથી. બે હદયો વચ્ચે માત્તર: src હેતુઃ સૂક્ષ્ય આકર્ષણ ઉત્પન્ન કરે ત્યારે આ સૂક્ષ્મ કામનો અનાદર ન કરતાં પુરુષ સ્ત્રીનું સંવનન કરવું અને બંનેએ પરસ્પર હદયનું પરિશીલન કરવું. આ સંવનન અને પરિશીલન નિર્વિન સમાપ્ત થાય તો આ સૂક્ષ્મ આત્મ-લગ્નને ગાંધર્વ–લગ્ન દ્વારા વ્યક્ત કરવું અને દામ્પત્ય-જીવનને સ્વીકાર કરો. પણ દામ્પત્યજીવન દ્વારા સૂક્ષ્મ Page #22 -------------------------------------------------------------------------- ________________ સુંદરગિરના સાધુજનની જીવન-ભાવના ૧૩ કામની સેવા કરતાં કરતાં સ્થૂળ કામને ગાળી નાખવા અને કેવળ સૂક્ષ્મ કામનું અવલંબન રાખવું. આથી સાધુ-સાધ્વીઓમાં વિધુરતા કે વૈધન્ય નથી, કારણ કે દેહપાત પછી અલક્ષ્ય સ્વરૂપે એ વ્યક્તિ અમર છે અને તેથી તેની સાથે સકલ્પ દ્વારા ભાગ અને રતિ-પ્રીતિને અનુભવ થઈ શકે છે. આમ સૂક્ષ્મ આધ્યાત્મિક સ્નેહ-લગ્ન કેવળ આ લેાક નહિ પણ પરલેાકમાં પણ ‘ લગ્ન’ જ બની રહે છે. : સંસારના વિવાહેામાં નથી સરૂંવનન કે નથી પરિશીલન; કામ હમેશાં સ્થૂળ, ભાગ પણ સ્થૂળ અને પ્રીતિ પણ કેવળ સપ્રત્યયાત્મિકા. મારાં માતાપિતાએ મારા પતિ તરીકે સ્વીકારેલે પુરુષ આ, એ ભાવથી જે પુરુષ ઉપર પ્રીતિ ખંધાય તે સંપ્રત્યયાત્મિકા પ્રીતિ. જે લગ્નમાં · આત્માની એળખ’ ન થઈ હોય તે લગ્ન સાચુ લગ્ન ખરું ? તે પુરુષ વર કે પર ? સાધુજનની દૃષ્ટિએ પ્રમાદધન કુમુદના જાર-પતિ છે, · આત્માને એળખે ’ તેવા પતિ તા સરસ્વતીચદ્ર. આ વિચારસરણીથી ચંદ્રાવલી વગેરે કુમુદને સરસ્વતીચંદ્ર માટેની પેાતાની સૂક્ષ્મ પ્રીતિને અવકાશ આપવા ઉોધે છે. (પ્રકરણ-૧૮) " સાધ્વીએના સાથમાં મધુરી 'ને જોઈ ત્યારથી તેના પ્રત્યે અત્યારની પરિસ્થિતિમાં પેાતાના ધમશે એ વિચારવમળમાં સરસ્વતીચંદ્ર આવી પડયો. આવા શાંત સાત્ત્વિક વાતાવરણમાં કુમુદને પૂર્ણ શાંતિ મળશે અને તેથી પેાતાનું હૃદયશલ્ય પણ શાંત થશે, કુમુદની સાથે પેાતાના સંસગ ભયકર થશે-હવે તેને દૂર જ રાખવા, એવી વિચાર–પર પરામાં તણાતા અને જ્યારે ચદ્રાવલી કુમુદને પરિચય સાધવાનું સૂચન કરે છે ત્યારે તેને એ કામાં અનેક દેષા નજરે પડે છે. કુમુદનુ હૃદય, એના પેાતાનેા પતિ ઉપરના પ્રેમ અને પતિવ્રતાધમ –એ ત્રણેને આ માગ અનુકૂળ છે કે કેમ ? કુમુદ જેવી પવિત્ર સ્ત્રીને પુણ્યમાગે લઈ જવી એ પેાતાની પ્રીતિના પ્રધાન ઉદ્દેશ અને, ખંનેએ આવે! પ્રસગ ઊભા કરીને સ્થૂળ કામને ઉદ્દીપિત Page #23 -------------------------------------------------------------------------- ________________ 14 અક્ષરો કરવાનું જોખમ શા માટે વહેરવું? આ પ્રશ્નોનું સમર્થ નિરાકરણ રસ અને જ્ઞાનના નિધિસમી ચંદ્રાવલી આપે છે: સરસ્વતીચંદ્ર અને કુમુદ વચ્ચે જે સૂક્ષ્મ પ્રીતિ ઉત્પન્ન થઈ હતી તેવી પવિત્ર અને “પરસ્પર શરીરને દૂર રાખનારી પણ દષ્ટિ યોગ અને મનઃસંયોગનું રક્ષણ કરનારી” પ્રીતિને સંતૃપ્ત કરવા માટે કયો માર્ગ લે યોગ્ય છે તેની પરીક્ષા કરવાના હેતુથી જ સાધુમંડળે એ બંનેના સમાગમ-પ્રસંગની યોજના કરી છે. જો એ પ્રસંગ ઉપરથી જણાય કે પરસ્પર સંકળાયેલા ઉરતંતુઓ સહેલાઈથી અળગા થઈ શકે તેમ નથી અને સ્થળ કામને અવકાશ અપવાની આવશ્યકતા છે તો વિહારમઠમાં એ બંને દામ્પત્ય-જીવન ગાળી શકે, અને નહિતર કેવળ સુક્ષ્મ પ્રીતિનું પરિશીલન થઈ શકે. આવા સમાગમમાં કુમુદના હૃદયને, પતિપ્રેમને કે પતિવ્રતાધર્મને બાધ આવશે કે કેમ તે કુમુદે નક્કી કરવાનું છે. આવો સમાગમ અલખ-સંપ્રદાયની દૃષ્ટિએ અધમ્ય નથી કારણ “અમારા ન્યાયથી તે તમે એના મન્મથાવતારે વરાવેલા શુદ્ધ અને એક પતિ છે, અને એના શરીરના પતિને તો અમે જાર ગણુએ છીએ. આ સમાગમ જો સરસ્વતીચંદ્ર કુમુદ પ્રતિ કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત્ત ગણી શકાય અને એ બંનેની આંતરપ્રીતિ સત્ય હોય તે તો આ સમાગમ કર્તવ્યરૂપ થાય છે, અને તેમાં આનાકાની કરવી એ જ્ઞાનવીરને અણછાજતું છે. પણ, સરસ્વતીચંદ્રને શમ-સુખ અને પરમતત્વનું જ્ઞાન મેળવવાની અભિલાષા હોય અને તે કારણે એ કુમુદની સાથે પ્રસંગ ન પાડવા ઇચ્છતા હોય તે–ચંદ્રાવલી સ્પષ્ટ કહે છે–સરસ્વતીચંદ્ર હજી અલખ માર્ગને યોગ સમજ્યો નથી. અલક્ષ્યની ઉપાસના કરવા ખાતર લક્ષ્યનો તિરસ્કાર કરવો એ અલખયોગનો માર્ગ નથી. સંસારમાં રહેવું અને શમ–સુખ પામવું, રાગ-દ્વેષ વિના ઈન્દ્રિ વડે વિષયને ચરવા પણ ઇન્દ્રિયોને વશ ન થવું, “કામકામી' ન થવું તેમ “કામ-લી” પણ ન થવું–આવો નિષ્કામ કર્મવેગ આચરવો Page #24 -------------------------------------------------------------------------- ________________ 15 સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના એ જ સાચે માર્ગ છે અને કદાચ આ યોગ સાધવા જતાં ભ્રષ્ટ થઈ જવાય તે પણ એ યોગભ્રષ્ટના ભોગે કલ્યાણકર છે અને તેની ગતિ સરવાળે ઊર્ધ્વગામી છે. * સાચા શમને માટે તે ત્રણે શરીર–કારણ, સૂક્ષ્મ અને સ્થૂલ–ની સંસિદ્ધિની આવશ્યકતા છે. સ્કૂલ શરીર (અનમય કેશ)ની જુદી જુદી અવસ્થાઓ દ્વારા અને પિતાની શક્તિથી સૂક્ષ્મ શરીર (પ્રાણમય કોશ, મનમય કોશ, વિજ્ઞાનમય કેશ) સૂક્ષ્મતર થતું જાય છે, અને કારણ શરીર પૂર્વસંસ્કારોને પોતાની સાથે લઈ જાય છે, અને કમેક્રમે સૂક્ષ્મ શરીર જેમ જેમ સૂક્ષ્મતામાં વધતું જાય છે તેમ તેમ વાસનાશરીર વધ્યા કરે છે. પણ જેવું સૂક્ષ્મ શરીર સંસિદ્ધિ દિશામાં આવે છે કે તરત જ વાસનાશરીરને હાસ થવા માંડે છે, અને તે સાથે સુક્ષ્મ શરીરની શક્તિ સંસારનાં કલ્યાણકાર્યમાં ખરચાવા માંડે છે. આથી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય છે અને અહંતા મમતા, રાગ, દ્વેષ વગેરે દ્રો ગળી જતાં વાસના સમષ્ટિરૂપ ધારીને ક્ષીણ થઈ જાય છે. વાસના શરીર શાંત થયું એટલે સૂક્ષ્મશરીર સૂક્ષ્મતમ થઈ શાંત થાય છે, અને સ્થૂલ શરીર બૂઝાયેલા દીવાની વાટ પેઠે પડયું રહે છે. આવા સર્વાગીણ પરિપાક વિના કેવળ વિદ્યાને બળે કે જડતાથી જે કઈ વાસનાને શાંત કરવા મથે તે અસગ્રહથી અધીરી થઈ વૈરાગ્ય શોધે છે પણ તે કેવળ આત્મઘાત જ કરે છે અને તમે ગુણમાં સરી પડે છે. સ્થૂલ શરીર પોતાના * વિપાકથી જ નષ્ટ થાય અને સૂક્ષ્મ તથા કારણુ શરીર કર્મના વિપાકને અંતે જાતે જ સંસિદ્ધ થાય ત્યારે શુદ્ધ શમ પામી શકાય અને મુદિતાશયની સંસિદ્ધ દશા અનુભવી શકાય. આ મુદિતાશયને પ્રાપ્ત થયેલા સિદ્ધજનોને બધા વિધિનિષેધ સ્વયંભાત હોય છે–શાસ્ત્રના વિધિનિષેધ તેમને બાધક નથી. તેઓ લેકે પકારના અનેક માર્ગો આપોઆપ જ ગ્રહી શકે છે. “અલખ યોગીઓને આશય, સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.” Page #25 -------------------------------------------------------------------------- ________________ અક્ષર આ પ્રીત, વૈરાગ્ય અને વિદ્યા-આ ત્રિપુટીના અપુર્વ સંગથી ઊભરાતા રસનું ચંદ્રાવલીનાં વચનોમાંથી પાન કરી સંતૃપ્ત થયેલ સરસ્વતીચંદ્ર નકટો નો: તિર્થધા જેવી સ્થિતિ અનુભવે છે. (પ્રકરણ–૨૩) . વિષ્ણુદાસ શિષ્યમંડળ સાથે બેસીને સરસ્વતીચંદ્ર સંબધે વાતચીત કરતાં કહે છે કે થોડા દિવસ માટે સરસ્વતીચંદ્રને ચિરંજીવ શંગ ઉપર વાસ આપે છે. ત્યાં તેને અનેક સિદ્ધોને સમાગમ થાય તે ત્રણે મઠનું અપૂર્વ કલ્યાણ થાય. કારણ કે મારી પછી યદુશગના અધિષ્ઠાતા તરીકે કાર્ય કરવાને સરસ્વતીચંદ્ર ઉત્તમ અધિકારી છે. તેને સંસારના અનુભવ અને સાધુજનના ઉત્કર્ષ–આ બર્નને અનુભવ છે. અને જ્યોતિશાસ્ત્ર સરસ્વતીચંદ્રને મહાન ત્યાગને અને તે દ્વારા યશૃંગને થવાના મહાન લાભના પ્રહ–ગ બતાવે છે. ચંદ્રાવલી પણ સરસ્વતીચંદ્રને ચિરંજીવથંગ ઉપર રાખવા માગે છે. પણ તે બીજા જ, કુમુદ સાથેની સૂક્ષ્મ પ્રીતિના પરિપાકના હેતુથી, વિષ્ણુદાસના આ ઉદ્ગારો અનેક પ્રશ્નો અને શંકાઓ ઉપજાવે છે. જ્યોતિશાસ્ત્ર વર્ણવેલા ગ્રહયોગ શી રીતે માનવની ગતિનું નિયમન કરી શકે છે? - એ ગ્રહ-ગ જ જે માનવીની ગતિ કે ભાવિ ઘડતો હોય તે માનવીએ કર્મ કરવાની શી જરૂર? ઈશ્વરેચ્છા બળવાન કે ગ્રહયોગ ? તિઃ શાસ્ત્રના ફલાદેશ અને માનવીને ભાસતા ધર્મ વચ્ચે વિરોધ હોય ત્યારે શું કરવું ? પુરુષની સંસિદ્ધિ દ્વારા સ્ત્રીની સંસિદ્ધિ શી રીતે થઈ શકે ? વિષણુદાસે કરેલું સમાધાન આ પ્રમાણે છેઃ પરમાત્માના વિશ્વરૂપમાં ગ્રહો અંશભૂત છે, અને તેમનાં નાડીચક્રનું મૂળ પરમાત્માની ઈચ્છા સાથે જ સધાયું છે. અને તેથી સર્વત્ર એ ઈશ્વરેચ્છા નિયામક તરીકે પ્રવર્તે છે. જ્યોતિશાસ્ત્ર આ ગ્રહયોગ વગેરે ફલાદેશ બનાવે છે તેથી મનુષ્યની ગતિ અને ઈશ્વરેચ્છાના માર્ગો પ્રકાશમાં આવે છે–પણ તેથી મનુષ્યનાં ધર્મ અને કર્તવ્ય નષ્ટ નથી થતાં, માટે ફલાદેશે વ્યક્ત કરેલી ગતિને પામવા માટે માનવીને અનુકૂળ પુરુષાર્થ આવશ્યક બને Page #26 -------------------------------------------------------------------------- ________________ 17. સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના છે જ્યારે ફલાદેશમાં અને આપણી દૃષ્ટિએ ભાસતા ધર્મમાં વિરોધ હોય ત્યારે વ્યવસ્થા એવી છે કે “અલક્ષ્ય પરમાત્માની લક્ષ્મ દૃષ્ટિ સપુરુષના હૃદયમાં સ્ફરે છે તેને જ પ્રથમ આદર આપો” આવી નિર્મળ “અંતઃકરણની પ્રવૃત્તિને જે આવશ્યક ધર્મ લાગે તે અવશ્ય આચરે, જે અધમ્ય લાગે તે વજેવો અને જ્યાં ધર્માધર્મને પ્રશ્ન ઉપસ્થિત ન થતું હોય ત્યાં સૌ પોતાની સ્થૂળ-સૂક્ષ્મ-શરીરની રસવૃત્તિ પ્રમાણે વતીને સંસ્કારને પરિપાક પામે છે. સાધુજનો તો વ્યવહારમાં પ્રાપ્ત સ્થિતિને અનુકૂળ થઈ જાય છે, અને અપ્રાપ્તને માટે એષણ સેવતા નથી. છેલ્લા પ્રશ્નના ઉત્તરમાં વિષ્ણુદાસ કહે છે કે જેમ તિઃશાસ્ત્રમાં નાડીચો વર્ણવેલાં છે અને તે મનુષ્યનાં શરીર, બુદ્ધિ, વાસનાઓ અને ભાગ્યને સૂર્યમંડળ અને ગ્રહોનાં નાડીચક્રમાં પ્રવર્તાવે છે તેમ અલખ-મત પણ એવાં નાડીક્ર વર્ણવે છે. આવાં નાડીચક્રમાં અંશભૂતિ પ્રીતિનું નાડીચક્ર પણ છે. શુદ્ધ ધમ્ય પ્રીતિથી સંધાયેલાં દમ્પતી વચ્ચે આવાં નાડીચક્રો છે અને તેથી સિદ્ધિના નાડીચક્રને બળે ઉત્કર્ષ પામનાર પતિની સાથે પતિવ્રતા સ્ત્રી પણ આકર્ષાય છે અને ઉત્કર્ષ પામે છે. અને આથી જ જ્યારે વિષ્ણુદાસ સરસ્વતીચંદ્ર સિદ્ધ કરવાના હેતુથી તેના શરીરમાં પ્રવેશ કરી તેની અવશેષ રહેલી સૂક્ષ્મતમ વાસનાઓને બાળી દેવા માટે જે નાડીસંયોગ રચશે તેના આકર્ષણના હેલારા જેમ સરસ્વતીચંદ્ર અનુભવશે તેમ “મધુરીમૈયા” પણ સત્ય નાડીકથી જોડાયેલી હશે તે તે પણ કેટલેક અંશે અનુભવશે. (પ્રકરણ–૨૪) - સનાતન ધર્મ સંસારી જનોના આચાર વગેરેના નિયમો મનું વગેરે મહાત્માઓએ આપ્યા છે. આ ધર્મશાસ્ત્રોમાં સમાજને સંરક્ષવાનું, વ્યવસ્થિત રાખવાનું ધ્યેય હોય છે. પણ તેના નિયમ અનેક દેશકાળના વિચારોથી ઘડાયા છે. તેથી તે સર્વથા સનાતન અ. 2 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અક્ષર નથી, અને દેશકાળમાં પરિવર્તન થયે તેમનાં વિધાનમાં ફેરફાર આવશ્યક બને છે. સાંપ્રત કાળની પરિસ્થિતિને નજર આગળ રખતાં પણ તેમનાં પંચ મહાયજ્ઞનાં આત્મા અને શરીર જુદા પ્રકારનાં છે. ધર્મશાસ્ત્રના યજ્ઞમાં (૧) શ્રાદ્ધકર્મમાં પિચ્છેદક આપીને મૃત પિતા-માતાદિને તેમ કરવા તે પિતૃયજ્ઞ, (૨) આવેલા અતિથિનું સન્માન. કરવું એ મનુષ્યય; (૩) પશુપક્ષી વગેરે ભૂતે ઉપર દયા રાખીને પોષણ માટે બલિ આપવા તે ભૂતયg; (૪) યજ્ઞમાં દેવોને ઉદ્દેશીને હમ કરવામાં આવે તે દેવયા; અને ૫) વેદાધ્યયન અને શાસ્ત્રાભ્યાસ : કરવાં તે બ્રહ્મયજ્ઞ. આ સાંસારિક યો માટે સ્થળ સમગ્રીની જરૂર પડે છે. સામાન્ય રીતે તે સકામ હોય છે અને સીધી કે આડી રીતે પિતાનું કલ્યાણ કરવાના હેતુથી જાય છે. ઊલટું, અલખ સાધુજનોના ચાની સામગ્રા સૂક્ષ્મ આધ્યાત્મિક હોય છે અને રાગદ્વેષ કે કામનાથી મુક્ત હોય છે. કેવળ નિષ્કામ કર્તવ્ય તરીકે કરાય છે, અને તે દ્વારા પરશ્વમેરના દિવ્ય સંકેત અને પ્રજનને અનુકૂળ થવા માટે સાધુજને પોતાની સર્વ શક્તિનો લોકકલ્યાણમાં વિનિયોગ કરે છે. સાધુજનના ય ૧ મઠયજ્ઞ (સંસારીઓના * પિતૃયાને સ્થાને) ૨ મનુષ્યયજ્ઞ–(અ) પ્રીતિયા (આ) અતિથિયજ્ઞ આકારક અતિથિયર લક્ષ્યયજ્ઞ– છે આમંત્રિત , આગન્તુક ૩ ભૂત –(અ) દયાયજ્ઞ (આ) વ્યવહારયજ્ઞ (ઈ) વિદ્યાયજ્ઞ અલક્ષ્યયજ્ઞ– ૪ દેવયજ્ઞ અથવા ઋતયજ્ઞ ૫ બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ Page #28 -------------------------------------------------------------------------- ________________ સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના 19 - 1 મય–સંસારમાં પિતામાતાદિની તૃપ્તિ માટે પુત્રો પિતૃયજ્ઞ કરે છે. આવી તૃપ્તિના અભ્યાસથી પિતામાતાદિને તે માટે ભવૃત્તિ થાય અને તેથી એ પિતયજ્ઞ કરવામાં જ પુત્ર તત્પર રહે તે બીજા યજ્ઞો ન કરી શકે. માતાપિતા પણ પોતે કરવાના યજ્ઞમાં અપૂર્ણ રહે અને સૃષ્ટિની પરમ પેજનામાં આ રીતે વિદન ઊભાં થાય. સાધુજનની તાત્વિક દષ્ટિએ તે પિતામાતા વગેરે સંબંધો કેવળ આત્મરૂપ છે, અને વ્યવહારદષ્ટિએ પિતામાતાદિને અપાતી અંજલિ તે ભાવેના પ્રતીક સમી છે. આથી સાધુજનેએ પિતૃયજ્ઞને સ્થાને મયજ્ઞની પેજના કરી છે. પુત્રો વગેરે પોતાનાં કર્મ કરવાને સમર્થ થાય ત્યાં સુધી માતાપિતા તેનું રક્ષણ કરે અને પછી મઠને દત્તક આપી દે છે અને પિતાના અધિકારનો ત્યાગ કરે છે. આવા પુત્ર પિતૃયજ્ઞ નથી કરતા. પણ મઠયજ્ઞ કરે છે. સાધુસત્કાર, ગુરુસત્કાર, આશ્રમસત્કાર, મઠસત્કાર અને યદુનન્દનસત્કાર વગેરે દ્વારા મઠયજ્ઞ સધાય છે. 2 મનુષ્યયજ્ઞ–પોતાના સંબંધમાં આવનાર, પોતાની પાસે આવનાર મનુષ્ય (અતિથિ)ની તૃપ્તિ માટે આ યજ્ઞ યોજાય છે. આ અતિથિઓ ત્રણ પ્રકારના છે: માતાપિતા આપણને જન્મ આપીને બાળપણમાં ભરણપોષણ કરે છે ત્યાં સુધી આપણે તેમના “આમંત્રિત અતિથિ (નેતરાયેલા અતિથિ) કહેવાઈએ, પણ ત્યાર પછી આપણે આપણું ધર્મો પાળવાને સમર્થ થઈએ એટલે આપણે યજમાન થઈએ છીએ. માતાપિતા તરફ કૃતજ્ઞબુદ્ધિથી ફરજ અદા કરીએ એટલે માતાપિતા આપણાં અતિથિ થાય છે. માતાપિતા આપણને જન્મ આપીને “એલાવે છે માટે તે “આકારક” અતિથિ કહેવાય છે. તે જ રીતે કુટુંબ, જ્ઞાતિ, સ્વદેશ વગેરે આપણું “આકારક અતિથિ કહેવાય. સાચે પિતૃયજ્ઞ માતાપિતા વગેરે આકારક અતિથિ ની તૃપ્તિ માટે જાય છે. પણ સાધુજનો માતાપિતા વગેરે ભાવના રાખતા નથી અને સૌને અધ્યાત્મદષ્ટિએ જુએ છે તેથી પિતૃયજ્ઞને Page #29 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ સમાવેશ મનુષ્યયજ્ઞમાં જ થાય છે. સંસારના સામાન્ય વ્યવહારના બીજા સંબંધે દ્વારા જે વ્યક્તિનું સન્માન કરવું આવશ્યક બને તે વ્યક્તિ “આગન્તુક અતિથિ " કહેવાય. સાંસારિક લગ્ન જોડાયેલાં અને હદયનું સ પૂર્ણ અદ્વૈત ન પામેલાં પતિ-પત્ની એક કે બીજા પ્રકારનાં અતિથિ જ છે. પણ સાધુજનોની પેઠે જેનું દામ્પત્ય સદ્ભવૃત્તિ ઉપર અવલંબતું હોય અને હદયના અદ્વૈતમાં પરિણમ્યું હોય ત્યાં યજમાન–અતિથિને સંબંધ જ નથી. હૃદયનું અદ્વૈત, પ્રીતિની સૂક્ષ્મતા અને ધર્મ સહચારની સંપૂર્ણતા એ ત્રણના સાધનથી દંપતી પરસ્પરના પોષણ અથે રચે તે પ્રતિયજ્ઞ છે.. - માતાપિતા વગેરે “આકારક અતિથિ તરફના આપણું ધર્મમાં તેની યોગ્યતા કે અાગ્યતાના વિચારને અવકાશ જ નથી, પુત્રપુત્રી વગેરે “આમન્વિત અતિથિની યોગ્યતા - અયોગ્યતાને વિચાર આમંત્રણ આપ્યા પહેલાં કરવાનું છે. પણ તે પછી તો આપણું ફરજો અવશ્ય કર્તવ્ય બને છે. માત્ર “આગંતુક અતિથિ તરફના આપણા ધર્મોમાં તેની પાત્રતા–અપાત્રતાને વિચાર કરવો ઘટે. અપાત્ર ‘આગન્તુક અતિથિનો ભૂતયજ્ઞમાં સમાસ થાય છે. 3 ભૂતયજ્ઞ–અતિથિ ન થઈ શકે તેવા મનુષ્ય અને પશુપક્ષી વગેરે જંતુઓની તૃપ્તિ માટે જે યજ્ઞ કરાય (આપણુ તેમના તરફની જે ફરજો) તે ભૂતયજ્ઞ. તેમના ઉદ્ધાર માટે દયા રાખીને આ યજ્ઞ કરાય છે માટે તે દયાયણ પણ કહેવાય. જે ભૂતના (beings) સંસર્ગથી ધર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાનિ થવા સંભવ હોય તે ભૂતનો ઉદ્ધાર આપણા હાથમાં નથી એમ માનવું–દયાને ખાતર દયા ન રાખવી. યજ્ઞકાર્યને માટે જે સામગ્રીએ જોઈએ અને તે એકઠી કરવામાં જડચેતન ભૂતો સાથે વ્યવહાર કરવો પડે તે વ્યવહાર કહેવાય. આ યજ્ઞ બહુધા સકામ ફળની આશા રાખીને થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ જ છે. સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના સુષ્ટિના જડ અને ચેતન પદાર્થો, તેમનાં સ્વરૂપ, ગુણદોષ, પરસ્પર સંબધ વગેરેનું અવલોકન કરી, તેમનાં શો રચીને તેમને જ્ઞાનના વિષય બનાવવા એ વિદ્યાયજ્ઞ. આ વિદ્યાયજ્ઞ અનત છે અને સ્વરૂપે ભૂતયજ્ઞ જ છે. 4 દેવયજ્ઞ અથવા ઋતયજ્ઞ-સંસારમાં ઈન્દ્રિયો વડે જે કંઈ પ્રત્યક્ષ થાય છે તે અત્યંત સત્ય નથી. સંસારમાં જે જે સત્ય કહેવાય છે તે સર્વ શાસ્ત્રમાં પણ સત્ય હોય એમ નથી. સંસાર ચંદ્રના તેજને ચંદ્રનું જ માને છે, પણ શાસ્ત્ર તો તેને સૂર્યનું તેજ ગણે છે. આમ શાસ્ત્ર દ્વારા સૃષ્ટિના સર્વ પદાર્થો, તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, તેમના વ્યવહાર અને વ્યવસ્થાઓના પ્રવાહ-આ અસંખ્ય વિષયો નિરંતર ગતિમાન છે અને તેમની ગતિનું અને સંબંધોનું યથાર્થ સ્વરૂપ તે તે વિષયના દ્રષ્ટાઓ શોધે છે. તેમને જે સત્ય પ્રત્યક્ષ થાય છે તે ઋત કહેવાય છે. (ઋત-ગતિમાન હોવું.) સકળ સમષ્ટિના અંશોનું નિરૂપણ અને અનેક દેશીય દર્શન કરનારાઓ 5 ( Dynamic Law and Aspect of the First Principle)ને પ્રત્યક્ષ કરે છે. સકળ અને સંપૂર્ણ ઋત્ તે યોગીને ઋતંભરી પ્રજ્ઞા–સર્વ લક્ષ્ય પદાર્થોની પાછળ રહેલા પરમ તવના લક્ષ્યરૂપને પામી શકે તેવી પ્રજ્ઞા–દ્વારા થાય છે અને જ્યારે યોગીને પ્રજ્ઞાપ્રસાદ થાય ત્યારે સર્વ દિશા, સર્વ કાળ અને સર્વ વિષયો એકલામાં તે પ્રત્યક્ષ કરી શકે છે. ઋતદર્શન પામનારા યેગીઓ વિશ્વની ગતિ અને વિકાસની પાછળ રહેલા મહાનિયમનું અને સૃષ્ટિનું રહસ્ય સમજે છે અને લોકકલ્યાણના હેતુ અને અનેક માર્ગો જાણી શકે છે. આ દર્શન માટે યોગીઓ જે યજ્ઞ સાથે તે ઋતયજ્ઞ, તે દેવયજ્ઞ પણ કહેવાય છે કારણ કે તે દ્વારા સાત્વિક બુદ્ધિ, સત્વની અને દેવેની તૃપ્તિ થાય છે. : 5 બ્રહ્મયજ્ઞ–ઋત સત્ય છે, પણ સાપેક્ષ સત્ય છે. પરમ તત્વથી જે નિર્ણ, નિષ્ક્રિય, નિર્વિકાર અવસ્થા જેમાંથી સર્વ Page #31 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ ગતિ અને વ્યક્તિ આવિર્ભાવ પામે છે તે અવસ્થા જ પરમ સત્ય છે. અને તે સનાતન પરમ સત્યનો યજ્ઞ તે બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ. મહાત્માએ સર્વલક્ષ્યયજ્ઞોની સાધના કરી ધ્યાનયોગ અને તપ દ્વારા ઋતદર્શન અને સત્ય દર્શન એક સાથે પામે છે. આ ધર્મ સનાતન છે અને સર્વ દેશકાળને માટે છે. કેવળ સાંસારિક યજ્ઞધર્મમાં અધ્યાત્મદષ્ટિ નથી, કેવળ વ્યવહારધર્મમાં સત્યદૃષ્ટિ નથી, અને કેવળ દયા ધર્મમાં ઋતદષ્ટિ નથી. ઋત અને સત્યના અધ્યાત્મ અને સનાતન અગ્નિમાં સિદ્ધ કરેલાં આતિથેય અને યોની વ્યવસ્થા જ સર્વ લેકને અને સર્વ કાળને માટે છે.” ઋણવ્યવસ્થા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે કે ગૃહસ્થ જ્યાં સુધી ત્રણ ઋણમાંથી મુક્ત ન થયો હોય ત્યાં સુધી સંન્યાસ ન લઈ શકે. તે ત્રણ ઋણો દેવઋણે, ઋષિઋણ અને પિતૃઋણ અને આ ઋણમાંથી યજ્ઞ, સ્વાધ્યાય અને પુત્પાદન દ્વારા મુક્ત થવાય છે. સાધુજનોએ અલખદીક્ષા પછી પણ સ્વાધ્યાય અને યજ્ઞ તે ચાલુ રાખવાના છે, એટલે અલખા સંપ્રદાય તેમને ઋણ તરીકે ગણતો નથી. પુત્પાદનનું ઋણ સ્વીકારતું નથી. કારણ અદ્વૈત પામેલાં દંપતીની પુત્રવાસના થાય તો એની થાય, તેમાં તો વાસના જાતે જ આ ઋણમાંથી મુક્ત કરાવવા પ્રત્યક્ષ છે તો પછી ઋણાનુણ્યનો વિચાર બાકી રહેતો નથી. આ ઋણાને સ્થાને અલખ-સંપ્રદાય ઋણોની જુદી જ વ્યવસ્થા કરે છે. સર્વ સાધુઓને પંચયજ્ઞ વિના બીજે ધર્મ નથી. બીજુ ઋણ નથી. તેમાંથી મયા, દેવયા અને બ્રહ્મયજ્ઞ તો અલખ દીક્ષા પછી જ ઉત્તમ રીતે સધાય પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ કંઈક મઠમાં અધિક રીતે થઈ શકે છે. માટે એ બન્ને યજ્ઞો સંપૂર્ણ કરનામાટે સંસારમાં રહેવું આવશ્યક હોય છે તેમ કરવું એ ધર્મ બને છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રઃ સરસ્વતીચંદ્ર અને કુમુદ ગુજરાતી સાહિત્યમાં સરસ્વતીચંદ્ર'નું સ્થાન વિશિષ્ટ ગૌરવવાળું છે. લગભગ અઢારસો પાનાંમાં વિસ્તરેલી આ મહાકાય નવલકથાને “પુરાણ” તરીકે પણ ગણવામાં આવી છે. 1887 માં એનો પહેલો ભાગ પ્રકાશિત થયા ત્યારથી જ ગુજરાતના શિક્ષિત અને સંસ્કારી વર્ગમાં આ નવલકથા પ્રિય થઈ પડી. 1901 માં તેને ચોથો ભાગ પ્રકાશિત થતાં તેની સમાપ્તિ થઈ. તે દરમ્યાન અને ત્યાર પછી દશકાઓ સુધી સંસ્કારી અને શિક્ષિત ગુજરાતી જનતામાં તેણે જીવંત રસ જગાડ્યો હતો. કોલેજમાં શિક્ષણ લેતા યુવાને પાછળથી જેમ “જયા-જયંત 'માં મુગ્ધ બન્યા હતા તેમ સરસ્વતીચંદ્ર અને કુમુદમાં મુગ્ધ બન્યા હતા. ગોવર્ધનરામનો પહેલાં તે એવો આશય હતો કે પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી પ્રજાજીવનનાં બધાં ક્ષેત્રમાં જે આંદોલન ઊઠયાં હતાં તે બધાંનું-ધાર્મિક, નૈતિક, સામાજિક, રાજકારણીય, આર્થિક વગેરેનું, અને પૌરમ્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓના યોગ્ય સમન્વયનું નિરૂપણ કરતા નિબંધ લખવા. પણ એમ નિબંધો કેણ વાંચશે, એવી શંકાથી વધારે લોકભોગ્ય સાહિત્યપ્રકાર–નવલકથા–દ્વારા જ પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો નિશ્ચય કર્યો અને સરસ્વતીચંદ્ર'માં એને મૂર્ત સ્વરૂપ આપ્યું. આવા સંજોગોમાં સર્જાયેલાં પાત્રોમાં કોઈ વ્યક્તિ ઉપરથી સજાયેલાં પાત્રો જેવી સામાન્યતા ન હોય એ સંભવિત છે. આવાં પાત્રોમાં એક પ્રકારનો અતિશય આવી જાય અને પાત્ર જીવતાં Page #33 -------------------------------------------------------------------------- ________________ 24 અક્ષા માનવ જેવાં ગુણ-અવગુણવાળાં બનવાને બદલે કેવળ ગુણમય કે કેવળ દોષમય બની જવાનો સંભવ છે. “સરસ્વતીચંદ્ર', શઠરાય, દુષ્ટરાય, ખલકનંદા, કૃષ્ણકલિકા, ગુણસુંદરી વગેરે અનેક પાત્રોમાં તેમનાં નામમાં જ પ્રતિબિંબિત થતાં લક્ષણો જે વ્યક્તિરૂપે નિરૂપાયેલાં નજરે આવે છે. નવલકથાનાં નાયક અને નાયિકા પણ પોતપોતાની રીતે આદર્શરૂપનાં ( idealized) નિરૂપાયાં છે. આમ તો, કથાનો નાયક સરસ્વતીચંદ્ર યુનિવર્સિટીનું શિક્ષણ પામેલો અર્વાચીન સમયનો ત્રેવીસ–ચોવીસ વર્ષના યુવાન છે. બી. એ. થયા પછી કાયદાની ડિગ્રી મેળવીને પ્રતિષ્ઠા પામતો જતો અને સાહિત્ય અને સંસ્કારના વિષયમાં રસ લેતે પણ હૃદયમાં ઊંડે ઊડે ભગવાં ધારણું કર્યા વિના વૈરાગ્યની ભાવના સેવતો યુવાન છે. સાવકી માની ચડામણથી પિતાએ જેની સાથે તેનું વેવિશાળ થયું હતું તે કુમુદસુંદરી વિશે બે વેણ કહ્યાં, એના સ્વાર્થવિમુખ અને કુમુદસુંદરીના રૂપ અને ગુણમાં મુગ્ધ થયેલા રસિક હૃદયને આથી આઘાત લાગ્યો. પહેલાંથી જ એનો વિચાર સામાન્ય જનસમૂહમાં ભળી જઈને. સંસારના અનુભવ મેળવ્યા પછી દેશસેવાનું અથવા જનકલ્યાણનું કાર્ય કરવાને હતો. અત્યાર સુધી કેવળ વિદ્યાથી રહેલો અને અનુભવ વિનાનો સરસ્વતીચંદ્ર વેવિશાળ રદ કરવાનું લખીને ઘર છોડી ચાલ્યો જાય છે, પણ જતાં જતાં પોતાની સંપ્રત્યયાત્મક પ્રીતિનું પાત્ર બનેલી કુમુદ ઉપર પત્રમાં લખતો જાય છે: શશી જતાં પ્રિય, રમ્ય વિભાવરી, થઈ રખે જતી અંધ વિયોગથી, દિનરૂપે સુભગા બની રહે ગ્રહી કર પ્રભાકરના મન માનીતા.” –અને કુમુદ ! ગોવર્ધનરામે કુમુદના રૂ૫ અને ગુણની કલ્પનામાં distilled femininity–નીતરેલું સ્ત્રીત્વ–સર્યું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં બે અમર પાત્રો ચૌદ-પંદર વર્ષની વયે જુવાનીના મળસ્કાના ઉજાસમાં સૌમ્ય કાંતિવાળી ગૌરવણું કુમુદમાં નાજુકતા, સુંદરતા, ચતુરાઈ અને લજજાના ગુણો હતા, માતપિતા તરફથી પરણ્યા પહેલાં જ અંગ્રેજી અને સંસ્કૃતિનું જ્ઞાન અપાયું હતું. સંસ્કાર-ધર્મ, રસિકતા, રસજ્ઞતા, વ્યવહારકુશળતા, નીતિમાગ વગેરેની કેળવણી મળી હતી. મંગળ આભૂષણે અને આછાં પણ સુંદર ચિત્રવાળાં સાદાં વસ્ત્રો પહેરતી કુમુદમાં કુલીનતા, સંસ્કારી ઉછેર અને વિદ્યાને અભિજાત આવિષ્કાર થતે વર્ણવાયો છે, પણ કુમુદ ક્રાહ્ય મૂર્તિરથવા રિળી થવા સર્જાઈ હોય, " સુ નાવ” તેણે જન્મ ધાર્યો હોય એવી નિરૂપાઈ છે. સરસ્વતીચંદ્ર જેવા ચંદ્રની પ્રેરણામાં ખીલી ઊતું કુમુદ બનવાની ધન્યતાને ઝંખતી તે પ્રમાદધનની પત્ની બની અને કજોડાનો ભોગ બની એટલું જ નહીં તેની આસપાસ સાસરામાં સાંસ્કારિક દષ્ટિએ કાદવ જ ફરી વળ્યો. પ્રાચીન ભારતીય સ્ત્રીના પ્રતિનિધિ સમી કુમુદે દેહલગ્નનાં પતિને જ પોતાના હૃદયના દેવ તરીકે સ્થાપવાના ભગીરથ પ્રયત્ન કર્યા. મનના પતિને વિસારે પાડવાના કાર્યને ધર્મ ગણ્યું : પણ વિધિની વક્તા પણ કેવી કે લગ્ન પછીના પંદરેક દિવસમાં જ પિતાના સાસરામાં જ નવીનચંદ્ર નામ ધારણ કરીને પિતાના મનથી વરેલે પતિ આવીને વસ્યો ! કુમુદસુંદરીએ એક જ વાર ત્રણ-ચાર દિવસ સુધી પરણ્યા પહેલાં તે સાસરે ગયેલે ત્યારે તેને જે હતે. એ સરસ્વતીચંદ્ર જ છે એવી ખાતરી થઈ તે પણ પતિવ્રતાધર્મનું સાચા અર્થમાં પાલન કરવાની વૃત્તિવાળી કુમુદે તેની સાથે બેસવાચાલવાના બધા પ્રસંગો ટાળ્યા કર્યા. અને સરસ્વતીચંદ્ર જે અનુભવ મેળવવા માટે ઘર છેડી બહાર નીકળ્યો હતો તેને બુદ્ધિધનને ત્યાં રહેતાં કેટકેટલા અનુભવે થયા ! રાજદરબારમાં ચાલતી ખટપટો, સ્ત્રીપુરુષના સંબંધમાં કલુષિતતા, પ્રજાનાં દુઃખો વગેરે ભાતભાતના અનેક અનુભવે સંસાર' જાળના સમૂહ વચ્ચે સંન્યાસ લઈ ઊભે હેય તેમ તેણે મેળવ્યાં. પણ Page #35 -------------------------------------------------------------------------- ________________ અક્ષર એક પ્રસંગે તેની કસોટી કરી. તેની શુદ્ધ ભાવના તેમાં વિજયી નિવડી એ પ્રસંગ છે, “અલકાબહેન હું તે તમારે ભાઈ થાઉ હે!” આ દઢતાપૂર્વક તેણે કરેલા નિર્ણયને. અલકકિશોરી સાથેના પ્રસંગમાં પોતે પણ વાસનાને થોડી વાર વશ થયો હતો એ અનુભવથી સ્ત્રીને સાત ગાઉના નમસ્કાર કરવાને તેણે નિર્ણય કર્યો. પ્રમાદધન પદ્મા જેવી રૂપજીવિનીઓના સંગમાં રાચે છે, કુમુદ જેવી સાલસ અને રસિક પત્ની તેની આંખમાં વસતી નથી, એ પ્રમાદધન આચારમાં દૂષિત થયો છે અને હું વિચારમાં દૂષિત થયો છું. એવું વિચારીને કુમુદના સાનિધ્યમાંથી ખસી જવાને તેણે નિર્ણય કર્યો. પણ અલકકિશોરી સાથેના પ્રસંગમાં નવીનચંદ્રની વાસનાની કંઈક ઝાંખી થતાં જ કુમુદે સ્ત્રીહદયમાં વસતી પુરુષને પ્રેરણા આપવાની શક્તિનાં દર્શન કરાવ્યાં. આવી સુકુમાર અને શારીરિક દષ્ટિએ અબળા દેખાતી કુમુદમાં કેટલું મને બળ છે ! તેણે નિશ્ચય કર્યો કે નવીનચંદ્રને પતિત નહિ થવા દઉં. તેણે તેને મુંબઈમાં પાછા જઈ કંઈ યોગ્ય કાર્યમાં પરોવાઈ જવાની સૂચના કરી. અત્યાર સુધી પક્ષ રીતે સરસ્વતીચંદ્રમાં રસ લેતી કુમુદે હદય કઠણ કર્યું, સરસ્વતીચંદ્રના જે અનેક પત્રે સાચવી રાખ્યા હતા તે બાળી નાખ્યા. “પ્રમાદધન મુજ સ્વામી સાચા”, એ સૂત્રને જપ જપવા માંડી. એકબીજાથી દૂર રહેવાનો નિર્ણય કરી ચૂકેલાં બંનેને વિધિએ, સંજોગોએ વ્યાવહારિક જગતના સંતાપ અને કલેશોથી દૂર અને સંસારના સંબંધોને સંસ્કારીને ઉન્નતિ તરફ વાળવાની પ્રયોગશાળા સમા સુંદરગિરિની પાવક અને શાન્તભૂમિમાં પાછાં એકઠાં કર્યા. નવીનચંદ્ર સુવર્ણપુરીથી ભદ્રેશ્વર જવા નીકળ્યો. રસ્તામાં ધીંગાણું થયું. તેના માથામાં ઘા વાગવાથી વનમાં બેભાન અવસ્થામાં પડ હતો ત્યાં વિષ્ણુદાસજીના શિષ્યોએ તેને જોયો અને મઠમાં લઈ ગયા. વિષ્ણુદાસજીએ ભવિષ્ય ભાખ્યું કે આ નવતર વ્યક્તિ મહાત્મા થશે અને એ મઠને પણું ઉત્કર્ષ કરશે. સુંદરગિરિના સાધુઓની જીવનવ્યવસ્થા અને ઉત્કર્ષ સાધનાને દોર Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રો મઠાધીશ વિષણુદાસજીના હાથમાં હતું. આ સાધુઓ પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણચંદ્રના ચરણમાં લીન થવા મથતા હતા. પારિભાષિક શબ્દ વાપરીએ તો લખની ઉપાસના દ્વારા, લખને ઉવેખીને નહીં, અલખ જગાવવાની સાધના કરતા હતા. અધિકાર પ્રમાણે સ્ત્રીપુરુષના. સંબંધોની બાબતમાં સાધુઓના વિભાગ પાડવામાં આવ્યા હતા. જેમ પુરુષ માટે આ સાધુજનસમાજની વ્યવસ્થા હતી, તેમ સ્ત્રીઓ માટે ચંદ્રાવલીમૈયાની દેખરેખ નીચે સાધ્વીઓની જીવનવ્યવસ્થા માટે પણ એવી જ લેજના હતી. વિષ્ણુદાસના મઠમાં આવતાં વેંત નવીનચંદ્રના ભવ્ય અને સુંદર વ્યક્તિત્વ અને કુશાગ્રબુદ્ધિ અને વિદ્વત્તાએ સાધુજનમંડળમાં પ્રભાવ પાડવા માંડ્યો. અહીં આવીને એક તરફ આ મઠની વ્યવસ્થા વગેરેથી શાંતિ અને તૃતિ અનુભવતા નવીનચંદ્ર ચન્દ્રકાન્તના કાગળો વાંચવા માંડવા અનેક મિત્રો અને ચંદ્રકાન્ત વચ્ચે, ધાર્મિક, નૈતિક, સામાજિક, સ્ત્રી-શિક્ષણ, વિવાહ-વ્યવસ્થા વગેરે વિષયો ઉપર ચાલેલી ચર્ચાથી વાસ્તવિક જગતના પ્રશ્નોને અનુભવ મેળવવા લાગ્યો. . બીજી બાજુ, ભદ્રેશ્વર જવા નીકળેલી કુમુદ બહારવટિયાઓની સાથેના ધીંગાણામાંથી તે બચી ગઈ પણ ભદ્રા નદીને કિનારે ઊભી હતી ત્યાંથી તેને નદીમાં નાખી ઉપાડી જવાના પ્રયાસને ભેગી થઈ પડી. નદીમાં તણાતી હતી ત્યાંથી ચંદ્રાવલીમૈયાના સાધ્વીમંડળે તેને બચાવી, તેને સાધ્વી આશ્રમમાં લઈ ગયા. આસપાસના પ્રદેશમાં ફરતાં ફરતાં સાધુઓની સંગાથે મરીમિયા કહેવાતી કુમુદનો ભેટો થયો. એ બંનેની હદયવૃત્તિ ભ પામી તેમનું તારામૈત્રક સાધ્વીઓએ નિહાળ્યું અને એ બંનેની પ્રીતિને પોતાના લખ–અલખ માગના વિધાનને અનુસરીને પરીક્ષા કરાવી લેવાની સૂચના કુમુદને કરી. સંસારધર્મ પ્રમાણે પતિવ્રતાપણું સેવવાનો નિર્ધાર કરી ચૂકેલી અને - નવીનચંદ્ર અત્યારે ભગવાધારી સરસ્વતીચંદ્ર હોવા છતાં એ પરપુરુષ છે તેવી બુદ્ધિ સેવતી કુમુદે આ સૂચનાને લગભગ અ-ધર્મ ગણી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અક્ષર અને સાધ્વીઓ આવા સંબંધને ઉત્તેજે એ એને દુઃખકર લાગ્યું પણ સુંદરગિરિ ઉપર વસતાં સાધુ અને સાધ્વીઓની જીવનભાવના ઊંડી સૂઝવાળી અને તપોમય હતી. સાવીઓએ સંસારની પ્રણાલીએ કુમુદ ઉપર લાદેલા પતિ પ્રમાદધનને જાર ગણ્યો અને કુમુદના ચક્ષુરાગ અને મનઃપ્રીતિ જેના તરફ ઢળ્યાં છે તે સરસ્વતીચંદ્ર જ તેનો સાચો પતિ છે એમ સમજાવ્યું. કુમુદ અને સરસ્વતીચંદ્રની પ્રીતિ સંપ્રત્યયાત્મિકા હતી અને પરસ્પર સંવનન થઈ ચૂકયું હતું. પ્રમાદધનને તે પતિ તરીકે ગણતી હતી. તેમાં અભિમાનિકા અને અભ્યાસિકા પ્રીતિ હતી. આ છેલ્લા પ્રકારની પ્રીતિ સાચી નથી. તેના દ્વારા સ્ત્રી-પુરુષનો વિકાસ અને ઉન્નતિ થતાં નથી. કુમુદે સરસ્વતીચંદ્રનો સહવાસ પ્રયોગ માટે સેવવાની સંમતિ આપી. ' સરસ્વતીચંદ્રને પણ પ્રીતિના પ્રકાર અને યજ્ઞભાવનાઓ અને સ્વરૂપોની સમજ અપાઈ હતી. કેટલુંક તે તે આપમેળે સમજતો હતો. તે કુમુદના હદય પર કોઈપણુ આઘાત ન થાય તે જોવા ઉત્સુક હતો. સરસ્વતીચંદ્ર સૌમનસ્યગુફામાં અને કુમુદ વસંતગુફામાં જોડાજોડ રહ્યાં. બંનેનાં હદયનો ક્ષોભ ક૯પવો રહ્યો. કુમુદનું પોતાની પરિસ્થિતિ નિરૂપતું ગીત સરસ્વતીચંદ્ર સાંભળ્યું. મૂર્ણિત થયેલી કુમુદને રવસ્થ કરી અને આ પ્રસંગથી એકબીજાનાં હદય ખેલવાની પ્રક્રિયા શરૂ થઈ. - કાલિદાસે દુષ્યત-શકુંતલાનો મેળાપ સ્વર્ગભૂમિમાં કરાવ્યો છે; ભવભૂતિએ રામસીતાનો પ્રસંગ દંડકારણ્યમાં વર્ણવ્યો છે, પણ એ પ્રસંગેમાં શંકુતલાએ કે સીતાએ દુષ્યત કે રામને પ્રશ્ન પૂછી પોતાના પરિત્યાગનાં કારણોની વિગતો જાણવા પ્રયત્ન કર્યો નથી. સરસ્વતીચંદ્ર અને કુમુદ એવા જ ઉદાત્ત વાતાવરણવાળા પ્રદેશમાં મળ્યા છે, અને એકબીજાનાં મન અને હૃદયની સ્થિતિની મીમાંસા અને ચિકિત્સા કરે છે. બંનેને સ્વપ્નમાં સૌભાગ્યદેવી તરફથી દંપતી–ભાવસૂચક વેત કમળ જ્યોતિરૂપ વસ્ત્ર ઢાંકી દે છે તેનાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રો દર્શન કરાવાય છે. અલૌકિક ભૂમિમાં અલૌકિક સ્વપ્નદર્શન દ્વારા એકબીજાનું હદયનું અદ્વૈત વ્યક્ત કરાય છે અને કાર્યક્ષેત્રોની દિશાનું સૂચન મળી રહે છે. ઘણી પ્રશ્નોત્તરી અને ચિકિત્સા પછી કુમુદસુંદરી પોતાનું આધ્યાત્મિક બળ વ્યક્ત કરતાં કહે છે: “આપની જે કુમુદ સ્વભાવે રંક, અજ્ઞાની, લજજાશીલ છે તે બલવતી, પ્રબુદ્ધ અને ધૃષ્ટ બની છે. સરસ્વતીચંદ્રને પ્રેરણારૂપ બનવા અને તેનાં કાર્યોમાં સહકાર આપવાનો નિર્ણય વ્યક્ત કરતાં કહે છે કેઃ “શયનમાં રભા થવા સિવાય હું એમનાં બધાં સ્ત્રીકાર્ય કરીશ. પોતે વિધવા થઈ છે એ જાણ થતાં એને આ નિર્ણય વધારે દઢ બને છે. . આ પરિસ્થિતિમાં સરસ્વતીચંદ્રને મિત્ર ચંદ્રકાન્ત આવી પહોંચે છે અને સાંસારિક જગતને અનુકૂળ થાય અને સરસ્વતીચંદ્ર અને કુમુદને અશરીરિણી પ્રીતિ પુષ્ટ થયા કરે તે માર્ગ સૂચવતાં કહે છે કે સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન જે આજન્મ બ્રહ્મચારિણી રહેવા ઇચ્છતી હતી તેની સાથે લગ્નસંબંધ બાંધવો. સરસ્વતીચંદ્રનું લગ્ન કુમુદ સાથે ન કરતાં કુસુમ સાથે કરાયું છે એ પ્રસંગે સામાજિક અને કલાદષ્ટિએ ઘણે ઊહાપોહ જ્ઞાડ્યો હતો. વિધવાવિવાહને પ્રસંગ ટાળીને ગોવર્ધનરામે જુનવાણી વિચાર અને પ્રણાલી આગળ નમતું મૂક્યું છે અને કલાદષ્ટિએ કથાને હાનિ પહોંચાડી છે એવા આક્ષેપ પણ થયા છે. સરસ્વતીચંદ્ર અને કુમુદ જેવાં અપાર્થિવતાની ઝાંયવાળાં પાત્રોની આધ્યાત્મિક પ્રીતિને પાર્થિવ સંબંધથી દૂર રાખી - છે તે સમગ્ર દષ્ટિએ જોતાં યોગ્ય લાગે છે. આટલેથી ન અટકતાં સરસ્વતીચંદ્રનું કુસુમ સાથે લગ્ન કરાવ્યું છે તે કેટલે અંશે અપરિહાર્ય છે એ ચર્ચાનો વિષય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ મણિલાલ અને આનંદશંકરની | વિચારધારા , પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યના પ્રબળ પ્રભાવથી ઓગણીસમા શતકમાં સમગ્ર ભારતની પેઠે. ગુજરાતનું જીવન પણ સળકી ઊઠયું હતું. “અરુણું પ્રભાત” ઊગતાં અનુભવાય એવી પ્રેરણા અને દૃષ્ટિ-શક્તિ સાંપડતાં ઉદ્દામ ઉત્થાનવૃત્તિ ગુજરાતે પણ સેવી અને અભિનવ જીવનવિધાન અને જીવન–ભાવનાઓ અપનાવવા એ તત્પર બન્યું. વૈયક્તિક, સામાજિક, રાજકીય, પ્રજાકીય, આર્થિક, ઔદ્યોગિક અને ધાર્મિક જીવનનાં બધાં ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આણું નવસર્જન કરવાના કોડ જાગ્યા. કેવળ ધાર્મિક વિચાર અને આચારની જ નહિ પણ શિક્ષણ, લગ્નસંસ્થા વર્ણવ્યવસ્થા, જ્ઞાતિ-સંસ્થા, સ્ત્રીપુરુષના સંબંધો જેવા સામાજિક અને વ્યાવહારિક પ્રશ્નોની બાબતમાં પણ પ્રાચીન દષ્ટિ અને સરણી શંકાપોત્ર બની. બકે તિરસ્કારપાત્ર બની; એને તિલાંજલિ આપીને જ્ઞાતિબંધનનો ઉચ્છદ, વિધવાવિવાહ, સ્ત્રી-પુરુષની સમાનતા, સ્ત્રી–કેળવણી – એક શબ્દમાં કહીએ તે “સુધારા”ની દૃષ્ટિ અને સરણીને પ્રચાર કરવા ભગીરથ પ્રયત્ન કરાયા. દુર્ગારામ મહેતાજીથી માંડીને નર્મદ, મહીપતરામ, ભેળાનાથ, કરસનદાસ મૂળજી વગેરે અનેક વ્યક્તિઓની અનેક-મુખ “સુધારા”પ્રવૃત્તિથી મુંબઈ, અમદાવાદ અને સુરત “સળગી ઊઠડ્યાં હતાં અને આ પ્રવૃત્તિએ સરજેલાં આદેલને સમગ્ર ગુજરાતમાં ઝીલાતાં હતાં. ભારતીય જીવનદષ્ટિ ધર્મ–પ્રધાન છે તેથી ધાર્મિક સિદ્ધાંત અને આચાર-વિચાર ઉપર પ્રચંડ પ્રહારે આ કાળમાં થાય એ Page #40 -------------------------------------------------------------------------- ________________ મણિલાલ અને આનંદશંકરની વિચારધારા ૩૧ સ્વાભાવિક છે. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાતોના આકર્ષણે બ્રહ્મસમાજને જન્મ આપ્યો હતો અને તે આ સમયે પ્રાચીન ધર્મની વિરુદ્ધ સેવાતી મનોવૃત્તિનું પ્રતીક હતું. મુંબઈ અને અમદાવાદમાં પ્રાર્થના-સમાજની સ્થાપના વેદ અને વેદપ્રતિપાદિત સિદ્ધાન્ત પ્રત્યે તિરસ્કાર નહિ તે અનાસ્થામાંથી જ થઈ હતી. વેદ પ્રત્યે અપ્રામાણ્ય–બુદ્ધિ, જન્માક્તરવાદને અસ્વીકાર, મૃત્યુ પછી વૈયક્તિક જીવનનું શાશ્વત લકાતરમાં સ્થાન, પ્રાર્થના દ્વારા ઈશ્વરની ઉપાસના, ઈશ્વરના નીતિવિધાનને અનુસરી તેની પ્રીતિ મેળવવી વગેરે લક્ષણોને લીધે પ્રાર્થનાસમાજ પણ બ્રહ્મસમાજની પેઠે ખ્રિસ્તી ધર્મને રંગે રંગાયેલી છે એવા આક્ષેપ પણ થયા હતા અને રમણભાઈ એ એ આક્ષેપના ઉત્તરો પણ આપ્યા હતા. આ સમયે “પ્રાચીન” તરફ કેટલી વિમુખતા હશે અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે કેટલું આકર્ષણ હશે તે “કાન્ત” જેવી વ્યક્તિના ધર્માન્તર–સ્વીકારના પ્રસંગ ઉપરથી સમજી શકાય એમ છે. પ્રાચીન ધર્મ–પ્રણાલીનાં પણ અંગોપાંગે કેટલી હદે અનિષ્ટ વિકૃતિ પામ્યાં હશે તે “મહારાજ લાયબલ કેસ' જેવા પ્રસંગ ઉપરથી કલ્પી શકાય છે. ધર્મના અને આચારના પરિશધનની દૃષ્ટિથી ગુજરાતમાં ભક્તિ-નીતિ-સદાચાર–પ્રધાન સ્વામિનારાયણ સંપ્રદાય પણ અસ્તિત્વમાં આવ્યો હતો. આર્યસમાજ પણ ધર્મ અને દર્શનને વેદેકપ્રતિપાદ વિશુદ્ધ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાના હેતુથી પ્રચાર પામતો હતો. આ જ ગાળામાં થિયેસેફિકલ સોસાયટી, જે પ્રાચીન ભારતીય ધર્મનાં તરોને પ્રધાનપણે અનુસરતી હતી તેનું, ગુજરાતમાં અવતરણ થયું. આમ ગુજરાતના ધાર્મિક જીવનમાં અને જીવનવ્યવહારમાં મહાક્ષેભ પ્રસર્યો હતો. ગુજરાતને આ સમયે સમર્થ, દૂરદર્શી અને દીર્ઘદશી વિચારકે સાંપડ્યા એ ઓછા સૌભાગ્યની વાત નથી. પશ્ચિમની સંસ્કૃતિની તેજસ્વિતા માત્રથી અંજવાને બદલે તેનું પણ સૂક્ષ્મ તારતમ્ય-દષ્ટિએ મૂલ્યાંકન કરનારા, આપણું પ્રાચીનને કેવળ ભાંડવાને બદલે તેના સાચા સ્વરૂપને યથાર્થરૂપે સમજીને રજૂ કરનારા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર અક્ષરા જે પડિત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતને મળ્યા તેમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું અગ્રસ્થાન છે. ચાલીસ વર્ષના જીવનકાળમાં મણિલાલે શાસ્ત્ર અને વ્યવહાર બંનેને વ્યાપક અને ઊડે અભ્યાસ કર્યો હતે. શાંકર વેદાન્તના અનુયાયી મણિલાલે એ સિદ્ધાંતને શુષ્ક વેદાન્તીની દષ્ટિથી નિહાળ્યો નથી, પણ વ્યવહારના સંકુલ માર્ગમાં એ સિદ્ધાંતનું અનુપાલન શી રીતે થઈ શકે અને થવું જોઈએ તેનું પરિકૃતિ પ્રતિપાદન તેણે કર્યું છે. અદ્વૈતવાદ શુષ્ક જ્ઞાનનો જ આશ્રય લે છે. અને કર્મસંન્યાસ જ બોધે છે, એ મતને બ્રાન્ત ઠરાવીને જ્ઞાન, કર્મ અને ઉપાસનાને પરસ્પર સંબંધ તેણે સ્પષ્ટ કર્યો કે કર્મ અને ઉપાસના અથવા ભક્તિ જ્ઞાનનાં સાધનરૂપ છે. જ્ઞાનની પણ વ્યાખ્યા આપીને કેવળ બુદ્ધિગમ્ય અનુભવ એટલે જ્ઞાન એ ખ્યાલનું તેણે નિરસન કર્યું. “જ્ઞાન એટલે હદય રસપૂર્વક અભેદને અપરોક્ષ અનુભવ” એવું લક્ષણ એમણે વારંવાર છે; પરમ અર્થમાં જ્ઞાન એટલે લાગણું એવું વિધાન પણ કર્યું છે, અને તેનાં ફલિતોથી જીવનવ્યવહાર કેમ વિશુદ્ધ બને એ સમજાવ્યું છે. “ઈશ્વર પ્રતિ આપણું કર્તવ્ય તે ધર્મ: અને વિવાહ, ગૃહસંસાર, પરદેશગમન વગેરે પરત્વેનું કર્તવ્ય તે વ્યવહાર.” અને ધર્મ અને વ્યવહાર ભિન્ન છે એવી આજે પણ સેવાતી ભાવનાનો મણિલાલે પ્રતિકાર કર્યો છે અને વ્યવહાર અને નીતિ ધર્માનુસારી અને ધર્માનુપ્રણિતા હોવાં જોઈએ એવો પુરસ્કાર કર્યો છે.” “ધર્મ એટલે જીવિતને યથાર્થ હેતુ જેવો સમજાય તે જ પ્રમાણે નીતિ, આચાર, વિચાર, વ્યવહાર, રાજ્ય સર્વે રચાવાનાં” એ સૂત્ર મણિલાલના જીવન-દર્શનમાં પ્રધાન સૂત્ર છે. સત્ય એક જ છે, અદ્વૈતરૂપ છે અને અધિકારભેદથી સર્વ દૈતની ઉત્પત્તિ છે; વ્યક્તિ અને સમષ્ટિના આત્યન્તિક હિત માટે જ સર્વ પ્રવૃત્તિ થવી જોઈએ અને આત્યંતિક અમંદાનુભવનો સાક્ષાત્કાર પામવો એ જ દયેય હોવું જોઈએ એમ એ સિદ્ધ કરે છે. સત્યના નિર્ણય માટે શાસ્ત્ર (જેમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ મણિલાલ અને આનંદશંકરની વિચારધારા ૩૩ તત્વજ્ઞાન અને ઇતિહાસનો સમાવેશ થાય છે ) અને યુકિત (Reason) આ બે પ્રમાણે મણિલાલ સ્વીકારે છે. પણ શાસ્ત્રમાં કેવળ વેદવેદાંતનો જ સમાવેશ નહિ પણ જગતનાં કઈ પણ દેશનાં શાસ્ત્ર અને વિજ્ઞાનવિકાસથી ઉપલબ્ધ થતા જ્ઞાનનો પણ સમાવેશ કરે છે. અબત્ત, મણિલાલની એ દૃઢ માન્યતા છે કે આર્ય ધર્મ સત્ય સ્વરૂપને પામવાનો ઉત્તમોત્તમ માર્ગ છે અને તેથી જ તેની આવેશમય હિમાયત તેણે કરી છે. - મણિલાલે “સુધારાનો વિરોધ કર્યો છે એ સાચું છે; પણ તે સુધારાના વિરોધી હતા એવી માન્યતા ભૂલભરેલી હવા - છતાં બહુ પ્રચાર પામી છે. મણિલાલ સુધારાની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: “સુધારાને અર્થે હું મારે પિતાને માટે એટલે જ માનું છું કે ઘણા માણસની જે પ્રકારે એકતા થાય અને તેથી આખા સમૂહની ઉત્તરોત્તર કાર્ય સાધવાની શક્તિ વધે એવાં જે સાધને, સાહિત્ય, વિચારો ઇત્યાદિ હોય તે બધું સુધારો છે. સુધારાનું તત્ત્વ હું એકતા, ઐક્ય, સંપ એમાં સમજું છું...... સુધારે તે મન અને મનનું ઐક્ય થાય. વિચાર અને વિચારનું ઐક્ય થાય, કર્તવ્ય અને કર્તવ્યનું રિએક્ય થાય, સર્વનું લક્ષ એકની એક ભાવના ઉપર રહે એ વખત આવે ત્યારે જ થાય છે એમ હું માનું છું.' આ મૌલિક દૃષ્ટિએ જ એમણે કહેવાતા સુધારાને વિરોધ કર્યો, વિધવાવિવાહનો નિયમરૂપે વિરોધ કર્યો, લગ્ન અને ગૃહસ્થાશ્રમની પવિત્રતાનો આગ્રહ રાખે. છતાં સ્ત્રી કેળવણીની હિમાયત કરી, “દયા ખાતર” કોઈ વૈયક્તિક પ્રસંગ પુનર્લગ્ન આવશ્યક હેય તે કરવાની છૂટ મૂકી. મણિલાલે નિષેધાત્મક–પ્રવૃત્તિહીન અને તેથી અનુપયોગીમનાતા અદ્વૈતવાદનું જીવનવ્યવહારમાં પ્રતિષ્ઠાપન કર્યું અને વેદાન્તની અંતિમ સિદ્ધિ કર્તવ્ય દ્વારા જ અભેદાનુભવ પામવામાં અ. ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અક્ષરા રહેલી છે, એમ યુક્તિપુરઃસર પ્રતિપાદન કર્યું. આ દુર્ઘટ કાર્ય કરવાનું બુદ્ધિસામર્થ્ય, શાસ્ત્રાભ્યાસ, પ્રાચીન–અર્વાચીનના સારાસારની તુલના કરવાની શક્તિ વગેરે ગુણેને બળે જ મણિલાલનાં મંતવ્યો આજે ય પરિશીલનપાત્ર છે. અગિયાર વર્ષે ઉમરમાં મેટા એટલા જ કારણથી નહિ પણ ધર્મ અને જીવન-દર્શનના વિષયમાં દષ્ટિ-ન્સાયને કારણે પણ મણિલાલને આનંદશંકરના “વિદ્વાન જ્યેષ્ઠ બધુ' આપણે ગણું શકીએ. મણિલાલની પેઠે આનંદશંકર પણ પ્રાચીન આર્યભાવનાના પ્રશંસક–પૂજક હતા અને શાંકર વેદાન્તના અનુયાયી હતાં. મણિલાલનો અધ્યાત્મમંડલ (Theosophical Society ) માટેને પક્ષપાત આર્દ હતો કારણ કે એ સંપ્રદાયે પ્રાચીન આર્ય ધર્મનું પોતાની રીતે પુનઃપ્રતિપાદન કર્યું હતું. આવા જ કારણે આરંભમાં આનંદશંકર પણ થિયોસોફી તરફ કંઈક આકર્ષાયા હતા. પણ સિદ્ધાંતસારમાં મણિલાલે કરેલા પ્રૌઢ પ્રતિપાદનથી કેવલાદ્વૈત સિદ્ધાન્તને નિશ્ચયાત્મક સ્વીકાર તેમણે કર્યો હતો. મણિલાલ અને આનંદશંકર બંનેએ ધર્મ, વ્યવહાર, ઈશ્વર અને જીવનનો સંબંધ, મોક્ષનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, અધિકારભેદ, કર્મ–ભકિત અને જ્ઞાનનો પરસ્પર સંબંધ, ભગવગીતાનો કર્મયોગ વગેરે વિષયોનું વિવરણ કર્યું છે, તે ઉપરાંત નારી પ્રતિષ્ઠા, સ્ત્રી– કેળવણી, આશ્રમ અને વર્ણની વ્યવસ્થા જેવા વ્યાવહારિક વિષયો પણ ચર્ચા છે. પણ મણિલાલે જાતે જ એક સ્થળે કહ્યું છે કે હું તે પ્રાચીન ભાવનાને “વકીલ' છું, તેથી તેની પ્રતિપાદન-પદ્ધતિ પક્ષકારની પદ્ધતિ હેય એ સ્વાભાવિક છે. મણિલાલને મતે બીજા ધર્મો કરતાં પ્રાચીન આર્ય ધર્મ જ સત્ય-દર્શનનો સારામાં સારે અને સીધામાં સીધા માર્ગ છે. આથી ઊલટું, આનંદશંકરનું પ્રધાન. લક્ષણ સન્મુખ તટસ્થતા છે. કોઈ પણ વિષયના વિવરણમાં સમર્થન Page #44 -------------------------------------------------------------------------- ________________ મણિલાલ અને આનંદશંકરની વિચારધારા ૩૫ માટે અવતરણો આપી તેનું વિવેચન કરીને વિષયને નિર્ણય સૂચવ એ આનંદશંકરની લાક્ષણિકતા છે. મણિલાલથી બીજી રીતે પણ આનંદશંકર ભિન્ન છે અને તે તેની સમન્વયાત્મક અર્થદર્શનરીતિને લીધે. જો કે મણિલાલ ઉપર પણ જૂનાં શાસ્ત્રવાક્યોને અભિનવ અર્થ કરવાનો આક્ષેપ થયો હતો, છતાં મણિલાલે સામાન્ય રીતે સમન્વય-રીતિનો સ્વીકાર કર્યો હોય એમ દેખાતું નથી. આનંદશંકરની આ સમવયરીતિ પણ અદ્વૈતસિદ્ધાંતમાંથી પ્રતિફલિત થતી હોય એ સંભવે છે. તેથી દર્શનેની પરસ્પર પૂરકતા અને ઉત્તરોત્તર વિકાસ પામીને કેવલાદૈતમાં તત્ત્વવિચારણાની પરિસમાપ્તિનું પ્રતિપાદન, પાશ્ચાત્ય તત્ત્વદર્શનકાના મતનું તારતમ્ય દર્શાવી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની અંતિમ ભૂમિકા તરીકે એનું સૂચન; ધર્મથી પ્રાપ્ત થતું સત્ય અને વિજ્ઞાનથી પ્રાપ્ત થતું સત્ય અભિન્ન જ હોય એ દષ્ટિબિંદુની રજૂઆતઃ આવા વિષયના નિરૂપણમાં અને ઉપસંહારમાં આનંદશંકરની લાક્ષણિક સમન્વયરીતિ સ્પષ્ટપણે નજરે આવે છે. મણિલાલની પેઠે આનંદશંકરે પણ જીવનવ્યવહારમાં કર્તવ્યની આવશ્યક્તા સ્વીકારી છે; કર્મ અને ઉપાસના અથવા ભક્તિનું મહત્ત્વ અપનાવ્યું છે. એટલું જ કે આનંદશંકર મણિલાલ પેઠે બ્રહ્મસાક્ષાત્કાર કે અભેદાનુભવને પરમ પ્રેમના સાક્ષાત્કાર તરીકે જ ઓળખાવતા નથી. “પ્રેમઘટા”, “હરી”, “દિવ્ય પ્રભાત', જેવા કાવ્યમય લાગતા લેખોમાં પણ આનંદશંકર બુદ્ધિપ્રધાન અને દાર્શનિક રહ્યા છે. આ અને “માયાવાદ” જેવા બીજા લેખોમાં આનંદશંકર ઉપપત્તિને આધારે વેદાન્તનાં પ્રમેયનું અને સિદ્ધાંતોનું વિવરણ કરે છે. આનંદશકર આમ દાર્શનિક દષ્ટિએ યુક્તિપુરસર કેવલાદ્વૈતનું પ્રતિપાદન અને સમર્થન કરે છે, છતાં ઉદાર સમન્વયદષ્ટિ પણ સેવી શકે છે એ વસ્તુસ્થિતિ જ તેનું ઔદાર્ય સૂચવે છે અને અદ્વૈતમાં સર્વ દ્વૈતનો લય થાય છે એ ન્યાયનું નિદર્શન પૂરું પાડે છે. આનંદશંકરની આ દષ્ટિને ગાંધીજીની ધર્મભાવના અને જીવનભાવનાના સંપર્કથી Page #45 -------------------------------------------------------------------------- ________________ અક્ષર સમર્થન મળ્યું હશે એમ માની શકાય–જોકે ગાંધીજી નંદશંકરની , પેઠે દાર્શનિક હવાને બદલે જીવન-દાર્શનિક વધારે હતા. આનંદશંકરને વીસમી સદીના પહેલા ચાર દાયકાઓમાં થયેલા વિજ્ઞાનવિકાસ અને જીવન–દષ્ટિભેદોનો પરિચય પામવાનો લાભ– મણિલાલને નહોતો મળી શક્યો તે લાભ-મળ્યો હતે. છતાં અદ્વૈતસિદ્ધાંતમાં, સેવેલી શ્રદ્ધામાં કશેય સંદેહ ઉત્પન્ન થયો હોય એમ લાગતું નથી. વર્ણવ્યવસ્થામાં એમણે સેવેલી શ્રદ્ધા અંત સુધી અવિચલ રહી છેજે કે બ્રાહ્મણવર્ગે વધારે વિદ્યાસેવન કરવું આવશ્યક છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું છે. મૂર્તિપૂજાના પ્રશ્નની બાબતમાં મણિલાલની પેઠે આનંદશંકર પણ એ પદ્ધતિનું એગ્ય સમર્થન કરે છે. મણિલાલને જે પ્રશ્ન વિચાર નહતો પડ્યો તે “અસ્પૃશ્યતાને પ્રશ્ન આનંદશંકર સામે ઉગ્ર રૂપે ઉપસ્થિત થયે હતા અને “અસ્પૃશ્યતા” શાસ્ત્રસંમત નથી એવો નિર્ણય તેમણે આપ્યો હતો (જે કે પોતાના વૈયક્તિક વ્યવહારમાં બ્રાહ્મણચિત આચારનું છેક સુધી તેમણે પાલન કર્યું હતું.) મણિલાલ અને આનંદશંકરે ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક ઈતિહાસમાં તાવણને પ્રસંગે પાક્ષિક કે એકાંગીણ દષ્ટિ સેવવાને બદલે જીવનને સમગ્રરૂપે અને સ્થિર દષ્ટિએ નિરખ્યું અને અનેક સંપ્રદાય અને વાદેના ઊછળતા તરંગોમાં તણાઈ ન જતાં ઊંડા અને વ્યાપક તત્ત્વદર્શન ઉપર જીવનને અને વ્યવહારને. પ્રતિષ્ઠિત કર્યા; ધર્મવિચારણામાં આ બે પંડિતનું એ સંગીન સમર્પણ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ અર્વાચોનામાં આદ્ય: નર્મદ ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અને વિકાસની રૂપરેખા દેરતાં આપણે સામાન્ય રીતે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એવા ત્રણ વિભાગેા પાડીએ છીએ. આવા વિભાગેા પાડવાની પાછળ કોઈ નિશ્ચિત વિભાજક નિયમા હોવા જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન વિભાગેાની વચ્ચેના ભેદ કરતાં મધ્યકાલીન અને અર્વાચીન વિભાગે વચ્ચેનો ભેદ ઊંડે!, વ્યાપક અને તાત્ત્વિક ગણી શકાય તેવા છે. અર્વાચીન યુગને આરભ આપણે કવિ નર્મદાશંકરના સમયથી ગણીએ છીએ અને નર્મદને અર્વાચીનેમાં આદ્ય તરીકે સ્વીકારીએ છીએ.‘ શ્રી. કનૈયાલાલ મુનશીએ ન દતે અર્વાચીનેામાં આદ્ય કહ્યો કે નરસિંહરાવ દીવેટિયાએ અર્વાચીન યુગના ડ કેસવાર તરીકે તેને બિરદાવ્યે તેમાં નદની સમગ્ર જીવનપ્રવૃત્તિએ—તેનું સમગ્ર વ્યક્તિત્વલક્ષમાં રખાય અને એ બિરુદા જેટલે અશે સત્ય નીવડે છે તેટલે જ અશે કેવળ સાહિત્યપ્રવૃત્તિને જ લક્ષમાં રખાય તે પણ સાચાં નીવડે છે. નદનાં જીવન અને કવનને યથાર્થ રીતે મૂલવવા માટે તેના સમયની પરિસ્થિતિને એના સમયની સામાજિક, રાજકીય, ધાર્મિ ક, આર્થિક વગેરે સ્થિતિને સમજવી આવશ્યક બની રહે છે, કારણ કે ન દે પેાતાનાં જીવન અને કવન પ્રશ્નને ઢંઢાળવામાં, સરકારવામાં અને પ્રગતિને પંથે ચડાવવામાં જ સમર્પા' છે. એમ કહી શકાય. નાઁદ જન્મ્યા ઈ. સ. ૧૮૩૩માં. એ સમયનું સામાજિક અને ધાર્મિક જીવન એટલે ગાઢ સુષુપ્તિની જડતા, સમાજમાં અનીતિ, દભ, કેળવણીનો અભાવ, જડ રૂઢિની નાગચૂડ, સ્ત્રીઓની કરુણ સ્થિતિ, શ્રી કેળવણીનો અભાવ, વિધવાઓની કષ્ટમય કરુણુતા, Page #47 -------------------------------------------------------------------------- ________________ હ અક્ષર ઉદ્યોગધંધાને સ્થાને આળસુપણું, જીવનમાં ડરપકવૃત્તિ વગેરે અનિષ્ટોના સડામાં પ્રજા સુધાતી હતી. ધર્મના ક્ષેત્રમાં પણ કેવળ આચારજડતા, દંભ, સ્વાર્થ અને અજ્ઞાનનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. આવી પરિસ્થિતિમાંથી પ્રજાને ઉદ્ધારવાનો કાળ જાણે પાકી ગયે હોય અને અભિનવબળોનો પ્રભાવ પ્રજાજીવનને પલટાવી નાખે, ઉપરતળે કરી નાખે એ બળાના મૂર્ત પ્રતીક સમો નર્મદ આ ટાણે આપણને ભાસે છે. સ્વભાવે સ્વતંત્ર અને નીડર, રંગીલા–મોજીલા નર્મદે પોતાની બધી શક્તિ–પ્રચારની, ભાષણની, ચર્ચાની, ગદ્ય-પદ્ય લખાણની–પ્રજાને પશ્ચિમની પ્રજાની પેઠે ઉદ્યમશીલ, વહેમ-જલન વિનાની અને ભણીગણીને સંસ્કારી થવાની, નારી પ્રતિષ્ઠા અને કેળવણી દ્વારા વ્યક્તિ અને સમાજનું ગૌરવ સમજવાની, સ્વદેશાભિમાનની વૃતિ કેળવવાની, ગુજરાતી તરીકેનું ગૌરવ સેવવાની અને જીવનમાં વીરતા દર્શાવવાની હાકલ કરવામાં ખર્ચા છે. આ સમય સંક્રાન્તિકાળનો હતો. અંગ્રેજી સંસ્કૃતિનો પ્રભાવ ૧૮૫૭માં યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી સવિશેષ આપણા એ કાળના યુવાનો ઉપર પડવા માંડયો હતો. આ અંગ્રેજી જીવન અને સંસ્કૃતિના સંપર્ક નર્મદ જેવા યુવાનોને નવજીવન-સર્જનના હિમાયતી બનાવ્યા : બીજાઓની પેઠે નર્મદે કલમ દ્વારા જ સમાજસુધારાનું કાર્ય કરવાથી સંતોષ ન માન્યો, તેણે તે નિષ્ઠા અને સચ્ચાઈના આદર્શને અનુસરીને વિધવા લગ્ન કરવાની હિંમત બતાવી. સ્વભાવે તરંગી, મોજીલા, નીડર છતાં નિષ્ઠાને જ વરેલા નર્મદે જીવનમાં કેટકેટલું વેઠયું છે! નર્મદના જીવન પ્રકારની આ આછી રૂપરેખા પરથી એના વ્યક્તિત્વની કંઈક ઝાંખી તમને થઈ હશે. જેમ જીવનના તેમ સાહિત્યક્ષેત્રના અનેક પ્રકારો તેણે ખેડડ્યા છે. નર્મદના સમય પહેલાં એટલે કે મધ્યકાલીન યુગમાં ગુજરાતીમાં ગદ્યનો અભાવ હતો. નર્મદે ગદ્યના અનેક પ્રકારો ખેડડ્યા છે. નિબંધ, ટાંચણ-ટિપ્પણો, ઇતિહાસ, વર્તમાનપત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીનેામાં આદ્ય : નક્ર ૩૯ ચર્ચા, વિવેચન, આત્મકથા વગેરેમાં પેાતાનો હાથ અજમાવ્યેા છે. જેમ જગતનો પ્રતિહાસ લખવામાં ગુજરાતીમાં એ પહેલ પ્રથમ હતા તેમ ગુજરાતી કેાશ રચવામાં અને કથા-કેાશને આર’ભ કરવામાં પણ એ પહેલા હતા. આરંભમાં આય ધમ ના વિશેાધી પાછળથી એ જ ધર્માંની હિમાયત કરવા માટે ધ–વિચારની લેખમાળા લખતાં ખચકાયા ન હતા. ગુજરાતી સાહિત્યમાં ‘ આત્મકથા’ના આરંભ કરનાર પણ ન દ જ છે. આમ આજે છેલ્લાં સેા વર્ષોમાં જે ગદ્યપ્રકારે ખેડાઈને વિકાસ પામ્યા છે-સમૃદ્ધ બન્યા છે તેના ઘણાખરા આ વનવીર પ્રયાગવીર નર્મદને હાથે પહેલી વાર પ્રયેાજાયા છે. k જેમ ગદ્યમાં તેમ પદ્યમાં નઃ અર્વાચીનોમાંનો આદ્ય ગણી શકાય તેમ છે. જો કે કેવળ અતિહાસિક સત્ય તરીકે ગદ્ય તેમ જ પદ્યનાં કેટલાક સ્વરૂપેામાં વિષયની દૃષ્ટિએ કે ઘાટની દૃષ્ટિએ દલપતરામ કવિએ કદાચ પહેલ કરી હાય એ સંભવિત છે, છતાં નર્મદને જ અર્વાચીનોમાંનો આદ્ય ગણવામાં ઘણું ઔચિત્ય છે, કારણ કે દલપતરામની દૃષ્ટિ પ્રાચીન તરફ વળેલી હતી, જ્યારે નમદની દૃષ્ટિ અર્વાચીન અને અભિનવ અગ્રેજી સ’સ્કૃતિ ઉપર મંડાઈ હતી– અને નદને જ ચીલે આપણું જીવનદર્શન અને વિશેષે કરીને કાવ્ય ભાવના ચાલ્યાં છે એ સ્પષ્ટ છે, ક્લપતરામની દૃષ્ટિમાં કવિતા એટલે નીતિનો ઉપદેશ કે.ખાધઃ ન દે દલપતશાહી કવિતા નથી જ લખી એમ નથી, છતાં નર્મદની કાવ્યભાવના અંગ્રેજી કાવ્યભાવના અને કાવ્યા ઉપરથી ઘડાઈ હતી. કવિએ પેાતાની કીતિની તરફ નજર તે લેાકના કહેવા તરફ કાન ન ધરવા. તેણે તેા પેાતાના મનના ઊભરા કહાડચા કરવા ને જોવું કે કુદરતને મળતા આવે છે કે નહિ.’ જૂનું નમ્ ગદ્ય). નર્મદની આ કાવ્યભાવના વર્ડઝવર્થની Poetry is the spontaneous overflow of powerful feelings' ( કવિતા એટલે ઉત્કટ ભાવાના સ્વાભાવિક ઊભરા) એવી કવિતાવ્યાખ્યા અને કાવ્યભાવના ઉપર ધડાઈ છે. નર્મદના લાગણીપ્રધાન < Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० અક્ષર માનસને અને તરગશીલ મોજીલી વૃત્તિને આ વ્યાખ્યા બહુ અનુકૂળ થઈ પડે એ દેખીતું છે. આ કાવ્યદષ્ટિ ઊર્મિકાવ્ય (lyrics)ના સર્જનને અનુરૂપ છે અને તેથી જ નર્મદે જુદા જુદા પ્રકારનાં ઊર્મિકાવ્યોની રચના કરી છે. નર્મદે ગુજરાતનાં ગુણગાનની, સ્વદેશપ્રેમની, ઋતુવર્ણનની જુદાં જુદાં સ્થાનના દસ્થાની, ચંદ્ર-ચાંદનીની, પ્રવાજા–વર્ણનની શૃંગારાદિ રસની અને શૌર્ય અને સાહસનું ઉધન કરતી કવિતા રચના કરી છે, અને “જુસ્સો જ કાવ્યની રચનામાં પ્રધાન છે એવી દૃષ્ટિથી પ્રેરાયેલે નર્મદ આવી ઉમિ પ્રધાન રચના કરે એમાં આશ્ચર્ય નથી. “જુસ્સા'ની કલ્પના નર્મદે વર્ડઝવર્થ વગેરે આંગ્લ કવિઓ પાસેથી મેળવી પણ તેનું સાચું સ્વરૂપ તેને સમજવામાં આવ્યું નહિ, તેથી લાગણના ઊમરાને કે આવેશને જ કાવ્યના પ્રાણ તરીકે ગણતો એ નજરે આવે છે ! તેણે પહેલું પદ રચ્યું તેની પરિસ્થિતિનું વર્ણન પણ તેની જુસ્સાની ભાવનાનું દૃષ્ટાંત બની રહે છે. લાગણીનો ઊભરે કે જુસ્સો તેના મનમાં કાવ્યના પ્રાણ તરીકે એવો વસી ગયો છે કે ઘણી વાર કાવ્યની નીચે જુસ્સામાં આવીને લખેલું” કે એવી જાતની પાદનોંધ પણ એ મૂકે છે. આ દૃષ્ટિનું પરિણામ એ આવે અને નર્મદના વિષયમાં આવ્યું પણ ખરું કે તેની કાવ્ય-કૃતિઓમાં લાગણીવેડા, છીછરાપણું, બેડેાળપણું, ડહોળાણ, બરછટપણું, પ્રમાણભાનને અભાવ અને શંગારપ્રધાન કાવ્યમાં ઔચિત્યનો ભંગ વગેરે દોષો પ્રવેશ પામ્યા. ઉત્તમ કલાની દૃષ્ટિએ નર્મદનાં કાવ્યોમાં આમ ઘણું ઊણપો છે. છતાં ગુજરાતી કવિતામાં તેણે પહેલ પ્રથમ વિષયનું વૈવિધ્ય આપ્યું, અભિનવ કાવ્યભાવના સ્વીકારી, અવનવાં વૃત્તો જ્યાં વગેરે તેની સેવાઓ ધ્યાનમાં લઈએ ત્યારે એની મહત્તા સમજાય છે. મધ્યકાલના સાહિત્યના વિષય જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને બદલે નર્મદે કાવ્યને - જીવનાભિમુખ બનાવ્યું–જીવનના અને જગતના પ્રસંગે કે ભાવને કાવ્યવિષય તરીકે સ્વીકાર્યો, તેથી જ પ્રકૃત્તિર્ણનનાં કાં ર . Page #50 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીનેમાં આઘ: નર્મદ ઘડી ઘડી તડકો ને છાંયડે ફેરવાયે, ગરમીથી ઉકળાટ પ્રાણીને ભારી થાયે, અહિં તહિં બહુ દીસે દેડતાં અશ્વ કાળાં, સકળ જન કહે એ વૃષ્ટિના થાય ચાળા.” આવું હદયંગમ અને તાદશ છતાં સરળ ભાષામાં યોજાયેલું વર્ષા-વર્ણન કોને ન ગમે? “સરસ પવન રહાડે મંદ વાસીત આવે, સકળ વસ્તુ અંગે હાંસ આનંદ લાવે, વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી, નવલ જ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી–' ઉનાળાના આ વર્ણનની સરળતામાં “વાસીત”, “સંધાં જેવા પ્રયોગો આજે આપણને જરૂર ખટકે. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભે નિરભયપણે એક સરખો.' દિસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હ્રદે ધ્યાન ધરત, સવારે એકાંતે, કબીરવડ એ શોક કરતે * કબીરવડનું આ ચિત્ર તેમાંની ઉપમા–ક્ષિાની સહાયથી ઉપસાવેલું ગુજરાતી કાવ્યસાહિત્યમાં ચિરંજીવ બને તેવું છે. એ જ રીતે વિધવાની કરુણ દશા વર્ણવતા કાવ્યની પ્રથમ કડી જુઓ: વહાલા, મુજને છોડી વહેલો ફહાં ગયો, આંખમાંથી જળની ધારી જાય ! ટહાડો વાઈ અંગે તાવ ધિકા રહ્યો, લખ્યો આંક તે કેમ કર્યો ન ટળાય .” " . " વિધવાના હૃદયની દ્રાવક કરુણતા અને નિરાધારી કેવી સચોટતાથી પણ સીધીસાદી રીતે નિરૂપાઈ છે! એ જ નર્મદની Page #51 -------------------------------------------------------------------------- ________________ અક્ષરા કલ્પનાશક્તિ અને શબ્દસામર્થ્ય તેમ જ પ્રૌઢિ માટે “નીતિ , વિશેની આ કડી જુઓ: નીતિ તુબી ભાવસિબ્ધને તરાવે, તુફાની તરંગમાંથી, વાયુભયંકરમાંથી, ધારવાળા ખડકમાંથી ક્ષેમ તીરે લાવેનીતિ તબી........ પ્રેમશૌર્ય જેણે જીવનના સૂત્ર તરીકે સ્વીકાર્યા હતાં એ નર્મદ નિર્માલ્યતા, કાયરપણું, ગુલામી માનસ વગેરે અનિષ્ટનો કટ્ટર વિરોધી હોય અને એનો એ વિરોધ કાવ્યરૂપે વ્યક્ત કરે એ સ્વાભાવિક છે. બરાને ના જોર બતાવે, મરદો બહાર આવો રે, બરાં આગળ કરી બડાઈ, તેમાં શી મેટાઈ રે” એમાં પુરુષોના નમાલાપણાને તિરસ્કારતો કે ‘દાસપણું કયહાં સુધી કરવું દાસપણું કયાં સુધી એમ ગુલામીથી કંટાળીને અકળાતો કે, બહેને તમે જ્ઞાન વધારે, ભૂડી રીતિ સુધારે, શીખેથી સારાસાર સમજાયે, ઇંડાયે છંદ નઠારો” એવી સ્ત્રીશિક્ષણની અને ઉન્નતિની શિખામણ આપતે નર્મદ કેટલી ઊંચા માનવભાવના અને અભીપ્સાવાળો હશે એ કલ્પી શકાય છે. નવા જીવનદર્શનથી પ્રેરાયેલો આવેશશીલ, સ્વપ્નદ્રષ્ટા, સ્વદેશાભિમાની હોય અને સ્વદેશને ઉન્નત અને સમૃદ્ધ કરવા ઝંખે એ સ્વાભાવિક છે. “જય જય ગરવી ગુજરાત” એ ગુજરીગીતની રચનામાં કેવાં સ્વમાન, સ્વદેશગોરવ, સ્વદેશપ્રીતિ અને ઉલ્લાસ નર્મદે વ્યક્ત કર્યા છે. જીવનમાં સાહસ ખેડનાર નર્મદ સૌ કોઈને સાહસ તરફ ખેંચે અને ઉન્નત સિદ્ધિ–શિખરો સર કરવા પ્રેરે એમાં આશ્ચર્ય શું ? Page #52 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીનેમાં આઘઃ નર્મદ સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગેએવી રોમાંચક ઘેષણ કરતે નર્મદ કાયર અને બીકણને પણ પહાને ચડાવે છે.. પથલાં ભરવા માંડે રે, હવે નવ વાર લગાડે રે, આજ ઊઠશું, કાલ ઊઠશું, લંબા નહિ દહાડ. થઈ મરણિયા ધસવું, ભાઈ, થઈ મરણિયા ધસવુંએવી હાકલ કરી સાહસમાં ઝંપલાવવા એ સૌને નોતરે છે. તમારા પાઠ્ય પુસ્તકમાં “રણ તો ધીરાનું” એ પદ આવી હાકલ નાખે છે. છતાં નિર્મદના માનસની બીજી બાજુનો એ ખ્યાલ આપે છે. ઉતાવળા કે આંધળિયા કરનારા થઈ, વિચાર કર્યા વિના કે ગણતરી કર્યા વિના જ મોટા કષ્ટ કે સંકટમાં ઝંપલાવવું એ સાચો માર્ગ નથી. જીવનમાં ઉદ્યમશીલ થવું, ટેક રાખવી, સંકટ કે વિદનથી ડરવું નહિ, વિરોધીઓની સાથે કળથી અને બળથી કામ લઈ સિદ્ધિ મેળવવી અને. જશ લઈ જુગ જુગ જીવવું, એ નર્મદનો અભિલાષ અને સૌને આદેશ છે. આવાં શૌર્ય અને ઉત્સાહપ્રેરક રણકતી વાણીમાં રચેલાં કાવ્યો વડે નર્મદે પ્રજાને અજ્ઞાન, વહેમ, દંભ, જડતા વગેરે સામે જેહાદમાં નોકરી અને ઉદ્યોગ, કેળવણી, સ્વદેશાભિમાન, નીડરતા અને વીરતાના ગુણેની સિદ્ધિ સર કરવા નિમંત્રણ આપ્યું. - આ જીવનવીર અને કવનવીર નર્મદ અનેક દષ્ટિએ અર્વાચીને મને - આદ્ય બની રહે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની આત્મકથા - જીવનચરિત સાહિત્યને એક વિશિષ્ટ પ્રકાર છે અને આત્મકથા જીવનચરિતની એક વિશિષ્ટ પ્રકાર છે. જીવનચરિતને દેખીતી રીતે જ એક બાજુ ઈતિહાસમાં અને બીજી બાજુ નવલકથામાં સરી પડવાનો ભય રહે છે, અને આ વસ્તુસ્થિતિમાંથી નીપજતાં અનેક ભયસ્થાનોમાંથી બચવાની કાળજી એણે રાખવી પડે છે. આત્મકથાને તે આ ઉપરાંત પોતાનાં ભયસ્થાનો પર્ણ છે; તેથી આત્મકથા સાહિત્યના પ્રકાર તરીકે બહુ અઘરી બની જાય છે. આત્મકથાઓ ભાગ્યે જ શુદ્ધ સાહિત્યકૃતિઓ બને છે, એમ સામાન્યપણે કહી શકાય એવો એક વિદ્વાનને મત છે. આ મંતવ્યમાં ઘણું તથ્ય છે. અહંભાવ ( self consciousness) સામાન્ય રીતે કલાસર્જનમાં વિનરૂપ નીવડે છે. આત્મકથામાં અહંભાવ કે અહભાનને સ્વાભાવિક રીતે જ ખૂબ અવકાશ મળી શકે છે. પોતા વિશે લખવા બેસતાં માણસ અહભાવને વશ થઈને નાની મોટી વિગતો સ્વ-વિષયક છે એ કારણે નિરૂપવા પ્રેરાય છે અને ગૌણ કે પ્રધાન, સાર્થક કે નિરર્થકને ભેદ ભૂલી જાય છે. પરિણામે જીવનચરિતમાં કેટલીક વાર સભાન પ્રયત્ન દ્વારા બને છે તેમ આત્મકથામાં નાયકનું આલેખન નહિ પણ અભિનવલેખન થતું નજરે આવે છે. ગાંધીજીની આત્મકથા આ દોષથી મુક્ત રહી શકી છે એમ કહી શકાય. સ્થળ દષ્ટિએ એ આત્મકથા છે, પણ સૂક્ષ્મ દષ્ટિએ એ માત્ર જીવનચરિત છે એમ કહી શકાય. ગાંધીજીએ એને ગૌણરૂપે આત્મકથા તરીકે ઓળખાવી છે. છતાં “મારે આત્મકથા ક્યાં લખવી છે?” એવો પ્રશ્ન પુછીને એમણે પ્રસ્તાવનામાં ઉમેર્યું છે કે “મારે તે આત્મ-કથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની આત્મકથા કપ તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રેત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગ જ નીતરી આવે તે એ કથાને હું પોતે નિર્દોષ ગણું. ગાંધીજી પોતાની આ પ્રતિજ્ઞા સાદ્યન્ત પાળી શક્યા છે. સામાન્ય સ્વરૂપના લેખકની જીવનયાત્રામાં થયેલા અવનવા. અનુભવોના પરંપરા કે સંકલના રૂપ આત્મકથા લખવાનો તેમનો આશય હોત તે આરંભનાં બે-ચાર પ્રકરણોની શી ગતિ થઈ હોત. એની તે કલ્પના કરવી રહે. એટલું જ નહિ, એમના સ્વભાવના એક પાસાની તાદશ ઝાંખી કરાવતો એક પ્રસંગ જે સભાગ્યે . મહાદેવભાઈની ડાયરીમાં સચવાઈ રહ્યો છે તે એમણે જતો ન કર્યો હોત. વિલાયતથી પાછા આવ્યા પછી પોતેર રૂપિયાની શિક્ષકની નોકરી લેવા માટે ગાંધીજીએ અરજી કરેલી. પણ મુલાકાત સમયે પ્રત્યક્ષ પરિચયમાં એ શાળાના હેડમાસ્તરને ગાંધીજી સંતોષ નહેતા. આપી શક્યા! આ અરજી કરવાનું કારણ પોતામાં મહત્વાકાંક્ષાનો અભાવ હતું એમ ગાંધીજીએ સમજાવ્યું છે ! આવા પ્રસંગનું મૂલ્ય. સામાન્ય પ્રકારની આત્મકથામાં ન જેવું ગણાય. છતાં ગાંધીજીએ. એ પ્રસંગે પિતાની “આત્મકથા 'માં લીધો નથી. કારણ સ્પષ્ટ છે; આત્મકથાનો નાયક, ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી છે તે પ્રમાણે, સત્ય” છે, મોહનદાસ ગાંધી નહિ. એ પ્રસંગે “સત્યના પ્રયોગ જે ન લાગવાથી એને “આત્મકથામાં પડતો મૂકવામાં આવ્યો છે.. આ કારણે જ ગાંધીજીએ પોતાના આ જીવનવૃત્તાંતને સત્યના પ્રયોગો” એવું પ્રધાન શીર્ષક આપ્યું છે. “આત્મકથામાં નાયકનું સ્થાન ભોગવતા “સત્ય'નાં અહિંસા, બ્રહ્મચર્ય, સદાચાર, સ્વચ્છતા, નમ્રતા, સ્વાવલંબન, ન્યાયપરાયણતા, સેવા વગેરે અનેક રૂપ છે અને એ અનેક રૂપે સત્યને પિતાના જીવનમાં ઉતારવાને સભાન પ્રયત્ન ગાંધીજીએ કર્યા છે. ગાંધીજીના જીવનમાં અવી સતત અને અવિચલ સત્યનિષ્ઠા ન હોત તે આત્મકથાનું આજનું આકર્ષણ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અક્ષા કે આજને પ્રભાવ એમાં ન રહેત, એ કૃત્રિમ અને તેથી અસહ્ય અની જાત. ધ્યેયલક્ષી કે ઉપદેશપ્રધાન સાહિત્યકૃતિ અળખામણી થઈ પડે છે એ અનુભવની વાત છે. પણ જીવનમાં જે દેવની આરાધના કરી દર્શન પામવાને અધિકાર મેળવવા એમણે પ્રયત્ન કયે છે એ જ દેવનાં દર્શન · આત્મકથા' દ્વારા વાચાને કરાવવાને પ્રયાસ એમણે કર્યાં છે. આથી આત્મકથા 'માં જુદા જુદા પ્રસંગનાં વણું નેામાં કે જુદી જુદી વ્યક્તિઓના ઉલ્લેખામાં કે આદરાયેલા અવનવા જીવનપ્રયાગામાં કેવળ બાહ્ય. નહિ પણુ· · સત્યના પ્રયાગ ’ તરીકે આન્તર એકસૂત્રતા આવે છે. નિષ્ઠા ા વાકયે વાકયે નીતરતી નજરે આવે છે. આત્મકથામાં સામાન્ય રીતે દુલ ભ એવા સમભાવી તટસ્થતાને ગુણ ગાંધીજીને પાતે સ્વીકારેલી આ વિલક્ષણ નિરૂપણુદષ્ટિને લીધે સુલભ થયા છે. માતા, પિતા, પત્ની વગેરે સ્વજનેાથી માંડી સામાજિક, રાજકીય ધધાદારી કે ધાર્મિક ક્ષેત્રામાં અનેકાનેક વ્યક્તિના પાતાને થયેલા પરિચયના નિરૂપણમાં આત્મનિરીક્ષણ અને આત્મશેાધનની વૃત્તિ સેવતા ગાંધીજી સામા પક્ષને સમભાવપૂર્વક સમજી ન્યાય અને ઔદાર્યની વૃત્તિ સેવતા રહ્યા છે. સત્યના ઉપાસકમાં અપેક્ષા રાખી શકાય તેવી તટસ્થતા પણ તેમણે કેળવી છે, એ તેા બાળપણના કેટલાક અનિષ્ટ અનુભવેાના યથાતથ નિરૂપણ ઉપરથી વરતાઈ આવે છે. માંસાહાર, વેશ્યાગૃહગમન જેવા અનુભવના નિરૂપણમાં સમાયેલી લાજશરમને એમણે સત્યનિષ્ઠાની આડે આવવા દીધી નથી. Voltaired. એક વચન છે કે ' We owe consideration to the living: to the dead we owe truth only. ' અન્ય વ્યક્તિઓના ઉલ્લેખામાં ગાંધીજીએ આવે! સમભાવ સાચવ્યા છે, પણ પેાતાના વિષયમાં ( Truth only ) કેવળ સત્યને જ વળગી રહ્યા છે. આપ આપવાને કે સુધારી મઠારીને ઠાવકા દેખાડવાના પ્રયત્ન કર્યા નથી. . Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની આત્મકથા * આ સત્યનિષ્ઠામાંથી જ ગાંધીજીને બીજે એક ગુણ સાંપડશે છે અને એ છે વિવેક. આત્મકથામાં શું કહેવું ? શું ન કહેવું ? અથવા કઈ વસ્તુને ખાનગી ગણું ઢાંકી રાખવી અને કઈને પ્રકાશિત કરવી એ મહત્ત્વનો પ્રશ્ન થઈ પડે છે. કેટલાક આત્મકથાલેખકે પિતાની ચંચલ કે વિલાસી વૃત્તિઓનું કે એવી બીજી ઊણપોનું વર્ણન કરવામાં રાચે છે, કેમ જાણે સમજવા મથતા હોય કે “ભાઈ, અંતે તો આપણે સૌ આવા છીએ!' ગાંધીજીએ પોતાના બીકણપણને," શરમાળપણનો, કુટુંબના માણસો સાથે આગ્રહી વર્તનને ઉલ્લેખ કર્યો છે; પિતાના લગ્નજીવનના નિરૂપણમાં પણ નિખાલસતાને આશ્રય લીધો છે. પણ કઈ સ્થળે વિવેકની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. આ આમ.નિર્વ્યાજ સત્યનિષ્ઠા, ઔદાર્ય, તટસ્થતા, વિવેક, વિનમ્રતા, વગેરે અનેક ગુણોને લીધે ગાંધીજીની આત્મકથાને મતિક આત્મકથા કહી શકાય. યુરોપીય સાહિત્યમાં "confessions રૂપે મળી આવતી આત્મકથા સ્થળ અર્થમાં કે સૂક્ષ્મ અર્થમાં આધ્યાત્મિક ભૂમિકા ઉપર રચાઈ હોય છે. ગાંધીજીની આત્મકથા વિલક્ષણ પ્રકારના confession જેવી ગણી શકાય. ગાંધીજીએ પિતાના જીવનના પ્રયોગોને આધ્યાત્મિક કહી “આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ” એવું સમર્થન કર્યું છે. એટલે, “આત્મકથા' વસ્તુ પર અને આપણે નિરપેલાં લક્ષણો પરત્વે “નૈતિક” જ રહે છે. જીવનચરિત કે આત્મકથા ગમે તેટલી ઊંચી નૈતિક ભૂમિકાએ રચાયેલી હોય; એમાં કલાકૃતિ તરીકે સાહિત્યપ્રકાર તરીકે–તે પ્રધાન આકર્ષણ હોવું જોઈએ માનવ-નિરૂપણનું. બીજા સાહિત્યપ્રકારો કરતાં આ બંનેમાં તે માનવ તત્વનું પ્રાધાન્ય સવિશેષ હોવું જોઈએ. “સત્યના પ્રયોગ”નું વર્ણન કરવાના હેતુથી “આત્મકથાના પ્રકારનો Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અક્ષર આશ્રય લેવામાં ગાંધીજીએ આ દષ્ટિએ ભારે જોખમ ખેડવું કહેવાય. છતાં પોતાના કસબની ખૂબી અને ખામી સમજતા ઉત્તમ કલાકારને છાજે તેવી વિવેકશક્તિ વડે ગાંધીજીએ “આત્મકથા 'ના કથનાત્મક અંશને તેમ માનવઅંશને નથી કથળવા દીધો કે નથી દબાઈ જવા દીધો. જન્મ અને બાળપણ, લગ્ન, કેળવણી, ઈંગ્લેન્ડનો પ્રવાસ અને ત્યાંના અનુભ, હિંદમાં આવ્યા પછી આફ્રિકા તરફ પ્રયાણુ, ત્યાંની 'જીવનવિટંબણાઓ, ડર્બન, નાતાલ વગેરે પ્રદેશોમાં ગેરા અને ઈતર વર્ગ વચ્ચે સામાજિક, રાજનૈતિક અને આર્થિક ક્ષેત્રમાં ઉદ્ભવતા સંઘર્ષો, હિંદમાં આવીને આફ્રિકાના પ્રશ્ન માટે કરેલો પ્રચાર, નાતાલમાં પુનઃ પ્રવેશ વેળા થયેલાં તેફાના, ફિનિકસ સંસ્થાની સ્થાપના, હિંદમાં પુનરાગમન અને સત્યાગ્રહનાં મંડાણ—લગભગ ચાર દાયકાના આ ગાળામાં સામાજિક, નૈતિક, ધાર્મિક, રાજકારણીય વગેરે ક્ષેત્રોમાં અન્ય સૌ ઉપર પિતાના શક્તિ અને ચારિત્ર્યબળે વર્ચસ્વ સ્થાપના આ સત્યશોધકની મૂંઝવણ, મર્યાદાઓ, તક, અંતરાયો, આશાઓ, નિરાશાઓ, સિદ્ધિઓ, અસિદ્ધિઓની ભરચક પરંપરા વાચકના માનસચક્ષુ સામે ખડી થાય છે. અને આ મંથન અને ક્ષોભનાં વમળામાં હરિશ્ચંદ્રનું નાટક જોઈ મુગ્ધ બનેલા બાળક મોહનદાસમાંથી અન્યાય–આક્રમણની સામે નીડરતાથી ઝઝૂમતા અને અસત્યનાં બળાને ફેલાવતા કચરાના ઢગને ભસ્મીભૂત કરતી જાજવલ્યમાન અગ્નિજવાલા જમે છે તેમ શાળાના શિક્ષકે સૂચન આપ્યા છતાં ચોરી ન કરનાર બાળકમાંથી અસત્ય અને હિંસાને હંફાવી સત્યની પ્રતિષ્ઠા કરવા મથતા ગાંધીજી “ગાંધીજી' બન્યા, આ રૂપાંતરનો ક્રમિક વિકાસ “ આત્મકથા” કહી બતાવે છે. ગાંધીજીના જીવનપ્રસંગો સાદા સામાન્ય પ્રકારના છે. પણ તેમની દૃષ્ટિ અભિનવ છે. પોતે કરેલા પ્રયોગો કે એવા પ્રયોગો દરેક માનવ માટે શક્ય છે એ ગાંધીજીની . માન્યતા “આત્મકથા 'ને વાચકને સાચી લાગે છે. ભલે પોતે કદાચ જીવનમાં ગાંધીજી જેવું આધ્યાત્મિક બળ કે આત્મશ્રદ્ધા ન દાખવી Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની આત્મકથા શકે, છતાં આત્મકથા”ના પ્રસંગમાં જીવનરસ એ માણે છે અને એનું હૃદય પ્રેરણા અને સામર્થ્ય મેળવે છે. આત્મકથા'માં લેખકના સમકાલીનનું વર્ણન આવ્યા વિના ન રહે, સગાંસંબંધીથી માંડીને, મિત્રો, પરિચિત વ્યક્તિઓએ લેખકના જીવનમાં ઘટક કે પ્રેરક બળ તરીકે ભાગ ભજવ્યો હોય તેનાં ચિત્ર આવશ્યક બને. ગાંધીજી જેવી અનેકમુખ અનેકવિધ પ્રવૃત્તિ કરનાર લોકનાયકના જીવનમાં આવી અનેક વ્યક્તિઓને સ્થાન હોય એ સ્વાભાવિક છે. નારાયણ હેમચંદ્ર, રાયચંદભાઈ, ગોખલે વગેરે વ્યક્તિઓએ ગાંધીજી ઉપર ગાઢ સર કરેલી અને તેમનાં ચિત્રો કંઈક વિસ્તારપૂર્વક આલેખાયાં છે. સર ફિરોજશાહ મહેતા, ડે. ભાંડારકર કે સુરેન્દ્રનાથની તે ઝલક આપી છે. આત્મકથાના લેખકમાં સંક્ષિત્તિ અને માર્મિક રેખાચિત્ર દોરવાની શક્તિ હોવી જોઈએ. ગાંધીજીની આ શક્તિનું ઉત્રાહરણ આ રહ્યું : “ સર ફિરોજશાહ તે મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા.” સરળ અને સ્વાભાવિક છતાં ચેટદાર ઉપમાઓ તો અહીતહી વેરાયેલી નજરે આવે છે. આત્મકથાનાં કેટલાંક પ્રકરણોમાં નવલકથાનાં પ્રકરણોને વેગ અને તાદશતા છે, વર્ણનોની વિગતપ્રચુરતા છે સંવાદોની મામિકતા છે. પ્રિટોરિયા જતાં ટ્રેન અને શિગરામની મુસાફરીના અનુભવોનું આલેખન જીવતા છે. કેટલાક પ્રકરણો કે કડિકાઓ નાના નિબંધ કે ઇતિહાસ જેવાં બની ગયાં છે એ સાચું : છતાં એ નિરસ ન બની જતાં પોતાના કઠામાં અવશ્ય નિર્વાહ્ય તો બને છે. ગાંધીજીનું હાસ્ય તો વિશ્વવિદિત છે. એ માર્મિક હાસ્ય અહીં કેટલીક વાર હળવાશમાં કે પરિહાસમાં કે કટાક્ષમાં આવિર્ભાવ પામે છે. કટાક્ષયુકત હળવાશથી ત્રણ ભાઈઓના વિવાહ એક સાથે કરી નાખવાના મુરબ્બીઓના નિશ્ચયને તે રજૂ કરી શકે છે તેવી ગંભીર કરુણતાથી પિતાના મૃત્યુ પ્રસંગે પોતાની મનોદશાનું વર્ણન કરી શકે છે. અ. ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અક્ષર આમ સહેતુક દષ્ટિએ લખાયેલી આ “આત્મકથા' સાહિત્યના પ્રકાર તરીકે આદર પામે તેવી ગુણ-સમૃદ્ધિવાળી છે. એ વિલક્ષણતા જ એની વિશિષ્ટતા છે. “આત્મકથાની પૂર્ણાહુતિ કરતાં ગાંધીજી કહે છે: “સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ છે, આજે લુંટી રહ્યો છું.” સહદય વાચક સહેજ ફેરફાર કરીને અવશ્ય કહી શકે, “મેં “સત્યના પ્રયોગોના વાચનમાં રસ લુંટયો છે, આજે લૂંટી રહ્યો છું.' Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારેલું સંસ્કૃત કાકા કાલેલકરે કાવ્યરચના કરી હોય કે ન કરી હોય તે પણ તેને જીવ કવિનો જીવ છે. કવિની પ્રતિભા પિતાના વિષયને અનેક રીતે અને અનેક રૂપે જોઈ શકે છે-સાદશ્ય ન હોય એવી વસ્તુઓમાં પણ સાદસ્ય જોઈ શકે છે. આને પરિણામે કવિના દર્શનમાં સમૃદ્ધિ અને સમગ્રતા આવે છે. “જીવનનો આનંદ”, “રખડવાનો આનંદ', “જીવનલીલા', “ હિમાલયનો પ્રવાસ' વગેરેમાં સંગ્રહાયેલા લેખમાં દર્શનની આવી સમૃદ્ધિ અને સમગ્રતા પ્રતીત થાય છે. કેટલાયે લેખો ગદ્ય-કાવ્ય બની રહે છે. આ લલિતાદાત્ત નિબંધ, નોંધો અને નિબધિકાઓમાં રમ્ય કલ્પનાશીલા સાથે સંસ્કૃત સાહિત્યની સૌરભ મહેકે છે. કાકાસાહેબને સંસકૃત સાહિત્ય - વૈદિક સંહિતા, ઉપનિષદો, રામાયણ, મહાભારત, પુરાણ, મનુસ્મૃતિ, કાવ્યો નાટક, સ્તોત્રો વગેરેને પરિચય વિશાળ ફલકવાળો છે. એ પરિચય એમણે એ. આત્મસાત કર્યો છે કે તે કલ્પવૃક્ષની પેઠે ફળતો રહે છે. ગમે તે વિષય હાય, ગમે તે પ્રસંગ હોય કે ગમે તે દૃષ્ટિકોણ હોય, કાકાસાહેબનું સંસ્કૃત ત્રિવત્વ આ નિબંધમાં વકુવા વિધતા મુમ્ ” ફરી ઊઠે છે. . સાધારણ રીતે પ્રવાસવર્ણન કરનાર લેખક પિતે જોયેલાં સ્થાનની વિશિષ્ટતા કે મહત્તાને મૂલવવા જતાં તે તે સ્થાનોના ભૂતકાળને યાદ કરવાનો. કાકાસાહેબમાં “ભમતા રામ” અને “રમતા રામને સુભગ સમન્વય થયો છે. હિમાલયનો પ્રવાસ', “રખડવાને આનંદ”, “જીવનલીલા” વગેરેમાં પ્રવાસવર્ણનના લેખો સંગ્રહાયા છે. * ભારતમાં ચારે ખૂણે પરિભ્રમણ કરતાં કાકાસાહેબે તીર્થક્ષેત્રો અને - કલાધામે, મંદિરો અને મસ્જિદ, નગર અને જીર્ણ અવશેષ, પર્વતો Page #61 -------------------------------------------------------------------------- ________________ પર અક્ષ! અને પતરાજિએ, નદીએ, સંગમેા અને વિશાળ સાગરનાં દર્શન કર્યા છે. આપણા દેશમાં તે લગભગ દરેક નદી, પર્વત, તી, સાગરકાંઠે અને વૃક્ષ સુધ્ધાં સાથે કાઈ ને કાઈ પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક કથા સ`ફળાયેલી હેાવાની; કે કાઈ ઋષિના યજ્ઞયાગનીકે તપશ્ચર્યાની કે કેાઈ દેવ, ગન્ધવ કે અપ્સરાના વરદાન કે શાપની કે પરાક્રમ કે લીલાની કથા પુરાણામાં ગવાયેલી હાવાની. આવા પ્રાચીન ઉલ્લેખાના સૂચન કે વર્ણન દ્વારા વધુ ન−વિષયભૂત સ્થાનની વિશિષ્ટતા તરફ અગુલિનિર્દેશ કરવામુ` કેમ ચૂટાય ? કાકાસાહેબે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું વર્ણન આરંભતાં બારેય જ્યોતિર્લિંગની નામાવલિ અને ભૌગોલિક સ્થિતિના નિર્દેશ કર્યા છે. (‘ રખડવાના આનંદ’–પૃષ્ઠ-૧૦૧) ‘ દક્ષિણગ’ગા ગાદાવરી’માં રામ-સીતાના જીવનકારુણ્યને કવિહૃદયે ઝીલ્યુ` છે. (‘ જીવનલીલા' પૃ. ૨૯ ) · ઉભયાન્વયી નર્મદા ’માં ન દાષ્ટકની પક્તિએ ટાંકી છે તેને બાદ કરીએ તા પણ એ લેખ ન દાના મહિમ્નઃ સ્તોત્ર જેવા છે ( જીવનલીલા' ) • ગેાકણું ની યાત્રા ’માં એ તી ની ઉત્પત્તિ વિશે પૌરાણિક કથા આપી છે. ( · જીવનલીલા' પૃ. ૯૭) નાની માર્ક 'ડીને પણ માર્ક ડેય આખ્યાન સંભળાવ્યું છે ( જીવનલીલા’ પૃ. ૩) : ' : C ભૂંગાળની પેઠે ખ–ગેાળનાં સૌદય અને ભવ્યતામાં રાચતા કાકાસાહેબ સપ્તર્ષિ મડળના ઋષિએની ઓળખાણ આપે છે; સપ્તર્ષિ મ`ડળની નજીકમાં દેખાતા સારમૈય–યુગલની ઉત્પત્તિ દેવાસુરા વચ્ચેની સ્પર્ધામાંથી શી રીતે થઈ તે સમજાવતી વૈદિક કથા પણ કહે છે. જીવનના આનંદ' પૃ. ૧૬૫ ) કાકાસાહેબ સંસ્કૃત શબ્દા યાજે છે તેમાં પણ કેટલી અ દ્યોતકતા અને સ‘સ્કારાક્ષેાધકતા રહી છે ! ઉષાને ‘વાજિનીવતી’ ( જી. આ. પૃ. ૧૨૧ ) કહીને અને આપણા લેાકેા હવે પડેલાંના જેવા ઉર્દુલ રહ્યા નથી.' (જી. આ. પૃ. ૪૮) એ વિધાનમાં વુપ : Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભારેલું સંસ્કૃત પદને પ્રયોગ કરીને કાકાસાહેબ આપણા ચિત્તમાં છેક વેદ સંહિતાના સંસ્કારો જગાડે છે. જીવનને આનંદ”ની પ્રસ્તાવનામાં જ વ્યાકરણશાસ્ત્રની “પરસ્મપદી”, “આત્મપદી ” વગેરે પરિભાષાને કે ધોતક વિનિયોગ સજનપ્રક્રિયાના ક્ષેત્ર પર કર્યો છે ! “હું તે હંમેશને છાત્રદેવ રહ્યો” (જી. આ. પૃ. ૧૭૯) આ “છાત્રદેવ” તૈત્તિરીયોપનિષદના “માતૃ મવા પિતૃ મવા” વગેરે અનુશાસનવાક્યોના ભણકાર સંભળાવે છે. સંસ્કૃત સાહિત્યમાંથી અવતરણરૂપે અપાયેલા કે, શ્લોકાર્ધ, પદસમૂહો કે પદો આ સ ગ્રહોમાંના લેખોને વદિત બનાવવાની સાથે “ ” પણ કરે છે. અવતરણો (queations) ની બાબતમાં લેખકેના ત્રણ પ્રકાર ગણાવી શકાય. પહેલા પ્રકાર છે અવતરણ–મુગ્ધ લેખકને. આ પ્રકારનો લેખક જરૂર ન હોય તો પણ અવતરણ વિના સંતોષ પામતા નથી. કદાચ પાંડિત્ય-પ્રદર્શનની લાલસાથી કે પોતાની અશક્તિ કે મર્યાદાને ઢાંકી દેવાની વૃત્તિથી પણ અવતરણોને આશ્રય લેવાને એ પ્રેરતો હોય. એ લેખક દેખીતી રીતે જ પરોપજીવી છે બીજો પ્રકાર છે અવતરણપ્રિય લેખકને, આ પ્રકારને લેખક પોતાના વિચારોના નિરૂપણમાં કઈ અનુકૂળ પ્રતિષ્ઠિત વચન મળી જાય તે પોતાના વક્તવ્યના સમર્થન માટે અથવા સ્પષ્ટીકરણ માટે એ વચનને અવતરણ તરીકે ઉપયોગ કરે છે. અને ત્રીજો પ્રકાર છે અવતરણ–રસિક લેખકનો. આ પ્રકારના લેખકના વિચારો તથા નિરૂપણ વગેરે ? હવે ચણિત હોય છે. એને નિરૂપણમાં ઉપયોગમાં લેવાયેલાં અવતરણે પુરઇ પ્રતિષ્ઠા– રૂપનાં નથી હોતાં. લેખકના વિચારના સમગ્ર નિરૂપણમાં અવતરણો એકરસ–સમરસ થઈ રહે છે. જેમ ઉત્તમ કાવ્યમાં પ્રયોજાયેલા અલંકારે પૃન્નનિર્વાર્ય હોય છે તેમ અવતરણે પણ આ પ્રકારના લેખકની કૃતિમાં અકૃત્રિમ અને અનાગતુક રૂપ ધારણ કરે છે અને કૃતિની Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અક્ષરા સમૃદ્ધિને ઉપસાવે છે. અવતરણાની બાબતમાં કાકા કાલેલકરને આ પ્રકારના લેખકની કાર્ટિમા મૂકી શકાય, ‘ જીવનને આનંદ'માં શિરઃસૂત્ર તરીકે મૂકેલું. તૈત્તિરીયે પનિષદનું વચન જુએ : `હિ વ અભ્યાત ! ઃ પ્રાપ્યાત્ ! ચત્ વ આજારો ગામનો ન યાત ।। પ્રકૃતિના દર્શનમાં • કેવળ સૌન્દય પ્રતીતિ અને ભવ્યતામૂલક ઉન્નતિ 'ની અપેક્ષા રાખીને કરાયેલા પ્રકૃતિનિરૂપણમાં આ સૂત્ર રથાયી સર તરીકે ગુજયા કરે છે. એ જ રીતે ‘ જીવનલીલા’ માં ‘ વિશ્ર્વ માસઃ સર્વાં:', એ શિરઃસૂત્રની યથાર્થતા સરિતા–સ’સ્મૃતિ ' અને બીજા લેખેામાં સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. ગગા—યનનાના સંગમનુ· · સુંદર–દસ્ય 'શ્વિમ ટેવિમિરિન્દ્રનીહૈ; વગેરે ક્ષેાકેામાં એ જ દૃશ્યના કાલિદાસે રઘુવશમાં કરેલા વનની લલિતાદાત્ત વાણી દ્વારા માણે છે. ( · જીવનલીલા' પૃ. ૨૧ ) મૃગ અને વ્યાવનું વર્ણન કરતાં શાકુન્તલની પ્રસિદ્ધ ઉત્પ્રેક્ષા X સુન્ન રિળ સાક્ષવદ્યાર્થીવ પિનાકિનમ્ । અવતારીને ઉમેરે છે : ‘આમાં ‘ સાક્ષાત્’ શબ્દ આકાશ તરફ હાથ કરીને ખેલવાના હેાય છે.’ (જી, આ પૃ ૧૩૩) પણ પ્રાચીન સાહિત્યના પ્રસંગે કે પાત્રાને ઉલ્લેખ અથવા પ્રાચીન કૃતિઓનાં પદ કે પદાવલીઓને પ્રયાગ વિશેષતા કલ્પનાનુપ્રાણિત પરિસ્થિતિમાં થતા નજરે આવે છે. કુદરતધેલા ' અને સૌદર્ય પિપાસુ ઉલ્લેખાયેલા પ્રાચીન સાહિત્યના અશા ભળતાં તે પારિજાતની પેઠે ખીલી ઊઠે છે. આ સ્થિતિમાં અવતરણા રહેતાં નથી. નિરૂપણુના તાણાવાણામાં અવનવી ભાતની પેઠે વણા જાય છે અને મૂળ સંદર્ભના સસ્કારની છાયામાં કાઈ અપૂર્વ ભાવનાસૃષ્ટિ સર્જે છે. સ`સ્કારોધકતા (allusiveness ) કાકાસાહેબની શૈલીને વિશેષ ગુણુ છે. પહેલાં, આ બે–ત્રણ સરસ ઉદાહરણે। જુએ : ‘ અનુરાધા- . પુરના એધિવૃક્ષનાં પાંદડાં એક વાર ખરી પડવા માંડયાં એટલે લેાકેાએ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ભારેલું સંસ્કૃત દૂધના ઘડા ભરી આણી એનાં મૂળિયાંનું સિંચન કર્યું અને એ વૃક્ષ અંતે ચ્યવન ઋષિની પેઠે ફરી જુવાન થયું.” (રખ. આ. પૃ. ૧૩૯). મેવ. ઈન્દ્રધનુષ્ય, વરસાદની ઝડી અને વિદ્યુલ્લતાનું નૃત્ય જોઈને ઉર્વશીની પાછળ ગાંડા થનાર પુરુરવાની યાદ આવે જ. પણ પિતાની નાની ભત્રીજીની ગભરામણ જેઈને સમભાવથી પ્રેરાઈને ન વ ન સંજુ વાળઃ સંનિચોડરામમિન આ શકુંતલાનાં વચનેને સંભારી લેવાનું કાકાસાહેબ ચૂકતા નથી. (જી. આ. પૃ. ૧૦) મનેરા બેટ ઉપર ઉન્મત્ત રીતે અને અવિરત અફળાતાં સમુદ્રનાં પ્રચંડ મેજાઓને જોતાં જાણે વીરભદ્ર તમામ શિવગણોને ભેગા કરી મજાના રૂપમાં અહીં પ્રલયકાળ ભજવવા માંગે છે!” (જી. આ. પૃ. ૨૦૨) એવા પ્રાચીન ઉલ્લેખથી મેજાના ભીષણ તાંડવનું ચિત્ર રજૂ કરે છે. હવે, કાકાસાહેબની વિશિષ્ટ શૈલીનાં આ ઉદાહરણો જુઓ: “ચોમાસામાં સંધ્યા સમયે વાદળાં પાછળ અર્ધ ઢંકાયેલા સર્યની શોભા વાલ્મીકિના કાવ્ય જેવી ઉજજવળ હોય છે” (જી. આ. પૃ. ૧૩૧) “દક્ષિણ તરફ અને ઉત્તર તરફ આછાં વાદળાઓની વિચિ છે. સિંહાસન ઉપર બેઠેલા રામચંદ્રના મુખ ઉપરનું જાણે સૌમ્ય મિત જ.” (જી. આ. પૃ. ૮) “અંતઃસૃષ્ટિના શોધક ઋષિઓ અને બાહ્ય સૃષ્ટિના શોધક વિજ્ઞાનશાસ્ત્રીઓના મનમાં દીર્ઘકાલીન ધ્યાન પછી કંઈ એકાદ સાર્વભૌમ કલ્પના જાગે છે ત્યારે એમના વદન ઉપર જે આશા અને પ્રસન્નતા, મહત્તા અને ઉત્સાહ પ્રગટ થાય છે તે જ બધું પૂર્વ દિશાના મોઢા ઉપર બ્રાહ્મ મુહૂર્ત દેખાવા લાગે છે. એની જાદુઈ અસર ચરાચર ઉપર થાય છે. કાલનિદ્રામાંથી જાગતા સત્યવાનના મોઢા ઉપર જેમ ફરી કળા જામવા લાગી અને તેથી સાવિત્રીના હૈયામાં આનંદ ખુરવા લાગ્યો, તેવી જ રીતે સુષ્ટિ ઉપર પ્રભાતની આશા પથરાવા લાગી અને દ્વિગણને એકદમ ગાવાનું સૂઝયું.'(જી. આ. પૃ. ૫૯) કાકાસાહેબ કઈકવાર “પટવર્ધન શ્રીકૃષ્ણને સુદર્શન જેવા તેટલા જ રેટિયા પણ આ ધર્મભૂમિમાં ચાલતા કરવા છે ?” Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અક્ષર | (જીવનલીલા પૃ. ૮)માં “પટ-વર્ધન” બાણનું સ્મરણ કરાવે તે શ્લેષ બુદ્ધિચાતુર્યથી વાપરે છે એ ખરું, છતાં પ્રધાનપણે એમની કલ્પના આવા કેવળ શુષ્ક ઉલ્લેખોથી દૂર રહેતી દેખાય છે. સંધ્યા સમયે પશ્ચિમના રંગવૈભવને જરાયે દ્વેષ ન કરતી પ્રાચીને અનસૂયા'. જેવું અભિજાત વિશેષણ આપવું (જી. આ પૃ. ૩૦ ), મદ્રાસ પાસે અષાર નદી “સમુદ્ર તરફ હદયસમૃદ્ધિનો કાંપ લઈ આવે છે અને સમુદ્ર ચિડાઈને એની આગળ રેતીને એક બાંધ ઊભો કરે છે. ખંડિતાનું એ દશ્ય..' (જીવનલીલા, જસ્થાન)–અહીં નદી માટે ખંડિતા નાયિકાની કલ્પના કરવી, કે મોજાઓનું તાંડવ અને તેને પ્રચંડ તાલ જોઈને શિવતાંડવ સ્તોત્રના પ્રમાણિક વૃત્તની કલ્પના કરવી–આવા ભાવપ્રધાન ઉલ્લેખો તો આ લેખોમાં ચોમેર વેરેલા પડ્યા છે. કાકાસાહેબની શૈલીની સંસ્કારેધકતા (allusiveness)નાં કેટલાંક ઉદાહરણે આપણે જોયાં, પણ આ શૈલીને નિતાસુંદર ઉમેષ તે ભારોભાર કાવ્યતત્ત્વથી ભરેલું છે. સંધ્યાકાળે “ ક્ષિતિજ ઉપર (ચિત્રા અને સ્વાતિ) બંને એક વખતે ઊગતી હોય છે તો પણ ચિત્રાનાં પગલાં હળવાં અને અને દૂર દૂર પંડવાને કારણે તે ઝડપથી ઉપર ચડે છે, જ્યારે સ્વાતિ પોતાના તેજના ભારથી અલગમના લેય એ સ્વાભાવિક જ છે.” (જી. આ. પૃ. ૧૮) સ્વાતિનું આ વર્ણન વાંચતાં ક્યા સહૃદયને મેઘદૂતની છોળમાર વરસાના નાયિકા સ્મૃતિપટમાં નહિ ઊતરી આવે ? રાત્રે આકાશમાં વાદળાંઓથી તારાઓ ઢંકાઈ ગયા હોય ત્યારે “કુચિત પાતળા મેઘના ઝીણા બુરખામાંથી એકાદ તારકા સ્પષ્ટાસ્પષ્ટ લફલફ થવા માંડે ત્યારે આ અવગુંઠવતી વળી કોણ છે એવું કુતૂહલ ઉત્પન્ન થઈને...( જી. આ. પૃ. ૧૨) આ વર્ણન તપસ્વીઓની સાથે આવેલી શકુંતલાને જોતાં દુષ્યતના મેમાંથી - નીકળેલાં “અવિરપુટનવત વારા...” વચનોના સંસ્કાર જગાડે છે. દરિયાકાંઠે શંખલા વીણવા કે નહિ એ પ્રશ્નને રજૂ કરતા લેખનું શીર્ષક ૪થે જ ફેમમામઃ (જી. આ. ૧૮૦) અર્જુનના Page #66 -------------------------------------------------------------------------- ________________ પણ ભારેલું સંસ્કૃત મને મંથન જેવું જ મનોમંથન સમર્થ રીતે સૂચવે છે. ખરું કહીએ તે, ભગવદ્ગીતાનાં વચન કે પદોના પ્રયોગો તે આ લેખમાં કામ ઠામ નજરે આવે છે. મોટે ભાગે અવતરણરૂપે પણ કોઈ વાર પ્રચ્છન્ન રૂપે પણ. “ધર્મના એટલે કે સદાચારના પાયા ઉપર શ્રદ્ધયુક્ત રચાયેલી કળા રસગંભીર હોય છે, પ્રાણપોષક હોય છે, અનંતવીર્ય અને અમિતવિક્રમ હોય છે. (જ. આ. પૃ. ૨૨૫) સાવધાન ને હોઈએ તે અહીં ગીતાના અગિયારમા અધ્યાયના નત્તરીયમતવિમરવમ્' વાક્યનું સ્મરણ ન પણ થાય. ભાવનગરના ગૌરીશંકર તળાવનું વર્ણન કરતાં કહે છે, “સામેની ટેકરીએ માથું ઊંચું ન કર્યું હોત તો આ રસવતી પૃથવી ક્યાં પૂરી થાય છે અને નિઃશબ્દ આકાશ ક્યાં શરૂ થાય છે એ જાણવું કે પંડિતને પણ અઘરું થઈ પડત. (રખ. આ. પૃ. ૧૩) આ સુંદર ચિત્રને જન્ધયતી પૃથ્વી અને શળ સામ્ એવી વ્યાખ્યાઓમાં રાચતે તૈયાયિક તે ન જ સમજી શક્યો હોત ! કાકાસાહેબે આવા પ્રાચીન ઉલ્લેખ વિનેદી શૈલીમાં અને કટાક્ષ પૂર્વક પણ કર્યા છે. આ ઉલેખોમાં અનાખી તાજગી અનુભવાય છે. “કોયલનું અસહાય બચ્ચું પકડીને તેને ખાઈ નાખનારો કોઈ ગાયનકલારસિક શિકાર પણ અહીં જેલમાં હેવાને સંભવ નથી.” (જી. આ પૃ પર ). મૃછકટિકના શિકારની મૂર્ખાઈ અને બડાશનો કે વિનદી ઉલ્લેખ ! એ જ લેખમાં “ પક્ષીઓનાં સ્મૃતિશાસ્ત્રોમાં કેયલનું માંસ કયાં કયાં પક્ષીઓને ખપે.” ઋત્તિઓમાં ભણ્યાભઢ્યના વિષયમાં કરાયેલા વિધિનિષેધો ઉપર નિર્દેશ કટાક્ષ અહી જોઈ શકાય છે. કેલરની ખાણોમાંની રેતીમાંથી સેનું કાઢી લીધા પછી રેતી કશા કામમાં આવતી નથી. “બિચારી રેતી પોતાના ઉપયોગ કરનાર ભવિષ્યના માનવીની રાહ જોતી અહીં શલ્યા થયેલી અહલ્યાની પેઠે તપસ્યા કરે છે.” (રખ. આ. પૃ. ૪૭) કટલે હળવે અને કેટલે સ્વાભાવિક લાગતો અહલ્યાને ઉલ્લેખ છે ! સોનું ધરતીના Page #67 -------------------------------------------------------------------------- ________________ અક્ષર પેટાળમાંથી નીકળે છે તેનું વિનોદી શૈલીમાં વિવરણ કરતાં કહે છે કે સેનું ભગવાન પાસે ગયું અને પિતાના ગુણા જ પોતાના મારક થયા છે એની ફરિયાદ કરીને સહાયની યાચના કરી. કિરીટકુંડળધારી હિરણ્યવપુ જવાબ શે આપે ? એટલે એનું ધરતીમાતા પાસે જઈ બોલ્યું: “ભગવતિ વસુધરે, દેહિ મે વિવરમ” (૨ખ. આ. પૃ. ૫૧) કેવી વિવેદી શૈલી અને કેવી વિચિત્ર છતાં ઔચિત્યવાળે ભાસત નિરાધાર શકુંતલાના વાક્યને પ્રયોગ ! છેલ્લે, રેતીના ઢગલામાં સાઈનાઈડ નાખીને પ્રવાહી બનાવી દઈને પછી જસતનાં પાતળાં છેલણ ઉપર રેડે છે અને “કમજાત સાઈનાઈડને જસત મળે છે એ તરત સેનું છોડી દઈ જસતને વળગે છે.......સાઈનાઈડ કહેશે જસતની ખૂબી તમે શું જાણે છે એની આગળ સોનાને સહવાસ ફૂલ છે. ખરેખર તન તારા વિના સૂચ્ચે જે દિ થયા વિના (૨. આ. પૃ. ૪૮ ) આ છેલ્લું અવતરણ તો પ્રાચીન વાક્યના પ્રયોગની વિનદી શેલીનું અને વક્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. ભવભૂતિએ પિતે પતંગ અને પુંડરીકનું તેમજ હિમરશ્મિ અને ચંદ્રકાન્તનુંએવાં ઉદાહરણો જ આપ્યાં છે ને? તે સાઈનાઈડ અને જસતને શું વાંક ? - કાકાસાહેબના લેખમાં અવતરણો અવતાર માત્ર ન રહેતાં વિભૂતિરૂપ બની રહે છે. (કાકા કાલેલકર અધ્યયન ગ્રંથ) Page #68 -------------------------------------------------------------------------- ________________ કવિની સાધના શ્રી ઉમાશંકર કાવ્યવિવેચક છે તેની સાથે કાવ્યસર્જક પણ છે. તેથી અન્ય સામાન્ય વિવેચક કરતાં કાવ્યવિવેચનની બાબતમાં તે વધારે અનુકૂળ પરિસ્થિતિમાં છે. કેવળ કાવ્યવિવેચક હોય તે તે કાવ્યનિર્માણમાં ચાલી રહેલી પ્રક્રિયા વિશે અનુમાનો કે ઉલ્ટેક્ષાઓ જ કરતા હોય છે. ઉમાશંકર જેવા સર્જક-વિવેચકને કાવ્યસર્જન પ્રક્રિયાને સાક્ષાત અનુભવ હોવાથી તેણે કવિસાધનાનું કરેલું નિરૂપણ વધારે વિશ્વસનીય ગણાય. પ્રસ્તુત નિબંધમાં ઉમાશંકરે કાવ્યસર્જન વ્યાપારમાં ત્રણ સોપાન ગણાવ્યાં છે: (૧) કવિ જગતના પદાર્થોનું વિશેષભાવે ગ્રહણ કરે છે; (૨) કવિની ચેતનામાં સંચિત થયેલી એ સામગ્રીનું કઈક પ્રક્રિયાથી રૂપ બંધાય છે, અને (૩) એ રૂપને કવિયથાતથ શબ્દસ્થ કરવા મથે છે. શબ્દદેહ પામેલી કવિની અનુભૂતિ ભાવક સમક્ષ રજૂ થાય છે અને ભાવક તેને આસ્વાદે છે. જેમ સર્જકની પ્રતિભા દ્વારા તેના વૈયક્તિક બાહ્ય અનુભવનું સાધારણીકરણ થાય છે અને તેથી એ અનુભૂતિને વ્યક્ત કરતી કૃતિ સર્જકના “અહમ્ 'માંથી મુક્ત થઈ હોય છે તેમ ભાવક પણ કાવ્યરસાસ્વાદના અનુભવથી “અહમથી મુક્ત થાય છે: “એનું “સત્ ' (અસ્તિત્વ) ‘ચિત્' રૂપે ખીલી પોતાનું ચરમ સ્વરૂપ-સાગર સ્વરૂપ અનુભવે છે.-સ્વરૂપાનુસંધાન અનુભવે છે. કાવ્યાસ્વાદમાં સતત્ત્વનું મહત્ત્વ અને તેનાથી થતી સ્વરૂપાનુસંધાનની અનુભૂતિ-આ અંશે ભારતીય કાવ્યશાસ્ત્રની પરંપરાને અનુસરીને સ્વીકારાયા છે તે સ્પષ્ટ છે. આગળ ચાલતાં ઉમાશંકરે નીતિ અને કળાના સંબંધના પ્રશ્નનો ઉલ્લેખ કર્યો છે. પહેલાં તે, સિદ્ધાંતની દષ્ટિએ તે પ્રશ્ન કરે Page #69 -------------------------------------------------------------------------- ________________ અક્ષર છે કે સુંદર રૂપે જે સત્ય પ્રગટયું હોય તે શિવકલ્યાણકારક ન હોય એમ શી રીતે બને ? કલાકારના જીવનમાં કુત્સિતતા હેય-અનીતિ હોય–એટલા માટે તેના સર્જનને દોષ ન દેવાય. કાદવમાંથી કમળ ઊગે છે તે તરફ અંગુલિનિદે ષ કરીને મનોવૈજ્ઞાનિક યુગના મતને ઉલ્લેખ કરે છે કે કુદરત દરેકને જન્મ સાથે જાણે કે અમુક પ્રાણશિક્તિની જ મૂડી આપતી ન હોય. એમાંથી ઘણી બધીને ઉપયોગ માણસની જે પ્રબળતમ વૃત્તિ હોય છે એ કરી બેસે છે અને એના. જીવનમાં બીજા પાસાને એટલું શોષવું પડે છે અને ઉમેરે છે કે - કળાકાર નીતિમયતાની કે એવી બાબતોમાં ઊણો ઊતરતો હોય એટલા ઉપરથી એની કળાને ઉતારી પાડવી, એ કળાની ઉત્કૃષ્ટતા પિછાણવી કે માણવી નહિ એ બરાબર નથી. આ રીતે, પશ્ચિમની કાવ્યમીમાંસાપદ્ધતિને અનુસરીને કળા અને કળાકારના કવનને સંબંધ નથી એવું સ્વીકાર્યા પછી ઉમાશંકર (પોતાને સાચો ) અભિપ્રાય સૂચવતું વાક્ય ઉમેરે છે: પણ તે સાથે સાથે આપણે જરૂર એવી આશા રાખી શકીએ કે કવિની માનવ તરીકેની સાધનાને ચરમ પુરુષાર્થ એના વ્યક્તિત્વની પૂર્ણ ખિલવણીમાં હેય. આ વિધાનમાં કળા અને જીવનને સ્પર્શતા મુદ્દાઓ સમાયેલા છે એટલું જ અહીં નાંધીએ. અંતે ઉમાશંકર નોંધે છે કે કવિતામાં મન અને 9 નું દૈત ટળે અને એ બંને વચ્ચે સંવાદ સધાય તો તે કવિ “બ્રાહ્મી સાહિત્યકાર', “સનાતન સાહિત્યનો રચયિતા” “મંત્રકવિની કટિએ પહોંચે. અહીં પણ અગત્યનો પ્રશ્ન એ થાય છે કે બ્રાહ્મી કવિતામાં કે “મંત્રકવિતામાં અને “સર્જક-કવિતામાં માનવ તરીકેની સાધના વિના જ નિષ્પન્ન થયેલી કવિતામાં) કાવ્ય તરીકે ભેદ રહે કે કેમ? હવે, આપણે ઉમાશંકરે દર્શાવેલાં સર્જનપ્રક્રિયાનાં ત્રણ સોપાનનું નિરીક્ષણ કરીએ. કવિની ચેતના બાહ્યજગતના સ્થળ-સૂક્ષ્મ પદાર્થોનાં Page #70 -------------------------------------------------------------------------- ________________ કવિની સાધના વિશેષ ભાવે અનુભવ કરે છે–પદાર્થોનું ગ્રહણ કરે છે. અહીં વિશેષભાવે” એ શબ્દ કવિવ્યાપારને સમજવા માટે ચાવીરૂપ છે. જુદા જુદા કવિઓ એક જ વિષય વિશે કાવ્યરચના કરે તેમાં એકસરખાપણું કે સમાનપણું નથી હોતું એ તો અનુભવની વાત છે; એટલું જ નહીં, એક જ કવિ જુદે જુદે સમયે એકના એક વિષય વિશે કાવ્ય રચે તે તે પણ એકસરખાં કે સમાન ન હોય. આના મૂળમાં કવિએ એ વિષયનું “વિશેષભાવે કરેલું દર્શન કે ગ્રહણ છે. કવિના દર્શનની વિશેષતાને લીધે બાહ્ય પદાર્થ તત (Objective) માત્ર ન રહેતાં સતત Subjective) રૂપમાં પરિણમે છે. કવિના સંવેદનતંત્રમાં આ સંવેદન વિશેષ દાખલ થતાં કવિની સમગ્ર ચેતના સળવળી ઊઠે છે–ભ પામે છે. આ સ્થિતિમાં કવિની સંવેદનામાં કોઈ વિચાર કે ક૯પનાનું બીબું હોતું નથી આ સ્થિતિ ઊકળતા ચરુ જેવી હોય છે. ઉમાશંકર કહે છે તે પ્રમાણે આ સ્થિતિમાં “કેઈક પ્રક્રિયા'કુતકના શબ્દમાં જેના િન-એ ભાવદ્રવ્યનું રૂ૫ બંધાય છે, બીજા શબ્દોમાં કહીએ તે ભાવતી કે images) ઊપસી આવે છે. આ કાવ્યની જમઘડી છે. પણ એ “કેઈક પ્રક્રિયા” શી રીતે થાય છે તેની મીમાંસા માનવિજ્ઞાનને આધારે કરવા જતાં પણ સમસ્યારૂપ જ રહેશે એવા યુગનો અભિપ્રાય ઉમાશંકર નોંધે છે. આ મુરાના વિવેચનમાં આપણે કવિની personality ( તેનું character કે individuality નહિ )-વ્યક્તિત્વને લક્ષમાં લઈએ છીએ, અને તેના અચેતન (unconscious) અવચેતન (sub conscious )માં સંભરેલાં વાસનાઓ, ભાવે, ઊર્મિઓ, સંસ્કારો વગેરેના જટિલ પટલ૨૫ તેની વિશિષ્ટતા-વૈયક્તિકતા સ્વીકારીએ છીએ. કવિની આ subjectivity તેનું અંતરંગ સમગ્રપણે સ્પંદન પામીને અમુક રૂપ ધારણ કરતાં ક૯પના દ્વારા ભાવ પ્રતીકે નીપજાવે છે. અને જે પ્રકાશર્મિઓ નાદામિએમાં પરિવર્તિત થાય છે તેમ સંવેદન પણ કલ્પના કે વિચારના રૂપમાં પરિવર્તન પામે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ અહીં એક પ્રશ્નનો નિર્દેશ કરીએ. કાવ્ય જે કવિચિત્તમાં જન્મતું હોય અને કવિના વ્યક્તિત્વની અખિલાઈ (subjective totality ) જ કાવ્યમાં તાણાવાણારૂપે વણાતી હોય તે કવિએ બાહ્ય જગત-સમાજ, સંસ્થાઓ, પ્રકૃતિ વગેરે ઉપર આધાર રાખવાની જરૂર નથી : બાહ્ય પરિસ્થિતિથી અલિપ્ત રહી તે કાવ્યરચના કરી શકે અને તેની કાવ્યરચના કાવ્ય તરીકે જરા યે ઊણું ન હોય. આ પ્રશ્નને વિચાર કરીએ ત્યારે કવિની subjectivity, તેનું અંતરંગ અને તે અંતરંગના સ્વરૂપનો અને બંધારણને વિચાર કરે આવશ્યક બને. કવિકર્મનું છેલ્લું સોપાન છે ભાવપ્રતીકો દ્વારા આકૃતિ કે રૂપ પામેલા સંવેદનને શબ્દદેહે વ્યક્ત કરવું તે. શબ્દ, છંદ, લય, અલંકાર બધું જ “આપમેળે” બની આવવું જોઈએ. કેવળ અલંકાર જ નહીં પણ આકાર, છંદ, લય, શબ્દ, શૈલી પણ કર્ણનાં કુંડળ અને કવચની પેઠે –ઝ હેવાં જોઈએ. કવિએ શબ્દનો આશ્રય લેવાને છે અને શબ્દ અર્થ સાથે સંપૂકત છે-અવિનાભાવ સંબંધથી જોડાયેલો છે. એટલે કાવ્યમાં અર્થનું પણ ગૌરવ છે. આ અતિસ્પષ્ટ લાગતું વિધાન આજે કાવ્ય પર વિવાદાસ્પદ બની ગયું છે. કાવ્ય અનુભવવાનું છે-આસ્વાદવાનું છે, સમજવાનું નથી એ વાદ અત્યંત પરિચિત છે. તેની દષ્ટિએ અર્થ કાવ્યાસ્વાદમાં અંતરાયરૂપ છે, કેવળ શબ્દ દ્વારા રચાતી આકૃતિ કાવ્યને અભિવ્યક્ત કરી શકે. આ કે આવા અન્ય અર્વાચીન વાદનો ઉલ્લેખ ઉમાશંકરે કર્યો નથી કારણ કે આ નિબંધમાં કવિની સાધનાને રાજમાર્ગ દર્શાવવાને તેમને હેતુ હોય એમ જોઈ શકાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ કલાનું સ્વરૂપ જીવન અનુભવ છે, કલા અનુભવને અનુભવ છે. અનુભવ ઉપર પ્રતિષ્ઠિત હોવા છતાં અનુભવ, અનુભવ કરતાં ઘણી સારી રીતે ભિન્ન છે. અનુભવ ઇન્દ્રિયજન્ય છે, બાહય વિષયની અપેક્ષા રાખે છે અને સુખકર કે દુઃખકર નીવડે છે. અનુભવનો અનુભવ બુદ્ધિનિષ્ઠ છે, પણ માત્ર બુદ્ધિનિષ્ઠ નથી, તેથી તૈયાયિકના “અનુવ્યવસાય” જ્ઞાનની કેટિનો હોવા છતાં તેનાથી તદ્દન ભિન્ન છે. અનુંભવનો અનુભવ સ્કૃતિ પણ નથી કારણ કે એ અનુભવ છે તેમ એ માત્ર પુનરનુભવ નથી, કારણ કે પુનરનુભવમાં તે એક જ વિષયને અનુભવ કરનાર બીજી વાર, ત્રીજી વાર, એમ અનુભવે છે, જ્યારે અનુભવના અનુભવમાં તો સમગ્ર અનુભવ અનુભવનો વિષય બને છે. આમ હેવાથી જ અનુભવના અનુભવમાં બાહ્ય વિષયની અપેક્ષા રહેતી નથી. તે તે ઇન્દ્રિયવ્યાપાર પણ એના વિષયમાં અંતર્ગત થઈ જાય છે. આપણને થયેલા કોઈ દુઃખદ અનુભવની સ્મૃતિ દુઃખજનક પણ નીવડે છે, કારણ કે એમાં અનુભવ કેવળ “ચિંતન અને વિષય બને છે–રાગદ્વેષાદિવૃત્તિથી પ્રભાવિત અવસ્થામાંથી બુદ્ધિ મુક્ત હોતી નથી. પણ એ જ અનુભવની સ્મૃતિમાં રાગદ્વેષાદિત્તિને પ્રભાવ લુપ્ત થયેલો હોય તે એ દુઃખદ અનુભવનું સ્મરણ સુખજનક બને. આ પ્રક્રિયાને કાલિદાસે “સચિંતન નામ આપ્યું છે : પ્રતાન દુઃવાઘા પુ રચનાનાનિ પુરજ્ઞાચક્ષુવન (રઘુવંશ ૧૪-૧૦) આવું સંચિન્તન કલાના મૂળમાં રહેલું છે. સંચિંતન એટલે સમ્યફચિંતન, સમગ્ર ચેતના દ્વારા અનુભવનું ચિંતન કે સમગ્ર અનુભવનું ચેતના દ્વારા “ચિંતન' કલાસર્જનમાં પાયારૂપ છે. સહદય (પારિભાષિક અર્થમાં) સર્જકની સમગ્ર ચેતના (બુદ્ધિ, હૃદય અને આત્મા) વિષયનું ગ્રહણ-ચિંતન-તત્કાલ કરતી થઈ જાય Page #73 -------------------------------------------------------------------------- ________________ અક્ષરો છે, એના અનુભવ અને સચિન્તન વચ્ચે ભેદ લુપ્તવત બની શકે છે. સામાન્ય રીતે તે સર્જક સમગ્ર અનુભવને બુદ્ધિ કે હૃદય દ્વારા ચિંતનને વિષય બનાવે છે અને આત્મા સાથે તેને યોગ સાધવા પ્રયત્ન કરે છે. એટલું તે સ્પષ્ટ છે કે ઉત્તમ કલાસર્જનમાં સમગ્ર અનુભવનું સમગ્ર ચેતના દ્વારા (બુદ્ધિ, હદય અને આત્મા દ્વારા), * ચિંતન” હોય છે અને તેથી જ એ સર્જન સત્ય, શિવ અને સુંદરના આવિર્ભાવરૂપ બની રહે છે. ( સંસ્કૃતિ, મે ૧૯૫૯) Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવેચનમાં સર્વગ્રાહિતા અને આત્મલક્ષિતા વિવેચન એટલે કલાવિવેચન, વિશેષતઃ સાહિત્ય-વિવેચન. વિવેચનનું શાસ્ત્ર હોઈ શકે અને છે, પણ વિવેચન જાતે શાસ્ત્ર નથી. શાસ્ત્ર-બુદ્ધિનો-વિચાર-વિષય છે અને વસ્તુનિષ્ઠ (objective) છે, તેથી તેનાં વિધાનોમાં વિરોધને અવકાશ નથી. જે કઈ સ્થળે વિરોધ નજરે આવે છે તેનું મૂળ બુદ્ધિ દ્વારા શોધી કાઢવું શક્ય છે. વિવેચન પણ જે માત્ર વસ્તુનિષ્ઠ (સર્વગ્રાહી) હેત તો ૧૮૮૭માં કુસુમમાળા” વિશે મણિલાલ દ્વિવેદી અને રમણભાઈ નીલકંઠ જેવા સનિષ્ઠ વિવેચકે વચ્ચે મતભેદ સંભવત નહિ. એક જ સાહિત્યકૃતિ વિશે વિવેચકો વચ્ચે નજરે આવતા સંનિષ્ઠ મતભેદનું મૂળ રચિભેદમાં રહ્યું છે અને રુચિ, બુદ્ધિ કે વિચારનું મૂળ નથી–મનની પ્રક્રિયા નથી, એ વ્યક્તિનાં ભાવ, ભાવના અને સંસ્કારોથી ઘડાય છે-અને પ્રધાનપણે હદયની પ્રક્રિયા છે. રૂચિ આમ કેવળ સ્વલક્ષી અને વૈયક્તિક હોવાથી Taxહa : એ નિરાકરણ આપણે સ્વીકારીએ છીએ. વિવેચક સર્જક કહેવાય કે કેમ એ પ્રશ્ન આપણે ' ત્યાં આજથી ત્રીસેક વર્ષ પહેલાં સારી પેઠે ચર્ચાયો હતો. એ ચર્ચાનું બીજ સાચી રીતે તો આ રૂચિમાં રહેલું છે. - વિવેચક સર્જક જેટલે સ્વતંત્ર નથી એ દેખીતું છે. વિવેચનના વિષય તરીકે સ્વીકારેલી કૃતિને અનુલક્ષીને જ તેણે પ્રવૃત્તિ કરવાની &ય છે. પ્રા. મટનને એક વેળા બહુ ચર્ચાયેલો “વિવેચન કેવળ Inductive હોવું જોઈએ. એ મત ન સ્વીકારીએ તે પણ અ. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ અક્ષરા કાવ્યકૃતિના બહિરંગ વિશે એટલે શબ્દ, શબ્દાર્થ, છંદ, પ્રાસ વગેરે વિશે તો વિવેચકની વૃત્તિ વસ્તુનિષ્ઠ રહેશે, કાવ્યકૃતિના સ્વદેશપ્રેમ કે ભત્રી કે સમર્પણ કે પ્રેમ જેવા વિષયની બાબતમાં પણ વસ્તુનિષ્ઠતા . જ રહેશે. આટલે સુધી તે કાવ્યકૃતિનું નિરૂપણ વિચારન-બુદ્ધિને વિષય રહે છે. અને તેથી આ બહિરંગ વિશે શાસ્ત્ર-વિવેચનશાસ્ત્ર અથવા કાવ્યશાસ્ત્ર શક્ય બને છે. પણ વિવેચનનું કર્તવ્ય આ બહિરંગના નિરૂપણમાં જ પરિસમાપ્ત થતું નથી. કાવ્યકૃતિ માત્ર વાંચવા માટે કે અર્થ સમજવા માટે હોતી નથી-માણવા માટે, અસ્વાદવા માટે હોય છે. આ આસ્વાદન વિવેચકને ભોક્તા બનાવે છે. કાવ્યકૃતિમાં નિરૂપાયેલા વિચાર, ભાવ કે કલ્પનાનું સૌદર્ય બહિરંગનું સૌન્દર્ય અને કૃતિના હાર્દની સાથે બહિરંગોના સંબંધનું સૌન્દર્ય સહૃદય વાંચનાર એટલે વિવેચક આસ્વાદવા પ્રયત્ન કરે છે. અને અન્તસ્તત્વ અને બહિરંગો દ્વારા થયેલી તેની અભિવ્યક્તિને સુંદર-સુંદર ઉચિત-અનુચિત વચ્ચેની તારતમ્યની અનેક કોટિએ મૂલવે છે. આ મૂલવણીમાં પણ કેટલેક અંશે વસ્તુનિષ્ઠતા અથવા સર્વગ્રાહિતાને અંશ પ્રવેશે છે. પણ જેમ કોઈ વ્યક્તિના શરીરનાં અંગોપાંગેનું અને તેમના સંબંધો અને ક્રિયાઓનું નિરૂપણ એ સૌમાં અભિવ્યાપ્ત ચેતનતત્વના દર્શન વિના અધૂરું અને ગૌણ રહે તેમ કવિને અભિપ્રેત કાવ્યના હાર્દને સાક્ષાત્કાર વિવેચક ન કરે ત્યાં સુધી તેનું વિવેચન પણ અધૂરું અને ગૌણ રહે. આ સાક્ષાત્કાર વૈયકિતક છે અને અધિકાર ઉપર અવલંબે છે. આ કારણે જ વિવેચન જાતે શાસ્ત્ર નથી એમ આપણે ઉપર કહ્યું. કાવ્યકૃતિના હાર્દને અને સમગ્ર કૃતિનો આસ્વાદ પામેલો વિવેચક તેની અભિવ્યક્તિ કે રજૂઆત માટે શાસ્ત્રીય પ્રકારની કે કલાનું રંગવૈવિધ્ય ધારણ કરતી શૈલી અપનાવે એ જુદો જ પ્રશ્ન છે. (સંસ્કૃતિ, ફેબ્રુઆરી ૧૯૬૦) Page #76 -------------------------------------------------------------------------- ________________ ' અર્વાચીન ગુજરાતી વિવેચન કોઈપણ પ્રવૃત્તિને સો વર્ષના ગાળા પછી પિતાને ઈતિહાસ આલેખવાને અધિકાર પ્રાપ્ત થતો હોય તે ગુજરાતી સાહિત્યનાં બીજે કેટલાંક સ્વરૂપોની પેઠે “વિવેચન ને એ અધિકાર પ્રાપ્ત થયો છે. આપણી સાહિત્ય-વિવેચનની પ્રવૃત્તિનો આરંભ પાશ્ચાત્ય સાહિત્યનાં પરિશીલન અને પ્રેરણાથી જ થયો હતો એમ માનવું જોઈએ. આરંભદિશામાં સ્વાભાવિક રીતે જ કેટલીક મર્યાદાઓ રહી હોય છે. તેમાંયે નર્મદ જેવા ઉત્સાહી અને ઉલ્લાસી વ્યક્તિ કાવ્યભાવના અને કાવ્યસૌંદર્યની મીમાંસા કરવા માંડે ત્યારે તેમાં ડહેળાણ નજરે આવે એ દેખીતું છે નવલરામ પંડ્યા જેવા સહદય અને સમતોલ વિવેચકની વિવેચન-પ્રવૃત્તિ પાશ્ચાત્ય સાહિત્યને પુરતા પરિચયને અભાવે મર્યાદિત બનતી દેખાય એ પણ નવાઈ જેવું નથી. નર્મદ અને નવલરામે પોતપોતાની રીતે વિવેચનક્ષેત્રમાં પ્રથમ પ્રસ્થાન કર્યું એ જ એમનું અર્પણ ગણાવા ગ્ય છે. પણ, વિવેચન-પ્રવૃત્તિ જેને આપણે પંડિત-યુગ તરીકે ઓળખાવીએ છીએ તે યુગમાં ખૂબ ફૂલીફાલી. મુંબઈ વિદ્યાપીઠમાં અંગ્રેજી સાહિત્ય અને વિવેચનના પરિશીલનથી પ્રેરાયેલા સ્નાતકે જીવનમાં અને સાહિત્યમાં અભિનવ પ્રસ્થાન આદરવા ઉત્સુક બને અને પાશ્ચાત્ય કાવ્યભાવના અને અભિવ્યક્તિની પદ્ધતિને અનુસરીને સર્જન તેમ જ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરવા પ્રેરાય એ સ્વાભાવિક છે. પણ આ ક્ષેત્રમાં આપણું બે હજાર વર્ષ જૂની ભારતીય પ્રણાલીને સંઘર્ષ ઉત્પન્ન થાય એ દેખીતુ છે. આ સંઘર્ષનું નિરાકરણ કરવાનું ભગીરથ કર્તવ્ય આ યુગના પ્રતિનિધિઓના ધ્યાન બહાર નહેતું. તેથી જ ગોવર્ધનરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ . અક્ષર નરસિંહરાવ, આનંદશંકર, કેશવ હર્ષદ ધ્રુવ, બળવંતરાય ઠાકોર વગેરે પંડિતેની વિવેચનપ્રવૃત્તિ સમગ્ર દષ્ટિએ જોતાં સર્જન-પ્રવૃત્તિનું આમૂલાગ્ર અને સાંગોપાંગ આકલન કરતી નજરે આવે છે. કલાનું સ્વરૂપ અને પ્રકારો, કાવ્યસૌંદર્ય, ઉત્તમ કાવ્યનું સ્વરૂપ, રસ, દવનિ, ગુણ, રીતિ અને અલંકારો, કાવ્ય અને છંદ, શિલીવિચાર, કાવ્યપ્રકાર, લિરિકનું સ્વરૂપ, સોનેટનું સ્વરૂપ, સળગ કે પ્રવાહી પદ્યરચના, અપદ્યાગદ્યનું સ્વરૂપ વગેરે અનેક પ્રાચીન–અર્વાચીન પ્રશ્નોની ચર્ચા આ યુગના વિવેચકોએ કરી છે. રમણભાઈ નીલકંઠનું રચિતંત્ર પાશ્ચાત્ય પ્રણાલી તરફ પક્ષપાતવાળું એટલે પ્રાચીન ભારતીય અને અર્વાચીન પાશ્ચાત્ય કાવ્યપ્રણાલીઓના ગુણ-તારતમ્યના પ્રશ્નનું નિરાકરણ કરતાં તેમને પાશ્ચાત્ય કાવ્યપ્રણાલી વધારે સ્વીકાર્ય લાગતી. મણિલાલ દ્વિવેદી ભારતીય પ્રણાલીના પક્ષપાતી હતા તેથી સ્વાભાવિક રીતે જ અને આનંદશંકરે કહ્યું છે તેમ અંતઃસૌન્દર્ય તરફના આકર્ષણને લીધે પાશ્ચાત્ય કાવ્યરીતિ અને આસ્વાદન–શૈલી તરફ મત્સાહ રહેતા. ૧૮૮૭માં નરસિંહરાવને પ્રથમ કાવ્યસંગ્રહ “કુસુમમાળા' પ્રકાશિત થયા ત્યારે રમણભાઈ અને મણિલાલ ઉપર તેના વિરોધી છતાં લાક્ષણિક પ્રત્યાઘાત પડેલા એ તે સર્વવિદિત છે આનંદશંકરની દષ્ટિ ઇતિહાસનિષ્ઠ અને તારતમ્યનિષ્ઠ હોવા ઉપરાંત સમન્વયલક્ષી હતી. વિવેચનમાં પણ તેમણે આ જ દષ્ટિ અપનાવી છે. કાવ્યશાસ્ત્રના ફૂટ મુદ્દાઓ સમર્થ રીતે નિરૂપ્યા છે અને પર્વ અને પશ્ચિમની કાવ્યપ્રણાલીને સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. બળવંતરાય ઠાકોર પડતયુગના પણ ખરા અને અનુગામી અસ્મકાલીન યુગના પણ ખરા. એ પ્રયોગશીલ વૃદ્ધ “યુવાનનું માનસ રમણભાઈ કરતાં પણ વધારે અર્વાચીન હતુ-કાવ્યભાવના પાશ્ચાત્ય લઢણે ઘડાઈ હતી. ૧૮૯૦ પછીના બે-ત્રણ દાયકાઓમાં જે ઊર્મિલતા. અને આડંબરી ભાવનાશીલતાનાં તો પ્રવેશ્યાં હતાં તેનો સબળ વિરોધ કરીને ઠાકોરે કાવ્યનાં આત્મા અને શરીરની મીમાંસા કરી Page #78 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન ગુજરાતી વિવેચન અને આજની કવિતારીતિનો ચીલો પાડી આપ્યો. વિચારપ્રધાન કે અર્થ. પ્રધાન કવિતા, “પૃથ્વીની અગત્ય અને પ્રવાહિતા, લિરિકનું સ્વરૂપ, અવનવા લયને અનુસરીને નવા છંદોબદ્ધ અને ગાંધીયુગની નવી કવિતાનાં સ્વરૂપ અને લક્ષણોની મીમાંસા–આ વિષયોનું નિરૂપણ ઠાકરનું વિવેચનક્ષેત્રે પ્રધાન અર્પણ ગણાય આ યુગના વિવેચનમાં પાંડિત્ય, નિષ્ઠા, વિચારશીલતા, સ્પષ્ટવકતૃત્વ અને કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતનાં ચિકિત્સા અને પરિશોધનની વૃત્તિ-આ લક્ષણે આગળ તરી આવે છે. પ્રાચીન અને અર્વાચીન કાવ્ય-પ્રણાલીના સંઘર્ષને અંત તે અર્વાચીન પાશ્વત્ય પ્રણાલી તરફ નમતો હતો ઠાકર જેવા વિવેચક એ પ્રણાલીનું એટલે કે સર્જકના સ્વાતંત્ર્યને સ્વીકાર, સર્જનક્રિયામાં સર્જકના સંવેદનનું મહત્વ, વિષયો અને દાની બાબતમાં કાવ્યર્થની અભિવ્યક્તિની અનુકુળતાનો નિર્ણાયક તત્વ તરીકે રવીકાર, ભાષા અને શૈલીનું અર્થને સમુચિત આયેાજન વગેરે મુદ્દાઓનું સ્પષ્ટ સમર્થન નજરે આવે છે. પણ આ બધાં લક્ષણો તે ગાંધીયુગના માનસનાં લક્ષણ છે. ૧૯૨૦ પછી ગાંધીજીનો પ્રભાવ રાષ્ટ્ર ઉપર પડવા માંડ્યો અને ત્યાર પછીનું પ્રજા વન અને સાહિત્ય ગાંધીજીની વિચારસરણીથી અને જીવનદષ્ટિથી રંગાતું રહ્યું. આ જ સમયમાં પાશ્ચાત્ય સાહિત્ય અને વિચાસરણીનો સંપર્ક વિપુલ અને ગાઢ બનતો ચાલ્ય. સમાજવાદ અને સામ્યવદની ભાવનાએ આપણી ગાંધીવાદી ભાવનાઓ સાથે પ્રજામાનસમાં ઝીલાવા લાગી. ગાંધીજીની સામાજિક અને આર્થિક વિષમતાઓની મીમાંસાએ અને મનોવિજ્ઞાનશાસ્ત્ર કળા અને નીતિના પ્રશ્નને જુદી જ રીતે નિરૂપવાની ફરજ પાડી. આ ગાળામાં વિવેચનક્ષેત્રે મહત્ત્વને પ્રશ્ન બન્યો કળાકારના સ્વાતંત્ર્ય. સાહિત્ય સમાજસેવા કરી શકે એમ તો પ્રાચીન કાળથી સ્વીકારતું આવ્યું છે. પણ રશિયાની સામ્યવાદી વિચારસરણીએ કળા અને સાહિત્યમાં પ્રગતિવાદને જન્મ આપ્યો અને અત્યાર સુધી સ્વીકારાયેલું કલાકારનું Page #79 -------------------------------------------------------------------------- ________________ અક્ષર વ્યક્તિ સ્વાતંત્ર્ય જોખમમાં મુકાયું. પ્રગતિવાદની દષ્ટિએ તે જે કળા કે સાહિત્ય પ્રજાજીવન સાથે સંકળાયેલાં ન હોય અથવા તો અમુક સામાજિક, રાજકીય કે આર્થિક થેનું સમર્થન ન કરે તે કલાકે સાહિત્ય નિરર્થક છે. પશ્ચિમમાં પ્રચાર પામેલા આ વિચાર–આંદોલનનો આપણે ત્યાં પણ પડ પડ્યો હતો. સ્વાતંત્ર્ય માટે આપણા રાષ્ટ્રના પ્રચંડ ઉત્થાનનું સાહિત્યમાં સ્વાભાવિક રીતે જ ઘેરું પ્રતિબિંબ પડવાથી વિવેચનની દૃષ્ટિએ “પ્રગતિવાદને આમ અનાયાસે લાક્ષણિક રીતે સ્વીકાર થયો હોવા છતાં એટલું તો સ્પષ્ટ છે કે આપણા વિવેચને “ પ્રગતિવાદને ગાડે બેસી જવાનું ચાગ્ય ધાયુ નથી-કલાકારનું વ્યક્તિ સ્વાતંત્ર્ય સ્વીકાર્યું છે એનાં વિલક્ષણ દેખાતાં હતાં નોંધપાત્ર ઉદાહરણે અસ્તિત્વમાં છે. આ યુગમાં બળવંતરાય ઠાકોર ઉપરાંત રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય વગેરેની વિવેચનપ્રવૃતિ સામાન્ય ગ્રંથાવાલેકન ઉપરાંત કાવ્યસ્વરૂપ-મીમાંસા. અને સિદ્ધાંતચર્ચાનું કાર્ય પણ કરતી દેખાય છે. પ્રગતિવાદ, સાધારણીકરણ, વનિકાવ્ય, કાવ્યસૌદર્ય, રસમીમાંસા જેવા પ્રાચીન અને અર્વાચીન વિષયોની છણાવટ થતી રહી છે. ઉમાશંકર જોશી, સુંદરમ અને અનંતરાય રાવળનો નામનિર્દેશ કરીએ એટલે આજ સુધીની વિવેચનપ્રવૃત્તિ સુધી આપણે આવી પહોંચ્યા એમ માની શકાય. આજે વિવેચનપ્રવૃત્તિ વિપુલ પ્રમાણમાં થાય છે. પંડિતયુગની પેઠે સાહિત્યની સ્વા કરનારાં સામયિકે આજે પણ ગ્રંથાવલોકન દ્વારા અને લેખો દ્વારા વિવેચનકાર્યમાં સહાય આપી રહ્યાં છે. રેડિયો ઉપરાંત દૈનિકે પણ સાહિત્યમાં રસ લેતાં થયાં છે. સપ્તાહમાં એક વાર સાહિત્યવિભાગ પ્રકાશિત કરવાની પ્રથા લગભગ સર્વત્ર સ્વીકારાઈ છે. આમ વિવેચન જનતા સુધી પહોંચે અને તેની સાહિત્યની સૂઝ કેળવવામાં સહાયભૂત થાય એવી પરિસ્થિતિ છે. પણ પરિણામની દૃષ્ટિએ વિપુલ લાગતું વિવેચનસાહિત્ય મોટે ભાગે ગ્રંથના Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અર્વાચીન ગુજરાતી વિવેચન પરિચયથી વધારે આગળ જતું હોય એમ લાગતું નથી. વિવેચન મોટે ભાગે રૂઢ માર્ગે ચાલતું હોય, સ્વસ્થ રૂપનું હેય, ધધો બની ગયું હોય એવું લાગે છે. આજે આપણે ત્યાં સાહિત્યમાં બધું સ્વસ્તિ હોય અને વિવેચનને કોઈ પ્રશ્ન જ ન હોય એવી સ્થિતિ નજરે આવે છે. અલબત્ત, પશ્ચિમના વિવેચન–સાહિત્યનાં ભાષાંતરે કે નિરૂપણ દ્વારા નવીનતા આણવાના પ્રયત્નો થાય છે. પણ આ સામાન્ય કે ઉપજીવી પ્રવૃત્તિ માત્રથી આપણો વારો આવવાનો નથી. સર્જનના સાત્વિક અને સર્વશાળી વિકાસ માટે સાત્ત્વિક અને સત્ત્વશીલ વિવેચનની આવશ્યકતા છે. પંડિત્ય અને બહુશ્રુતતા વિના વિવેચન સત્વશીલા નહિ બને. આપણા વિવેચકે પૂર્વ અને પશ્ચિમના સિદ્ધાંતનું પરિશીલન કરે, જીવન, સાહિત્ય અને વિવેચન એ ત્રણેના સંબંધની વિચારણા કરે અને નિષ્ઠાપૂર્વક વિચારેલા અને સ્વીકારેલા અભિપ્રાયો આંખની શરમ કે સંકોચ રાખ્યા વિના વ્યક્ત કરતા થાય તો સજનક્ષેત્રે પ્રવર્તની દેખાતી અતંત્રતાને નિવારી શકાય અને સર્જનનિષ્ઠાવાન બનતાં જીવનનિષ્ઠા કેળવવાના કાર્યમાં સર્જન-વિવેચન બંને યથાશક્તિ સહાય આપી શકે. (આકાશવાણી પ્રસારિકા, જુલાઈ ૧૫૭) Page #81 -------------------------------------------------------------------------- ________________ આવતી કાલનું ગુજરાતી વિવેચન પાંચેક વર્ષ પહેલાં આકાશવાણીના મુંબઈ કેન્દ્ર તરફથી છેલ્લાં પચાસ વર્ષની કવિતા” એ વિષય ઉપર વ્યાખ્યાનમાળા યોજાઈ હતી, અને ૧૯૫૭માં છેલ્લા દાયકાનું સાહિત્ય' એ વિષય ઉપર એક સિમ્પોઝિયમસંવિવાદ જા હતો. એ પ્રયોગોના ચિત્ય અને ઉપયોગિતા વિશે મતભેદને કશો અવકાશ હોઈ શકે નહીં. પણ “આવતી કાલનું સાહિત્ય” ચર્ચવાનું, અને આવતી કાલની કવિતા કે ટૂંકી વાર્તા કે આવતી કાલનું વિવેચન” એવા વિષયોનું નિરૂપણ કરવાનું હોય ત્યારે તેનાં ઔચિત્ય અને ઉપયોગિતા વિશે સાશક થયા વિના ભાગ્યે જ રહેવાય. કારણ કે, એક તો, આવતી કાલ એટલે શું ? બે વરસ, પાંચ વરસ, દસ વરસ ? શું સમજવું ? બીજુ, આવતી કાલની કવિતા કે આવતી કાલના વિવેચન વિશે વાત કરવાની હોય તો આવતી કાલની કવિતા કે વિવેચન કેવાં હોવાં જોઈએ એ દૃષ્ટિકોણ–મોટે ભાગે આત્મલક્ષી દૃષ્ટિકોણ સ્વીકારીને બોલી શકાય. અથવા તો આવતી કાલની કવિતા કે વિવેચન કેવાં હોવાનો સંભવ છે એ દૃષ્ટિકોણ–વસ્તુલક્ષી દૃષ્ટિકોણ સ્વીકારીને પણ બોલી શકાય. આપણી આ શ્રેણીમાં તો આ બીજો દૃષ્ટિકોણ–વસ્તુલક્ષી દૃષ્ટિકોણ-જ અભિપ્રેત છે સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય. વસ્તુલક્ષી દૃષ્ટિકોણથી સાહિત્યપ્રકારનાં આવતી કાલનાં સ્વરૂપની કલ્પના કરવી એટલે આજનાં અને ગઈ કાલનાં વલણો, વહેણ, ભાવે, ભાવનાઓ અને આકારોના નિરૂપણ ઉપરથી આવતી કાલ વિશે અનુમાન કરવું. સર્જનાત્મક સાહિત્ય નિયતિના નિર્મોનાં બંધનોથી પર છે, કવિપ્રતિભા સ્વતંત્ર છે. એ જોતાં એમને વિશે તાર્કિક અનુમાન કરવાની પ્રવૃત્તિ ઉપયોગી નીવડવાને સંભવ જૂજ છે. છતાં Page #82 -------------------------------------------------------------------------- ________________ આવતી કાલનું ગુજરાતી વિવેચન ૭૩. સર્જનાત્મક સાહિત્યમાં એ સ્વતંત્રતાને કારણે વૈયક્તિક અને તે દ્વારા સરવાળે સામાન્ય લાક્ષણિકતાઓ કે લઢણે કે વલણોને ઉભવવાને જેટલે અવકાશ છે તેટલો અવકાશ વિવેચનાત્મક સાહિત્યમાં નથી એમ મને લાગે છે. આપણું વિવેચનની વર્તમાન સ્થિતિ ઉપર દષ્ટિપાત કરીએ તે વિવેચનપ્રવૃત્તિની મંદતા નજરે આવે. આ વિધાન કદાચ વધારે પડતું કડક લાગવાનો સંભવ છે. પણ આ જ શતકના પૂર્વાર્ધમાં આપણી વિવેચનપ્રવૃત્તિમાં જે જેમ હતું, જે વૈવિધ્ય હતું, જે બહુશ્રુતતામાંથી જન્મતું ઊંડાણ અને સામર્થ્ય હતું અને જે ઉત્કટ નિષ્ઠા હતી તે આજે, એક હાથની આંગળીએ ગણી શકાય તેટલી અપવાદરૂપ વ્યક્તિઓને બાદ કરતાં, કયાં અને કેટલે અંશે દષ્ટિગોચર થાય છે? લીરીક, સજેકટીવ અને જેકટીવ જેવા પારિભાષિક શબ્દોની પર્યાયાજના જેવા સરખામણીએ ગૌણ પ્રશ્નોથી માંડીને “દ્વિજોત્તમ જાતિની કવિતા કઈ ? . “ વિચારપ્રધાન કવિતા”, “અપદ્યાગદ્ય' પૃથ્વી છંદની ગેયતા-અગેયતા અને પ્રવાહિતાને પ્રશ્ન, સેનેટનું સ્વરૂપ અને તેની પ્રાસજના, કવિતામાં પેથેટીક ફેલસી, સાહિત્યમાં પ્રગતિવાદ, શીલ અને સાહિત્યનો સંબંધ, આવા અનેક પ્રશ્નોના ઊહાપોહ અને ચર્ચાથી આપણી વિવેચનપ્રવૃત્તિમાં જે ક્રિયાશીલ ઉષ્મા હતી તે ધ્યાનમાં લેતાં આજની વિવેચનપ્રવૃત્તિની મંદતા વિશે કરેલું વિધાન નિમૅલ નહિ લાગે. આમ તે, ટૂંકી વાર્તા, એકાંકી અને જીવનચરિત કે આત્મકથા જેવા વધારે પ્રચલિત સાહિત્યપ્રકારનાં સ્વરૂપ અને લક્ષણો કે વિશિષ્ટતાઓ વિશે ચર્ચા અત્યારે થતી રહે છે. પ્રયોગની દષ્ટિએ નાટક વિશે પણ ઊહાપોહ અવારનવાર થતું રહે છે અને સામયિકમાં, આકાશવાણી દ્વારા અને કૃતિઓની પ્રસ્તાવનારૂપે સાહિત્યકૃતિઓની આલોચના કરાય છે. પણ મોટાભાગની આ પ્રવૃત્તિ ગ્રંથની પરિચયાત્મક નોંધ જેવી જ હોય છે. કલાના કે સાહિત્યના સિદ્ધાંતની ચર્ચા કે મૂલગામી પર્યેષણાની પ્રવૃત્તિ નહિવત્ જ થાય છે. ઉદાહરણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ७४ અક્ષણ તરીકે, થોડા સમય પહેલાં આપણા યેષ્ઠ વિવેચનકાર શ્રી વિષ્ણુભાઈએ આજની કવિતામાં સ્વરૂપ અને તેમાં પ્રતીત થતા શ્રદ્ધાના અભાવનો નિર્દેશ કર્યો હતે. શ્રી વિષષ્ણુભાઈએ ચર્ચેલા મુદ્દાઓ એવા મહત્વના હતા અને તેમણે વ્યક્ત કરેલાં મંતવ્ય એવાં વિચારદ્વીપક હતાં કે ચર્ચાત્મક આઘાત–પ્રત્યાઘાતની પરંપરા તેમાંથી જન્મે તેવી અપેક્ષા સેવી શકાય. પણ એક માત્ર શ્રી ઉમાશંકર જોશીએ શ્રી વિષણુભાઈએ રજૂ કરેલા મુદ્દાઓનું સોદાહરણ નિરૂપણ કરીને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું તે સિવાય આ ચર્ચામાં ભાગ્યે જ કોઈ મહત્વનું ચર્ચાત્મક અર્પણ થયું હતું. આપણે જે વિવેચકોએ મૌન સેવ્યું ન હતું તેમણે શ્રી ઉમાશંકર પણ સાચા છે અને શ્રી વિષ્ણુભાઈ પણ કેટલેક અંશે ખોટા નથી એવી દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની સલામત પ્રવૃત્તિને જ આશ્રય લીધો હતો. આમ ઘરઆંગણે ઉપસ્થિત થયેલી મહત્વની ચર્ચા તરફ દુર્લક્ષ કે ઉદાસીનતા સેવાતી હોય ત્યાં ઈતર દેશમાં કલા અને સાહિત્ય વિશે રજૂ કરાતા અવનવા અભિપ્રાય કે વિચારો આપણે માટે હસ્તીમાં જ ન હોય એવા બની જાય. ઉદાહરણ તરીકે, ઈન્ટર નેશનલ કાઉન્સીલ ફેર ફિલેફી એન્ડ હ્યુમનિસ્ટીક સ્ટડીઝના ત્રિમાસિક મુખપત્ર “ડાયોજિનસ તરફથી યોજાયેલી સ્પર્ધામાં અપૂર્વ વિચારસરણી અને માંડણી માટે પારિતોષિક મેળવનાર ડૉ. લાડીમીર વાઈડેલના “કલાનું જીવનશાસ્ત્ર” નામના લેખમાં કરાયેલી કલાની મીમાંસાથી આપણે અજાણ જેવા છીએ. અને આપણું આજનું વિવેચન અવિશિષ્ટ જ પ્રકારનું રહ્યું છે. પ્રાચીનકાળમાં જેમ રસસંપ્રદાય, ધ્વનિસંપ્રદાય વગેરે વિવેચનના સંપ્રદાયા હતા તેવાં. વ્યાવર્તક લક્ષણોવાળા કે અમુક દષ્ટિબિંદુને પ્રાધાન્ય આપી, પ્રવૃત્તિ કરતા વિવેચન સંપ્રદાયો આપણે ત્યાં નથી. એક અંગ્રેજ વિવેચકે વિવેચનના ચાર પ્રકાર ગણાવ્યા છે. પહેલો ઈમીગેટીવ–અનુકૃતિદર્શ—આ પ્રકારના વિવેચનમાં કાવ્યકૃતિ મૂળને અથવા પ્રકૃતિને યથાવત્ પ્રતિબિંબિત કરી શકી છે કે કેમ તેની પરીક્ષા Page #84 -------------------------------------------------------------------------- ________________ આવતી કાલનું ગુજરાતી વિવેચન ૭૫ થાય છે. બીજો પ્રેમેટીક-વ્યવહારદર્શ—આ પ્રકારના વિવેચનમાં સહદોને આ કૃતિ સંતોષી શકશે કે કેમ તે વિચારાય છે. ત્રીજો પ્રકાર છે એકસપ્રેસીવ–આવિષ્કારદશી—આ પ્રકારનું વિવેચનકૃતિ કવિના સંવેદનને યથાવત્ અભિવ્યકત કરે છે કે કેમ તેની ચર્ચા કરે છે. અને પ્રકાર છે જેકટીવ-વસ્તુદશ—આ પ્રકારના વિવેચનમાં કાવ્યકૃતિનું તેનાં અંગોપાંગની સમુચિતતા, સૌષ્ઠવ વગેરેની દટએ નિરૂપણ કરાય છે. આજની અંગ્રેજી વિવેચનપ્રવૃત્તિને ઝોક કવિતાને એક “ઓરગેનીઝમ જીવાણુ જેવી ગણવા તરફ છે. આપણે ત્યાં વિવેચનના આ ચારેય પ્રકારને વિનિયોગ કરાય છે. કોઈ વિશિષ્ટ વલણ કે દૃષ્ટિ વિવેચનના વ્યાવર્તક લક્ષણ તરીકે સ્વીકારીને વિવેચનપ્રવૃત્તિ સામાન્ય રીતે કરાતી નથી. છતાં આપણું વિવેચન એક તરફ સર્જકની સ્વતંત્રતાના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે તો બીજી તરફ પ્રજાજીવનની સમસ્યાઓ પ્રત્યે પ્રજા પ્રત્યે તેની જવાબદારી પણ સ્વીકારે છે. આ ફેર આસ સેક- કલા ખાતર કલા'ને નામે આપણું વિવેચન સુરુચિના ભંગને કે સ્વીકૃત નીતિનિયમોના વ્યતિક્રમને અપનાવવા તત્પર નથી. આપ માં કોઈ સર્જક “લોલીટ” જેવી કૃતિ રચવાની ધૃષ્ટતા કરે જ નહી, અને કરે તો આપણું વિવેચન “કલા ખાતર કલા'ના સિદ્ધાંતના ઠા નીચે કે માનસવિશ્લેષણ અને મનવૃત્તિના નિરૂપણના સુંદર નમૂના તરીકે સર્જકની સ્વતંત્રતાના સિદ્ધાંતની રુએ એવી વિકૃતિને અપનાવે જ નહિ “લોલીટા' તો ઠીક પણ શિવકુમાર જોશીની નવલકથા “અનંગરાગ' વિશે પણ આપણું વિવેચન કેવું વલણ ધારણ કરે છે એ પણ વિવેચનના સ્વરૂપને સમજવામાં ઘણું સહાયભૂત બનશે. - આ છે આવતી કાલના વિવેચનની “જન્મકુંડળી ”! ભલભલા જ્યોતિષીને પણ ઘડીભર વિમાસણમાં નાખી દે એવી છે એમાં વરતાતી ગ્રહની સ્થિતિ ! પણ ઈષ્ટદેવની ઉપાસના કરતો તિષી Page #85 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ઈષ્ટદેવમાં આસ્થા રાખીને તેની જ પ્રેરણાથી ગ્રહોની પ્રતિકૂળતા જશે અને અનુકૂળ રહે બળવાન બનશે એ આદેશ આપવા પ્રેરાય છે, કંઈક એવી જ ભાવનાથી મને પણ કહેવાની પ્રેરણ થાય છે કે આપણી આવતી કાલની વિવેચનપ્રવૃત્તિના પાયામાં આપણા યુવાન સાહિત્યરસિકો અને અભ્યાસીઓને વિદ્યાવ્યાસંગ, વિવેકશક્તિ અને ઉદ્યમશીલતા હશે, જેને લીધે વિવેચનપ્રવૃત્તિ દઢ-કાય અને તેજસ્વી બનશે અને એવી સમર્થ વિવેચનપ્રવૃત્તિની કસોટીએ ચડતું આવતી કાલનું સાહિત્ય વધારે વીર્યશાળી, વધારે તેજસ્વી બનશે. (આકાશવાણી મુંબઈ, ૧૦ જૂન ૧૯૫૯ ) Page #86 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન ગુજરાતી કવિતા ૧: પ્રાચીન મૂલ્યોનું નિરૂપણ આરંભમાં “અર્વાચીન કવિતા' એટલે શું અને “પ્રાચીન મૂલ્યો” એટલે શું એ વિશે સ્પષ્ટતા કરવી આવશ્યક છે. અર્વાચીન કવિતા એટલે ૧૯૩૦ પછીની કવિતા–ઉમાશંકર–સુંદરમથી આરંભાતી કવિતા એવી મર્યાદા આ પ્રવચન પૂરતી સ્વીકારી છે. આ અનુસંધાનમાં “પ્રાચીન મૂલ્યો' વિશે સ્પષ્ટ કરવું જરા કઠણ બને છે. પ્રાચીન મૂલ્ય એટલે દયારામના સમય સુધીની કવિતામાં સ્વીકારાયેલાં મૂલ્યો જ સમજવાં કે નર્મદથી અને દલપતરામથી પણ-શરૂ થયેલા અર્વાચીન કાળની કવિતામાં નિરૂપાયેલાં મૂલ્યો સમજવાં કે બંને સમજવાં? પ્રાચીન અને મધ્યકાલીન કવિતામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રધાનપણે નિરૂપાયાં છે. ઈશ્વરમાં શ્રદ્ધા, “ધર્મ જ્ય–પાપે ક્ષય એ નૈતિક સિદ્ધાંતને રવીકાર, ઈહ જીવન પ્રત્યે વિમુખતા અને મોક્ષ પ્રાપ્તિ માટે ઉત્સુકતા, નાતજાતનાં ભેદ અને બંધનોનો સ્વીકાર, સ્ત્રીની સામાજિક અને આર્થિક સ્વતંત્રતા, સ્ત્રી કેળવણીને અભાવ, અંધશ્રદ્ધા વગેરે ધાર્મિક, સામાજિક, નૈતિક અને આર્થિક મૂલ્યો અને દૃષ્ટિબિંદુઓ સ્વીકારાયાં હતાં. નર્મદના સમયથી શરૂ થતા અર્વાચીન કાળમાં સગવશાત્ લગભગ આમૂલ પરિવર્તન આવ્યું. એક જ શબ્દમાં કહીએ તો સુધારો જીવનના સમગ્ર ક્ષેત્રમાં પ્રધાન સૂર બની રહ્યો. ઈહલોકાભિમુખતા સ્વીકારાવાથી કેળવણીનો અને સ્ત્રીકેળવણીને પ્રચાર, નાતજાતનાં ભેદ અને બંધને તેમ જ વહેમને ત્યાગ, સામાજિક અને નૈતિક દૂષણને વિરોધ, વિદેશભાવના વગેરે સાહિત્યમાં તેમ જ કવિતામાં ઝીલાયાં. નર્મદથી માંડીને ગાંધીયુગના Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અક્ષરા આરંભ પહેલાંના કાળમાં સામાજિક મૂલ્યો બદલાયાં, દેશાભિમાનની અને ઉત્થાનની ભાવનાઓની નવી કુંપળ ફૂટી, નૈતિક આચારની અનિષ્ટતાઓ પ્રત્યે વિરોધ દર્શાવાયો. છતાં, સમગ્રપણે જોતાં કર્મકાંડ પ્રત્યે અનાસ્થા હોવા છતાં, ઈશ્વર તમાં શ્રદ્ધા જળવાઈ રહી. નર્મદ અને બળવંતરાય ઠાકોર જેવા કવિઓ ઉત્થાન અને પુરુષાર્થની હાકલ કરે છે, છતાં “ખેતી” જેવા કાવ્યમાં બળવંતરાય જાયેઅજાણે કેાઈ સાંકેતિક વિધાનમાં માનતા હોય એમ પણ લાગે છે. કાન્તની કવિતામાં ઈશ્વર અને દૈવનાં તત્ત્વ ધ્યાન ખેંચે તે રીતે અનુપ્રવેશે છે. પ્રાર્થનાસમાજ નરસિંહરાવ અને અભેદાનુભવમાં આત્મ- નિમજજન ઝંખતા મણિલાલની તો વાત જ શી કરવી ? હાનાલાલની કવિતા લગ્ન-સ્નેહ અને સ્નેહ-લગ્નનો નૈતિક-સામાજિક પ્રશ્ન ચર્ચ છે અને નેહ-લગ્નથી જોડાયેલા આત્માઓ આજીવન બ્રહ્મચર્ય પાળે અને લોકસેવાનાં કાર્યો કરી શકે એવો ભેદ “અપાર્થિવ આદર્શ પણ રજૂ કરે છે. બેટાદકર સંયુક્ત કુટુંબજીવનમાં સંભવતી મધુરતાનું ગુંજન કરે છે. સમગ્રપણે જોતાં, આ કાળની કવિતામાં સંક્રાંતિકાળમાં અનિવાર્ય બને તેવાં ક્ષોભ, સંઘર્ષ, અનિશ્ચિતતા વગેરે લક્ષણો નજરે આવે છે. જો કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યના સંપર્કના પ્રભાવથી પ્રજાજીવનના વિકાસની દિશા તો નિશ્ચિત થઈ ગઈ હતી. ' પહેલા વિશ્વવિદ્મહે જાણે કે વિશ્વસંધાનને માર્ગ મોકળો કરી આયો ! વિજ્ઞાનની પ્રગતિએ સ્થૂળ અર્થમાં એ કાર્યને વેગ આપ્યો. રાજકારણ અને સામાજિક તેમ જ આર્થિક ક્ષેત્રે ક્રાન્તિ લાવનાર સામ્યવાદ, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વ્યક્તિ અને સમાજનું સમન્વિત હિત પુરસ્કાર સમાજવાદ વગેરે પરદેશમાં ઉત્પન્ન થયેલી વિચારધારાઓ આપણે ત્યાં ઝીલાવા લાગી. પણ એ જ ટાંકણે ભારતીયત્વને કાયાકલ્પ કરી આપનાર બળ ગાંધીજીની ભાવનાઓ રૂપે આપણે ત્યાં અવતર્યું. સામાજિક, આર્થિક, નૈતિક, ધાર્મિક અને રાજકીય પ્રજાજીવનનાં બધાં ક્ષેત્રમાં આ બળનો સંચાર થયો. પ્રગતિ તરફ Page #88 -------------------------------------------------------------------------- ________________ અવાચીન ગુજરાતી કવિતા ૧:પ્રાચીન મૂલ્યોનું નિરૂપણ ૭૯ પગલાં ભરવા મથતું અને ડોળાયા કરતું પ્રજાનું દર્શન અને જીવન એકાગ્ર અને વિશદ બન્યું. ૧૯૩૦ પછીના કાળની કવિતા ગાંધીયુગની કવિતા છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં તેર વર્ષના ગાળામાં વિષય, નિરૂપણપદ્ધતિ, શૈલી વગેરેમાં પ્રયોગશીલ પરિવર્તન થતાં રહ્યાં છે; છતાં એનું દર્શને ગાંધીયુગના દર્શનમાંથી ચુત થયું નથી. . અને ગાંધીયુગની કવિતાને પ્રથમ સ્પષ્ટ સૂર પણ કેવો ઊઠો ! હો ફાટે અને ઉષાનું પ્રથમ કિરણ રાત્રિના અંધકારને વીંધી તેજ પાથરે તેમ પ્રજાનાં સંક્ષુબ્ધ દર્શન અને જીવનમાં સંવાદની પ્રેરણા આપને “વિશ્વશાન્તિ’ને મંત્ર. ઉમાશંકરના એ નામના કાવ્યમાં ગાંધીજીની સત્ય અને અહિંસાની ભાવના અભિજાત કવિવાણીમાં વ્યક્ત થઈ છે. પણ વિશ્વબંધુત્વ-વિશ્વઐક્યની ભાવનાનો ‘એ દૂરથી મંગલ શબ્દ આવતો”—એ ઉદ્બોધનનાં મૂળ છેક ઉપનિષદકાળનાં ચર વિશ્વ મવઝનીન ( જ્યાં એક માળે બધું વિશ્વ શામતું !) જેવાં વસુધૈવ કુટુંમ્ જેવાં સૂત્રમાં રૂપાંતર પામતું આષ વાક્યોમાં છે. માનવ માનવ પ્રત્યેની સ્નેહ અને સમભાવની ભાવના, હિંસા, કલેશ, દેષ વગેરે. આસુર ભાનો વિરોધ કરે એ દેખીતું છે. દેશના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે બ્રિટિશ સરકારી તંત્ર સામે ગાંધીજીએ મોડેલા યુદ્ધમાં વિરોધી વ્યક્તિઓ નહિ પણ તેમનામાં રહેલી સ્વાથી, કૂર ભાવનાઓની સામે જંગ ખેલવાનો હતઃ આ અસાધારણ યુદ્ધપ્રક્રિયાનાં મૂળ પણ બુદ્ધનાં ન હિ વેરેજ રળિ સતીપ્ટ કરાવન | અવેરે રાશિ સમ્બનતી મુશ્વતમ્ (ન વેરથી વેર કદાપિ શામતું, અવૈરથી વૈર સદાય શામતું ) આ વચનમાં જોઈ શકાય છે. કવિઓએ પણ યુદ્ધની સામે યુદ્ધ ની જેહાદ પિોકારી છે અને ન પાપની સાથ તું, પાપી મારતા.” “હણે ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં લડા પાપ સામે અડગ દિલના ગુપ્ત બળથી, Page #89 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ પ્રભુ સાક્ષી ધારી હદયભવને, શાન્ત મનડે, પ્રતિષી કેરું હિત ચહી લડે પાપ મટશે. " (કાવ્યમંગલા પૃ. ૧૭) . એવી વિવેકદષ્ટિને પુરસ્કાર કર્યો છે. પ્રાચીન હોવા છતાં અહિંસાની જે ભાવના પ્રાચીનકાળનાં કાવ્યોમાં બહુ ઝીલાઈ નથી તે ભાવના આપણી અર્વાચીન કવિતામાં અનેક કવિઓએ ગાઈ છે. આ ભાવનામાં માનવ માનવ વચ્ચે ઉચ્ચ-નીચના ભેદ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદને અવકાશ ન જ હોયઃ ઊલટું પાપી, ગરીબ, દલિતપતિત પ્રત્યે સમભાવ સેવાય. “પતિતના સાથમાં પતિત સમ થઈ રહું” એવી અભિલાષા પણ વ્યક્ત કરાઈ છે. જન્મથી ઉચ્ચ-નીચપણું નહિ પણ કમથી ઉચ્ચનીચપણું માણસમાં આવે એવો કર્ણને દાવો હૈવાયત્ત ] મમ ાચત્ત તુ વૉકમ્ એ શબ્દોમાં પ્રાચીનકાળમાં વ્યક્ત છેઃ એ જ વાત આજનો કવિ કર્ણના મુખમાં મૂકતાં કહે છે : કે હીન ને નવ હીન માનવી, કે હીન કર્મો કરી હીન માનવી.” (પ્રાચીના', પૃ.૬) ઊલટું આ વર્ષથી મળતી પ્રતિષ્ઠા અને ઉચ્ચતાનો વિરોધ કરવામાં કવિવાણી ટાક્ષનો આશરો લે છે, અને કેટલીક વાર બળ કટતાવાળું ઉગ્ર રૂપ પણ ધારણ કરે છે. સાચો માનવી તે ખેડૂત કે સફાઈ દ્વારા લોકસેવા કરતો ઢેઢ છે એવું સૂચવતાં કથાકાવ્યો કે પ્રસંગકાવ્યો રચાયાં છે. ઝૂંપડીમાં લિંગ મૂકાયું કુટતાં અમૃત વાચસાત નભના ઘુમ્મટ તાણે માયે ન તાંડવ નાચ: તો યે તારું ઝૂંપડુ મોટું ત્યજાયને ઉર આગેટું ! (કેડિયાં, પૃ. ૬૪) Page #90 -------------------------------------------------------------------------- ________________ વાંચીન ગુજરાતી કવિતા ૧ : પ્રાચીન મૂલ્યાનું નિરૂપણ ૮૧ • ઘણુ ખેલે ને એરણ સાંભળે ’; · હેરણનું ગીત ', થાડાનું ગીત', માચી' વગેરે કાવ્યામાં દલિતા પ્રત્યે વ્યક્ત થતા સમભાવમાં પર પરાગત સ્વીકારાયેલી પ્રતિષ્ઠા-બુદ્ધિ પ્રત્યે વિરેાધ સમાયેલા દેખાય છે. અર્વાચીન કાળને કવિ, સાંપ્રદાયિક રંગે ર’ગાયેલેા ન હાય તા, પરપરાગત રીતે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવાને બદલે, ઇશ્વરતત્ત્વને કોઈ અગમ્ય પણ સર્વવ્યાપક અને અંતે શિકર તત્ત્વને સ્વીકારે છે. કેવળ નાસ્તિક–વૃત્તિ વિધાનાત્મક રીતે વ્યક્ત કરાઈ નથી. આજના કવિ એ પરમતત્ત્વનું સુંદરમાં સુંદર તત્ત્વ તરીકે, કરાલમાં કરાલ તત્ત્વ તરીકે, ભયાનકમાં ભયાનક તત્ત્વ તરીકે દન કરે છે. સંધ્યા-ઉષાના રંગા કાણે પૂર્યા એવા મુગ્ધ પ્રશ્નોથી આર’ભીને, ઊ'ચી અને શાંત પર્યંત ટાચે કાને વાસ ?” એવી સૂક્ષ્મ કલ્પનાઓ કરીને છેક ઊલૂ કામાં મહાઊલૂક તરીકે અને મધ્યરાત્રિના ગાઢ અધકારના અધિષ્ઠાતસત્ત્વ શિીથ' તરીકે કલ્પે છે. આજે શિવ-પાર્વતી કે રામ-સીતા કે કૃષ્ણ-રાધા વગેરે ગૌરવશાળી યુગલેાના કાવ્યમાં વિનિયાગ થાય છે. પણ તે પ્રાચીન કાળની પેઠે તેમના પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરવા માટે નહિ પણ અભિનવ જીવનદૃષ્ટિએ તેમનામાં વ્યક્ત થતું કે આરપાતું કોઈ માનવ-જીવનનું ઉદાત્ત તત્ત્વ નિરૂપવા માટે, અર્વાચીન કાળના વિભક્તિભાવ સેવે છે અને ઉદ્ભાધે છે પણ તેને ઉપ:સ્યદેવ છે સ્વદેશ–ભારતમાતા કે માનવતા કે વિશ્વબ ધુત્વની ભાવનાઃ એ દેવને ચરણે સર્વસમર્પણ કરવાની ભાવના સેવે છે. આજને કવિ વૈરાગ્યભાવના સેવે છે પણ તે પ્રાચીન અર્થની કે રૂપની નહિ. એની દૃષ્ટિ હિલૌકિક જીવન ઉપર ઠરેલી નથી. એ આત્મસમર્પણુસ સમપ ણુ કરવાની, પ્રાચીન શબ્દ વાપરીએ તે વૈરાગ્ય ’ની ભાવના સેવે છે તે દેશના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે, દલિત-પીડિતાના ઉદ્દાર માટે, વિશ્વમ ધુત્વની ભાવના સિદ્ધ કરવા માટે. એને મેાક્ષની અ. ’ C Page #91 -------------------------------------------------------------------------- ________________ અક્ષર કલ્પના હેય તે તે “બનું વિશ્વ-માનવી” અને “માથે ધરું ધૂળ વસુંધરાની” એ પ્રકારની છે. | સામાજિક ક્ષેત્રે વ્યક્તિનાં ગૌરવ અને સ્વાતંત્ર્ય સ્વીકારાયેલાં હેવાથી કુટુંબ-જીવનમાં એકમ તરીકે સ્ત્રી અથવા પુરુષનું પરસ્પર પૂરક ગણાવા છતાં સમાનતાની ભાવના ઉપર પ્રતિષ્ઠિત છે. લગ્ન-જીવનમાં સ્ત્રી પુરુષની સહચરી છે અને લગ્નસંસ્થાનું ગૌરવ ઓછું અંકાયું નથી. અને પ્રાચીન મૂલ્યની જ વાત કરીએ છીએ ત્યારે એક મુદ્દા તરફ ધ્યાન દોરવાનું મન થાય છે. પ્રાચીન કાળમાં માનવની મર્યાદાઓ સ્વીકારાઈ હોવા છતાં આત્મા અંતે તે પરમાત્મા એ ભાવના સેવાતી. ભક્તિમાર્ગમાં પણ “હરિચરણનકી દાસી” કે “ભક્તિ હરિનો કવિ હરિનું સામીપ્ય ને પ્રાપ્તિ માટે ઝંખતે, આજના બદલાયેલા જીવનદર્શનમાં ઈહ–જીવનની મર્યાદા છે. એક ડગલું બસ થાય.” “આપજે તારા અંતરને એક તાર, “બીજુ હું કાંઈ ન માગું“મહાનલ, એક જ દે ચિનગારી !”-એવી સેવાની ભાવનામાં મર્યાદાઓ ઉપર વધારે ભાર મૂકાતો હોય એમ નથી લાગતું? આવો લક્ષ્ય-સંકોચ નરમાંથી નારાયણ સર્જવાને ભાગ્યે જ સમર્થ થાય; ઊલટું માનવ તે મર્યાદા અને અશક્તિથી દબાયેલ છેતે જીવનમાં ઉદાત્ત ભાવનાઓ કે એને કેટલે અંશે અપનાવી શકે ? જેટલું આચરી શકાય તેટલું. આચરવું. આવી આજના જીવનમાં નજરે આવતી મનવૃત્તિના મૂળમાં આ લક્ષ્ય–સંકેચ રહ્યો છે. પ્રાચીન ભાવનાની ઉદાત્તતાથી ખસતાં અર્વાચીન જીવનમાં કેવું ડહોળાણ પેદા થયું છે!—પણ કદાચ આ વિષયાન્તર પણ હોય. Page #92 -------------------------------------------------------------------------- ________________ ર : જીવનદર્શન ઈસવી સનના વીસમા શતકને પૂર્વાર્ધ પુરે થાય છે તે સમયે આજની અને આવતી કાલની ગુજરાતી કવિતાનું સરવૈયું અને અડસટ્ટો કાઢતી વેળા કોઈને પ્રશ્ન થવા સંભવ છે કે આ સરવૈયું અને અડસટ્ટો ગુજરાતી કવિતાનાં જ કેમ? સમગ્ર સાહિત્યનાં કેમ નહિ ? આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એનું નિરાકરણ કરવું પણ અઘરું નથી. કાર્તિકેય અને ગણપતિ એ બંને ભાઈઓ વચ્ચે થયેલી. સ્પર્ધાની પૌરાણિક કથા ઘણાને યાદ હશે. ગણપતિએ માતાપિતાની પ્રદક્ષિણા કરી તેમાં પૃથ્વીની પ્રદિક્ષણા થઈ ગઈ અને ગણપતિને વરદાન મળ્યું. એવી રીતે કવિતાનું સરવૈયું નીકળી ગયું તેથી સમગ્ર સાહિત્યનું સરવૈયું નીકળી ગયું એમ માનવામાં હાનિ નથી. સાહિત્યના સત્ત્વનું દર્શન કવિતામાં આવી વસે છે. એટલું જ નહિ, પણ સાહિત્ય પણ જીવનનિષ્ઠ–આજે તે માત્ર જીવનનિષ્ઠ નહિ, પણ જીવનપ્રતિષ્ઠ છે તેથી આપણા વર્તમાન જીવનમાં પ્રવર્તમાન બળાબળાનું પ્રતિબિંબ સાહિત્યમાં અવશ્ય ઝીલાય છે. આમ સરવાળે તે આજની કવિતાનું નિરૂપણ એટલે આજના જીવનનું નિરૂપણ એમ ફલિત થાય છે. પણ આ જ કારણને લીધે કવિની જવાબદારી પણ વધે છે. "જીવન-દધિને મળીને કાઢેલું નવનીત તે સાહિત્ય અને સાહિત્યનવનીતને પણ તાવીને કાંઠેલા ઘત જેવી કવિતા હોવાથી જીવનના માત્ર સ્કૂલ કે બાહ્ય આવિર્ભામાં રાચવું કવિને ન પાલવે, સામાન્ય દષ્ટિને વિશખલ કે આકરિમક દેખાતી વિચિત્ર અને વિવિધ જીવનઘટનાઓમાં કવિ-દષ્ટિ સૂત્રાત્મભૂત સ્થાયી તત્ત્વનું સનાતન સુંદર મૌનનું દર્શન કરે છે. આવું માર્મિક દર્શન કરી શકે એ દ્રષ્ટા તે ક્રાન્તદ્રષ્ટા-તે જ કવિ. દરેક કવિનું દર્શન સમાન ઉપાદાન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અક્ષર હેવા છતાં વૈયક્તિક ભિન્નતાવાળું હોઈ શકે. જીવનને સંવેદનમાં અને અર્થદર્શનમાં વૈયક્તિક ઈષ્ટ કે રચિભેદ નિયામક બને છે અને તેથી દેવ-ભક્તિની પેઠે આ જીવનભક્તિ પણ નવધા બને છે. એટલું જ નહિ, પણ દેવ-ભક્તિ જેમ શત્રુભાવે પણ શક્ય બનતી પુરાણે વર્ણવે છે તેમ અતિ ઓજસ્વી કે સ્વતંત્ર ભાવનાશીલ કવિનું . જીવન-દર્શને વિરોધી નહિ તે વિલક્ષણ પણ બની શકે. આવા ક્રાન્તદ્રષ્ટાઓ જીવનના નિરૂપણ માત્રથી સંતોષાતા નથી, એ જીવનવિધાયક પણ બને છે. કાવ્ય કે સાહિત્ય જીવનનું પ્રતિબિંબ માત્ર હોત તે સાહિત્યવ્યાપાર બહુ તે એક ઉપયોગી પણ ગૌણ કક્ષાને વ્યવસાય બની જાત. પણ જીવનનાં વહેણોને પરખવાં એટલું જ નહિ પણ એને પોતાને અભિમત દિશામાં વાળવાં એ કર્તવ્ય પણ કવિને શિરે રહ્યું છે. અને કંઈક આવા જ અર્થમાં લેડ ટેનિસનની પંક્તિએ For he sings of what the world will be When the years have died away.' (The Poet's Song) વધારે ચરિતાર્થ બને. . ૧૯૦૧ની સાલની મર્યાદા આકસ્મિક અને સ્કૂલ ગણતરીની દષ્ટિએ રવીકારાઈ છે. કારણ કે ઈ. સ. ૧૯૦૦ની સાલ પછી પણ લાંબા કાળ સુધી સર્જન-પ્રવૃત્તિ કરનારા નરસિંહરાવ, કાન્ત, નહાનાલાલ, બળવંતરાય ઠાકર વગેરે કવિઓની કાવ્ય-પ્રવૃત્તિ તો ત્યાર પહેલાં આરંભ પામી ચૂકી હતી. તેમ ૧૯૦૧ના વર્ષમાં કેઈ અપૂર્વ અભિનવ બળ પ્રજાજીવનમાં કે સાહિત્યમાં ઉદ્ભવ્યું નથી, જેને કારણે આ સાલને મહિમા ગાઈ શકાય. છતાં ૧૮૮–૮૮માં આરંભાયેલું. શ્રી ઠાકોરનું “આરોહણ” કાવ્ય ૧૯૦૧માં પ્રકાશન પામ્યું એ નોંધપાત્ર હકીકત છે. એ કાવ્યમાં વ્યક્ત થયેલાં મનોમંથન અનેક અંતરાય નડવા છતાં પણ ઊર્ધ્વગમન માટેની ઝંખના અને પરમ શાંતિમય તરવના અસ્તિત્વમાં શ્રદ્ધા વગેરે લક્ષણે એ કાળના પ્રજામાનસનાં Page #94 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન ગુજરાતી કવિતા-૨ઃ જીવનદર્શન સામાન્ય લક્ષણો છે. દલપત–નર્મદથી માંડી કવિતાના ઉપાસકો ઈજીવનાભિમુખ થયા હતા. પ્રાચીનની પેઠે આ લોકની આળપયાળ કે જંજાળથી સ્થાવાને બદલે જીવનનું મહત્વ સ્વીકારીને વ્યક્તિ અને સમાજનાં જીવનને સંસ્કારીને સમગ્ર જીવનની ઉત્કર્ષ–સાધના કરવાનું ધ્યેય કવિઓ સમક્ષ રહ્યું છે. અલબત્ત આ ધ્યેયની સાધનાન પ્રકારે ભિન્ન ભિન્ન રહ્યા છે. “રાહ ન્યારે એ ચાલી “સનમ'ની શોધમાં નીકળી પડેલા મસ્ત-રંગીની પ્રણાલી કે જગનિયંતાને વિશવર્તી રહી જીવનસાધના કરવાની પ્રાર્થના- સમાજની પ્રણાલી, કે અમુક વાદને આશ્રય લીધા વિના કઈ મંગલમય ઈશ્વરતત્વની ઉપાસનાની રીતિ–આમ ભિન્ન ભિન્ન રીતિએ ઈહજીવનનું, પરમ– તત્વમાં શ્રદ્ધાથી યુક્ત નિરૂપણ થયું છે. પ્રકૃતિ, પ્રેમ, લગ્ન, જન્મ, મરણ, જીવન, માનવમાં રહેલી દિવ્ય અને આસુરી સંપદ અને સમાજજીવનના પ્રશ્નો કવિતાનો વિષય બન્યા છે. આ પરમ તત્તવ જુદા જુદા કવિઓના સુચિતંત્રમાં જુદે જુદે રૂપે પ્રતિબિંબિત થયું છે. કાન્તનાં કાવ્યોમાં માનવ-જીવનને મર્યાદિત કરી દેતું અને અપ્રતિહત જણાતું તત્વ દેખાય છે, પણ જીવનની પરિસમાપ્તિ ઉન્નત સાક્ષાત્કારમાં થતી નજરે આવે છે. નરસિંહરાવે પ્રકૃતિમાં તેમ જ જીવનમાં “પરમ દિવ્ય જ્યોતિ ને જ આશ્રય શો છે. ન્હાનાલાલની દૃષ્ટિએ તો આ “વિરાટનો હિંડોળો ઝાકમઝોળ” છે. તેમાં ખૂલતા નર નારાયણ થાય એ જ જીવનની સાર્થકતા. ઠાકરના આરોહણમાં અને તે સમયનાં બીજા કેટલાંક કાવ્યોમાં પરમ તત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રતીત થાય છે, પણ સમય જતાં આ તાવ. એટલું ઓસરી જાય છે કે આજે, પિતે હમણાં જ, એક સ્થળે કરેલા સૂચન પ્રમાણે તે, આ વિષયમાં તેમને આસ્થા જણાતી નથી. સંસાર-સુધારે, સ્ત્રીકેળવણી, માનવની શક્તિઓનો વિકાસ વગેરે ભાવનાઓ તે અંગ્રેજી કાવ્યભાવનાને અનુસરીને કાવ્યમાં વ્યક્ત થતી રહેતી હતી. ૧૯૨૦ના સમય સુધીમાં પહેલું વિશ્વયુદ્ધ અને Page #95 -------------------------------------------------------------------------- ________________ e અક્ષર રશિયાની ક્રાન્તિ જેવા જીવનનાં મૂલ્યેામાં આમૂલ ક્ષેાભ કે પરિવર્તીન આણે એવા પ્રસંગેા બની ગયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીની જીવન-ભાવનાએ અને અસહકારપ્રવૃત્તિએ સમગ્ર જીવન-દર્શનને અને જીવન-વિધાનને રંગી દીધુ. વ્યક્તિ તેમ જ સમાજ અને પ્રજાના જીવનનું મંડાણ સત્ય ઉપર હાવું જોઈ એ. અને સત્ત્વના પ્રતિષ્ઠાપત માટે અહિંસાનું શસ્ત્ર યાજાવું જોઈએ, એ મહા મંત્રે પ્રજામાનસ મુગ્ધ થઈ ગયું. સમાજની જડતા અને સંકુચિતતા, અસ્પૃશ્યતા, સ્ત્રીની સામાજિક અને આર્થિક અવદશા, આર્થિક અને સામાજિક વિષમતાનાં ભેગ થઈ પડેલાં દલિત-પીડિતાની દુર્દશા અને ઉપરાંત પરદેશી રાજ્યની નાગચૂડ વગેરે અનિષ્ટો સામે અહિંસક યુદ્ધની ભેરીએ વાગી અને માનવતા ઉર ત્રાસી રહી, રણુ-આંગણુ-શાણિત–ક્ષુબ્ધ. વીર ઊઠ્ઠી આજ લડી લેા ત્યારે જુની સામે જુદ્ધ એ રે! જુદ્ધની સામે જુદ્ધ. ઘરે ઘરે વીર ગાંધી જગાવા, બારણે બારણે મુદ્દે ! ની હાલ સાઁભળાઈ. માનવ વ્યક્તિનું ગૌરવ ગવાવા લાગ્યું. અને : વિશાળે જગવિસ્તારે' અણુ જેવા લાગતા માનવીમાં વિરાટનાં દશ ન થયાં. પાપની સામે યુદ્ઘ, પણ પાપી માનવ પણ અંતે માનવ છે માટે ન પાપની સાથે તું પાપી મારતા’ એ ભાવના ઝીલાઈ; એટલું જ નહિ પણ પતિતતમ સાથમાં પતિત સમ થઈ રહ્યુ`' એવી વિનમ્રતા પણુ કવિએ સેવી. છૂટ પાલિશવાળા ’, ‘ મેાચી ', · ભિખારણ ' જેવાં પીડિત કે શ્રમજીવીએ પ્રત્યે સમભાવની લાગણી ઊછળી રહી. નવજીવન ભાવનાએ એટલે કે ગાંધીજીની ભાવનાઓથી પેાષાતી આ જીવનદૃષ્ટિને ચેામેર પ્રસરતું સમાજવાદી (Socialist) આંદેલન દૃઢ કરતું ગયું, ' Page #96 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન ગુજરાતી કવિતા-૨ જીવનદર્શન સમાજવાદી જીવનદર્શન આર્થિક સમાનતા અથે માનવ સમાનતા ઉપર ભાર મૂકે છે. વ્યક્તિનાં ગૌરવ અને સ્વાતંત્ર્યની ભાવનાએને નવજીવન ભાવનાએ પુષ્ટ કરી. પણ સમાજવાદ અને પ્રગતિવાદ કેવળ ઈહજીવનનિષ્ઠ છે, જીવન-વિગ્રહના નિરાકરણમાં જ વ્યગ્ર રહેતા આ વાદને આધ્યાત્મિકતાના પ્રશ્ન તરફ નજર નાખવા જેટલો અવકાશ પણ નથી. આ ઉપરાંત વિજ્ઞાન-વિકાસને લીધે પ્રકૃતિનાં અનેક રહસ્ય ઉકેલાતાં અને પરિણામે જીવનની નિગૂઢ માર્મિકતા ઓસરી જતાં “ઈશ્વર” તત્વમાં શ્રદ્ધા ઢીલી પડે અને નિરીશ્વરવાદી સામ્યવાદને પ્રચંડ બળ માનવ–માનસને મુગ્ધ કરતું હોય તે પરિસ્થિતિમાં જીવન-દર્શન કેવળ અિહિક અને ભૌતિક બની જાય એ દેખીતું છે. પણ સમગ્ર દષ્ટિએ જોતાં આપણું જીવન-દર્શને આવી નરી ઈહલેકનિષ્ઠતામાંથી બચી ગયું છે, એ નવજીવન ભાવનાને વિજય ગણાવો જોઈએ. જગત કેાઈ સનાતન તત્વનો આવિર્ભાવ છે અને એ તત્ત્વ સુંદરમાં સૌન્દર્ય, કરાળમાં કરળતા, અમંગળમાં પણ મંગળ રૂપ એવી અનેક વિભૂતિઓ દ્વારા વ્યક્ત થતું આજનો કવિ જુએ છે. આ દર્શનમાં ટાગોરનાં કાવ્યની અસર પણ ઠીક ઠીક અંશે થઈ છે એમ નોંધવું જોઈએ. ગાંધીજીની ભાવનાની બીજી મોટી અસર થઈ છે કલા અને નીતિના સંબંધના પ્રશ્નમાં. “કલા ખાતર કલા' કે સંવેદનના સૌન્દર્યને અનિયંત્રિત રીતે વ્યક્ત કરવાના કલાકારના હકની ચર્ચા આપણે ત્યાં ઠીક થઈ છે. સર્જકની આ સ્વતંત્રતા સ્વીકારાઈ પણ છે અને રૂઢ નીતિ-વૃત્તિને ક્ષોભ પમાડે એવી કૃતિઓ કોઈ ને કંઈ સર્જાઈ પણ છે, છતાં કવિતાએ નીતિને નેવે મૂકીને શુદ્ર વાસનાનું જ ઉત્તેજન કરવાનું હાથ ધર્યું નથી. ઉત્કટ પ્રેમ અને સંભોગશૃંગારનાં અંગોપાંગનું નિરૂપણ પણ ઉછુંખલતામાં રાચતું નથી. નારીપ્રતિષ્ઠાના પ્રચંડ આંદલને પશ્ચિમમાં સ્ત્રીને પુરુષની પ્રતિસ્પધી બનાવી મૂકી તેવા અતિરેકમાંથી આપણો દેશ આજે બચી ગયો હોય એમ લાગે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અક્ષરા કવિતામાં સ્ત્રી પુરુષની પ્રેરણામૂર્તિ, સહચારિણી અને પ્રેયસી રહી છે. પ્રેમના ઉદાત્ત સ્વરૂપના આલંબન તરીકે સ્ત્રીની ઉપકારતા સ્વીકારાઈ છે. વિજ્ઞાનની શોધથી દેશ અને કાળની મર્યાદા લેપાઈ ગઈ છે. એક જગત' (One world)ના પુકારથી વાતાવરણ ગાજે છે. તે જ સમયે સત્તાના મદ, લોલુપતા, દ્વેષ અને કલહથી માનવજીવન છિન્નવિચિછન્ન થતું જાય છે. વૈજ્ઞાનિક શોધોએ માનવીની પાશવવૃત્તેિઓના તાંડવને અનુકૂળતા કરી આપી છે. પશ્ચિમમાં આ પરિસ્થિતિએ જે પરાજિત મનોદશા અને નિરાશાની વૃત્તિ જન્માવી છે એના પડઘા ઓછેવત્તે અંશે અહીં પણ ઝીલાયા છે અકળાઈને કવિ પૂછે છે : સનાતન ફળ સંભવે સકળ સૃષ્ટિમાં બીજથી ન એક મનુવલ્લીએ ક્યમ જ માનવી પાંગરે ?' પણ આપણા કવિઓની જીવનદષ્ટિ પ્રધાનપણે આશાયુક્ત રહી છે. વિશાળ વિશ્વની વિવિધતામાં કોઈ પરમ સંવાદ-એકતા રહી છે. એ સંવાદ સાધ, જીવનનાં કલેશ અને વિગ્રહે વિષમતાઓ અને સમન્વય દ્વારા જગતકલ્યાણ સાધવું એવી ભાવના કવિતાએ સેવી છે. આ દષ્ટિએ જ જગતમાં ઉત્કર્ષ અને કલ્યાણ સાધી શકાશે એવી માન્યતા વધારે પ્રચલિત થતી નજરે આવે છે. આપણે ત્યાં ભક્તિ તરફનું વલણ કવિતામાં હમણાં હમણાં ઠીક અંશે વ્યક્ત થાય છે. શ્રી અરવિંદ જેવા ગ-દ્રષ્ટાની પ્રેરણું ઝીલતું જીવન-દર્શન પણ આ જ વૃત્તિને પોષે છે. . કેવળ ભૌતિક (materialist) દષ્ટિએ જગતનો વ્યવહાર કે અંતિમ ઉત્કર્ષ થઈ શકશે નહિ એમ બે વિશ્વયુદ્ધોએ દર્શાવી આપ્યું છે. સાધનાના ઉત્કર્ષ માં કઈ ગ્ય સાધ્ય ન હોય તો એ . ઉત્કર્ષનું મૂલ્ય કેટલું? કેવળ અર્થ અને કામના જ સેવનથી માનવ Page #98 -------------------------------------------------------------------------- ________________ અવાચીન ગુજરાતી કવિતા-૨ઃ જીવનદર્શન ૮૯ હૃદયને સંતોષ થતો નથી, એ નિર્વિવાદ છે. એટલે અર્થ અને કામના સેવન સાથે ધર્મ-આધ્યાત્મિક જીવનને સમન્વય થાય અને પ્રાચીન લાગતી પણ અર્વાચીનકાળમાં પણ એટલી જ આવશ્યક પુરૃષાર્થ-ત્રયીના સુસંગત સેવનથી સમૃદ્ધ બને એ ઈચ્છવા યોગ્ય છે. આજે સામાજિક અને આર્થિક ક્રાંતિથી જીવન ઉપરતળે રહ્યું છે. કચડાઈ રહેલા માનવને પિતાની શક્તિનું ભાન થયું છે અને પિતાના માનેલા હકને માટે ગમે તે ઉપાયો જવા તત્પર બન્યો છે. કવિતાએ આજ સુધીના સમયમાં આ દલિતપીડિતનો સબળ પક્ષ કર્યો છે. પણ સમાજનું કે સમગ્ર પ્રજાનું સ્વાથ્ય હકની હિમાયત કરવા સાથે માનવની જવાબદારી પર પણ એટલો જ ભાર મૂકવો પડશે. ધનિક અને ધનહીનની માનવતા ઉોધવી પડશે અને બંનેને સ્વકર્તવ્યનિષ્ઠા સમજાવવી પડશે. અને આ કાર્ય પક્ષાપક્ષીમાં પડેલા રાજનીતિ ભાગ્યે જ સાધી શકશે. જુદા જુદા મતમતાંતરે, ખંડમંડનમાં રાચતા વિચારકે પણ કદાચ નહિ સાધી શકે. આ કાર્ય સફળ રીતે સાધી શકે, વિભિન્નતામાં એકતા જત, અસુંદરમાં પણ સૌંદર્ય જેતે અને ક્ષણિકમાં સનાતન જેતે એક માત્ર કવિ. Page #99 -------------------------------------------------------------------------- ________________ રિડિયે રૂપક વિષે કંઈક “જીવનમાધુરી ના જુલાઈ ૧૯૫૭ના અંકમાં પ્રા. ડોલરરાય માંકડે રેડિયે રૂપક તરીકે પ્રસિદ્ધ થયેલા અભિનવ નાચ–પ્રકાર વિશે મીમાંસાત્મક નોંધ લખી છે. તે નોંધ વાંચીને મને જે વિચારો સ્કુર્યા છે તે આ નોંધ રૂપે અહીં રજૂ કરું છું. રેડિયે રૂપક નો નાટક પ્રકાર છે અને તેનું સ્વરૂપ-બંધારણ વિશિષ્ટ છે એમ કહીને પ્રા. માંકડ આ વિશિષ્ટતાની ચર્ચા કરે છે. આ ચર્ચા તેમણે કેવળ અભિનયની દષ્ટિએ કરી છે. એમનું કહેવું સાચું છે કે રેડિયે રૂ૫કમાં માત્ર વાચિક અભિનય કામમાં આવે છે. સાત્વિક અભિનય પણ ઓછેવત્તે અંશે વાચિક અભિનય દ્વારા જ યોજી શકાય. આહાર્ય અભિનય એટલે વેશભૂષા, દૃશ્ય–સંવિધાન વગેરેને આ પ્રકારમાં બિલકુલ અવકાશ નથી. એ જ રીતે પાનાં અંગોપાંગનાં હલનચલન કે વિન્યાસને એટલે કે આંગિક કે કાયિક અભિનયને પણ અવકાશ નથી. તે પછી પ્રા. માંકડ રેડિયે રૂપકનું પ્રાચીન સંસ્કૃત નાટયપ્રકાર ભાણુ” સાથે સામ્ય દર્શાવવાનો પ્રયત્ન કરે છે અને એ સામ્યને કારણે રેડિયો રૂપકનું રેડિયે ભાણ” કે “રેડિયે ભાણિકા' નામ સૂચવે છે. એ કહે છે કે સંસ્કૃત “ભાણ'માં એક જ નર વારાફરતી જુદાં જુદાં પાત્રો ભજવતો જાય છે, તેમાં ચારે જાતના અભિનયો. હોય છે, પણ વાચિક અભિનય પ્રધાન હોય છે. એક જ દશ્યમાં એકના એક નટે જુદાં જુદાં પાત્ર ભજવવાનાં હોવાથી પાત્ર પર વેશભૂષાનો જે ભેદ કરવો જોઈએ એ તો એમાં શક્ય નથી, એટલે આ પ્રકારમાં આહાર્ય અભિનયને “ લગભગ સ્થાન નથી જ. નટ ભાષણથી (વાચિક અભિનયથી) અને કાયિક અભિનયથી જ કાર્ય Page #100 -------------------------------------------------------------------------- ________________ રેડિશે રૂપક વિષે કંઈક - નિર્વાહ કરે છે. વાચિક અભિનય પ્રધાન હોવાથી આ પ્રકારનું નામ મg (બોલવું) ધાતુ ઉપરથી વ્યુત્પન્ન થયેલું “ભાણ” રાખવામાં આવ્યું છે. રેડિયે રૂપકના અનુસંધાનમાં આ વિધાનને તપાસીશું તે રેડિયો રૂપક અને “ભાણ વચ્ચે સામ્ય કરંતાં વૈષમ્ય વધારે દેખાશે. ભાણમાં એક જ ન હોય અને વારાફરતી જુદાં જુદાં પાત્રો ભજવત જાય રેડિયે રૂપકને “નટ’–સંખ્યામાં આવી કાઈ જ મર્યાદા નથી, અને જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી ભૂમિકા ભજવે છે. (કેઈ નાની ભૂમિકા એક જ વ્યક્તિ એક કરતાં વધારે ભજવે તે જુદી વાત છે.) રેડિયો રૂપક તે નાટક કે પ્રકરણ જેવું વિશાળ વિવિધ અને સમૃદ્ધ રૂપ ધારણ કરી શકે છે. જ્યારે ભાણ તે અતિશય મર્યાદિત રૂપનો નાટયપ્રકાર છે. બીજુ, “ભાણમાં વેશભૂષા કે આહાર્ય અભિનયને ભેદ શક્ય નથી, એ પ્રા. માંકડના વિધાન પર કહેવું જોઈએ કે “ભાણમાં પણ આહાર્ય અભિનયને સારો અવકાશ રહી શકે. નટે પહેરેલી વેષ–સામગ્રી જુદા જુદા ખપમાં લાગે તેવા પ્રકારની હોઈ શકે અને યોગ્ય ક્ષણે આંગિક અભિનય સાથે યથાવકાશ આહાર્ય અભિનયનું સંયોજન કરીને નટ ધારેલી અસર ઉપજાવી શકે. દાખલા તરીકે, કંમરે બાંધેલા કપડાને નટ પછેડી તરીકે કે કમરબંધ તરીકે ઉપયોગમાં લઈ શકે અને એ રીતે પુરુષપાત્રની જુદી જુદી અવસ્થાએ રજૂ કરી શકે એ જ કપડું યોગ્ય ક્ષણે સાડીની પેઠે માથે ઓઢીને કે પાલવની પેઠે પકડીને કે તેનાથી મેટું ઢાંકીને સ્ત્રી-પાત્રની જુદી જુદી અવસ્થાઓ રજૂ કરી શકે. તખતા ઉપર જ રહીને જુદી જુદી વેશ કે અલંકારની સામગ્રી મૂકી દેવામાં કે ઉપાડી લેવામાં નટને કશી અડચણ આવે એ સંભવિત નથી, તેમ એમ કરવું અયોગ્ય પણ નથી. “ભાણમાં આહાર્ય અભિનયની શક્યતા સારી પેઠે છે એમ લાગે છે. રેડિયે રૂપકમાં તો આહાય અભિનય કે આંગિક અભિનયને કશો અવકાશ નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ અક્ષા બીજુ, “ભાણ” વાણપ્રધાન-કથનપ્રધાન રૂપક પ્રકાર છે. તેનું નામ મદ્ ધાતુ ઉપરથી “ભાણ' પડયું છે એ સ્વીકારી લઈએ, પણ રેડિયો રૂ૫ક પણ વાણીપ્રધાન-વાણમય-છે એટલા ઉપરથી તેને માટે વિશિષ્ટ પ્રાચીન રૂપક પ્રકારના અર્થમાં રૂઢ થયેલો “ભાણ શબ્દ યોજવાનું ભાગ્યે જ સ્વીકારી શકાય. નટ અને અભિનયની દષ્ટિએ તો રેડિયો રૂપક અને “ભાણ” વચ્ચેનો ભેદ આપણે હમણાં જ . તે ઉપરાંત, વસ્તુ અને રસની દૃષ્ટિએ પણ એ બંને વચ્ચે ઘણો ભેદ છે. “ભાણમાં ધૂત અને વિટની વાતો હોય, આકાશ– ભાષિતને વિપુલ પ્રયોગ હેય, એક જ અંક હોય. ક્યાં આ “ભાણ” અને કયાં રેડિયો રૂપક ? અંતમાં પ્રા. માંકડ કહે છે કે રેડિયો રૂપકને “રૂપક તો કહેવાય જ નહિ કેમ કે રૂપમાં રૂપને એટલે કે આહાર્ય અભિનયને ભાવ પ્રધાન છે, જેને આમાં સાવ અભાવ છે.” આ વિધાન ચિંત્યા લાગે છે. પ્રા. માંકડે “ભાણમાં આહાય અભિનયને “લગભગ સ્થાન નથી જ' એમ કહ્યું છે, તો ભાણીને પણ આ કારણે “રૂપક” નહીં કહી શકાય. વસ્તુતઃ પ્રા. માંકડે, “રૂપકનો અર્થ બહુ સાંકડે કર્યો હેય એમ લાગે છે. “રૂપ અને અર્થ “આહાર્ય અભિનયને ભાવ” એમ સ્વીકારીએ તો પણ “ક”ને અર્થ એટલો જ કરવાનું આવશ્યક નથી તેમ ઉચિત પણ નથી. દશરૂપકકારે રૂ૫ અને રૂપક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી વ્યાખ્યાઓ આપી છે. જ ટર તરસે . આ લક્ષણનું વિવરણ કરતાં ધનિક કહે છેઃ તવ નાટાં દર માનતા હafમયુરતે નીકાવત્ / અર્થાત, નાટયવસ્તુ દશ્ય-દષ્ટિગોચર બને છે તેથી નીલ વગેરે રૂપની પેઠે તેને “રૂપ' કહેવામાં આવે છે. કા# સારેવા દશરૂપકકાર ધનંજયે આપેલા રૂપકના આ લક્ષણનું વિવરણ કરતાં ટીકાકાર ધનિક કહે છેઃ નટે સમાચારેવેન વર્તમાન વ્યર્ ર્ ! અર્થાત, નટ ઉપર રામ વગેરે પાત્રોનો આરોપ કરાયો હોય છે તેથી નાટને “રૂપક” Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ર રૂપક વિષે કંઈક કહેવામાં આવે છે. રૂપ અને રૂપક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે સમજી લેવો જોઈએ. “રૂ૫ માં “ દશ્યમાનતા” હોવી જોઈએ. ભજવવાને યોગ્ય અને તેથી “ દશ્યમાન બનતાં નાટકોને “રૂપ'ની કટિમાં મૂકી શકાય. “રૂપક માં દેખીતી રીતે જ “રૂપ ' અંશ રહ્યો છે પણ તે અંશ રૂપક માટે પર્યાપ્ત નથી. તેથી જ વ્યાકણશાસ્ત્રની દૃષ્ટિએ સંદિગ્ધ કે અશુદ્ધ છતાં નાટયશાસ્ત્રની દષ્ટિએ માર્મિક “આપણ” સાથે રૂપકને સંબંધ કઃપવામાં આવ્યો છે, તેથી જ્યાં આરોપણ હોય તે રૂ૫ક. નટ રામની ભૂમિકા ભજવતા હોય ત્યાં નટ ઉપર રામનું આરોપણ છે માટે તે રૂપક કહેવાય. આ વાતને બીજી રીતે સ્પષ્ટ કહીએ તે, જયશંકર જયશંકર તરીકે તખતા ઉપર આવે તે તે “રૂપ” કહેવાય પણ “રૂપક' ન કહેવાય. જયશંકર “સુંદરી” ત કે આવે કે કોઈ અન્ય પાત્રની ભૂમિકામાં આવે ત્યારે “રૂપક' કહેવાય. રૂપકમાં રૂપ-(દશ્યમાનતા) અંશ કરતાં આરોપણ (Superimposition) અંશ પ્રધાન છે, જેને લીધે તે રેપ અને રૂપક એવાં બે ભિન્ન નામે પ્રચલિત થયાં છે. “પક”ને “આરોપણ સાથે જોડવામાં ધનંજય એકલો નથી એ તો તત્ સૂવારે જાનું એવું સાહિત્ય દર્પણકારે આપેલું લક્ષણ સિદ્ધ કરે છે. આ ભેદ ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તે રેડિયો રૂપકને “રૂપ” ન કહી શકીએ તે સાચું; પણ “રૂપક' તે અવશ્ય કહી શકીએ, કારણ કે તેમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી ભૂમિકાઓમાં રજૂ થાય છે–વ્યક્તિઓ ઉપર પાનું “આરોપણ” હોય છે. શ્રી બરકત વિરાણી -બરકત વિરાણી તરીકે રેડિયો દ્વારા બોલે છે અને સિદ્ધરાજ જેવા પાત્ર તરીકે પણ બોલે છે. વ્યક્તિ એક જ હેવા છતાં, પહેલા પ્રકારમાં આરોપણ નથી એટલે એ “રૂપક' નથી (“રૂપ” તે નથી જ), જ્યારે બીજા પ્રકારમાં આરોપણ છે એટલે એ “રૂપક” છે. ત્રીસ વરસના બરકત વીસ વરસના બરકતની રજૂઆત કરે-રેડિયો દ્વારા કે તખ્તા ઉપર, તે ત્યાં રૂપક છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અક્ષર રૂપકને આ અર્થ સમજાયા પછી મને લાગે છે કે રેડિયો રૂપકને રૂપક કહેવું શાસ્ત્રીય દષ્ટિએ ન્યાપ્ય છે અને વ્યવહારુ દષ્ટિએ ફાવતું છે પણ સાચી વાત તો એ છે કે રેડિયે રૂપકને પ્રકાર અર્વાચીન અને સર્વથા અપરિચિતપુર્વ પ્રકાર છે. તેને પ્રાચીન પ્રકારોમાં જેમ તેમ સમાવેશ કરવાનો પ્રયત્ન શક્ય હશે તો પણ સફળ થવો મુશ્કેલ હશે. ખરી રીતે તે, પ્રાચીન સાહિત્યશાસ્ત્રીઓએ કાવ્યના દશ્ય અને શ્રવ્ય એવા બે વિભાગો પાડ્યા છે તેમાં કેવળ શ્રવ્ય” પ્રકાર આજે આપણે ઉમેરવો જોઈએ. જેમ પ્રાચીનેએ દશ્ય તરીકે સ્વીકારેલો પ્રકાર શ્રવ્ય-અંશવાળા પણ છે તેમ તેમણે સ્વીકારેલો શ્રવ્ય-પ્રકાર દશ્ય-અંશથી મુક્ત નથી, કારણ કે રઘુવંશ જેવું કાવ્ય વાંચી સંભળાવનાર સહદય વ્યક્તિ વાચિક અભિનય સાથે મુખ, હાથ વગેરે દ્વારા આંગિક અભિનય પણ સહેજે કરતી રહેશે. આ દશ્ય અંશ થવ્ય કાવ્ય સાથે અનિવાર્ય રીતે સંકળાયેલો છે. તેથી જેમ મૂક અભિનય, મૂક-ચિત્રપટ વગેરે “કેવળ દશ્ય” પ્રકાર છે તેમ ધ્વનિમુદ્રા ( records) અને રેડિયો દ્વારા રજૂ કરાતું સાહિત્ય કેવળ શ્રવ્ય” પ્રકારનું છે. રેડિયે રૂપક માટે કોઈક વાર “શ્રુતિકા” શબ્દ વપરાતે સાંભળે હતો તે સ્વીકારવા જેવો લાગે છે. તે (જીવનમાધુરી, ઓગસ્ટ ૧૯૫૭) Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી નાટયસાહિત્યમાં અભિનેય નાટકાનું સ્વરૂપ નાટકમાં દૃશ્યાત્મકતા હેાય પણ તે કેવળ દૃશ્ય કે કેવળ મનેાર જક કે કેવળ શ્રવ્ય ન હોય. અને જેમ દેશકાળ ફરતા ગયે છે, તેમ નાટકમાં યે નવાં નવાં પરિવતા થયાં છે, નવાં નવાં રૂપા ઉમેરાયાં છે. દાખલા તરીકે, રેડિયા નાટિકા. જો કે એય કેવળ શ્રવ્ય નથી કારણ કે પઠન કરનારે ભાવાનુરૂપ વાચિક અભિનય કરવા પડે છે. વાચિક અભિનય, ભાષા એ નાટકનું બહુ મહત્ત્વનું સાધન છે. ખીજા સાધનસરંજામ પર ભાર મૂકવા તે ચેગ્ય નથી. આપણે ત્યાં એવું બની રહ્યું છે, કારણ કે આપણે ત્યાં પ્રાચીન પ્રણાલિકાને અનુસરવાની વૃત્તિ કૉંઈક મંદ છે. સામે પક્ષે પાશ્ચાત્યને, આધુનિકને સ્વીકારવાની આપણી તત્પરતા વધારે છે. આપણે પ્રયાગા ઝીલવાને વધુ ઉત્સુક છીએ, પ્રાયેાગિકતાની ધગશ સેવીએ છીએ, પણ લેાકરુચિ કેળવાઈ નથી. એમના અધિકાર વધ્યા નથી. નાટકમાં ર'ગસજાવટની માફક જ ભાષાની યે સજાવટ ઘણી વાર મર્યાદા એળગી જાય છે. પરિણામે લેાકાને કલ્પના ઉત્તેજાય એમ લાગતું નથી. નાટકમાં પ્રેક્ષક સહકારી બને એ જોવું જોઈએ. દાખલા તરીકે કાલિદાસનાં નાટકા, એમાં આવતા લૈકામાં-કેાઈક ડેાક મરડીને પાછું જોતા ને આગળ દાડશે જતા હરણનું વર્ણન હોય તેા, ધારા કે તમે હરણને રગમ ચ પર તા લાવેા, પણ એને પાછું કઈ રીતે જોવડાવશે ? એટલે એ વણું નમાંથી જ-એના પાનમાંથી જ-તાદશતા લેકેાના મનમાં ખડી થાય. આવાં વર્ષોંને ને લેાકેા નાટકમાં આવસ્યક ને સપ્રયેાજન છે. ગીતા પણ નાટકમાં જરૂરી છે—એની સામેની સૂગ ન જોઈએ— પણ નાટકમાં એ સપ્રયેાજન, ચેાગ્ય સ્થાને જ આવતું હેાય તા. Page #105 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ પ્રયોગ ભલે લાંબો થાય, એ કાઢી નાખવાની જરૂર નથી. મૃચ્છકટિકનો પ્રયોગ મુંબઈમાં થયો, છ–સાડા-છ કલાક ચાલ્યો વચમાં દેઢ-બે કલાક તે બે દશ્યો વચ્ચે તૈયારીના ગયા ! પણ એ નાટક સાંગોપાંગ રજૂ થયું. પાત્રોની સજાવટ પણ એવી જ. એ પ્રવહગાડી–પણ પૂનામાં રંગભૂમિ પર લઈ આવેલા. સુંદરમે ઘણું દો કાઢી નાખ્યાં છે, પણ પેલે મૂળ નાટકનો પ્રયોગ જોતાં તે એમ લાગે છે કે એમાંથી કશું ય બાદ કરવા જેવું નથી, એમ કરવા જતાં તો એની મૂળ સૃષ્ટિ ખંડિત થતી લાગે છે. આવી તૃપ્તિ આપતાં નાટકો ગુજરાતીમાં કેટલાં? આપણે ત્યાં તે હાલ લેકરુચિને પંપાળવા માટે નાટક લખાય, ને એ જ રજૂ થાય. એટલે કે એવાં જ મને રંજનનાં રમકડાં માગ્યા કરે, ને નટા એ જ પસંદ કરીને ભજવે. આ vicious circle તેડવું જોઈએ. જેમાં સાહિત્યની ગધેય નથી હોતી એવાં સંગીતરૂપકે લખાય છે! આ કમભાગ્ય છે! પ્રવાહપતિતતા જ્યાં ત્યાં દેખાય છે. સાહિત્યકીય નાટકે પ્રત્યેની સૂગ વિદ્યાથીઓમાં પણ છે! એમણે એવી અભિમુખતા ખોઈ જ નથી માત્ર, પણ ખોવી છે એવા ભાન સાથેએવા હેતુ સાથે એ લોકો સાહિત્યેતર રંગવાળાં નાટક-પ્રહસનો જ પસંદ કરે છે એ વસ્તુ દુખદ છે. ( “રગમ ” મિલન, સુરતના આશ્રયે તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૮ના રેજ આપેલ વ્યાખ્યાનને સારસંક્ષેપ) Page #106 -------------------------------------------------------------------------- ________________ વાર્તાવિચાર હું છું કે તમને આ વાર્તા ગમી ? તમે ઘણે ભાગે બોલી ઊઠશો, “આ તે કેવો સવાલ? વાર્તા તો ગમે જ ને?” વાર્તામાં ગમવા ન ગમવામાં ફેર હોય. સામાન્ય રીતે વાર્તા એક વાર વાંચી એટલે પત્યું. પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી એમ વાર્તા ઉપર વાર્તા આપણે વાંચતાં જઈએ છીએ અને દરેક વાર્તા આપણને ગમતી જ હોય એવી વૃત્તિ અનુભવીએ છીએ. છતાં ધારો કે તમને કઈ પૂછે કે; “અમુક વાર્તા તેમ જ તમે વાંચેલી એમની બીજી અનેક વાર્તાઓમાંથી તમને કઈ વધારે ગમી?” તો તમે તરત વિચારમાં પડી જશે. બંને વાર્તાના જુદા જુદા અંશો યાદ કરી જેશે. પાત્રો ઉપર એ પ્રસંગોની કેવી અસર થઈ છે, સંવાદ કે વર્ણનને ઉપયોગ વાર્તામાં કેવી રીતે કરવામાં આવ્યું છે, વાર્તાની માંડણી શી રીતે થઈ છે. આવાં અનેક દૃષ્ટિબિંદુઓ તમારી સમક્ષ રજૂ થશે અને એ પૃથક્કરણ કરીને તમે “આ વાર્તા સારી કે પેલી સારી” એ તમારે નિર્ણય બાંધશે, અને આવી રીતે વિચારપુરઃસર નિર્ણય બાંધ એ જ યોગ્ય કહેવાય. કારણ કે સાહિત્યના રસાસ્વાદમાં માત્રા અને પ્રકારમાં પણ ભિન્નતા સંભવે છે. . વાર્તાનાં અંગોપાંગોનું પૃથક્કરણ કે તેની યોગ્યતા-અયોગ્યતા સમજવી અને મૂલ્ય આંકવું એ દેખીતી રીતે સહેલું ન હોય અને તેથી આ શક્તિ પણ સાધના દ્વારા જ કેળવી શકાય અને તેવાં બીજાં દષ્ટિબિંદુઓથી નિરૂપતા રહેવું. એક જ લેખકની જુદી જુદી વાર્તાઓ વાંચીને તે બધીમાં સમાન અંશ કેટલા છે અને ભિન્નતા કેટલી છે એ સમજવાનો પ્રયત્ન કરવો અને કઈ વાર્તા કયા અંશમાં કે સમગ્ર અ. ૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ અક્ષરો રૂપે બીજી કરતાં ચઢિયાતી કે ઊતરતી છે તેને ખ્યાલ રાખતા જવું. આવા સમજપૂર્વકના અભ્યાસથી જુદા જુદા પ્રતિષ્ઠિત લેખકેની કૃતિઓનું પરિશીલન કરવું. આરંભમાં વાર્તા વાંચવાની આ રીત કંઈક કઠોર અને કૃત્રિમ જેવી લાગે, પરિશ્રમ પણ માગી લે, પણ દરેક બાબતમાં બને છે તેમ આમાં પણ ટેવ પડી જાય છે, ફાવટ આવી જાય છે અને બહોળા વાચન અને વિવેચનને લીધે સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહેવાનું સુકર બની રહે છે. કોઈ પણ વ્યકિત આ વિવેચનશક્તિ કેળવી શકે છે. વિશાળ વાચન અને મનન દ્વારા તેણે દર્શાવેલા નિર્ણ વિચારણાના સ્થિર પાયા ઉપર બંધાયેલા હેય છે. આમ છતાં ઘણું વાર એમ પણ બને કે એક જ વાર્તા–કે બીજી કેઈ સાહિત્યકૃતિના મૂલ્ય વિશે કે ગુણદોષના તારતમ્ય વિશે પ્રતિષ્ઠિત સાહિત્ય-પરિશીલકમાં પણ મતભેદ રહે. એકને જે સુંદર અથવા ઉત્કૃષ્ટ લાગે તે બીજાને કે બીજા બધાને સુંદર કે ઉત્કૃષ્ટ લાગે એવો નિયમ નથી. છતાં જુદાં જુદાં સાહિત્યમાં સર્વમાન્ય બનેલી અને સહદય વાચકના મનમાં વસી ગયેલી અનેક કૃતિઓને તપાસીને, સરખાવીને સાહિત્યના પ્રકાર પરત્વે ટૂંકી વાર્તા પર કેટલાંક લક્ષણ તારવી શકાય અને અપરિહાર્ય ગણી શકાય તેવા નિયમ બાંધી શકાય. એટલે વાર્તાના કલેવર વિશે કે વસ્તુસંવિધાન વિશે કે નિરૂપણપદ્ધતિ વિશે મતભેદ ન રહે. છતાં સમગ્ર વાર્તા પર તેની રસપ્રદતા કે પ્રતીતિકરતા વિશે મતભેદને અવકાશ રહે. આનું મુખ્ય કારણ એ છે કે સાહિત્યકૃતિ આત્મલક્ષી (subjective) છે, ભૂગોળ કે ગર્ણિતશાસ્ત્રની પેઠે પરલક્ષી (objective) નથી. સર્જક અહીં જીવનની વિશાળતા અને વિવિધતામાંથી કઈ પ્રસંગ, પાત્ર કે અંશ ઉપાડી લઈને કલાત્મક રીતે એને શબ્દદેહ સમયે છે. વાર્તાને વિષય જીવનનો અંશ હોય છે છતાં વાર્તાલેખક એ વિષયને પિતાની દષ્ટિથી જુએ છે અને વાર્તારૂપે નિરૂપે છે. એનું એ દર્શન કે નિરૂપણ વૈયક્તિક છે અને તેથી જ સહદય વાચકે પર Page #108 -------------------------------------------------------------------------- ________________ વાર્તાવિચાર પણ તેની અસર તે તે વાચકના ચિતંત્ર કે અધિકારને અનુસરીને જુદી જુદી થાય એ દેખીતું છે. આવી પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટપણે સમજાશે અને તે એ કે વાર્તાકારનું પોતાનું મંતવ્ય કે દર્શન એ વાર્તામાં કયા પ્રકારનું રહ્યું છે, તે શું કહેવા માગે છે, કયા સંજોગોમાં કયા પ્રેરકબળને વશ થઈને એને વાર્તા લખવા માટે પ્રેરણા મળી વગેરે વિગતો જે આપણે જાણી લઈએ તે વાર્તાકારને અને વાર્તાને ન્યાય આપવાનું કાર્ય સહેલું થઈ પડે. ટૂંકી વાર્તાનું મુખ્ય લક્ષણ ટૂકાપણું, સંક્ષિપ્તતા છે. જો કે લાંબાપણા અને ટૂંકા પણ વિશે જુદા જુદા ખ્યાલને અવકાશ છે. તેથી જ ચાર પાનાંની ટૂંકી વાર્તા હોય તેમ ચાલીસ-પચાસ પાનાંની પણ હોય. આ બાહ્ય મર્યાદામાંથી જ ટૂંકી વાર્તાનાં કેટલાંક અત્યંતર લક્ષણો ઉત્પન્ન થાય છે. ટૂંકી વાર્તા સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે, અને તેથી નવલકથા કે બીજાં કલાસર્જનની પેઠે ટૂંકી વાર્તા પણ સ્વયંપર્યાપ્ત કલાસર્જન છે. નવલકથાનાં પાંચ-સાતસો પાનાંના વિસ્તીર્ણ પટમાંથી જે સ્વયંપર્યાપ્ત કલાસૌન્દર્યાનુભવ થાય છે તે સ્વયંપર્યાપ્ત સૌન્દર્યાનુભવ ટૂંકી વાર્તાએ પોતાના સાંકડા વિસ્તારમાં કરાવી રહ્યો. તેથી ટૂંકી વાર્તા જીવનના વિશાળ અને સંકુલ પટને બદલે એકાદ પ્રસંગ કે પાત્ર કે અંશને વિષય તરીકે સ્વીકારી શકે. નવલકથામાં અનેક પાત્રો આવી શકે, તેમના જીવનના ભિન્ન ભિન્ન પ્રસંગે મોકળાશથી વર્ણવી શકાય અને લાંબે ગાળે એ પાત્રોની પરિસ્થિતિ કે વ્યક્તિત્વમાં કેવાં પરિવર્તન થયાં કે ન થયાં એ દર્શાવી શકાય. ટૂંકી વાર્તામાં આ બધું અશક્ય છે. એમાં એક જ પાત્રનું પણ સમગ્ર દષ્ટિએ નિરૂપણ કરવું અશક્ય બને. એ પાત્રના હૃદયની કે મનની કે વ્યક્તિત્વની એકાદ રેખા, એકાદ ગુણદોષ કે કંઈ લક્ષણ ઉપર જ મીટ માંડીને એને જ કલાત્મક રીતે ઘૂંટવી રહી. આ રીતે ટૂંકી વાર્તાના લેખકની સ્થિતિ મુંબઈની બે એરિડીમાં વસતી સુઘડ ગૃહિણી જેવી છે. બે નાની એારડીમાં આખું ઘર વસાવી દેવું, એક Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અક્ષર એક ખૂણે અને ખીંટી કામમાં લેવાં, ટુવાલ ટુવાલને સ્થાને જ રાખ, અને ટેબલકલેથ ટેબલકલોથને સ્થાને જ. સંકડાશમાં પણ સુઘડ સ્ત્રી આમ ઘરની સંપૂર્ણ વ્યવસ્થિતતા અને સુંદરતા સજી દે છે, તેવી જ રીતે મર્યાદિત વિષય લઈને ટૂંકી વાર્તા લેખક સુંદર સમગ્ર કલાકૃતિ સર્જે છે. લાંબી કે ટૂંકી વાર્તામાં હમેશાં અપેક્ષા, કુતૂહલ, વાંકવળાંક, વિરોધ વગેરે તો અવશ્ય જાવાં જોઈએ. આ તો ન હોય તે વાર્તાને પ્રવાહ એકધારો અને તેથી માળા બની જવાને ભય રહે. ટૂંકી વાર્તાની ગૂંથણ જેટલી ટૂંકી અને જેટલી,શ્લિષ્ટ તેટલી વેધક હોવી જોઈએ - જેમ વાર્તાને આરંભ તેમ વાર્તાને અંત પણ વસ્તુને સંગત તેમ જ પોષક હોવો જોઈએ. ટૂંકી વાર્તામાં કોઈપણ અંશ નબળા, મેળા કે નિરર્થક ન હોવો જોઈએ. કી વાર્તાનું શીર્ષક પણ વાર્તાના અંગ જેવું બની રહેવું જોઈએ. જેમ માળામાં મણકાઓ પરોવીને બંને છેડા ગાંડીને મેર બાંધવામાં આવે છે, તેમ આદિ ને અંતને સાંકળી લઈ એક સૂત્રત્વનું ભાન કરાવનાર મેર તે ટૂંકી વાર્તાનું શીર્ષક. મેરને પકડી રાખે એટલે આખી માળાનું ગુરુત્વબિંદુ ( centre of gravity) પકડાઈ જાય છે અને બધા મણકા પોતપોતાને સ્થાને સમાંતર બની રહે છે, તે રીતે શીર્ષક પણ વાર્તાનું હાર્દ રજૂ કરી દરેક અંગઉપાંગને આવરી લેતું દેવું જોઈએ. (જીવનમાધુરી. સપ્ટેમ્બર ૧૯૬૧) Page #110 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય (લલિત વિભાગ) नितान्तरम्यामरभारतीसरित्प्रमातृके वारिणि गुजरीगिरः । सरस्वतीपादपयोगसौरभं निषेव्य चित्तं तव भजु गुज्जतात् ॥ સન્નારીઓ અને સંગ્રહસ્થો, આરંભમાં ગુજરાત સાહિત્યસભાએ આ વરસની “સમીક્ષા અને લલિત વાલ્મય વિભાગ મને સોંપ્યો તે બદલ સભાની સમિતિના હદયોદ્ગત આભાર માનું છું. મારા જેવા ગુજરાતીમાં બહુ ન લખનારની આ કાર્ય માટે વરણી કરવાની જવાબદારી વહોરી લઈને પણ સમિતિએ મારામાં જે શ્રદ્ધા દાખવી છે તે શ્રદ્ધાબળથી પ્રેરાઈને આ કાર્ય મેં સ્વીકાર્યું છે. યથાશક્તિમતિ કરેલા આ પ્રયત્નમાં તમને સંતોષ આપવાનું સામર્થ્ય હોય તે તે સાહિત્યસભાની સમિતિને આભારી છે એમ માનશે; ગુટિઓ કે ક્ષતિઓ હોય તે તે મારી પોતાની છે; આટલું શરૂઆતમાં કહી દેવાનું ઉચિત ધારું છું. " આ વરસે લલિત વિભાગમાં સમીક્ષા માટે આવેલાં પ્રકાશનની સંખ્યા ૫૮ છે. ગયે વરસે આ વિભાગમાં કેટલાં પ્રકાશને આવ્યાં હતાં તે મારી જાણમાં નથી, એટલે ગયા વરસ કરતાં આ વરસે સાહિત્યના ફાલમાં કંઈ વધઘટ થઈ છે કે કેમ તે કહેવું અશક્ય છે. નિરપેક્ષ દૃષ્ટિએ જોતાં આખા વરસની આપણી સર્જનપ્રવૃત્તિ પચાસેક જ ફળ આપી શકે તે કઈ રીતે આનંદનું કારણ ન જ ગણાય. પણ તમે સૌ જાણો છો કે આ માટે બાહ્ય પરિસ્થિતિ મુખ્યત્વે જવાબદાર હોવાનો સંભવ છે. ૧૯૪૪ની સાલ દરમિયાન વિશ્વવિગ્રહ પૂરપાટ ખેલાઈ રહ્યો હતો. એ વિગ્રહને પરિણામે અનેકાનેક નિયંત્રણ Page #111 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ૧૦૨ આપણે વેઠવા પડ્યાં છે તેમાં કાગળ ઉપર મૂકાયેલું નિયંત્રણ પણ છે. એટલે કાગળની દુર્લભતાને કારણે કેટલાંક સર્જને તૈયાર હશે છતાં પ્રકાશન પામી શક્યાં ન પણ હોય. બીજું કારણ એ પણ હોય કે પ્રકાશક બંધુઓ કે સંસ્થાઓમાંથી કોઈકની શરતચૂકને લીધે કોઈ પ્રકાશન મેકલવું રહી ગયું હોય. આજે આટલે વર્ષે “સમીક્ષા'ની પ્રત્તિ એવી પ્રતિષ્ઠિત અને જાહેર થઈ ગઈ છે કે કોઈપણ પ્રકાશક તેથી અણજાણ હોવાનો કે રહેવાનો અવકાશ નથી. દર વર્ષે પ્રકાશકે સમીક્ષા માટે નિયુક્ત થયેલી વ્યક્તિનાં નામઠામ સાહિત્યસભા પાસેથી જાણી લે અને વહેલી તકે પોતાનાં પ્રકાશને જેમ જેમ પ્રકટ થતાં જાય તેમ તેમ સમીક્ષકને મકતા જાય તે આ કાર્યમાં જે વિલંબ અનુભવો પડે છે તે ટળી જાય. અત્યારની વસ્તુસ્થિતિ તે ખેદ ઉપજાવે તેવી છે. ત્રણ ત્રણ ચાર માસ થયાં સમીક્ષકોનાં નામઠામ જાહેર થયાં હોય છતાં સામાન્ય રીતે પ્રકાશકો પોતાનાં પ્રકાશને સવેળા મોકલી આપવાની કાળજી રાખતા નથી. ૧૯૪૪ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રગટ થયેલાં પ્રકાશનો છેક ૪૫ના ફેબ્રુઆરીના અંતમાં મોકલાય એ પરિસ્થિતિ કઈ રીતે નિર્વાહ્ય ન ગણાય. અલબત્ત, પ્રકાશકોને પણ વ્યાવહારિક કે સગવડ-અગવડના કારણે જ આમ કરવું પડતું હશે છતાં દરેક પ્રકાશક કે પ્રકાશન સંસ્થા વહેલીતકે પિતાનાં પ્રકાશને સમીક્ષકોને મોકલી આપે તે કાર્ય જે તેઓના સહકાર વિના શક્ય નથી તે સરળ થાય. બલકે આજે તે એ સમય આવી લાગે છે કે બ્રિટનમાં જેમ દરેક પ્રકાશનની એક નકલ બ્રિટિશ મ્યુઝિયમમાં મોકલવાનો શિરસ્તો છે તે પ્રમાણે “સમીક્ષા માટે પોતાનાં પ્રકાશને મોકલી આપવાની ફરજ પ્રકાશક સમજતા થાય. અહીં એક બાબતનો ઉલ્લેખ કરવાનો મારો ધર્મ ગણું છું. મારા અનુભવ ઉપરથી કહી શકું કે કેઈક–અલબત્ત જૂજ અપવાદરૂ૫– પ્રકાશકધુ કે સંસ્થા “સમીક્ષા માટે પોતાનાં પ્રકાશને મોકલતાં અચકાય છે. કોઈક વળી મારા જેવા નવતર માણસને આ કાર્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૦૩ સંપાયું છે તેથી નાનામોટા સૌ લેખકને ન્યાય મળશે, અને પ્રતિષ્ઠિત માટે પાનાંનાં પાનાં અને ઊગતાઓની પંક્તિઓમાં જ પતાવટ એવું નહિ થાય એમ પણ આશા રાખે છે. આ વસ્તુસ્થિતિને ઉલ્લેખ કરું છું તેમાં પૂર્વગામી સમીક્ષાકારોના કાર્ય પરત્વે કે નિષ્ઠા પરત્વે રજમાત્ર આશંકા લાવવાનો હેતુ નથી જ. હેતુ એટલો જ છે કે સમીક્ષાનું કાર્ય સિઝરની પત્નીની પેઠે આશંકાથી પર રહે અને વાડા-તડાંના ભેદભાવજનક દષથી સર્વથા મુક્ત રહે એટલું જ નહિ પણ એની પ્રતીતિ પણ સૌ કોઈને થાય એ “સમીક્ષા પ્રવૃત્તિની પ્રતિષ્ઠાને ન્યાય ખાતર પણ આવશ્યક છે એ તરફ લક્ષ દેરવું. આનો અર્થ એમ નથી–અને પ્રકાશકે પણ એમ નહિ જ સમજતા હોય કે સમીક્ષક તટસ્થતાના અને ન્યાયબુદ્ધિના બાજઠ ઉપરથી નીચે ઊતરે કે ગુણ–દેષ તરફ આંખમીંચામણ કરી કેવળ પ્રસાદની લહાણું કરે. આજ સુધીની વાર્ષિક સમીક્ષાઓ જોઈ જઈએ તો તરત માલૂમ પડશે કે જેમ કૃતિઓની ગુણવત્તાની મૂલવણી થઈ છે અને પ્રશંસા કરાઈ છે તેમ પ્રતિષ્ઠિત સાહિત્યકારોના વિષયમાં પણ દોષ કે ક્ષતિ તરફ પણ એવી જ આંગળી ચીંધાઈ છે અને સાવચેતી અપાઈ છે. સમીક્ષક શક્તિમતિ અનુસાર યથાવત ગુણદોષદર્શન કરી મૂલ્યાંકન કરે અને આપણી વર્તમાન શકિતઅશક્તિને કંઈક આંક કાઢી આપે એ આ સમીક્ષાનું ધ્યેય ગણાય. એટલે ગૌણ બાબતોને ગૌણ લેખીને પ્રકાશકે આ કાર્ય સફળ રીતે પાર ઉતારવામાં સહકાર આપવાનો ધર્મ, સમજીને પ્રકાશનો સવેળા મેકલે અને વર્ષભરમાં પ્રકાશિત થયેલું એકે ય પુસ્તક મોકલાયા વિના ન રહી જાય એવી કાળજી રાખે એવી મારી નમ્ર સૂચના છે. આ વર્ષના સજનનાં પ્રકાશનમાં પ્રેરક બળા ક્યાં છે, એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊઠે છે. પણ એક પુરગામી સમીક્ષાકારે નોંધ્યું છે તે સત્ય છે કે એ બળો કંઈ વરસે વરસે બદલાતાં નથી જેથી તે તે બળાને આપણે વરસે વરસે તારવી શકીએ. પ્રજાજીવનના મહાસાગરમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અક્ષા સામાજિક, રાજકીય, ધામિ ક, નૈતિક વગેરે ભાવનાઓ કે વિચારધારાની સમીરલહરી નાનામેાટા તર`ગા પાડે–ઉપાડે, ઘેાડાઘણા ક્ષેાભ પણ ઉત્પન્ન કરે, પણ એનું પેટાળ તા કાઈ પ્રચ’ડ ઝંઝાની ઘુમરીએ પાણીને ડહાળે ત્યારે ક્ષુબ્ધ થાય અને નવી પરિસ્થિતિ જન્મે. આવાં પ્રચંડ આંદલના વરસે વરસે નથી આવતાં. એટલે છેલ્લાં ચારપાંચ વર્ષ માં (ખરી રીતે તેા છેલ્લાં બેત્રણ દાયકાઓમાં) અસ્તિત્વમાં આવેલાં જે પ્રેરક બળેાના નિર્દેશ પૂર્વગામી સમીક્ષાકારાએ કર્યા છે તે બળેા જ આજે ય પ્રવતમાન છે એમ કહી શકાય. આપણું સમાજનું વિષમ અવ્યવસ્થિત બધારણ, દલિત-પીડિતા પ્રત્યે સહાનુભૂતિ, ગ્રામજીવન અને પ્રકૃતિ પ્રત્યે અભિમુખતા, સ્વદેશવાત્સય, સ્વાતંત્ર્યભાવના, વ્ય િસ્વાતંત્ર્ય અને સ્ત્રીપુરુષના જાતિનિષ્ઠ સ ંબંધ ( sex relations ) અને લગ્નસ’સ્થાની સમસ્યા – આ અને આવા ભાવે આ વર્ષની કૃતિઓમાં નિરૂપાયા છે. આ મુદ્દા પરત્વે અવિશેષ નોંધવાનું જે આજે આપણી સ્વાતંત્ર્યભાવના અદમ્ય અને ઉગ્ર બની છે : એટલે હૃદયમાં ભભૂકી ઊઠેલી એ ભાવનાએ આપણા ભૂતકાળનાં શક્તિ અને ગૌરવ તરફ મીટ મડાવીને આત્મશ્રદ્ધા પ્રકટાવવાનું કાર્ય કર્યું. છે. આ વરસે ઐતિહાસિક નવલકથામાં ચૌલુકયાના સમયના પ્રભાવવ'તા ગુજરાતની અને મેાગલ સમયમાં વિક્રમાદિત્ય હેમુનાં શૌય અને ચાતુર્યની પ્રશસ્તિ ગવાઇ રહી છે. તે આપણા ભૂતકાળ આપણી આજની શક્તિ અને શકયતાએની બાંહેધરી આપે છે એવી મતિપૂર્વક કે અતિપૂર્વક દૃષ્ટિથી લખાયેલી લાગે છે. ખીજું', પાંચ પાંચ વર્ષ થયાં. આબાલવૃદ્ધને, સૈનિક-અસૈનિકને પેાતાની કરાળ જિાથી ચાટતા વિશ્વવિગ્રહ ચાલે છે તેની અસર પણ આપણા સામાજિક તેમજ વૈયક્તિક જીવનમાં ખૂબ ઊંડી થઈ છે. જયાં નજર નાખીએ ત્યાં ગૂગળાવી નાખે તેવાં નિયમ-નિયંત્રણાની મેડીએ– અનાજની માપબધી, કપડાંની માપબધી અને અછત, ભયંકર માંધવારી, ગામડાંની પ્રજાની અસહ્ય અને અકલ્પ્ય જેવી વિટબણાઓ-આ Page #114 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૦૫ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિને સ્વતંત્ર રીતે વિષય તરીકે સ્વીકારીને નિરૂપતી કાઈ કતિ આ વરસે મળી નથી. ૧૯૪૨ની મહાસભાની સ્વાતંત્ર્ય માટેની ઝુંબેશ અને વિશ્વવિગ્રહ બંને અનન્ય કેન્દ્રવાળાં વર્તુળા છે ? તે બંનેની પાછળ પ્રવર્તી રહેલાં બળે તેનાં તેજ છે, એકહથ્થુ સત્તાધારી સરમુખત્યાર કે શાહીવાદ કે મૂડીવાદ કે ધણીપણું ભોગવતા આસામીની નાગચૂડમાંથી છૂટવા માટે હામ ભીડતા લેકશાસનવાદ કે સમાજવાદ કે ગુલામી ભોગવતી પ્રજાના તરફડાટ, રણજંગ અને યાતનાઓ, આ ભાવનાઓ તો આપણે ત્યાં ૧૯૨૦થી આપણું કવિઓએ અને અન્ય સર્જકે એ ઝીલી છે અને કલાદેહ અવતારવાને પ્રયત્ન પણ કર્યો છે. એટલું જ નહિ આ ભાવનાઓ અને ગાંધીજીના જીવનદર્શનની પ્રેરણાઓ જ આપણા અર્વાચીન સાહિત્યનો લગભગ પ્રધાન સૂર બની રહી છે. છતાં જીવન ઉપર મીટ માંડી બેઠેલું સંવેદનશીલ સર્જક હૃદય નિકટતમ પરિસ્થિતિના રણકાર ન ઝીલે અને જેને ચીલે–પછી તે સમાજવાદ કે સ્વાતંત્ર્ય કે ગ્રામજીધન કે અહિંસા જેવા ભાવ નિરૂપતું હોય તો પણ–ચાલ્યા કરે તો તેટલે અંશે તેની પ્રતિભાને અવનવાં આલંબને કે ઉપાદાનોમાં વિહાર કરવામાંથી વચિત રહેવું પડે છે છતાં સમગ્રતયા જોઈએ તો જણાય છે કે આજનું સાહિત્ય આપણા જીવનનું દર્શન ઝીલે છે. વાર્તાઓમાં અને કાવ્યમાં આપણુ આકાંક્ષાઓ, આશાઓ, મુસીબતે, વિમાસણો, નિરાશાઓ, સ્ત્રીપુરુષના સંબંધને કોયડા, સમાનતાની ભાવના વગેરે ભાવનું આલેખન થયું છે. પ્રાચીન પૌરાણિક વિષયને પણ અર્વાચીન દષ્ટિએ સંસ્કારીને અર્થગર્ભ બનાવીને આપણા અત્યારના જીવનદર્શનને વ્યક્ત કરવામાં આવ્યું છે. ગુજરાતીઓએ પરદેશમાં વસાહત કરી છે તેમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નો તરફ પણ સાહિત્યકારોનું લક્ષ જવા લાગ્યું છે. બ્રહ્મદેશમાં ગુજરાતીઓના જીવનનું ચિત્ર આલેખતા પ્રયાસો આજ પહેલાં થઈ ગયા છે. આ વરસે આફ્રિકાવાસી ગુજરાતીઓની સ્થિતિને ઠીક અંશે ખ્યાલ આપતી નવલકથા મળી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અક્ષરા છે. આ રીતની “વસાહત નવલકથાઓ' Novels of colonization ના લેખનમાં વધારે વિકાસ થાય એ ઈચ્છવા યોગ્ય છે તે સાથે જ તળ ગુજરાતના જીવનનું નિરૂપણ સ્વાનુભવનિષ્ઠ બને, કેવળ કલ્પના ઉપર મદાર બાંધી ગરીબ કે મિલ મજૂર પ્રત્યે સહાનુભૂતિ કે ગામડાની પ્રજાજીવનની કરુણતા કે તેની બદીઓનું નિરૂપણ કૃત્રિમતામાં ન સરી પડે તે તરફ પણ સાવધ રહેવાનું છે. તે જ રીતે પતિતા મનાતી નર્તકીઓના જીવનને સર્જનના વિષય તરીકે સ્વીકારવા જતાં અને તેના હૃદયની માનવતા કે ઉદાત્તતા દર્શાવવા જતાં સર્જક પોતાના કેઈ “વાદ” કે ઉગ્ર અભિનિવેશ કે થેયલક્ષિતાની ધગશમાં સહેજે સગવડિયા અને કલાહીન નિરૂપણમાં ઝંપલાવી બેસે છે તે તરફ પણ સાવચેત રહેવાની જરૂર છે. કૃત્રિમતા અને ધ્યેયાભિનિવેશ સર્જકના માર્ગમાં નિરંતર ઊભેલા પરિપથીઓ છે. કલાકારને પણ જીવનના અનુભવોને સામાન્ય માણસની પેઠે સાક્ષાત્કાર થાય છે પણ તેનું ઉરતંત્ર અતિશય સંવેદનશીલ(sensitive) છે, તેથી સામાન્ય માનવદષ્ટિને શુદ્ર કે ધ્યાન આપવા પાત્ર ન લાગત અનુભવ સર્જક હદયને તીવ્ર સંવેદન કરાવે છે. આવા અનુભવમાં તેની સૌદર્ય દર્શનશીલ દષ્ટિને કઈક સૌંદર્યને સાક્ષાત્કાર થાય તો તે અનુભવ તેના હૃદયને ઝણઝણાવી ઊઠે છે.એ સૌંદર્યાધાનભૂત અનુભવને એ મૂર્ત ન કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. અનુરૂપ વાહન દ્વારા એ અનુભવ સાકાર થાય અને ભોક્તાના હૃદયમાં પણુ એ અનુભવ યથાવત ઝીલાય એવાં સૌષ્ઠવથી, ઔચિત્યથી અને અપરોક્ષતાથી સાકાર થાય ત્યારે કલાકૃતિનું સર્જન થાય અને એવું સર્જન તેને સંતોષ આપે. એટલે જે અભિક્રમ (Approach) કે દૃષ્ટિકોણથી કલાકાર પોતાના અનુભવને (એ અનુભવ વાસ્તવ હે કે વ્યાપક અર્થમાં સત્યનિષ્ઠ કલ્પનાજન્ય હે) કલાવસ્તુને નિરૂપે છે તે જ અભિક્રમ કે દષ્ટિકોણથી આપણે તેની કૃતિને નિરૂપીએ એ તેને ન્યાય આપવા ખાતર આવશ્યક છે અને તેના ગુણદોષનું Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાય યથાર્થ વિવેચન કે મૂલ્યાંકન કરવા માટે અપરિહાર્ય છે. જર્મન sle 578 ( Goethe - Bisrt Wer den Dichtar will vertelen Muss in Dithters lande gehen.' 2 244 સૂકમ અર્થમાં પણ સમજવાની છે. આ ઉક્તિને અધિકારસૂત્રરૂપે નજર સમક્ષ રાખીને “સમીક્ષા” માટે આવેલાં પુસ્તકોની વિવેચના કરવાનો પ્રયત્ન કર્યો છે. આટલું ધ્યાનમાં રાખી હવે આપણે પ્રકાશને તરફ વળીએ. પણ આરંભમાં જ કાવ્યગ્રંથોનું નિરૂપણ કરવાની અત્યાર સુધી ચાલતી આવતી પ્રણાલીને ભંગ કરવાનું જોખમ વહોરું છું. સામાન્ય રીતે પ્રણાલીભંગ કરવાને શેખ મેં કેળવ્યો નથી. એટલે આજે પ્રણાલીભંગ કરવામાં જે હેતુ મને પ્રવૃત્ત કરે છે તેનો ઉલ્લેખ આવશ્યક છે. સાહિત્ય જીવનનું પ્રતિબિંબ કે (વ્યાપક અર્થમાં) વિવેચન છે એ વ્યાખ્યા તો સર્વવિદિત છે. આ સ્થળ વ્યાખ્યાને અનુસરીને આપણે જોઈએ તો સ્પષ્ટ દેખાશે કે જીવનમાં જેટલું વૈવિધ્ય કે ઊંડાણ કે સંકુલતા સામટાં શક્ય છે. પ્રધાનપણે નવલકથામાં નવલકથાનું વસ્તુ જીવન જેટલું વિશાળ પટવાળું અને વિવિધતાવાળું થઈ શકે. નવલકથા--જીવનની પેઠે–અમુક ચોકઠામાં જકડાઈ રહેતી નથી. જીવનમાં પણ અકસ્માતોને અવકાશ હોવા છતાં કેટલાક નિયમોની પ્રવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ તેમ નવલકથાને પણ કેટલાક સ્પષ્ટ આંતરનિય સિવાય બાહ્ય મર્યાદા રૂંધતી નથી–નવલકથાના નિયમો * જ નથી એ પણ એક મત એક આંગ્લ વિવેચકે વ્યક્ત કર્યો હતો! એટલે આરંભમાં જીવનને સવિશેષ રીતે પ્રતિબિંબિત કરતે નવલકથા વિભાગ આપણે જોઈશું. તે પછી કેટલેક અંશે ખાસ કરીને આત્મલક્ષિત્વ પરત્વે મર્યાદિત છતાં ટૂંકી વાર્તા કરતાં આમ ઘણી વધારે વ્યાપકતા અને સંકુલતાના અવકાશવાળા નાટક વિભાગનું સમાલોચન કરીશું. તે પછી સૂક્ષ્મતામાં, સઘનતામાં, વ્યંજનામાં અને સૌન્દર્ય ઝીલવાની શક્તિમાં કાવ્યની નજીક જઈ પહોંચતાં ટૂંકી વાર્તાના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અક્ષર વિભાગનું અવલોકન કરીને છેવટે જીવનના અને સાહિત્યના અર્ક સમી અને સૌંદર્યને શબ્દદેહે સાકાર કરતી કવિતાના વિભાગનું દર્શન કરીશું. નવલકથા આ વર્ષમાં પ્રકાશન પામેલી નવલકથાની સંખ્યા ૨૬ની છે, આમાંથી આઠ ઐતિહાસિક અને બાકીની સામાજિક છે. લેખકેમાં ધૂમકેતુ', ચુનીલાલ વ. શાહ, “જ્યભિખુ', “દિવ્યાનંદ' વગેરે આજ પહેલાં નવલકથાલેખનપ્રવૃત્તિ કરી ચૂકેલા. સર્જકે ઉપરાંત શ્રી પ્રાણલાલ મુનશી, રાજહંસ, કૃષ્ણલાલ ચી. શાહ વગેરે પિતાનાં પ્રથમ સર્જને આપતા નવીને પણ છે. પ્રયાણના લેખક શ્રી ઈદ્ર વસાવડા ગુજરાતની જનતાને પરિચિત છે. ગ્રામજીવન જીવતાં ગરીબોની દુખિયારી દશા પ્રત્યે સમભાવ અને પ્રકૃતિના સનાતન છતાં નિત્ય નવીન સૌદર્ય તરફ અભિમુખતા, આ બે તાણાવાણાથી આ નવલકથાનું વડુ વણાયું છે. પ્રકૃતિસૌદર્યની ભાવના કેવળ વર્ણનમાં કે પરિસ્થિતિના આલેખનમાં વ્યક્ત થઈ પરિસમાપ્ત થઈ જતી નથી, પણ નાયકનાયિકાના હૃદયમાં ખુલ્લાં ખેતરોને આકર્ષક વાતાવરણમાં જીવન માણવાની ઊંડી અભિલાષાની ગ્રંથિ મૂકીને લેખકે સમાજજીવનના ત્રાસમાંથી નાસી છૂટવાની નાઠાબારી તરીકે પણ તેનો ઉપયોગ કર્યો છે. આ ભાવનાઓ કલામંડિત સંવૃત્તિ પામી અનપાવૃત્ત (unexposed) રહેવી જોઈએ, પણ રહી શકી નથી; થેયલક્ષિતા વારંવાર ખુલ્લી રીતે ઉઘાડી પડી જાય છે. ગંગુ જેવા હરિગુણગાનમાં દિવસરાત વ્યતીત કરતા ભિખારીના પાત્ર દ્વારા વસ્તુમાં સમાજની જડતા અને કઠોરતાને સામે પલ્લે નિર્દોષતા અને આસ્તિકતાના ભાવે મૂકાયા છે. અને તેને ડોકટરનાં બે બાળકોના ઓઠા નીચે વધારે ઘેરા લૂંટવાનો પ્રયત્ન થયો છે.ગામડાની નિરાધાર પારકે ઘેર ઊછરેલી પાંગળી અસંસ્કારી છેકરી (રાધુ)ના હદયમાં પ્રેમના શુદ્ધ નિઃસ્વાર્થ સ્વરૂપ અને વાસનાવિકૃતરૂ૫ વચ્ચેના Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુમાળીસનું ગ્રંથસ્થ વામય ૧૦૦ ભેદની સમજણ આરોપાઈ છે એટલું નહિ પણ પોતે ન પરણવાનો નિશ્ચય કરી પોતાના પ્રેમ માટે મૂરતા હરજીને કેઈ બીજી છોકરી સાથે પરણાવી દેવાનું પરોપકારી કાર્ય કરતી પણ દર્શાવાઈ છે! આ જુદા જુદા ભાવોને કલ્પના સામર્થ્યથી સમુચિત પ્રસંગપરંપરા કે પાત્રો અને તેમના વર્તન દ્વારા કંથાનકમાં વણી લેવામાં લેખકને સફળતા મળી નથી. વસ્તુવિધાનમાં અસ્વાભાવિકતા અને દુરાકૃષ્ટતા, અનાવશ્યક પ્રસંગે કે અશોનું ગ્રંથન (ઉ. વર્ષાનું વર્ણન), એકધારી પ્રૌઢ શૈલીનો અભાવ, કેટલીક વાર તો છાપાળવી અને અધકચરી બની જતી લખાવટ, સ્થળ અને કોઈ કોઈ વાર ગ્રામ્ય જે થઈ જતો હાસ્યરસ-આ દોષનું પલ્લું. તે ઉપરાંત ભાષા અને વ્યાકરણના ખૂચે તેવા પ્રયોગ પણ થયા છે. સંવાદનો પ્રયોગ છૂટે હાથે થયો છે. છતાં સંવાદમાં ઔચિત્ય કે પ્રયોજન સામાન્ય રીતે નજરે આવતું નથી. બબે પાનાના સંવાદ પણ કેટલીક વાર અર્થહીન લાગે છે. સંવાદમાં અર્થગર્ભતા કે પાત્ર અથવા પ્રસંગની ઉદ્યોતકતા જોઈએ એ રહસ્ય લેખકની નજર બહાર રહેલું છે. રંગસુચનાને આશ્રય લેવો પડે એ નવલકથા લેખનની કાચી હથેટીનું સૂચક ગણાય. ગુણપક્ષે લેખકમાં પ્રકૃતિદર્યો પ્રત્યે મુગ્ધભાવ, ગ્રામવાસીઓ પ્રત્યે સમભાવ છતાં તેમની બદીઓ તરફ આડી આંખ કરી જવાની વૃતિનો અભાવ, પાત્રનિરૂપણમાં સારી જેવી સિદ્ધિ, ગૌણ પાત્રોના આલેખનમાં પ્રતીત થતી શક્તિ અને ભાવનિરૂપણમાં વિકાસક્ષમ સામર્થ્ય ગણાવી શકાય. દરાના ડુંગરોનું વર્ણન તાજગીવાળું છે. નિમકહલાલ શેઠની ખુશામત ઉપર જીવતો છતાં ઊતરતી કક્ષાના માણસો ઉપર જોહુકમી ચલાવતો, માળીને ધમકાવવા જતાં અંતે કાયર બાયલાપણું વ્યક્ત કરતો, રાવ તરફ આકર્ષણની પ્રથમ ક્ષણથી કમળ આદ્રભાવથી વતીને બદલામાં તેના પ્રેમને ઝંખતો હરજી, લફંગા પિતાની નિરાધાર પાંગળી દીકરી લેણદારોના પંજામાં સપડાઈ ઝૂંપડી. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અક્ષરા વિનાની થઈ ગયેલી છતાં સ્વમાનને વળગી રહેતી, પિતાના પ્રેમ ખાતર કડલાં કાઢી આપી સહદયતા વ્યક્ત કરતી, હરજી સાથે રાત્રે એકાંતમાં બેસીને વાસનાના વેગને રોગી દઢસંયમ સેવતી અને છેવટે જગતની જ્વાળાઓમાં કોઈ પોતાનું નથી એમ સમજી પ્રયાણ કરતી રાધુ–આ બંને પાત્રોની રેખાઓ સારી રીતે ઊપસી છે. જો કે . રાધુ હરજીને ગંગ સાથે પરણાવવાનું સૂચન કરે તે માટે લેખકે કશું કલાત્મક હેતુદર્શન નથી કરાવ્યું એ ક્ષતિરૂપ છે. ખુશમિજાજ કન્ટ્રાકટર ફરામજી અને તેની ધર્મશીલ દયાવૃત્તિવાળી પત્ની શિલુ, ભક્તિરત છતાં દારૂને વ્યસની, પાપનું ફળ નાશ એમ માની આત્મસંતોષ અનુભવતો ભિખારી ગંગુ, દંભના પ્રતીક સમા છતાં પ્રતિષ્ઠિત પિટમલ, અવસર જોઈને તુમાખીપણું કે દીનવૃત્તિ દાખવત પણ સ્વાર્થ સારી લેવાની એક પણ તક ન ચૂકતિ હરિવલ્લભ-આ ગૌણ પાત્રોનું નિરૂપણ લેખકની સાચી શક્તિનું દર્શન કરાવે છે. વાર્તાનાં ઘણાંખરાં પાત્રોની રિથતિમાં પલટો આવે છે અને એક કે બે રીતે પ્રયાણ' થાય છે. પણ રાધુ અને ગંગુ જગતથી કંટાળી ખેતરમાં યે પ્રકૃતિને ખોળે પણ સુખ ન પામી ક્યાંક સુખની શોધમાં નીકળી પડે છે. તે ઉપરથી - નવલકથાનું નામકરણ થયું લાગે છે. ત્રણ હૈયાં-કૃષ્ણલાલ ચીમનલાલ શાહની આ પહેલી નવલકથા છે જે તેમાં વ્યક્ત થતી લેખકની શક્તિના વિકાસની શક્યતા બતાવતા ગુણેને લીધે આવકારપાત્ર છે. વાર્તાનું વસ્તુ ગાંધીજીની સ્વાર્પણ, લોકસેવા, અહિંસા વગેરે જે ભાવનાઓ સાહિત્યમાં ખૂબ ઝીલાઈ ગઈ છે તેના ઉપર રચાયું છે. લોકસેવાની ધૂનવાળા, મજૂરોના જીવનને ઉદ્ધારવા અને વ્યવસ્થિત કરવા માટે પોતાનું સર્વસ્વ હમી દેવા તૈયાર એવી એક નવજુવાનની પ્રેરણાથી ભોગવિલાસને જ જીવનનું સર્વસ્વ માનતી નર્તકીની માનવતા મહોરે છે અને ઉત્તરોત્તર વિકાસ પામી સ્વાત્મસમર્પણની પરાકાષ્ઠાએ પહોંચે છે. વાર્તાને ઉપાડ કરતાં લેખકને આવડ્યું છે. પહેલા પ્રકરણને અંતે જ બે જુદી જુદી જીવન Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાડ્મય દષ્ટિનું સંઘર્ષણ પ્રતીત થાય છે. અનેક લક્ષ્મીનન્દને જેના રૂપમાં મુગ્ધ થઈ ચરણે ઢળવા તૈયાર છે તે અલકા બિહારી જેવા લાપરવાહ અને જીવને જોખમે પણ લોકસેવાની ધૂનમાં મસ્ત યુવાનથી આકર્ષાઈ હૃદય ઈ બેસે છે. વાર્તાનાં પહેલાં સત્તર પ્રકરણમાં પ્રસંગે બહુ નથી. લેકસેવાની ભાવનાના વાતાવરણમાં બિહારી આકાશમાં તપતા સૂર્યની પેઠે પ્રેરણારૂપ થઈ રહે છે, અને લેખક નર્તકી અલકા, બિહારીની સહાધ્યાયિની અને પત્ની થવા સર્જાયેલી છતાં ઉપેક્ષા પામતી સુમિત્રા અને અલકા પાછળ ભમતા ધનવાન જગતાપની પત્ની નિર્મળાનાં પાત્રોનાં મનોમંથને નિરપીને સ્ત્રીહદયનું અછું દર્શન કરાવે છે. બિહારીને પતિ તરીકે પામવાની ધારણાથી પત્નીવત બિહારીના ઘરનું કામકાજ ઉઠાવતી પણ ઉપેક્ષિતા જેવી દશા ભગવતી સ્ત્રીસુલભ ઈર્ષ્યા કે સ્વાર્થદષ્ટિવાળી છતાં અલકાને જાણ્યા પછી સહાનુભૂતિથી આદ્ર બનતી સુમિત્રા આપણે સમભાવ જીતી લે છે. તેના કરતાં વધારે કરુણ અને ઉન્નત ભાવનાવાળું પાત્ર નિર્મળાનું છે. જગતાપ જેવા વાસનાપરવશ, વ્યસની પતિને દેવતુલ્ય માની આત્માપહાર કરતી જુના ગૃહિણીના આદર્શની મૂતિ સમી તે ચિતરાઈ છે. આ બંને કરતાં અનેખી વૃત્તિ અને શક્તિવાળી નર્તકી અલકા આરંભમાં જેમ સુખવિલાસ માણવામાં બાકી ન રાખી તેમ જીવનપરિવર્તન થતાં એશઆરામને તરછોડી મજૂરોની વચ્ચે ખાલીમાં રહેતી અને આગમાં ઝંપલાવી બાળકને બચાવી લેતી અલકા આજની યુવતીની મનભાવનાના પ્રતીક જેવી છે. અઢારમા પ્રકરણમાં કથાનકમાં ન તાર ઉમેરાય છે. ત્યાંથી વાર્તારસ કથળે છે, અને અંત શિથિલ બને છે. પાત્રનિરૂપણ પણ પૂર્વાધ જેટલું સ્પષ્ટ નથી રહેતું. લેખકે વાર્તા નવલકથા કહી છે છતાં તે નવલકથા કરતાં ટૂંકી વાર્તાને વધારે મળતી લાગે છે. લેખકમાં ભાવનિરૂપણની શક્તિ છે તેમાં ડાણ આવે, પરિસ્થિતિની શક્યતાઓને પૂરો લાભ લે, અપ્રસ્તુત વિગત (ઉ. આયના મીમાંસા) વર્ણવવાને મોહ જતો કરે અને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અક્ષ સાદ્યન્ત એકાગ્રતા જાળવી શકે તો “ત્રણ હૈયાંના લેખક સારી નવલકથા આપી શકે. લતા–આઠ પ્રકરણમાં લખાયેલી આ સળંગ વાર્તાની વિશિષ્ટતા એના સર્જનમાં રહેલા પ્રયોગમાં છે. મરાઠી વગેરે બીજી ભાષાઓમાં જુદા જુદા લેખકોને હાથે વાર્તાના મણકા ગૂંથાતા જાય તેવા પ્રયોગો. થયા છે. એવો જ પ્રયોગ આ વાર્તામાં થયો છે. ગુલાબદાસ બ્રોકરે માનવસ્વભાવને આલેખતી ટૂંકી વાર્તા લખી, તેમાં જાતિગત આકર્ષણ : ઉત્તરોત્તર પ્રબળ થઈને સંભોગમાં પરિણમી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. આમ પરાકાષ્ઠાએ પહોંચેલી ટૂંકી વાર્તાને સુંદરમે માનવ સમાજનો અંશ ઉમેરીને આગળ ચલાવી ને બીજા લેખકેએ તે ઉપાડી લીધી. સુંદરમે કુસુમનું પાત્ર સર્યું અને બ્રોકરે નિર્દોષ રાખેલા સુરેશના પાત્રમાં વાસના આરોપીને જાતીય સમાનતાનો વિચિત્ર આવિષ્કાર કર્યો ને સળંગ વાર્તાના પાયા નંખાયા. પહેલા પ્રકરણમાં નિરંજન લતાને છોડીને ચાલ્યો જાય છે. બીજામાં તનથી નહિ તે મનથી સુરેશ બીજા પ્રકરણથી જ વાર્તાનિર્વાહણના વમળામાં અટવાયા છે. જેમાં મોટો તરંગ કિનારાના પથ્થર ઉપર અફળાઈ ફાટી જાય અને તેનાં વેરવિખેર થયેલાં વહેણ ઓસરતાં જઈ છેવટે જળના પેટાળમાં સમાય તેમ બીજા પ્રકરણથી સુરેશ-લતા-નિરંજનના મનેમંથનો અનુભવો અને બની ગયેલી ઘટનાનાં પરિણામ અને જવાબદારીના વિષયમાં ચાલતી ગડમથલો છેવટે લતાને સુરેશને આશરે સોપે છે. વાર્તામાં સુંદરમ વગેરે લેખકોએ જૂની રૂઢિ અને નવા વિચાર, સમાજસેવાને બહાને સ્વાર્થ અને કામ સેવતું દંભી માનસ, પરિણીત–અપરિણીત જીવનની વિટંબણાઓ ને આકાંક્ષાઓ દાખલ કરીને નવાં પાત્રો સર્યા અને ફાવ્યું તેમ તરતા મૂક્યાં, એ સૌને ઠામ પહોંચાડવાનો ભાર રમણલાલ દેસાઈને માથે આવી પડ્યો. બે પુરુષ વચ્ચે ગોથાં ખાતી સ્ત્રીના જીવનની અને ભાવિની સમસ્યા શી રીતે ઉકેલવી એ આ વાર્તાનો પ્રશ્ન છે. જાતિગત Page #122 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૧૩ આકર્ષણને વશ થઈ પરપુરુષ સાથે વ્યવહાર કરી ચૂકેલી પત્નીને પતિએ આંખમીંચામણાં કરી નભાવી લેવી ? કે એ પરપુરુષને જ આશ્રય એવી સ્ત્રીએ શોધ? રમણલાલ પહેલાંના જ લેખકે સૂચવ્યું છે કે સુરેશે “ Normal” થઈ જવું. સુરેશ તો તે પહેલાં જ પિતાને કારણે “ Normal' થઈ ગયો છે ! અને લતા અને નિરંજન બંનેને ઘરમાં રાખવા તૈયાર છે. પણ એ બંને એકમેકથી દૂર રહેવાને જ ઉત્સુક છે. આ સામાજિક કેયડાને ઉત્તર રમણલાલ દેસાઈએ બંને બાજુ નમતું જોખીને આપ્યો છે. જાતિગત આકર્ષણ સ્વાભાવિક છે માટે લગ્ન જેવાં બંધને શા માટે ? પણ સ્ત્રીના જીવનને ટકાવવા માટે લગ્નના બંધનમાં રહી વાસનાઓને દાબવી એ આવશ્યક છે. રમણલ્પલનું છેલ્લું પ્રકરણ વસ્તુના છૂટાછવાયા તંતુઓને ગૂંથી લેવાના હોવાથી તેમની પોતાની આ સમસ્યાને નિશ્ચયાત્મક ઉત્તર આપવાની આનાકાનીને લીધે ધારદાર ચમકવાળું બની શક્યું નથી. વાર્તાનું ટાંચણ ઉમાશંકર જોશીએ “લતા-મંડપમાં અભિનવ પ્રસ્તાવના-પ્રકાર (કે ઉપસંહાર–પ્રકાર ?) યેજીને કર્યું છે. દરેક લેખકે પોતાના પ્રકરણમાં જે દૃષ્ટિ રાખી છે તેને પામી જઈને એકબીજાના સંવાદ દ્વારા તેમના ઉપર કટાક્ષ, ઉપહાસ કે પરિહાસ છાંટયા છે. લતાની બાળકીનું મોં સુરેશ જેવું કેમ છે તેના રમણલાલ આપેલા નિરાકરણ કરતાં વધારે ચમત્કૃતિવાળું અને “લતામંડળી'માં - બહુમતીએ કદાચ સ્વીકાર પામે તેવું નિરાકરણ ઉમાશંકરે સૂચવ્યું છે. “મંડપ માં લતાને સહચાર શોધતા સાહિત્યકાર પાસેથી વાચક તરીકે અધિકારને દાવો કરતા ઉમાશંકર લતાને છોડાવી લઈ બહાર નીકળે છે અને તેને વાચકોની–વિશેષે સ્ત્રીવાચકોની-ન્યાયબુદ્ધિ ઉપર વિશ્વાસ રાખવાનું કહે છે. . “સમીક્ષા કારને “લતા–મંડપ'ને લંબાવવાની છૂટ હોઈ શકે ? હૈય તો અ. ૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. અક્ષ (મંડપની બહાર નીકળી ટેકરી ઉપરથી થોડે નીચે ઊતરી) ઉમાશંકર – તમને થાક લાગે કે? પણે લોનમાં બેસીશું બે ઘડી ? લતા – હ, તમે ય લેખક છો ? હું તો હવે નીચે જ જઈશ. ' (બંને ઊતરી આવે છે. લતાને રસ્તા ઉપર જ બહેનપણીઓ મળે છે.) સરલા - (લતાના હાલ જોઈને) આ મરીન ડ્રાઈવ ચપાટી છોડીને ટેકરાટેકરીઓમાં આમ એકલી ભટકે છે તે કોઈ ટોળકીને હાથે હેરાન થવાની! એ જ લાગની ! વાર્તામાં કલ્પનાને વિલાસ માનવસ્વભાવ અને મને વૃત્તિઓનું સૂક્ષ્મ વિલેષણ, આછી કટાક્ષ કે પરિહાસની લહરીઓ વગેરે આકર્ષકતા આણે છે. નાયિકા લતામાં કશી અસાધારણતા નથી. વ્યક્તિત્વ પણ કસુમ જેટલું યે નથી. સુરેશ નિર્દોષ, વિશ્વાસુ અને સામાન્ય રીતે રસિક વૃત્તિવાળા છે પણ લતા-નિરંજનના પ્રસંગે તેને દુનિયાનું ડહાપણ શીખવ્યું અને તેને “દઢ માસનો કરી મૂક્યો. નિરંજન પહેલેથી છેલ્લે સુધી લતાના આકર્ષણમાં મુગ્ધ રહે છે, પણ મિત્રદ્રોહનો કી તેના હૃદયને કરે છે. પોતે કરેલા કર્મની જવાબદારી ઉપાડવાની આનાકાની કરતે તે ભીરુ માનસ દાખવે છે. પ્રયોગ તરીકે “લતાનું મહત્ત્વ સારું ગણાય. સુનંદા-કવિતા અને નાટકોલેખનમાં પ્રવૃત્તિ કરી ચૂકેલા શ્રી. રમણ વકીલને વાર્તાલેખનમાં આ પ્રથમ પ્રયાસ છે. શ્રી જ્યોતીન્દ્ર દવેએ ૭૮ પાનાંની આ વાર્તાને ૧૫ પાનાંનું પુરોવચન લખીને અષ્ટવર્ષા કન્યકાને સાડી પહેરાવતાં આવે તેવી પ્રૌઢતા અપી છે. વાર્તાની વિશિષ્ટતા વાર્તારસમાં નથી પણ સૂક્ષ્મ મનૈવિશ્લેષણના નિરૂપણમાં છે. શ્રી જ્યોતીન્દ્ર આ વિશ્લેષણની ખૂબીઓ અને ખામીઓ પુરોવચનમાં દર્શાવી છે એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ. માત્ર બેત્રણ મુદ્દાઓ નોંધીશું. સુનંદાની મનોવૃત્તિમાં અને જીવનદષ્ટિમાં જે પરિવર્તન આવે છે તે સામાન્ય રીતે પરિસ્થિતિના પરિવર્તનથી Page #124 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય સંભવિત બને, તેમાં જ્યારે હિમાલયનાં પ્રકૃતિદોની મનોહરતા અને પ્રેરકતા ભળે ત્યારે એ અનિવાર્ય પણ બને. શ્રી વકીલને આટલાથી સંતોષ થયો નથી. તેથી તેણે અસ્વાભાવિક કલ્પનાને આશ્રય લઈ ભગવાન ભાસ્કરને શૃંગારના આલંબન તરીકે સ્વીકારીને ઉદ્દીપન વિભા. અને અનુભાવોનું સુંદર પણ અપ્રતીતિકર આલેખન કર્યું છે. વાર્તામાં જાતીય સમાનતાનો આદર્શ રજૂ કરતા લેખક સુનંદાના વર્ચસને સ્થાપવા અને વધારવા માટે સુધીરને-પુરુષનેઆરંભમાં દાબી દે છે, જો કે વાર્તાને અંતે સુધીર અને સુનંદા સાચી દષ્ટિ સાંપડતાં કેવળ પતિ-પત્નીભાવમાંથી ઊગરી સ્નેહના અતને અનુભવતાં દર્શાવાયાં છે. સુનંદા અને સુધીરના ઉરમાં સૂક્ષ્મ દેલનો અને આઘાત-પ્રત્યાઘાતના વર્ણનમાં લેખકની કલ્પના અને ભાષાનું સામર્થ્ય વ્યક્ત થયું છે. પ્રકૃતિવને-સૌમ્ય અને રુદ્ર–ચારુતાવાળાં હોવા ઉપરાંત પાત્રોની મનોવૃત્તિને ઉત્તેજવામાં કે પોષવામાં સહાયભૂત થતાં હોવાથી વસ્તુના પોતમાં વણાઈ જાય છે. કેટલેક સ્થળે પ્રકૃતિવર્ણન કાવ્યની કટિએ પહોંચે છે, એ શ્રી વકીલની શક્તિને સાહિત્યનું કયું ક્ષેત્ર સવિશેષ અનુકૂળ છે તેનું સૂચન કરે છે. શારદા–મંદિરમાં પ્રથમ પ્રવેશ કરતા “રાજહંસ ત્રણ નવલકથા (મધુપ, નિત્યપ્રિયા, મેંદીનો રંગ)ની વાનીથી ભરેલે નિવેદ્યથાળ લાવે છે. એ શારદાભક્તિ માટે તેમનો ઉત્સાહ દર્શાવે છે. શારદાનને નિનાદિત કરતા “કલાપી”ના પ્રેમભાવનામાર્ગ કેકારવથી પ્રેરાઈને . ઉદ્યાનવાપીમાં “રાજહંસ જી ઊઠે એ ઉદ્યાનનું સૌભાગ્ય ગણાય. આજે સ્ત્રી-પુરુષના પરસ્પર સંબંધમાં સ્વીકારાતી સમાનતા અને સ્વતંત્રતાનું અને પ્રેમના નિર્મળભાવને નામે સેવાતી-નવી નીતિ new morality પ્રતિષ્ઠિત સંજ્ઞાઓથી ઉલ્લેખાતી વિલાસિતાનું નિરૂપણ “મધુપ” અને “નિત્યપ્રિયામાં થયું છે. એક દષ્ટિએ “મધુપને નિત્યપ્રિયા’ના પુર્વરંગ જેવી પણ કહી શકાય. ૧૭૦ પાનાંની આ નવલકથામાં શક્તિ કરતાં ઉત્સાહ વધારે દેખાય છે. ઈજિપ્ત Page #125 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ૧૧૬ વગેરે દેશમાં લડાઈમાં ભાગ લઈને રજા ઉપર આવેલ અને વામા અને વારુણીના યથેચછ સેવનનો પિતાને પરવાનો મળી ગયે છે એમ (લગભગ દરેક સૈનિક સેવે છે તેવી) માન્યતા સેવતો યુવાન લેફ. કીર્તિકુમાર અને “ જબર મનોબળવાળી દેહસમર્પણ સિવાય બીજી ચેષ્ટાઓથી ન ભડકતી “ Miss 1942” મૃણાલિનીના રેલ્વે કંપાર્ટમેન્ટમાં પ્રથમ મિલનથી આરંભાઈ પરસ્પર આકર્ષણ અને (દવાનાં ટીપાંની સહાય લેવાયા પછી!) લગ્નમાં પરિણમે છે. કેવળ દેહતૃપ્તિમાં પરિસમાપ્ત થતા સ્થૂળ પ્રેમનું આલેખન છીછરું, અછડતું છતાં સંઘર્ષણના તત્વથી કેટલેક અંશે ચોટદાર બન્યું છે. રેવેના ડબામાં નાયક-નાયિકાના મિલનના ચિત્રપટમાં શોભે તેવી છટાથી આલેખાયેલા પ્રસંગને બાદ કરીએ તો વસ્તુ શબ્દાર્ડબરે ગાજતા છીછરા કપનારંગ જેવું બની જાય છે. કંટાળો આપે તેવી અને તેટલી પ્રાકૃત વિગતોની પુનરુક્તિએ, કશા ય પ્રયોજન વિના અપાયેલાં સોહનચંદ જેવાં પાત્રો કે પ્રસંગે, સ્થૂળ ગ્રામ્ય હાસ્યથી પણ ન અટકતાં સુરચિભંગ કરતાં સૂચન કે ઉક્તિઓ “મધુપમાં દૂષણરૂપ છે. નીરક્ષીરવિવેક તો રાજહંસનું કુળવંત છે! છેલ્લાં બે પ્રકરણોમાં બાલિશ સરળતાથી પ્રસંગો ઉજવવામાં સ્વદેશસેવાની ભાવનાને ઉપયોગ કર્યો છે. નિત્યપ્રિયા ” સરખામણીએ આ દૂષણેથી મુક્ત છે. લગ્ન, પતિવ્રતપણું, નીતિ વગેરેની પરંપરાગત માન્યતાઓને બંધનરૂપ કે વિદનરૂપ માનતી, અને “નવી નીતિને સ્વીકારી નિત્ય નવીન જાતીય અનુભવોમાં રાચતી, લક્ષ્મી અને સૌંદર્યની કૃપાપાત્ર સ્ત્રીની ચેષ્ટાઓ પુરષ હૃદયને મુધ કરે છે, પણ પોતાને છોડીને એ સ્ત્રી પરપુરુષને સંબંધ માંગે છે ત્યારે એ “નિત્યપ્રિયા'ના વાસનામય પ્રેમનું સાચું સ્વરૂપ સમજાય છે : આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. મયનાના પ્રેમ વિશે વાર્તાનાયક મિ. બેગનાં પડળ ઊતર્યા પછી છેક અંતમાં ઊર્મિલાનું પાત્ર સજીને એ બંનેને લગ્ન–હૃદયલગ્ન અને વ્યાવહારિક Page #126 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૧૭ લગ્નથી જોડવાની કલ્પનામાં નિઃસ્વાર્થ સ્નેહ અને સ્ત્રીહદયની સાત્વિકતાનું દર્શન અવશ્ય થાય છે, પણ એ “મધુપ’ના ઉપસંહારની કૃત્રિમતાનું સ્મરણ કરાવ્યા વિના રહેતી નથી. આ બંને નવલકથાઓનાં પાત્રો ઝાંખાં રહે છે. વસ્તુસંકલના જુદા જુદા પ્રસંગોના સુઘડ અને સુરેખ ગુફનરૂપ થવાને બદલે ડાયરીની નોંધ જેવા વિક્ષિત બની જાય છે. બંનેમાં સ્વીકારાયેલી ડોલનશૈલીને પ્રયોગ નિષ્ફળ નીવડયો છે. ન્હાનાલાલ કવિની પેઠે “રસ', “ કહે , “વસંત', કોકિલા જેવાં પ્રતીકોનો આડબરી પ્રયોગ “નિત્યપ્રિયામાં ગુણરૂપ નથી. - મેંદીને રંગ–“રાજહંસની શક્તિની ઝાંખી કરાવે છે. ગામડામાં સુખી જીવન ગાળતાં મોહન અને મેંદીને સંજોગવશાત અમદાવાદ આવી મજૂરી કરવી પડે છે. તેમ કરતાં શહેરી જીવનની નિષ્ફરતા અને લંપટ્ટતાના ભોગ થઈ પડી અંતે ગામડામાં આવી વસે છે અને પૂર્વવત આનંદમય જીવનમાં રાચે છે : આ વસ્તુ ઉપર વાર્તાનું કલેવર ઘડાયું છે. આરંભમાં ગ્રામજીવનનું રીતરિવાજોની ઝીણઝીણી વિગતોથી પ્રચુર અને સૌદર્યદશી આલેખન થયું છે. અહીં ડોલનશૈલીમાં કાઠિયાવાડના ગ્રામ્ય શબ્દોને બહોળો પ્રયોગ અન્યથા કેવળ ટાંચણિયા બની જતા વર્ણનમાં કથનશૈલીનું વૈવિધ્ય આણે છે. વાર્તાના મધ્યભાગમાં લેખકને હાથ સ્થિર થાય છે. પ્રસંગોની ગૂંથણી, વર્ણનમાં વ્યક્ત થતી પ્રૌઢતા, મેંદીના પાત્રની ઊપડતી જતી રેખાઓ, દેહનો વેપાર કરીને અને કરાવીને જીવન મહાલતી દિવાળી અને ધોળી ટોપી પહેરીને કાળાં કર્મ કરતા કાકુ શેઠ જેવાં ગૌણ પાત્રાના સર્જનમાં અચૂક વ્યક્ત થતી શક્તિ અને શહેરના વાતાવરણને સૂચવી દેવાની કળા “રાજહંસ'ની સિદ્ધિ ગણાય. આ નવલકથામાં પણ નિર્વાહણમાં અસ્વાભાવિકતા અને અછડતાપણુના અંશે પ્રવેશ્યા છે. છેલ્લાં પ્રકરણોમાં ગ્રામજીવનમાં આવતાં પરિવર્તનના વર્ણનમાં કલા કરતાં પ્રચારની દકિટ પ્રાધાન્ય પામી છે. સંજોગો અને સમાજના પયંત્રને ભોગ બનતાં સરળ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અક્ષર હદયનાં મેંદી અને મેહનના જીવનતરંગમાં, કાળાં વાદળાંમાં ઝબૂકતી વીજળીની પેઠે, એ દંપતીના વિશુદ્ધ સ્નેહની સેર લહેરાયા કરે છે. શ્રી “રાજહંસ પાસે કં૫ના છે, ભાષાનું વૈવિધ્ય છે, હળવું હાસ્ય કે માર્મિક કટાક્ષ પણ તે કરી શકે છે. એટલે શૈલીની દષ્ટિએ પરોપજીવી ન બનતાં સ્વાનુભવને પ્રમાણને સ્વતંત્ર સર્જન કરે તે તે અવશ્ય વધારે મૂલ્યવાન નીવડે. જ્યોતિરક્ષા–રમણિકલાલ જ્યચંદભાઈ દલાલની નિરાશાજનક નવલકથા છે. લેખકે પ્રાચીન અને અર્વાચીન માનસનાં સંઘર્ષણ અને “જાતીય ત્રિકોણને વાર્તારૂપે આલેખવા પ્રયત્ન કર્યો છે. પણ તેની કાચી હથોટી પહેલી નજરે વર્તાઈ જાય છે. લેખનમાં સર્વતે મુખ જાગરૂકતા નથી, જેને પરિણામે સુસંગતતાનો અભાવ કેટલેક સ્થળે દેખાય છે. વસ્તુસંવિધાનમાં કલ્પનાની અલ્પતા અને ઉપહસનીય અસ્વાભાવિકતા (ઉ. રામા પાસે એક બ્રાહ્મણના છોકરાને મંગાવી પિતાને ઘેર ઉછેરવાની શિશ્વરની ઈચ્છા ) છે. પાત્રાલેખન અસ્કુટ અને ઊંડાણ વિનાનું રહ્યું છે. રક્ષા કે ધીરુના વિચારો કે ઊર્મિઓનું પૃથક્કરણ સૂક્ષ્મતાને અભાવે અકિંચિકર નીવડયું છે. સોનલ- અવિચારી અને ઉતાવળાં લગ્ન કરી બેસનાર કુમરિકાઓને અર્પણ કરાયેલી આ નવલકથા શ્રી પ્રાણલાલ ટી. મુનશીને પહેલો પ્રયોગ છે. પણ લેખક “ arોડવાવાઝમા હોવાની પ્રતીતિ તે કરાવી શકે છે. આ વાર્તાને મુખ્ય ગુણ તેમાં વ્યક્ત થતી લેખકની આત્મપ્રતીતિ (self-conviction) અને નિષ્ઠા છે, આદિથી અંત સુધી લેખક સ્વસ્થતાથી પિતાનું નિશ્ચિત મંતવ્ય પ્રસંગપરંપરાના શૃંખલિત આયોજનથી સ્પષ્ટ કરતા જાય છે. પ્રેમની પ્રથમ ઊર્મિને વશ થઈ જઈ પિતા અને કુટુંબીઓને છોડીને ચાલી નીકળેલી અને લગ્ન કરી નાખતી સંસ્કારી અને સાલસ સોનલ સ્ત્રીહદયનાં કરુણતા તેમ જ સામર્થ્યની પ્રતિમા બની રહે છે. સોનલની Page #128 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૧૯ (દેહની અને સ્વભાવની ) સુકુમારતા, મધુરતા અને ભાવસંશુદ્ધિ ઉપર થતાં આક્રમણો વાર્તામાં ગંભીર કારુણ્યનું વાતાવરણ જમાવી દે છે. પ્રભાકર સોનલના પ્રેમને માટે નહિ, પણ તેની સાથેના લગ્નમાં રહેલા આનુષંગિક લાભ ઉપર મીટ માંડીને તેને પરણે છે. છતાં પોતાની વાસ્તવિક સ્થિતિનું સેનલને જરાસરખું સૂચન પણ કરતો નથી. આર્થિક તંગી અને સ્વમાનની કંઈક તંગ બનેલી ભાવના વચ્ચે અથડાતે પ્રભાકર અસત્ય, વાણી અને અનીતિના ગર્તમાં સરી પડે છે તેનું એક એક કર્મ સોનલની ઊંડી પ્રેમભાવનાના મૂળમાં ઘા કરતું રહે છે. કુટુંબની હૂંફની પિતાને અધિકારી ગણતી નિરાધાર સોનલને ભોળી, સાતેષી અને ભાવિક મેના મા-બહેન જેવી થઈ પડે છે. વ્યાવહારિક જીવનની સંકડામણથી અનભિજ્ઞ સોનલ અને એ સંકડામણોને હસતે મેએ સહી લેતી મેના-આ બંનેને સામે પલે છે કેસર. જીવનની વાસ્તવિકતાને સમજી ગયેલી અને તેથી વ્યવહારના ગજથી બધાને માપતી, જૂની ઢબની પણ ચતુર, સુધારાના આદર્શ પાછળ ઘેલા બનેલા પતિની જીવનનૌકાની કર્ણધાર બનેલી, પતિ પ્રત્યે હેતાળ હૃદયવાળી કેસર અને તેના પતિ મૂળચંદ માસ્તરનાં પાત્રોનું આલેખન સૂક્ષ્મતાભર્યું થયું છે. આ દંપતી અને પ્રભાકરના જીવન દ્વારા મુંબઈના મધ્યમવર્ગના જીવનનું ચિત્ર લેખક સારી રીતે રજૂ કરી શક્યા છે. સુંદરજી અને મેરલીના જીવન દ્વારા મુંબઈના ધનિક પ્રતિષ્ઠિત મનાતા વર્ગના જીવનની પામરતા દર્શાવી છે. સંસ્કારી અને વત્સલ હૃદયનો નાગરદાસ, શિસ્તપાલનને આગ્રહી અનંતરાય, હૃદયના સ્નેહને ખાતર દામ્પત્યજીવનના ત્યાગનું વ્રત પાળતો સંસ્કારી અને ગંભીર વૃત્તિને મહેશ વગેરે ગૌણ પાત્રો ઊંડી સમજથી આલેખાયાં છે. વાર્તામાં આરંભમાં કેવળ બાહ્ય અને પછી સોનલના હૃદયમાં અને પ્રભાકરમાં પણ આંતર સંઘર્ષણનું તત્ત્વ છે. સોનલનાં મનેમંથનના નિરૂપણમાં લેખકને સારી સફળતા સાંપડી છે. કેસર જેવા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અક્ષર પાત્રના વિકાસમાં સંવાદને ઔચિત્યપુર:સર થયેલ પ્રયોગ સારે અંશે સહાય આપે છે. અંત સુધી વાર્તા વાચકના કુતૂહલ અને રસને ટકાવી રાખી શકે તેવી છે. પણ વાર્તાનું કથયિતવ્ય દુરાકૃષ્ટરૂપે રજૂ થયું છે. પ્રેમના પ્રથમ ઉમળકામાં મુગ્ધ બની જતી સોનલને ફસાવીને પરણી જનાર અનધિકારી પ્રભાકરે જ મળે એવું જીવનમાં હમેશાં નથી બનતું. ઉતાવળે કરી લીધેલાં લગ્નની કરુણતા પરિસ્થિતિની વિષમતા કરતાં રુચિ અને સંસ્કારની વિષમતામાંથી જન્મે છે એ રહસ્ય ઉપર વાર્તાનું ચણતર વધારે પ્રતીતિકર થાત. છતાં વાર્તા તરીકે આ પ્રયોગ સફળ જ કહી શકાય. ભસ્મરેખા–શ્રી ચુનીલાલ વર્ધમાન શાહની આ નવલકથા અને “સોનલમાં નિરૂપાયેલો વિષય સમાન છે. બને લેખકોની દષ્ટિ પણ સમાન છે. વસ્તુનાં નિરૂપણ અને ઉપસંહાર પણ સમાન જેવા છે. પણ આ વાર્તાની પહેલી વિશિષ્ટતા એ છે કે એ “સત્ય ઘટનાને અવલંબીને લખાઈ છે—જે કે વાર્તાહે રજૂ થતાં એ ઘટનાની વિગતેમાં કલ્પના દ્વારા આવશ્યક ફેરફારો કરાયા છે. અને બીજી વિશિષ્ટતા અભિક્રમ-કણ (angle of approach) છે. મુરબ્બીઓનો વિરોધ કરી છાનાંમાનાં સ્નેહલગ્ન કરતી વિભાગ પ્રેમના પ્રથમ આવેશમાં ઘસડાઈ જતી યુવતી નથી. ચંદ્રવદન પણ વિભાના મમત્વનો લાભ લઈ પરણી જવાની ઉતાવળ કરનાર યુવાન નથી. શિક્ષિત અને રસિક સ્વપ્નાં સેવતી વિભા પોતાના ભાવિ પતિનાં જડતા, અસંસ્કારિતા અને ધન–મદને સાક્ષાત્કાર કરે છે ત્યારે કુટુંબમાં એકલવાયી જેવી થઈ પડેલી તે પિતાના શિક્ષક ચંદ્રવદનની એથ શોધે છે. ચંદ્રવદન વિનયી, સંસ્કારી અને સ્વાર્થવૃત્તિવાળા છે. વિભાના પ્રેમનિમંત્રણને હૃદયના સખ્ય તરીકે સ્વીકારે છે. લગ્ન, સંબધ આવેશના ઊભરા ઉપર પ્રતિષ્ઠિત ન થઈ શકે એ એ સમજે છે. પણ ગામડિયણ અને અજ્ઞ હરકર સાથે પોતાના વેવિશાળને Page #130 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનુ' ગ્રંથસ્થ વાઙમય ૧૨૧ ભારરૂપ માનતા ચંદ્રવદન આમ વિભાને સમાનશીંજ વ્યસન થતાં બંનેના પરસ્પર પ્રેમના પરિપાક છાના લગ્નનું રૂપ લે છે. ઘેરથી નાસી ગયેલી વિભાની શેાધ કરાવી પેાતાની પ્રતિષ્ઠા ખાતર પિતા તેને ઘેર લાવીને એક વાર પરણી ચૂકેલી પેાતાની એ પુત્રીને ખીજા પ્રતિષ્ઠિત વર સાથે પરણાવી દેવા માટે ષડ્યંત્રો રચે છે. એ બધાં . વીતકેામાં વિભાની અચલ વિશુદ્ધ સ્નેહની જ્યાત ચંદ્રવદનને માદક થાય છે-પણ અંતે અસત્યને જય થતાં હામ હારી ગયેલા ચંદ્રવદન તાપથી પીડાઈ ડુમસમાં મૃત્યુ પામે છે. વિભા પ્રયતમની ચિતાની ભસ્મ લલાટે લગાવીને સ્નેહલગ્ન'ની વિધવા બને છે. 6 શ્રી ચુનીલાલ શાહ પ્રતિષ્ઠિત નવલકથાકાર છે. આ વાર્તામાં પણ એમની વાર્તાકલાનાં ન થાય છે. વાર્તાની પાત્રસૃષ્ટિમાં આપણા સમાજનાં દંભ, દુરાચાર, પ્રતિષ્ઠાની પેાકળતા, ધનને મદ. રૂઢિની જડતા, સ્વાથ લાલુપતા વગેરે પ્રતિબિંબિત કરતાં પાત્રા છે. આકર્ષીક રીતે વાર્તાને ઉપાડ કરીને ઝીણી ઝીણી વિગતેા દ્વારા ગુજરાતના ગૃહજીવનનું એક સુદર ચિત્ર એમણે આરંભમાં આપ્યું છે. વિર્સાના મુગ્ધ હૃદયની આશા, ઉત્સુકતા, ઝખના, શ્યામલાલના પ્રથમ પ્રસ ંગે ભાંગી પડતી સ્વપ્નસૃષ્ટિ, નિરાશા વગેરેનું મનેારમ આલેખન કરી, તેના હૃદયમાં ચંદ્રવદન પ્રત્યે ઉત્પન્ન થતા ભાવ દૃઢ ખની અંતે પ્રેમમાં પરિણમતા બતાવી, વિપત્તિની પર પરામાં પણુ હામ ન હારતી અને વૈધવ્યમાં પણ વિશુદ્ધ પ્રેમની વેદી ઉપર C " જીવનસવ સ્વનું અર્પણ કરતી વિભાનું પાત્ર સુરેખ અને સ્પષ્ટ નિરૂપણ પામ્યું છે. વાર્તાના અંતમાં, દિવુ અને ચ`દ્રવદનના રેલ્વેના ડબ્બામાં થયેલા યેાગની સામાન્ય દૃષ્ટિએ કૃત્રિમતાના ભાસ ઉપજાવતા આકસ્મિકતાને ખાદ કરીએ તે વસ્તુવિધાનમાં કૃત્રિમતા કે પાંખાપણું નથી. લેખકની વનશૈલી રાચક છે. સુધડતા, તટસ્થતા અને કલ્પનાની સૌન્યતા આ વાર્તાના તરી આવતા ગુણા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અક્ષરા ' C જિગર અને અમી—શ્રી ચુનીલાલ વર્ધમાન શાહની આ નવલકથાએ ગુજરાતની જનતામાં ઘણા રસ ઉત્પન્ન કર્યા છે. તેનું મુખ્ય કારણુ એ છે કે તે ‘ સત્યઘટનાત્મક નવલકથા છે. એમ જાણીને વાચકનુ કુતૂહલ ઉત્તેજાય છે. આ · સમીક્ષા'માં આ નવલકથાના ખીજા અને ત્રીજા દનને સમાવેશ થાય છે—પહેલુ દર્શન '૪૩ માં બહાર. પડયું હતુ. એટલે અહીં પ્રસ્તુત નથી. બીજા અેનમાં જિગર ’ના જમ્મુ અને કાશ્મીરના અનુભવા અને તેની કાંચન અને કામિની’ના ત્યાગની પ્રતિજ્ઞા સામે કેવાં પ્રલાભને આવે છે તેનુ વર્ણન છે, ચામેર સ્ત્રીના પ્રલાલનમાં ઝડપાતા જિગર · ‘ અમી’નાં સ‘સ્મરણને ખળે ખેંચે છે, અને અંતે દીક્ષા લઈ જૈન સાધુ બને છે. આ દર્શોન કડી ( link ) જેવું છે. પહેલા દર્શનની એકાગ્રતા અને અંતની કષ્ણુતા પછી જિગર ’ના જીવનનું અને તેના માનસનું આલેખન અપેક્ષિત ગાંભી વિનાનું લાગે છે. ત્રીજા નમાં જિગર જૈન સાધુ તરીકે પજાબ, મારવાડ, અને ગુજરાત-કાઠિયાવાડમાં પ્રવાસ કરે છે તે સમયના અનુભવા વર્ણવાયા છે. આ દર્શનમાં વાર્તા કેટલેક અંશે કેન્દ્રચ્યુત થતી લાગે છે, અને જૈન ધર્માનુયાયીઓની સાંપ્રત શિથિલતા વગેરે તરફ લક્ષ ખે'ચવાની ઇચ્છા જાણ્યેઅજાણ્યે પ્રાધાન્ય ભાગવતી જણાય છે. તે ઉપરાંત ચંદ્રાવલને પુષ્પકાન્તા તરીકે પુનરવતાર સાંપ્રદાપિક માન્યતા તરીકે સ્વીકાર્ય લેખવા છતાં વાર્તાના રસાનુભવમાં ક્ષતિકર નીવડે છે, ત્રીજા દર્શનમાં આરંભમાં અને અ`તમાં પ્રકીતા આવી છે. પહેલા દર્શનની મુનશીનું સ્મરણ કરાવે તેવી પાત્રસ નની કળા, પ્રસંગ-સકલના, ભાવનિરૂપણમાં સૂક્ષ્મતા, વસ્તુની એકાગ્રતા વગેરે અંશે આ બે દનમાં દૃષ્ટિગેાચર થતાં નથી. ઘડીભર થઈ જાય છે કે વાર્તા પહેલા દુનમાં જ સમાપ્ત થઈ હેાત તે!! · બેઠા બળવા’— પાઠકે વાર્તા કરતાં વાર્તાતત્ત્વ ઉપર વધુ. • આપે એવી લેખક ( જયભિખ્ખુ )ની છાને અનુકૂળ થઈને લક્ષ’ Page #132 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૨૩. જોતાં આ ૧પર પાનાની વાર્તા સ્ત્રીની આઝાદી માટે “બેઠો બળવો” જગાવવા માટે લખાયેલી પ્રચાર-પત્રિકા છે. આટલું કહીએ એટલે આ વાર્તાના ગુણદોષને ખ્યાલ પણ આવી જાય છે. સમાજના બંધારણમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધાથી કચડાયેલી અને દંભ, લોભ અને વાસનાથી છલોછલ ભરેલા પુરુષના પાશમાં સપડાયેલી સ્ત્રીના. ઉત્થાનની હાકલ આ વાર્તા નાખે છે. લેખક સમાજ, ધર્મ અને પ્રતિષ્ઠિત ગણાતા પુરુષે ઉપર પુણ્યપ્રકોપનો લાવા વહેતે મૂકે છે. 'તીણા વેધક કટાક્ષ કે ઉપહાસ દ્વારા સ્ત્રીઓને થતા અન્યાયને ઉઘાડે. પાડે છે. ચૌદ-પંદર વર્ષની નિર્મળાનાં પ્રભાવવાળાં ભાષણોમાં શ્રી જયભિખુ ને અવાજ વર્તાય છે. શ્રી “જયભિખુની વાર્તાકલાના દર્શન માટે વાચકે તેની અન્ય કૃતિઓ તરફ વળવું પડશે. રાજલક્રમી-કેવળ ઉચ્ચ આદર્શો માટે ઉત્કટ અભિનિવેશ વાર્તાલેખન માટે પર્યાપ્ત નથી એ સત્યનું નિદર્શન પ્રહલાદજી બ્રહ્મ ભટ્ટની આ નવલકથા છે. વાર્તામાં લાગણીવેડાના ઊભર છે. પાત્ર-- સર્જન કૃત્રિમતાભય અને તદ્દન છીછરું છે-“પાત્રોને જે રીતે ન્યાય અપાયો છે તેથી મને સંતોષ થયો છે” એમ લેખકની પ્રતીતિ હેવા છતાં ભાભી અને દિયરના પરસ્પર સ્નેહનું દર્શન પોલું અને અપ્રતીતિકર છે, એ સંબંધની ગાઢતા દર્શાવવા માટે આવશ્યક કલ્પનાસામર્થ્ય કે નિરૂપણશક્તિ લેખક દાખવી શક્યા નથી. દિનેશના પાત્રની ગ્રંથિ તો લેખક પણ કળી શકયા લાગતા નથી ! ઉમરલાયક, થયેલો, રંભા સાથે પ્રેમચેષ્ટામાં પડેલે, છતાં નિરુઘોગી રહેતા દિનેશ (મનમોહન સાથેના પ્રસંગને બાદ કરતાં) ક્ષણભર પણ વાચકોને સમભાવ મેળવી શકતો નથી. તે રાજલક્ષ્મીને પરણે છે તે માટે તેણે લેખકનો જ આભાર માનવાનો છે ! સુરેખામાં સ્ત્રીહદયનાં કોમળતા. અને માધુર્ય છે, પણ તે જેટલી ઉદાર છે તેટલી વ્યવહારદક્ષ નથી. રાજલક્ષ્મીનું માત્ર તે કથાના બે તૃતીયાંશ ભાગ પછી પ્રવેશે છે, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અક્ષરો તેમાં આખી વાર્તાને પોતાના વર્ચસ્વથી અજવાળી દે તેવું એકેય લક્ષણ નિરૂપાયું નથી. - જનમટીપ–ઈશ્વર પેટલીકરની આ નવલકથા આ વર્ષની ઉત્તમ નવલકથાઓમાંની એક છે. ગ્રામજીવન એાળખવાના અને ગ્રામજનના સદસદાવેશને વાર્તારૂપે નિરૂપવાના ઘણાખરા પ્રયાસ કલ્પનાને ઘોળી ઘળી કરાય છે, તેથી સૂક્ષ્મ દૃષ્ટિને તેની કૃત્રિમતા નજરે પડ્યા વિના રહેતી નથી. આ વાર્તામાં ખેતરની ખુબ મહેકે છે, ગામડાની માનવતાના ધબકાર સંભળાય છે. નિરક્ષર કે અશિષ્ટ ગણાતા વર્ગોમાં પણ સ્વમાન, દાક્ષિણ્ય, કર્તવ્યનિષ્ઠા વગેરે ગુણો શિષ્ણવર્ગ કરતાં 'ઓછા તે નથી જ, ઊલટું ભાવસંશુદ્ધિ (sincerity ) યુકત હોવાથી શિષ્યોના ઉપચાર કરતાં વધારે ગૌરવવાળા છે. પ્રસંગે અને પાત્રોને અયનસિદ્ધ ઉપકાર્ય–ઉપકારકભાવ, શબ્દચિત્રો અને વર્ણનેની મોહક સ્વાભાવિકતા, સુકુમાર કલ્પનાની દૂફથી ખીલતું જતું વસ્તુ, સ્પષ્ટ રેખાઓથી અંકિત અને વ્યક્તિત્વવાળાં પાત્રોનું સંર્જન ઈત્યાદિ ગુણમંડિત આ વાર્તાને સૌથી મોટો ગુણ છે ભાષા અને શૈલીનું ચતુરર્સ, ઔચિત્ય. ગામઠી શબ્દો, ઉક્તિઓ અને લહેકાઓથી. સંવાદમાં અસાધારણ તાજગી અને માર્મિકતા આવ્યાં છે. લેખકની કથનશૈલી પણ સંવાદોનાં ભાષા અને મરોડ સાથે એકરસ થઈ વાતાવરણની જમાવટમાં સાહાસ્ય કરે છે. પેટલીકરની શૈલી વાર્તાનાં વસ્તુ . જેવી નિરાબર છે. સંઘર્ષણ અને સૂચનો પ્રયોગ લેખક સૂક્ષ્મ ઔચિત્યથી કરે છે. એક ‘અભાગિયા દાડા માં ગાકળિયા જેવા કુટુંબમાં કેટલો કલહ અને અશાંતિ આવી પડે છે! પહેલા પ્રકરણમાં ટૂંકી વાર્તા જેવું તસતસતું વસ્તુનિરૂપણ છે, ખેતરમાં ચંદા-ભીમાની પ્રેમમસ્તીના પ્રાણવાન પણ કલામય વર્ણનથી આપણને સહજ થઈ આવે છે કે બહુ હસવું તે રડવા માટે–અને તરત જ અનેક કારણે બને છે પણ તેમજ વાર્તા કે નાટકના લેખકની શક્તિનું માપ નિર્વહણમાં નીકળે છે. વાર્તાને સમુચિત ઉપસંહાર કરવાની બાબતમાં સમર્થ લેખકને પણ મૂંઝાવું પડે છે. પેટલીકરની આ વાર્તામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૨૫ નિર્વહણનાં બીજ તો પેઢીઓ પહેલાં નંખાઈ ગયાં છે. એટલે અનુકૂળતા સાંપડતાં જમીનમાંથી બીજની પેઠે એ ફૂટી નીકળે છે. ખોળિયું ત્રાનું પણ આત્મા પુરુષને પામેલી, સ્વમાન, સમજ અને કર્તવ્યના અપૂર્વ ભાનવાળી ચંદા જીવન જીવી જાણે છે. લેખકે પણ “જનમટીપ'નાં વર્ષ પૂરાં થયે ભીમા–ચંદાનું મિલન દર્શાવ્યા પહેલાં વાર્તા સમેટી લેવામાં ચંદાના પાત્રને પુરો ન્યાય કર્યો છે. ક્રાન્તિનાદ (પૂર્વાર્ધ)-આપણે પ્રજાના પુનરુત્થાન અને સ્વાતંત્ર્યની અદમ્ય ભાવનાની સિદ્ધિને જીવનય ગણું તે કાર્યમાં પિતાનું જીવન સર્વસ્વ હોમવા તત્પર થયેલા સાથીઓની કથા કહેતી આ નવલકથા ઉપર '૪૨ની લડતની અસર થયેલી જણાય છે. સ્વાતંત્ર્યના યુદ્ધમાં હિંસાનું સ્થાન શું ? અંગ્રેજ સત્તાને વિનાશ કરવામાં અંગ્રેજ સ્ત્રી-પુરુષ સાથે વૈરભાવની વૃત્તિ રાખવી કે સમભાવની ? સ્વાતંત્ર્ય મળ્યા પછી અંગ્રેજો સાથે વેપારઉદ્યોગ વગેરે વિષયમાં કેવો સંબંધ રાખે ? આ પ્રશ્નો 'રથી વધારે સ્પષ્ટ રીતે ચર્ચાવિષય બન્યા છે. અને તેને સ્પર્શ વાર્તામાં કરાય છે. વાર્તાનું કાઠું ગાંધીજીના અહિંસાવાદ ઉપર ઘડાયું છે. અને વીસમી સદીના પહેલા દસકામાં સ્વાતંત્ર્યની લડતમાં આ વાદનો ઉલ્લેખ કાલવ્યુત્ક્રમ જેવો ભાસે છે. વાર્તા ક્રાંતિનાં આંદેલને જગાવવાના પ્રયાસોના નિરૂપણથી લખાઈ છે. એટલે કથનરીતિ કરતાં કથયિતવ્ય પ્રધાન બન્યું છે. પાત્રો (કાલિન્દી સિવાય) અને પ્રસંગે આમ ગૌણ બની જાય છે. આ નવલકથાના ઘડતરમાં દશકુમારચરિતની વિક્ષિપ્તતા (discurtiveness) છે, પણ પ્રકીર્ણ જેવા લાગતા પ્રસંગેની પાછળ રહેલી કાન્તિની પ્રબળ ભાવનાથી એકતાની ઝાંખી થાય છે. સૂક્ષ્મદશી, વ્યવહારપટ, નીડર અને ભાવનાશીલ કાલિન્દી કોઈ ગૂઢ શક્તિની પેઠે પોતાના સાથીઓને લોકજાગૃતિના કાર્યમાં પ્રેરી રહી છે. કલન જેવી યુવતીઓ પણ “સ્વાર્થ પહેલાં સેવાની ભાવના ઝીલે છે. વર્ણનલાઘવ અને સવાદની માર્મિકતા છે, પણ નિરૂપણમાં ઊંડાણ નથી. રણજિતનું Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અક્ષરા પ્રકરણ તેા રીપોર્ટ જેવું બની ગયુ છે. રામાયણની કથાનું જે અદશ્તન કર્યુ છે તેવી વિરૂપ અને ઔચિત્ય વિનાની કલ્પનાને માહ આપણા લેખકે જતા કરે તે કેવું સારું ? નાટક નાટક વિભાગમાં આ વરસે મળેલાં પ્રકાશનેાની સખ્યાને ઉલ્લેખ કરતાં પણ સકાચ થાય છે. આખા વરસમાં ગુજરાતી સાહિત્યમાં ત્રણ જ નાટક! અને તેમાંયે તે એક માત્રઃ નાટક ! અને તે પણ મૂળ સંસ્કૃત ઉપરથી અનુવાદિત–સયેાજિત !! ગુજરાતમાં નાટચલેખનની આવી અશક્તિ છે? સર્જક પાસે નાટચકળાને સાધી શકે તેવી ગુણસમૃદ્ધિ નથી ? કલ્પના નથી ? પાંત્રવિકાસ સાધવાની કળાની અણુઆવડત છે? માર્મિ ક છટાદાર સવાદની કળા નથી ? ગુજરાતમાં નાટયલેખનનાં ખીજ આજ દસ દાયકા થવા આવ્યા છતાં જોઈએ તેટલાં પાંગરતાં નથી, મ્હારતાં નથી ? નાટયપ્રકારમાં આ શરમાવે તેવું દારિદ્રય ગુજરાતના સાહિત્ય-સર્જકને આાનરૂપ છે. એ દારિદ્રય ફેડવુ' એ તેમનું ધ્યેય થવુ જોઈએ. પણ આટલું નિઃસ*શય કહી શકાય ! કેવળ ઊર્મિના તર`ગેાને લહરાવવામાં રાચતી કે કેવળ સૂક્ષ્મ મનેાવિશ્લેષણની પીજણમાં સ્વકત બ્યની પરિસમાપ્તિ માનતી કે જીવનના વિવિધ અને ઊંડા દર્શનને બદલે શુષ્ક કલ્પનાવિલાસે ખેલતી પ્રતિભા નાટક સરજવાને અસમર્થ છે. નાટક જુદી જુદી કળાઓનાં ગૂથણથી રચાતા સાહિત્યપ્રકાર છે. નાટચસર્જન કાઈપણ વ્યક્તિ કે પ્રજાની પ્રતિભાના માનદંડ તરીકે લેખી શકાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ વામયવિમર્શ' લેખકઃ રામપ્રસાદ બક્ષી, પ્રકાશક: એન. એમ ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨; ૧૯૬૩, પૃષ્ઠસંખ્યા ૪૩૦, કિંમત રૂા. ૭/પ૦. Nobody should write before he is forty. ચાળીસ વર્ષની ઉમર થયા પછી જ માણસે કલમ હાથમાં લેવી જોઈએ, એ જાણીતા વિધાનનું આ સંગ્રહની બાબતમાં તે અક્ષરશઃ પાલન થયું છે. જો કે શ્રી રામભાઈને માટે એવી વિલંબની આવશ્યકતા નહોતી. વિદ્યાર્થી અવસ્થામાં જ ઉત્કટ જિજ્ઞાસા-વૃત્તિ, અભ્યાસપરાયણતા, ચર્ચાવિચારણું કરવાની ટેવ વગેરે તેમના ગુણો વ્યક્ત થયા હતા. સ્વ. નરસિંહરાવની સાથેના કેટકેટલાયે પ્રસંગે શ્રી રામભાઈની સજાગ અભ્યાસશીલતા અને મીમાંસાવૃત્તિની સાખ પૂરે છે આજે તો ગુજરાતી સાહિત્યક્ષેત્રે શ્રી રામભાઈની એવી પ્રતિષ્ઠા છે કે કોઈ પણ વિચાર કે વિધાનના અંશેનું પૃથક્કરણ કરવું, આત્યંતિક સિદ્ધાંતો અને જીવન-મૂલ્યની દષ્ટિએ તેનું નિરૂપણ કરવું, ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ સારાસારતા પારખવી–આ પ્રકારની નિરૂપણપદ્ધતિની તેમનાં લખાણોમાં સ્વાભાવિક અપેક્ષા રહે. “વાલ્મયવિમર્શ'માં આ લક્ષણો સારી રીતે દષ્ટિગોચર થાય છે. આ સંગ્રહમાં કાવ્યનું સ્વરૂપ અને પ્રયોજન, રસસિદ્ધાંત, પ્રતિભા, હાસ્યરસ, નાટકમાં રસનિષ્પત્તિ, નટમાનસ, નાટ્યપ્રયોગમાં લયસંવાદનું તત્ત્વ, નાટકનું શ્રાવ્યત્વ, સાધારણીકરણ અને અભિનયઆવા મુદ્દાના પ્રશ્નોનું નિરૂપણ કરાયું છે. આ વિષયેના નામનિર્દેશ ઉપરથી પૌરમ્ય કાવ્યસિદ્ધાંતોની મીમાંસા આ લેખસંગ્રહમાં પ્રધાનપણે થઈ છે એમ સમજાય એવો સંભવ છે. આ સાચું છે, પણ પૌરસ્ય સિદ્ધાંતનું વિમર્શન સ્વરૂપ–વિમર્શન દ્વારા તેમ જ પાશ્ચાત્ય કાવ્ય Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અક્ષા સિદ્ધાંતાની સાથે તુલનાત્મક વિન દ્વારા કરાયુ છે. લેખામાં પાંડિત્યના સ‘ભાર ભર્યા છે. ભાષા પારિભાષિક શબ્દપ્રયાગાથી નિર્ભર હાવાને લીધે તેમ જ વાકયરચના અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ જેવા દેાષા ટાળવાની આવશ્યકતાને લીધે દૃઢ અને સ્ફુટ હાવાને લીધે આ સૉંગ્રહમાં ઘણી સામગ્રી વિદ્વાનેાને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે તેવી બની ગઈ છે. કાવ્યાલ‘કારની વિશિષ્ટતા ' કે · ગીતશ્રવણ અને કાવ્યાન'દ' જેવા લેખમાં આરભમાં વર્ગ શિક્ષકની પૃથકકરણશૈલી નજરે આવે છે. કાઈક સ્થળે શ્રી રામભાઈ નું સૌજન્ય કે વ્યવહારદાક્ષિણ્ય તેમને સ્પષ્ટ દર્શન હોવા છતાં સ્પષ્ટવકતા બનતાં રકતું હાય એમ પણ લાગે છે. વિચારસ“પત્તિ હવે, આ સંગ્રહની વિચારસ'પત્તિ અને ગુણવત્તાનું આર્યન રાજાવાન્યાયે દર્શન કરવા તરફ વળીએ. આર.ભમાં જ એક પ્રશ્ન ઊઠે છે. શ્રી રામભાઈ જેવા ઔચિત્યના આગ્રહી વિવેચકે પેાતાના સાહિત્યવિવેચનાત્મક લેખાના સગ્રહને અતિવ્યાપ્તિદૂષિત નામ * વામયવિમશ` ' કેમ આપ્યું હશે ? મરાડીમાં જે મમાં વાડ્મય ’ શબ્દ વપરાય તે અર્થમાં ગુજરાતીમાં આપણે ‘ કાવ્ય ” હું ‘ સાહિત્ય ’ શબ્દ પ્રયેાજીએ છીએ. વાઙમય ’શબ્દને પ્રયેાગ પણ ભાગ્યે જ આપણે કરીએ છીએ. ' (૧) · કાવ્યનું સ્વરૂપ ' નામના લેખના આરંભમાં (પૃ. ૧-૪) પ્રાચીન કાવ્ય–લક્ષણાનું સમન્વિતરૂપે નિરૂપણ કરીને ધ્વનિનુ પ્રાધાન્ય દર્શાવ્યુ` છે. પૃ. ૪થી શરૂ થતા ખીજા ખ`ડમાં ઉદાહરણા દ્વારા કાવ્યના સ્વરૂપનુ. નિર્દેશન અત્યંત સૂક્ષ્મ વિવેકશક્તિ અને સહૃદયતાથી થયું છે. છતાં એ ઉદાહરણા દ્વારા ક્રમિકરૂપે કાવ્યતત્ત્વનું દ ન કરાવવામાં અસમેન, સમેન અને નિગરણની પ્રક્રિયાને આશ્રય લેવાયા છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ “વાલ્મયવિમશ” ૧૨૯ તે એ ઉદાહરણો પુરતો સ્વીકાર્ય હોય તો પણ અતિશયોક્તિ અલંકાર (નિઝરણ) જ ધ્વનિકાવ્યના મૂળમાં છે એ ભ્રમ ઉત્પન્ન કરે એવો સંભવ છે. સૂર્ય આથમ્યો” એ સાદા વાક્યમાંથી કેવી વિવિધ અર્થ વ્યગ્રતાઓ ઊઠે છે એ તે અલંકારશાસ્ત્રીઓએ બતાવ્યું જ છે. સૂર્ય આથમ્યો’ એ વાક્યમાં કશાનું અસાજન, સંયોજન કે નિગરણ નથી એ સ્પષ્ટ છે. ધ્વનિકાવ્યમાં વાચ્યાર્થનું ગૌણત્વ હોય એ આવશ્યક છે. ધ્વનિકાવ્ય'માં તે વાચ્યાર્થ ગૌણ અને અપ્રસ્તુત બની જાય છે.” (પૃ. ૧૨) આ વિધાનમાં અપ્રસ્તુતને અંશ ચિંત્ય છે. નાનાલાલનું “ફૂલડાં કટારી ” કાવ્ય ધ્વનિકાવ્ય ગણાય કે “જગમાલણી ” માં શ્રેતરૂપક (પૃ. ૧૦) હોવાથી અને અન્ય અંશોમાં અર્થરૂપકતત્વ હોવાથી એકદેશ વિવતિરંપક ગણાય એ પણ વિચારવા જેવું છે. 1. આધુનિક કાવ્ય (૨) “આધુનિક કાવ્ય અને રસસિદ્ધાંત” નામના લેખમાં રસસિદ્ધાંતનું વિશદ વિવરણ કર્યું છે, અને આધુનિક કાવ્ય પરત્વે એ સિદ્ધાંતની પ્રવૃત્તિનું વિવેચન કર્યું છે. જેમાં ભાવરૂપ વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય ન હોય એવા ભાવના સંસ્પર્શવાળું હોવા છતાં વિચારપ્રધાન - કે અન્ય તત્વપ્રધાન આધુનિક કાવ્યને પ્રાચીને તે ઉત્તમ કાવ્ય તરીકે ન સ્વીકારે એ સ્પષ્ટ છે. શ્રી રામભાઈએ સમગ્ર લેખનું સમાપન કરતી કંડિકામાં પ્રાચીનના આ મતનો ઉલ્લેખ કર્યો છે પણ પોતાનું મંતવ્ય પ્રાચીનાનુગામી છે કે તેથી ભિન્ન છે એ સ્પષ્ટપણે કહ્યું નથી. કાવ્યનું પ્રયોજન (૩) “કાવ્યનું પ્રયોજન માં મમ્મટની પ્રસિદ્ધ કારિકામાં કરાયેલાં વિધાનનું વિમર્શન છે. તેમ જાત્તા સંમિત તોવાયુનું વિવરણ પ્રહત મા કર્યા પછી શ્રી રામભાઈ કહે છે: “આવું રસતર્પણ - અ. ૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અક્ષ દ્વારા થતું ઉપદેશસૂચન એ કાન્તાની ઉક્તિ છે તેમ એક પ્રકારે એ એની અશક્તિનું પણ ઘાતક છે. ગુરુજન પ્રમાણે આદેશ આપવાનું સામર્થ્ય સામાન્ય રીતે કાન્તા કે પત્ની બતાવી શકતી નથી...” (પૃ. ૬૫) આ મુદ્દાની ચર્ચા કર્યા પછી તરત જ શ્રી રામભાઈ ઉમેરે છેઃ “કાવ્યની વાણીમાં, શાસ્ત્રાદિકની વાણીને મુકાબલે આવું અસામર્થ્ય રહ્યું છે એમ નહિ કહી શકાય. કાન્તા પિતાનો આદેશ આપવાની અશક્તિને રસાનંદ અનુભવવાની શક્તિ દ્વારા પ્રબળતર શક્તિમાં પલટી નાખે છે એવું કાવ્ય કરવું પડતું નથી. એટલે અશક્તિનો ઉલ્લેખ અસંભાવ્ય અને અનભિપ્રેત જ છે એમ માનવું જોઈએ. વસ્તુતઃ આદેશ, સચન, સરસતાપાદનના નિરૂપણમાં કાન્તાપક્ષે અશક્તિની કલ્પના કરવાની કશી જરૂર નથી. હકીકતમાં તે જે કઈને અમાર્ગ કે ઉન્માર્ગે જતાં રોકવો હોય તે કાં તે ગુરુજનની પેઠે આજ્ઞા કે હુકમ કરી શકાય. પણ એ આજ્ઞા તેને કેટલે અંશે સ્પર્શી શકે ? કદાચ એ ન પાળવા પણ છે અને પાળે તો પણ ભયથી કે શરમથી કે વિનયવૃત્તિથી પાળે છે. આજ્ઞા કે હુકમ કરતાં વધારે સામર્થ્યવાળું તે મિત્રનું સૂચન કે મિત્રે કરેલી સમજાવટ નીવડે. મૈત્રીને-ભાવને• આશ્રય લઈને મિત્ર તેના હૃદયને સ્પર્શી શકે અને બુદ્ધિ દ્વારા પરિસ્થિતિનું સારાનરસાપણું બતાવીને મિત્રને માર્ગ છે તે સમજાવી શકે. પેલાને વિચાર-તર્ક વગેરે સમજાતાં હોય, છતાં મિત્ર હદયના મૈત્રીભાવને સ્વીકારવા છતાં તે તે ઉપદેશને-સૂચનને સ્વીકાર ન પણ કરે. આજ્ઞા કરતાં સહૃદયવચન વચન ભાવસંસ્કૃષ્ટ હોવાને કારણે વધારે સામર્થ્યવાળું છે. પણ સૌથી વધારે સામર્થ્ય તે છે કાન્તા–પ્રેયસી-એ રસાનંદમાં પ્રિયને મન કરીને આપી દીધેલ ઉપદેશ. પ્રેયસીએ કરેલા હદયાવર્જનમાં પરવશ થયેલું હદય ગમે તે વાત સ્વીકારવા તૈયાર થાય. સ્ત્રી પણ આજ્ઞા આપી શકે કે મિત્રની પેઠે સમજાવી શકે; પણ એ આજ્ઞા કે મિત્રવચનમાં યોગક્ષેમ તે બીજાએ આપેલી આજ્ઞા કે સમજાવટ જેવાં જ હોય છે. પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ વાલ્મયવિમશ? ૧૩૧ કાન્તાત્વ–પ્રયુક્ત ઉદેશ તે અમેઘ નવડે. અશક્તિની કલ્પનાને અહીં અવકાશ નથી. પતે જોયેલા સત્યને એ (કવિ) સુંદર રૂપે, સૌંદર્યને રૂપે રજૂ કરે છે... કવિ યથાર્થતારૂપ સત્યને સુંદર સ્વરૂપે રજૂ કરે છે. સત્ય અને સુંદરના-સત્યના અને તદન્તર્વતી આંતર સૌંદર્યનાસહચારમાંથી “ શિવમ” સ્વયમેવ પ્રગટ થાય છે.” (પૃ. ૬૭) કવિ રજૂ કરે છે તે સત્ય અને સત્યનું અંતર સૌદર્ય ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન હોય તે એ બંનેના સહચારમાંથી “શિવમ ” સ્વયમેવ પ્રગટ થતું હોવાથી દરેક કાવ્યમાં “શિવમ્ ની નિષ્પત્તિ થવાની. પણ આ વસ્તુરિથતિ નથી. શ્રી રામભાઈએ જ આ ગૂંચને ઉત્તર (પૃ. ૨૯૨) ઉપર આપે છે. “આ સૌદર્યસર્જન વિષયની માત્ર બાહ્ય આકૃતિનું સૌંદર્ય હેય એ પર્યાપ્ત નથી. કલાકૃતિના–સર્જાઈ રહેલા માનવચારિત્ર્યના–આંતર સૌદર્યની પણ અપેક્ષા કલાકારને રહે છે. ઉદાહરણ આપતાં કહે છે કે “સાહિત્યકૃતિમાં સદાચારી નાયકને પ્રતિયેગી દુરાચારી શઠ પણ હોય છે. એ શઠની શઠતા રજૂ કરવી એ સર્જકને સત્યધર્મ છે. કેવળ પ્રાચીન વસ્તુસ્થિતિને વળગી ન રહીએ અને કલાતત્ત્વના નિરૂપણ તરીકે આ વિધાન વિચારીએ તે અનેક પ્રશ્નો ઊભા થાય છે. નાયક-નાયિકા સદાચારી જ હોય ? પ્રતિનાયકમાં નાયક-નાયિકા જેવું કશુંક આંતર સૌદર્ય જેવું ન હોય? વગેરે. વસ્તુતઃ શબ્દ અને અર્થના સાહિત્યથી નિષ્પન્ન થતા કાવ્યમાં જ્યાં મૂલ્યોનો અનુપ્રવેશ (Value Judgement ) થતો હોય ત્યાં શિવમ્ 'ના તત્ત્વનો પ્રશ્ન ઊઠશે. અન્યત્ર અને આવાં કાવ્યોમાં પણ માત્ર કાવ્યાનંદની મંગળ અનુભૂતિ થશે. - (૫) કવિને કાવ્યને વિષય માનવજીવનમાંથી સાંપડે છે. શું સારું, શું નરસું એનું દર્શન કવિ પણ કરે છે. સારા સારા તરીકે અને નરસાને નરસા તરીકે એ આલેખે છે અને એવું દર્શન Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અક્ષા વાચકમાં સંક્રાંત પણ થાય છે. (પૃ. ૬૭) પ્રાચીન ભારતીય કાવ્યૂભાવના આ રાજમાર્ગે વિહરતી. આજે તેા કવિ સારાને નરસા રૂપે કે નરસાને સારા રૂપે નિરૂપે છે; એથી આગળ વધીને સારાનરસાની વાત સર્વથા અળગી કરીને વસ્તુનિરૂપણ કરવા પ્રયત્ન કરે છેત્યારે શિવમ્ ’ને પ્રશ્ન વધારે જટિલ બને છે. ઃ (૬) · મહાકાવ્યની મહેચ્છા ' લેખમાં મહાકાવ્યના સ્વરૂપની ચર્ચા કરીને ગુજરાતીમાં મહાકાવ્યની રચનાના અભાવનાં વિદ્વાનાએ આપેલાં કારણેા શ્રી રામભાઈ એ તેાંધ્યાં છે. શ્રી રામભાઈ એ પેાતે અ‘તિમ કાડિકાએમાં પ્રશ્નરૂપે પેાતાને અભિમત ઉત્તર ( મહાકાવ્યરચનાના પ્રશ્નો ) આપી દીધા છે પણ ઊર્મિકાવ્ય કે પ્રસ`ગકાવ્યની રચનામાં પેાતાની સિદ્ધિ માનતા કવિની પ્રતિભામાં વિશાળકાય સર્વાનુભવરસિક મહાકાવ્ય (કે નાટક ) સર્જવાનું સામર્થ્ય નથી—આ ( કટુ ) સત્ય શ્રી રામભાઈ સ્પષ્ટપણે ઉચ્ચારતા નથી. ગુજરાતીમાં મહાકાવ્ય નથી રચાયું માટે · આપગે કાવ્યસિદ્ધિમાં ઊણા રહી ગયા છીએ એમ નિતાન્ત માની લેવાની જરૂર નથી.' (પૃ. ૮૭ ) આ હૈયાધારણ આપવામાં સહૃદયના દાક્ષિણ્યની જ પ્રતીતિ થાય છે. Ο * (૭) ‘નાટકનું” પ્રાણભૂત તત્ત્વ’માં પૃ. ૨૭૯ ઉપર કરેલુ· · આ ભાવસંક્રમણ અને એ ભાવની પ્રેક્ષકના હયમાં થતી આનંદસ્વરૂપ નિષ્પત્તિ એ નાટકનુ પ્રાણભૂત તત્ત્વ જીવાનુભૂત તત્વ છે' આ વિધાન દેખીતી રીતે અતિવ્યાપ્તિસ્ત છે. (૮) · નાટક શ્રાવ્ય પણ છે ’ લેખમાં શ્રી રામભાઇ એ નાટકમાં વાણીતત્ત્વના શ્રાવ્યત્વના ગૌરવનુ પ્રયત્નપૂર્વક પ્રતિપાદન કર્યુ છે પણ તેના દેખાતા દૃશ્ય અને શ્રાવ્યત્વનાં ગુણપ્રધાન ભાવના વિપ - યથી સમગ્ર લેખ મને પેાતાને આ સ્વરૂપે અપ્રતીતિકર લાગ્યા છે. શ્રી રામભાઈએ પેાતે જ આરંભમાં પ્રાચીને એ કાવ્યના પાડેલા એ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩. વાલ્મયવિમર્શ વિભાગો-દશ્ય અને શ્રાવ્યનો ઉલ્લેખ કર્યો છે. આ વિભાજન સંતોષકારક નથી એ તો દેખીતું છે. પણ નાટક પહેલાં “દશ્ય” અને પછી શ્રાવ્યત્વને કારણે તેનાં બીજા બધાં અંગોપાંગે ફલિત થાય છે એ વિધાન ચિંત્ય છે. પ્રાચીનએ કાવ્યના શબ્દાર્થના દશ્ય અને શ્રાવ્ય એવા વિભાગ પાડ્યા છે તે જ બતાવે છે કે નાટકનો દેહ શબ્દાર્થને–વાણુને-બનેલો છે. પણ નાટકમાં વાણું તત્વ પ્રકાર અને વ્યવસ્થા દશ્યત્વના નિયંત્રણે સંયત બને છે. સર્જકને અમુક વસ્તુનું સંવેદન થયું તેને કેવું કાવ્ય સ્વરૂપ આપવું એ વિચાર્યા પછી જ એ વસ્તુનું સંવિધાન કલ્પે છે અને વાણી યોજે છે. દશ્ય રૂપ આપવું હોય તે પાત્રો દ્વારા અને પાત્રોના વાલ્ગવ્યવહાર દ્વારા જ એણે સમગ્ર વસ્તુનું નિર્વહણ કરવાનું રહે છે. વાણીને સંવાદનું સ્વરૂપ અને વિશિષ્ટતા દશ્યત્વ ગુણને લીધે મળે છે. શ્રી રામભાઈએ (પૃ. ૪ર૦–૨૧) ઉપર સજનપ્રક્રિયાનો જે ક્રમ આપો છે તે જગ્યા છે. પણ આ લેખમાં એ ક્રમને ઉલટાવ્યો છે જેને પરિણામે આ વાલ્મયપ્રકારને પ્રયોગરૂપે દશ્ય કરવાની જે ગ્યતા છે તે એની પાત્રાશ્રિત વાણીરચનાનું પરિણામ છે.” એવું વિપરીત વિધાન (પૃ. ૩૫૭) કરાયું છે. શીર્ષકમાં પ્રયોજાયેલો પણ શબ્દ આશ્વાસનરૂપ છે.” - અહીં રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપરથી સમજી શકાશે કે આ લેખસંગ્રહની સામગ્રી કેટલી સમૃદ્ધ, વિપુલ અને વિચારપ્રેરક છે. આપણા પ્રાચીન સાહિત્યશાસ્ત્રમાં જુદા જુદા વિષયોની જે સૂક્ષ્મ મીમાંસા થઈ છે તે અતિ વિપુલ છે અને આજે તેનું પાશ્ચાત્ય સિદ્ધાંતની મીમાંસા સાથે તુલનાત્મક નિરૂપણ કરતાં ઘણી મૂલ્યવાન સામગ્રી પરખાય છે. શ્રી રામભાઈએ નવીન પાશ્ચાત્ય મુદ્દાઓ અને સિદ્ધાંતનું પણ કેટલેક સ્થળે નિરૂપણ કર્યું છે. પ્રાચીન ભારતીય સિદ્ધાંતની સાથે તેની સંગતિ-અસંગતિની ચર્ચા પણ કરી છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અક્ષરા નિરૂપણરીલી શ્રી રામભાઈની નિરૂપણશૈલીનાં કેટલાંક લક્ષણાતા નિર્દેશ આર્ભમાં કર્યા છે. વિશેષ ઉલ્લેખપાત્ર છે. એમની સર્જકશક્તિના ક્ષણિક ઉન્મેષ જેવા પણ હૃદયને સ્પર્શી જતા કેટલાક અલકારાના પ્રયાગ. ઉદાહરણ તરીકે (૧) એએ ગાય અથવા ગાવાનેા અસફળ પ્રયાસ કરે, ત્યારે કવિતાના પવિન્યાસ ઠોકરાતા, લયની ગતિ લથડાતી, ઊંટની સવારી કરતી સુકુમાર સુંદરીની માણૂક કવિતાની કામળ કાયાના સાંધા ખળભળી જતા ( પૃ. ૪૧) (૨) એ પદ ગાતા ત્યારે શબ્દને ધ્વનિ અને તેમાં પુરાયેલા લયવાદી સાદે સૂર કાનને ગમતા. એ શબ્દોચ્ચાર અને લયની પાલખીમાં બેસીને આવતા અબુદ્ધિના તેારણે પેાંખાઈને હૃદયના માંઘરામાં જઈ બેસતા અને ાતાની વૃત્તિને પેાતાની કરતા. (પૃ. ૪૧) (૩) અંતે ઉછંગમાં લઈને આવતી વાણી સ્વરલયની મેલડીમાં બેસીને સાંભળનારને આકર્ષતી. પણ એ વાણીની ધન્યતા અને સફળતા અથ માં હતી, એ સાંભળનારનું મન વિશ્રાંતિ અનુભવતું. (પૃ. ૪૧) છેલ્લે શ્રી રામભાઈના બહુશ્રુતત્વ શ્રેષ્ઠીએ સ્મૃતિરૂપ કાઈ વાર આળસુ બની જતી પર્સનલ સેક્રેટરી ઉપર આધાર રાખીને ગીતામાં જે શ્લેાકા નથી તે ગીતાને (પૃ. ૨૯૦) નામે ચડાવી દીધા છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સુંદરમનું મૃચ્છકટિક શુદ્રકના આ વિશ્વવિખ્યાત પ્રકરણને શ્રી સુંદરમે ગુજરાતીમાં અવતાયું છે. આ કેવળ અનુવાદ નથી. પણ રંગભૂમિ ઉપર રજૂ કરવાના ઉદ્દેશથી અભિનયોગ્યતાની દષ્ટિએ યોજાયેલું હોવાથી કાપકૂપ સાંધાસૂધી કરીને તૈયાર કરેલું સંકરણ છે. ચાર-પાંચ નાટયકલારસિકેની સૂચનાઓ ઝીલી તૈયાર થયેલું હોવાથી આ સજનની કલામંડિતતા વિશે નિઃશંકતા સેવી શકાય. તે ઉપરાંત તેના એકબે સફળ પ્રયોગ પણ થઈ ચૂક્યા છે એ પણ તેની રંગયોગ્યતા માટે સિદ્ધ પ્રમાણુ ગણાય. * મૃચ્છકટિકની વિશિષ્ટતા, સુંદરમે કહ્યું છે તેમ, વસ્તુતત્વને લીધે તે છે જ, પણ તે ઉપરાંત તેની પાત્રસૃષ્ટિમાં પ્રતિબિંબિત થતી માનવતાને લીધે પણ છે. દસ અંકમાં આછાઘેરા પિતમાં પથરાયેલું આ નાટક દુ:ખમાં પણ અગાધ માનવતા અને ઉદારતા, દરિદ્રતામાં પણ ગુણસમૃદ્ધિ પર જ વારી જતા સ્ત્રીહદયની ઉદારતા, સુખ કે દુઃખે સમભાવ જાળવતો મિત્રસ્નેહ, પતિના પડછાયા પેઠે જીવતી પત્નીની દામ્પત્ય ભાવના, ન્હાને બાળકની મુગ્ધ નિર્દોષતા અને પિતૃવાત્સલ્ય, ઉપકારને બદલે વાળી દેવાને ઉત્સુકતા સેવતું, સામાન્ય માણસમાં પ્રતીત થતું માનવ-માનસ, તે ઉપરાંત મૂખ, ડાળી અને ભીરુ જીવના હાથમાં અધિકાર આવતાં ઉત્પન્ન થતો કલેશે–આવા અનેકવિધ ભાવે રજૂ કરતું નેહાના વિશ્વ જેવું છે. શિંગાર અને કરુણના ઘેરા સાગરમાં હાસ્યની માત્ર લહરીઓ નહિ પણ છળો ઊઠીને ઈન્દ્રધનુની આકર્ષકતા ધારી રહે છે. શ કનાં ગૌણ પાત્ર જેટલાં સંખ્યાબંધ છે. તેટલાં જ વ્યક્તિત્વવાળાં છે. શુદ્રકને શકાર તે જગતના નાટય-સાહિત્યનાં મહાન પાત્રોમાંનું એક છે. તેની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અક્ષા મૂર્ખતા, અવળચ’ડાઈ, ભીરુતા, ઉપહસનીયતા અને સ્વા પટુતાથી ચમકતી ચતુરાઈને લીધે તે જગતસાહિત્યમાં સ્થાન પામી ચૂકયો છે. પ્રસ`ગેાની અનેકવિધતા, વિશ્વ જેવી વિશાળ પાત્રસૃષ્ટિ અને સમૃદ્ધ રસવૈભવને લીધે મૃચ્છકટિકનું સ્થાન સંસ્કૃત સાહિત્યમાં યે અને ખુ અને અજોડ છે. પણ લાધાટની દૃષ્ટિએ મૃચ્છકટિકની ખામીએ પણ એટલી જ સ્પષ્ટ છે. નાટક દશ્ય-પ્રકાર છે. અને રગભૂમિની મર્યાદાઓને અનુલક્ષીને રચાવું જોઈએ એ દષ્ટિબિંદુ શકે,લક્ષમાં રાખ્યું હશે તે પણ વસ્તુમાં પ્રસ’ગાની ઉચિત ક્રમબદ્ધ પરંપરાને અભાવ, ૫ પરિસ્થિતિ કે ઘટનાની અભિનયનચેાગ્યતાની શ'કાગ્રસ્તતા કે કેવળ અભાવ, પાત્રોની રંગમ`ચ ઉપર થઈ જતી સંકુલતા, વણુતા કે ઉદ્ગારની અનંત જેવી ભાસની વણજારથી ઝોળ ખાઈ જતું વસ્તુ—આ બધું મૃચ્છકટિકને સુરેખ પહેલદાર નાટક થતુ અટકાવે છે. એટલે અર્વાચીન ક્લાદષ્ટિએ નિરૂપીએ તો મૃચ્છકટિકના કદમાં–અંકસખ્યામાં, પ્રસંગેાની આનુપૂર્વી માં ઘણું સ`સ્કરણ કરવું આવશ્યક બને. કદાચ આવા એક પ્રયત્ન ભાસને નામે ચડેલા ' દરિદ્ર ચારુદત્ત નામના ચાર અંકવાળા નાટકમાં થયેા હેાવાને સભવ છે. પણ મૂળ અને અનુકૃતિના આવા સંબધ સ્વીકાર્યાં કરે તેા પણ ચારુદત્ત’રંગચેાગ્યતાની દૃષ્ટિએ આપણુને સંતેાષી શકે એવું નથી. સુંદરમે પેાતાની પ્રતિજ્ઞાને અનુસરીને મૂળ સ ંસ્કૃતના અનુવાદ રૂપે જ વસ્તુને અવતાર્યું' છે પણ આકૃતિમાં ફેરફાર કર્યા છે તેનું નિરૂપણ કરીએ. . . સુદરમે મૂળના દસ અંકને સાતમાં સમેટી લીધા છે. આમ કરવાથી પ્રાચીન નાટચશાસ્ત્રના નિયમનું ઉલ્લંધન થયુ. હાવા છતાં નાટકની સુશ્લિષ્ટતા અને અભિનયક્ષમતા વધી જ છે. પાંચમા "કમાં વસ'તસેનાના મહેલનું અને વૈભવનું વર્ણન રંગ–દૃષ્ટિએ સવ થા અનુચિત છે, તેથી તેને ગાળી નાખ્યું છે. તે જ પ્રમાણે મૂળમાં વર્ષા-વર્ણન લાંખું પથરાઈને પડયુ છે તેને ઉલ્લેખ માત્ર Page #146 -------------------------------------------------------------------------- ________________ સુંદરમનું મૃછકટિક ૧૩૭ રહેવા દઈ જતું કર્યું છે તે પણ યોગ્ય છે. છઠ્ઠા અંકમાં વીરકચંદનનો ઝઘડે સહેજે જતો કરી શકાય તેવો નથી. તેમને નાટયરસ જેવો છે તે – કેટલેક અંશે ગ્રામ્ય પણ ખરો – મૃચ્છકટિકના જુગારીઓના દશ્યના રસ જેટલે જ લેભ ઉત્પન્ન કરે તેવો છે. છતાં સુંદરમે એને જતો કર્યો તેથી એક લંબાણવાળા ગૌણ પ્રસંગને ટાળવાથી સંભવતી ઘનતા સધાઈ છે એમ સ્વીકારવું જોઈએ, મૂળના ૩૫૦ જેટલા ગ્લૅકેમાંથી વસ્તુને પુષ્ટ કરે તેવાને ગદ્યરૂપે સાચવી લઈને બીજા કાઢી નાખ્યા છે. મૃછકટિકમાં આગળ તરી આવતો દોષ હોય તો ઉક્તિઓની કે વિચારોની પુનરુતિઓ, દારિદ્રય વિશેની કે વર્ષા વિશેની કે ચાંડાલોની પોતાના ધંધા વિશેની ઉક્તિઓ નાહક લંબાઈને પડી છે તેને ટુંકાવવાથી લોકોનો મોટો ભાગ નીકળી જાય એટલે લેકીને કાઢી નાખ્યા એ આજની નાટયકલાદષ્ટિને અને નાટયવસ્તુની સુગ્રથિતતાને અનુકૂળ જ છે. છતાં શ્લોકે ન જ લેવા એવી સંજકની સૂગ વાચકને વરતાય અને તેથી કેટલેક સ્થળે શ્લોકે રાખ્યા હતા તે ભાવની તાદશતા કે ઉક્તિની ધાર સચવાઈ રહેતા એમ લાગ્યા વિના રહેતું નથી. ઉદાહરણ તરીકે, પહેલા અંકમાં શકાર વસંતસેનાનાં દસ નામો ગણાવે છે તે મૂળમાં કલેક-બદ્ધ છે. તેને શ્લેકબંધનમાં રાખ્યાં હતા તે કેવળ એક – બે – ત્રણ એમ ગણી જવાથી થતી અસર કરતાં વધારે સારી અસર થાત. બીજું ઉદાહરણ માના નાતે-એ લેકમાં ચારુદત્તના હદયમાંથી અન્યાયજનિત “આહ” નીકળે છે તે ગદ્ય સ્વાંગમાં જરાયે ઝીલાતી નથી. વાસ્તવદર્શી દષ્ટિને આ લેકબધ કૃત્રિમ લાગે તે પણ કલાદેહે રજૂ થતી વાસ્તવિકતા છવનની વાસ્તવિકતાથી ભિન્ન છે એ લક્ષમાં લઈને પણ આ પ્રયોગ કરી શકાય છે. સુંદરમે પોતે ભાવનિર્દેશ કે ભાવકનાં સૂચન માટે ગીત મૂક્યાં જ છે તો યેગ્ય લયવાળાં પદ્યને એવાં સ્થળોએ પ્રયોગ કર્યો હોત તે ક્ષતિરૂપ ન નીવડત એમ માની શકાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અક્ષા પણ લેાકેા કાઢી નાખવાથી આ સયાજનને હાનિ થઈ છે તે શકારના પાત્રનિરૂપણમાં અને તેના હાસ્યની તાદૃશતામાં શકારની શ્લેકબદ્ધ ઉક્તિએમાં ‘શકારત્વ' દૂધમાં ઘીની પેઠે વસેલું છે. દુધ જેટલુ કાઢી નાખીએ તેટલું ઘી પણ જવાનું. આ ઉક્તિઓમાં લહરાતી શકારની દાંગાઈ, મૂખતા, ખડખડ હસાવે તેવું પુરાણુ-મહાભારતનુ' અજ્ઞાન, અહુ ભાવ, ભીરુતા વગેરે શકારના પાત્રને ઉપસાવવા માટે અપરિહાર્યું છે. આ શ્લેાકેા કાઢી નાખવાથી થયેલી હાનિ સયેાજનમાં શકારના પાત્રને મૂળ કરતાં ઝાંખુ બનાવે છે, પણ કદાચ આ શ્લોકા રાખ્યા હાત તે પણ જે હાનિ અનુવાદમાં અનિવાર્ય બનત તે તેના હાસ્યરસમાં. મૃચ્છકટિકમાં હાસ્યરસ પ્રસંગનિષ્ઠ છે, પાપનિષ્ઠ છે, ઉક્તિનિક છે. સૂક્ષ્મ મા િક વચનથી માંડી કટાક્ષ, ઉપહાસ, પરિહાસ અને છેક સ્થૂલ ફારસ સુધીની કક્ષાએમાં વિલસે છે. હાસ્યરસના આલ’બન તરીકે શકારનું પાત્ર પ્રધાન છે, તેના વર્તનથી અને વાણીથી હાસ્યની છેાળા ઊડે છે. તેને સતત સૂસવતા શકાર, શ્લેાકેામાં આવતા અનુપ્રાસ, કઢંગા પૌરાણિક ઉલ્લેખા, વિચિત્ર વિપર્યાસા, સૉંસ્કૃતમાં જ શકય એવા શ્લેષના પ્રયાગે-આ બધુ... અનુવાદકે અનિચ્છાએ જતું કરવું પડે. (ગતા માવાડમવમૂના વિધાભાસને સાચવીને ગુજરાતીમાં શી રીતે ઉતારી શકાય ?) સુંદરમના અનુવાદને પણ એવું જ થયું છે, છતાં સુંદરમે જ્યાં જ્યાં શકય છે ત્યાં ત્યાં શ્લેષનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ હાસ્યરસને સાંગેાપાંગ ઉતારવાની ચીવટ રાખી છે એમ પણ સ્વીકારવું જોઈએ. જુગારીઓનું દૃશ્ય મૂળના હાસ્યરસને લગભગ તેવી જ કૈાટિએ સાચવી શકયુ* છે. મૂળ નાટકમાં `કાનાં દૃસ્યા ( scenes )ના વિભાગ પાડયા નથી છતાં પાડી શકાય તેમ છે એ તે! સહેજે જોઈ શકાય છે. સુંદરમે અર્વાચીન પદ્ધતિએ અ ાને દૃશ્યમાં વહેચી નાખ્યા છે તેમાં પ્રધાન દષ્ટિ અભિનયન–યેાગ્યતાની જ રાખી છે. આ દૃષ્ટિએ પહેલા અંકનું ખીજુ` દશ્ય વિચારવા જેવુ છે, વસ તસેનાની પાછળ Page #148 -------------------------------------------------------------------------- ________________ સુંદરમનું મૃચ્છકટિક ૧૩૯ શકાર, વિટ અને ચેટ પડયા છે. આ દશ્ય સંચલનપ્રધાન (Dynamic) છે એટલે વસંતસેના, શિકાર વગેરે પાત્રો દડતાં જાય અને ઉક્તિઓ બોલતાં જાય એવી કઢંગી સ્થિતિ થાય. ઊલટું, પાત્રો સ્થિર ઊભાં રહે અને ઉક્તિઓ બોલે તો દશ્યની ચોટ મારી જાય. આ સજન ભજવાઈ ગયું છે, તેમાં આ દશ્યની અભિનયન-વ્યવસ્થા શી રીતે કરાઈ હતી તે હું જાણતો નથી પણ મને લાગે છે કે સુંદરમે અહીં કરેલી વ્યવસ્થાને બદલે પાત્રોનાં પ્રવેશ અને નિષ્ક્રમણની વ્યવસ્થા આ પ્રમાણે કરાય તો પરિસ્થિતિનું સાંગોપાંગ પ્રતિબિંબ ઝીલી શકાય. પહેલાં વસંતસેના દોડતી ગભરાતી પ્રવેશે અને તરત તેની પાછળ શકાર, વિટ અને ચેટ પ્રવેશે. તેઓ હાંફળા ફાંફળા આમતેમ દોડે અને છેવટે થાક ઉતારવા ઊભા હોય તે રીતે ઘણીખરી ઉક્તિઓ બોલી નાખે. પછી તરત વસંતસેનાને પકડી પાડવા રંગ-પાર્ધમાં જાય. એ જ ક્ષણે વસંતસેના પહેલાંની પેઠે જ પ્રવેશે અને વિકળ દશામાં પિતાના સાથીઓને હાક મારે ત્યાં શિકાર, વિટ અને ચેટ આવી ચડે. આમ યોજના થાય તો દશ્યની સ્વાભાવિકતા અને તાદશતા જળવાઈ રહે. - મૃછકટિકમાં ચારૂદત્ત-વસંતસેનાના પ્રેમ-પ્રસંગના પ્રધાન વસ્તુ સાથે રાજ્યક્રાંતિના અંશનો સંબંધ અતિશય શિથિલ લાગે છે. ભાસને નામે ચડેલા “દરિદ્ર–ચારુદત્ત'માંથી આ રાજ્યક્રાંતિને અંશ સદંતર કાઢી નખાય છે. અને એ રીતે વસ્તુની એકાગ્રતા સાધવાનો પ્રયત્ન થયો છે. એથી ઊલટું, સુંદરમે રાજ્યક્રાંતિના સુબ્ધ વાતાવરણમાં પ્રેમપ્રસંગને ગૂંથી લેવાનું ઉચિત ધાયું છે. આયકનો પ્રતિપક્ષી રાજા પાલક તેમ આર્યકના મિત્ર ચારુદત્તને પ્રતિપક્ષી રાજ્યશ્યાલ સકાર–આ સંબંધના સૂત્ર વડે મૂળ વસ્તુની બે છૂટી જેવી સેરેને સંકલિત કરી છે. અને તેથી કેટલાક ઉમેરો કરવા પડ્યા છે. આવો ઉમેરે પહેલા અંકના ત્રીજા દશ્યમાં થયો છે. ત્રીજા અંકના ત્રીજા દશ્યમાં કરેલો ઉમેરો પાત્રની સ્થાન–વિનિયોજના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અક્ષર માટે જ થયું છે. એ જ અંકનું ચોથું દશ્ય રૂપકવતા (Dramatic Irony) વાળું છે અને “પ્રવેશકની ગરજ સારે છે. છતાં વસ્તુ– વિકાસ માટે સર્વથા અપરિહાર્ય નથી. પાંચમા અંકના પહેલા દશ્યમાં આર્યક-ચારુદત્તને મેળાપ સુંદરમે કરવા ધારેલી પ્રવાહ દ્વય-સંગતિ માટે ઉમેરેલો છે. અને છઠ્ઠા અંકમાં બેત્રણ ઉક્તિ-ગુચ્છો ઉમેરાયા છે. તેમાં કાલ-યાપન સૂચવવાનો આશય છે. શિકારની ત્યાં ત્યાં ઉમેરાયેલી ઉક્તિઓ કે ગીતો તેના પાત્રની રેખાઓને અનુકુળ રાખવામાં આવી છે. સુંદરમે પાત્રોના અધિકાર પ્રમાણે ચિત્યપુરસર ભાષાને કે બેલીને પ્રયોગ કર્યો છે, જુગારીઓના દશ્યના સંવાદ યથાતથ ઊતર્યા છે. ભાષાને મરેડ શુદ્ધ છે. મૈત્રેયની ભાષામાં જરૂર પડશે વ્યક્ત થતો વેગ અને શર્વિલક કે કરકની ઉક્તિઓની વિવિધ છટા સુંદરમની દૃષ્ટિની યથાર્થતા સિદ્ધ કરે છે. , આમ આ સજનના ગુણ-દોષનો આંક કાઢી શકીએ. દેષ માટેની જવાબદારી સર્વથા સયાજકની નથી. તેણે જવાબદારીપૂર્વક. પિતાના કાર્યની મર્યાદાઓ લક્ષમાં રાખીને અભિનયનોગ્યતાની દૃષ્ટિએ આ સંયોજન કર્યું છે. એટલું ધ્યાનમાં રાખીએ તે સંયોજકની શક્તિ અને સંયોજન બંનેને ન્યાય કરી શકીએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ રસિકલાલ પરીખનું “શર્વિલક' મુંબઈ, ૧૯-૬-૫૮ સ્નેહી ભાઈ શ્રી રસિકભાઈ શ્રી હીરાબહેને “ શર્વિલક”ની તમે મોકલાવેલી પ્રત મને એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ આપી હતી. તેની પહોંચ તત્કાલ ન લખી શકે તે માટે ક્ષમા ચાહું છું. “શર્વિલક” ગઈ કાલે જ વાંચ્યું. તે ઉપરથી ફુરેલા વિચારો અહીં સંક્ષેપમાં રજુ કરું છું. શર્વિલક' “મૃછકટિક'નું સાચા અર્થમાં સંસ્કરણ છે. શકની એ મહામૂલી કૃતિનું સાહિત્યરસિકે ને-નાટયરસિકેને–અજબ આકર્ષણ છે. છતાં રાજપરિવર્ત–પ્રસંગનો પ્રધાન વસ્તુ (ચારુદત્તવસંતસેનાના પ્રણયપ્રસંગ) સાથેનો સંબંધ પ્રાચીન અને અર્વાચીન કાળમાં ઘણું વિવેચને શિથિલ લાગ્યો છે. આવા કોઈ અસંતોષમાંથી દરિદ્ર ચારુદત્ત ” જગ્યું એમ માનનારાઓ માને હું પણ એક છું. ( આ પ્રશ્નની છણાવટ ખૂબ થઈ છે તે તમે જાણે છે પણ મને જે એક મુદ્દો નિર્ણાયક જેવું લાગે છે તે વિશે લેખ કદાચ તમારા વિાંચવામાં નહિ આવ્યો હોય, એમ માનીને આ સાથે એ લેખની એક નકલ મેકલું છું.) રાજપરિવર્ત પ્રસંગને ગાળી નાખીને કેવળ શગારપ્રધાન નાટયકૃતિ રજૂ કરવાનું કાર્ય બહુ કપરું નહોતું. “દરિદ્ર ચારદત્ત'ના રચનારે આ માર્ગ સ્વીકાર્યો છે. એ સરલીકરણ (Simplificatian)માં શદ્રકની કૃતિની ચમક ઘણે અંશે ઝાંખી પડી ગઈ. તમે વધારે સાચે માગ સ્વીકાર્યો. કકને પુરી સહાયતાથી સમજીને અને સૂક્ષ્મ દૃષ્ટિથી એના મર્મને પામીને એનું જ વસ્તુ સુઓળરૂપે રજૂ કર્યું. પરિણામ કેવું સુંદર આવ્યું છે ! – “મૃચ્છ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અક્ષા C ' , 6 . કટિક ’માં કેટલાયે પ્રસંગેા વિશ'ખલ લાગે છે, કેટલાંયે પાત્રોનુ` વન આકસ્મિક કે અસ·àાષકારક ઢંગનું દેખાય છે. મૃચ્છકટિક ’ના બીજા અકનાં જુગારીએાનાં દશ્યાની પ્રધાન વસ્તુ સાથેની સગતિ તો ચર્ચાના વિષય થઈ પડી છે. મૃચ્છકટિક ’માં આવી કેન્દ્રચ્યુત (out of focus) લાગતી વસ્તુએ ‘ શિવલક'માં કેટલી સૌકવવાળી અને સાભિપ્રાય બની જાય છે! તમે ‘ રાજપરિવત ' પ્રસંગને કેન્દ્રમાં રાખીને—પ્રધાન વસ્તુ ગણીને-સમગ્ર શ‘ગારનિરૂપણને નવું છતાં ગૌણ મહત્ત્વ આપ્યું છે ‘ મૃચ્છકટિક 'માં વિલકનું પાત્ર કુતૂહલપ્રેરક વિલક્ષણતાવાળુ –કેટલેક અંશે રહસ્યમય-લાગે છે. ‘ શિવ લક ’માં એનું વ્યક્તિત્વ સ્પષ્ટ, ઉદાત્ત અને આકષ ક બની જાય છે. જુગારીએ પણ જાસો છે એ દૃષ્ટિએ'દુ જુગારીનાં દશ્યોને એવડી-ત્રેવડી સાકતા આપે છે. શૃંગારને તમે ગૌણુ મહત્ત્વ આપ્યુ છે એમ મેં કહ્યું : પણ સુવણુની વીંટીમાં જડેલું. નગ ચમકે તેમ શિક્ષક ’માં શંગાર ચમકી રહ્યો છે. ‘ શ’કારને તમે શકા'ર તરીકે કલ્પીને શકરાની શ્વેતપદ્માનું પાત્ર સજ્યું અને ‘ મૃચ્છકટિક ’ના શૃંગારને વિસ્તાર્યો છે એટલું જ નહી', · મૃચ્છકટિક ’ના શુ`ગારને તમે સ’સ્કાર્યો પણ છે અને મદનિકા તથા વસંતસેનાના નિરૂપણ દ્વારા સ્ત્રીહૃદયની નિર્વ્યાજ પ્રેમપરાયણતા સાથે તેનાં સ્વાપણની ભાવના અને સામર્થ્ય ને સબળ રીતે વ્યક્ત કર્યા છે. · મૃચ્છકટિક 'નાં પાત્રોની ઉક્તિઓના શકય તેટલા પ્રયાગ કરાયા છે તે આ નાટકની મૂળ કૃતિ પ્રત્યેની અનુલેામતા તથા અભિજાતતાનું સૂચન કરે છે. અલબત્ત, પ્રસ`ગકલ્પનામાં માલતીમાધવ, મુદ્રારાક્ષસ વગેરેની છાયા વરતાય છે. પણ એવુ' સામ્ય ટાળવું અશકય છે. પણ સૌથી મહત્ત્વનું વસ્તુપરિવર્તન તે વિલક’ના નિવ હણુ અગમાં દેખાય છે. દેખીતી રીતે જ સ`સ્કૃત નાટચપ્રણાલીનાં અધનાને તમે સ્વીકાર્યા નથી અને અર્વાચીન યુગની નાટ્યભાવનાને અને નાટયસિદ્ધાંતાને અનુસરીને વસ્તુમાં પરિવર્તન કર્યુ છે. તેથી જ માધવની જીભ ચૂંટી કાઢવી અને આંગળાં કાપી નાખવાં તથા ભરત ' : C Page #152 -------------------------------------------------------------------------- ________________ રસિકલાલ પરીખનું શિવલક ૧૪૩ રાહતક શસ્ત્ર વડે પેાતાનું ગળું કાપી નાખે એવાં બીભત્સ દશ્યા પ્રત્યક્ષ રૂપે રજૂ કરાયાં છે. રાજપરિવત પ્રવૃત્તિ સફળ થાય છે અને આય ક રાજા બને છે તે વાત આ નાટકને મનિકા અને ચારુદત્તના મૃત્યુની ઘેરી કરુણુ છાયામાંથી ઉગારી શકતી નથી. ધ્યેયસિદ્ધિ સાંપડી પણ વિલક અને વસંતસેનાએ જીવનનું સર્વસ્વ ખાયું. આનું નામ જીવન ! આટલું જ હાત તેા આ નાટક-અને જીવન કરુણ (tragic) જ ગણાત. પણ વૈયક્તિક સુખદુઃખને કે સાંસારિક સંબધોને અતિક્રમીને લેાકસ'ગ્રહના કાર્ય માં આત્મસમર્પણ કરતા શિર્વિલક જીવન જીવવા તત્પર ખતે છે. પણ આ કક્ષાથી ય ઊંચી કક્ષા સમગ્ર સંસારના કાયડાને સમજવા—આત્મદ ન કરવું—એ છે, તમે અત્યંત વિચક્ષણતાથી સ્ત્રી અને પુરુષોનાં હૃદયાના ભેદને લક્ષમાં રાખીને વસતસેનાને એ પરમ જ્યેાતિને માર્ગે વાળી છે—તમે ‘શર્વિલક' દ્વારા ગુજરાતી રગભૂમિને અને નાટયસાહિત્યને કસવાળું અને કસવાવાળું નાટક આપ્યું છે. અભિતદ્દન ! સ`સ્કૃત ભાષાંતર કરી નાખા તે ! લિ. (સંસ્કૃતિ, ઓકટોબર ૧૯૫૮) ગૌ. ચુ. ઝાલાના નમસ્કાર Page #153 -------------------------------------------------------------------------- ________________ ‘મસ્યગંધા અને ગાંગેય” મસ્યગંધા અને ગાંગેય” રા. બટુભાઈ ઉમરવાડિયામૃત એકાંકી નાટક છે. “બે બેલમાં જણાવ્યું છે કે આનું – અને તેનાં બીજાં એકાંકી નાટકનું સ્વરૂપ તો અંગ્રેજી one act play ઉપરથી છે. અંગ્રેજી one act play ની સામાન્ય રૂપરેખા તપાસીશું તો જણાશે કે નાટક એકાંકી હોવાથી આવશ્યક રીતે જ તેની વસ્તુ brief–અ૮૫–હોવી જોઈએ. ત્રિઅંકી કે તેથી વધારે અંકવાળાં નાટકમાં જેમ કઈ પણ પ્રસંગને સવિસ્તર પ્રસ્તાવ કરી શકાય અથવા તે પાત્રોનું development તેને ગુણે કે અવગુણોનું ક્રમશઃ અને સુવ્યવસ્થિત રીતે આવિષ્કરણ કૃઈ શકે તેમ એકાંકી નાટકમાં સામાન્ય રીતે ન થઈ શકે. આમાં તે અમુક પ્રસંગે કે કોઈ પ્રસંગને અમુક ભાગ કે પાત્રનું એકદેશીય આલેખન – આવી આવી વસ્તુનું દર્શન કરાવાય. વળી એકાંકી નાટક નાનું હોવાથી પહેલેથી છેલ્લે સુધી વસ્તુ એકાગ્ર રહેવી જોઈએ. singleness of purpose-ધ્યેયની એકાગ્રતા એ એકાંકી નાટકને પ્રધાન ગુણ છે. અને આ એકાગ્રતાને લીધે જ નાટક નાનું હોવા છતાં અન્ય પ્રોઢ નાટક જેટલું જ રસવાળું છે. આ તની દષ્ટિથી તપાસતાં “મસ્યગંધા અને ગાંગેય'માં એકાંકી નાટક રચવાનો કર્તાને પ્રયાસ સર્વથા સફળ થયો છે એમ કહી શકાય. પ્રસ્તુત નાટકની વસ્તુ એક પ્રસિદ્ધ વ્યક્તિના જીવનમાં પ્રસંગ છે, તે વ્યક્તિનું સમગ્ર પાત્રાલેખન નથી. એકાંકી નાટકમાં, ઉપર કહ્યું તેમ, સાધારણ રીતે થઈ શકે પણ નહિ. ભીષ્મ ભીષ્મ શા માટે? અને કેવી રીતે બન્યા, અર્થાત ભીષ્મ અને મત્સ્યગંધાને સંબંધ–આ વિષય આ નાટકમાં ઉલ્લેખાયો છે. ઉપલકપણે જોતાં Page #154 -------------------------------------------------------------------------- ________________ • “મસ્યગન્ધા અને ગાંગેયર ૧૪૫ એમ લાગવા સંભવ છે કે બેયની એકાગ્રતા નાટકમાં સચવાઈ નથી, કારણ કે એક બાજુ ભીષ્મ અને મત્સ્યગંધાનું પ્રણયબંધન થતું દેખાડવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ ભીષ્મ અને ધીવર વચ્ચે તેફન વિરોધી પ્રસંગ વર્ણવ્યો છે. આ પ્રસંગોના પરસ્પર વિરોધને લીધે બેયની એકાગ્રતામાં વિક્ષેપ આવે છે. વળી બેયની એકાગ્રતા એકાંકી નાટકમાં પહેલેથી છેલ્લે સુધી જળવાઈ રહેવી જોઈએ, તેથી એકાંકી નાટકમાં એકે ય ઘટના (incident) કે પરિસ્થિતિ (situation) તેમાં વિક્ષેપ કરે તેવી ન હોવી જોઈએ. પ્રસ્તુત નાટમાં તે કર્તાએ પ્રાસંગિક વસ્તુ પણ મૂકી છે ! મત્સ્યગંધા અને ભીષ્મના સંબંધનું આલેખન કરવાની સાથે કર્તાએ રોહિત અને મધુરીનો સંબંધ વર્ણવ્યું છે, એટલું જ નહિ પણ તે સંબંધને વધી વધીને છેવટે મંગલમય ઉપસંહાર પામતો દર્શાવ્યા છે. આમ કરવાથી એકાંકી નાટકની એકાગ્રતામાં વિક્ષેપ આવે છે, એમ કદાચ કોઈને જણાય પણ જરા ઊંડા ઊતરતાં જણાશે કે આ આક્ષેપોને અવકાશ નથી. ભીમ અને મત્સ્યગંધાન સંબંધ, ધીવર અને ભીષ્મનો સંબંધ–આ બેવડે સંબંધ ધ્યેયની એકાગ્રતાને બાધ કરવાને બદલે, ઊલટા એ એકાગ્રતાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. એય ભીષ્મની ભીષ્મતા દર્શાવવાનું છે. અને તે મહાભારતમાં વર્ણવેલા ભીષ્મ અને ધીવરના પ્રસંગમાં સારી રીતે દષ્ટિગોચર થાય છે. છતાં આ જ યેયને કર્તાએ બીજી બાજુ કપી-વિરોધી સંજોગે કશ્યા, અને તેથી ભીષ્મની ભીમતા બંને બાજુથી અજવાળું પડતાં વધારે દીપ્તિમય– ખરું કહીએ તો વધારે ભીષ્મ–બની. એટલે કલાની દષ્ટિએ તે કર્તાની કલ્પના સાથ અને સફળ જ નીવડી છે. બીજે આક્ષેપ પ્રાસંગિક વસ્તુને લક્ષીને કરવામાં આવ્યો છે. તેનો ઉત્તર આ જ લેખમાં આગળ ઉપર મળી આવશે. - કર્તાએ પોતે બે બોલ માં કહ્યું છે તેમ મત્સ્યગંધામાં પુરાણ પાત્રો છે તેથી સામાન્ય વાચકવર્ગને પાત્રો તેમ જ મુખ્ય વસ્તુ પણ અ. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અક્ષા પ્રસિદ્ધ હાવાથી તેની ઓળખાણુ આપવાની જરૂર ભાગ્યે જ રહે. ભીષ્મના નામથી કયા હિન્દુ અજાણ્યા હાઈ શકે ? - મત્સ્યગા અને ગાંગેય'માં ભીષ્મ મુખ્ય પાત્ર છે. મહાભારતમાં ભીષ્મ સંબધે જે માહિતી મળે છે તેને લક્ષીને કર્તાએ આ નાટક રચ્યુ છે, હસ્તિનાપુરમાં શન્તનુ નામે રાજા હતા. તે ગગાને પરણ્યા હતાં. ગગાને પેટે તેને પુત્ર અવતર્યા હતા અને તેનું નામ દેવવ્રત હતું. દેવવ્રત પરમ પિતૃભક્ત હતા. એક વખત શખ્તનુ રાજા મૃગયા કરવા ગયા હતા, તે વખતે તેણે એક અપ્રતિમ લાવણ્યવાળી ધીવરકન્યાને જોઈ-અને તેમાં મુગ્ધ થયા. હસ્તિનાપુર પાછા ગયા પછી શન્તનુએ તે કન્યાના પિતાને તે કન્યા માટે માગુ માકલ્યું. પણ ધીવરે, વહારકુશળ હાઈ, એવી શરત માગી કે મારી પુત્રીને પેટે શન્તનુને જે પુત્ર અવતરે તે રાજ્યગાદીના વારસ થાય. શન્તનુ આ શરત કેવી રીતે કબૂલ કરી શકે? તેથી સંતાપને લીધે તે ધીમે ધીઁમે ગળવા લાગ્યા. દેવવ્રતને જ્યારે આ વસ્તુસ્થિતિની જાણ થઈ ત્યારે તે ધીવર પાસે ગયા અને તેની સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે રાજ્યગાદી ઉપરથી હું મારા હક ઉઠાવી લઉં છું. એટલુ જ નહિ, ભવિષ્યમાં પણ કદાચ મારાં સંતાનેા રાજ્ય માટે દાવા કરે તે ટાળવા માટે હુ· ગૃહસ્થાશ્રમને સ્વીકાર નહિ કરુ` ! આમ પિતૃભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલા દેવવ્રતે ભીષ્મપ્રતિજ્ઞા લીધી. ત્યારથી તે ભીષ્મ તરીકે જાણીતા થયા. • મત્સ્યગધા, અને ગાંગેય'માં આ પ્રસગને! આશ્રય લેવામાં આવ્યા છે—એમ કહ્યું તે સાભિપ્રાય કહ્યું છે, કારણ કે મહાભારતમાંના પ્રસંગમાં અને પ્રસ્તુત નાટકના વસ્તુમાં ધણા ભેદ છે. ‘ મત્સ્યગંધા અને ગાંગેય'માં કર્તાના ઉદ્દેશ મહાભારતમાંની પ્રસિદ્ધ કથા વર્ણવવાને નથી એ તો સ્પષ્ટ જણાઈ આવે છે. નાટકનું નામ ‘મત્સ્યગન્ધા અને ગાંગેય ' રાખ્યુ છે તે પણ સપ્રયાજન જ છે. આ નામ વડે પ્રધાન પાત્રાનાં નામને નિર્દેશ થાય છે. એટલુ જ નહિ, પણ વસ્તુસૂચન પણ થાય છે. જો કર્તાને આવા કઈ ઉદ્દેશ ન હેાય તેા પછી Page #156 -------------------------------------------------------------------------- ________________ • “મસ્યગન્ધા અને ગાંગેય ૧૪૭. “ભીષ્મ' એ સુવિદિત નામ છોડીને “ગાંગેય” શા માટે પસંદ કર્યું હેય? વળી આખા નાટકમાં ગાંગેય તે “ગાંગેય'ના નામથી જ આવે છે. છેલ્લા પ્રવેશ સિવાય નાટકના અંતમાં ગાંગેય કેવળ ગાંગેય મટી-જે કે ગંગા જેવી માતાના અનુરૂપ પુત્ર થવું અને તે પુત્રત્વને દીપાવવું એ કંઈ નાનીસૂની વાત નથી–ભીષ્ય બને છે. આ ઉપરથી એમ જણાય છે કે કર્તાનો ઉદ્દેશ ભીષ્મની ભીષ્મતા સમજાવવાનો છે. ખરે, મહાભારતમાં જ ભીષ્મ “ભીષ્મ શા માટે કહેવાયા તે સમજાવવામાં આવ્યું છે, અને કર્તાએ એ પ્રસંગનો ઉપયોગ ઉપર જણાવ્યા પ્રમાણે આ નાટકમાં કર્યો જ છે. છતાં કર્તા કંઈક જાણે મહાભારતમાં દર્શાવેલી ભીષ્મની ભીષ્મતાથી અસંતુષ્ટ રહ્યા હોય, અને તેમાં રહેલી ઊણપ પુરી દેવા ઝંખતા હોય, અને તેથી કલ્પનાની પાંખો ઉપર ઊડી ભીષ્મની ભીષ્મતાનું યથાર્થ સ્વરૂપ શોધવા નીકળી પડયા હોય તેવું લાગે છે. કલ્પનાની મદદથી મહાભારતનો સાદો પ્રસંગ ઓર રૂપ પામે છે અને સરવાળે ભીષ્મનું ભમત્વ ભીમતર બને છે. કલ્પનાશક્તિથી કર્તાએ અનેક પ્રસંગે ઊભા કર્યા છે. રાજકુમાર ગાંગેય મૃગયા કરવા ગયા હતા તેવામાં તેણે મુખમાં વસ્ત્ર લઈ નાસતો. એક વાઘ જે. વાઘને મારી ગાંગેય જે દિશામાંથી તે વાઘ આવ્યો હતા તે દિશા તરફ જાય છે, અને એક સુંદર સરોવરમાં નહાતી એક “સ્વર્ગની સવાર જેવી વિમળ તેજરેખા' યુવતીને જુએ છે. તેને જોતાવેંત તેના હૃદયમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. યુવતી એવી શરત કરે છે કે હું બે વરસ સુધી તપ કરવાની છું. તે દરમિયાન તમારે મારું નામ કે કુળ પૂછવું નહિ, તે ઉપરાંત જો કોઈ મનુષ્ય ન કરેલું તમે કરી બતાવશે તે હું તમને વરીશ. આ કલ્પિત સંગેની frame માં કર્તાએ મહાભારતની ઘટનાની છબી મઢી છે. આથી નાટકની વસ્તુનું સ્વરૂપ અતિ તીવ્ર (full of tension) Page #157 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ ૧૪૮ બને છે. એક બાજુ આ કપિત સંજોગોમાં આલેખવામાં આવ્યું છે તેમ ગાંગેય પિતાની હદયદેવીનું નામ કે કુળ પુછતા નથી અને અમાનુષ–અપૂર્વ-કર્મ કરી બતાવી હદય–દેવીની શરતો પાળી દેવાની હોંશમાં છે ત્યારે બીજી બાજુ ગાંગેય પોતાના પિતાની અભિલાષા પૂર્ણ કરવા માટે “ઢીમર' પાસે જઈ રાજ્યત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, અને “ઢીમર” રાજી થઈ પોતાની કન્યા મિસ્યગંધા–ને શત્તનું સાથે પરણાવવા કબૂલ થાય છે! આમ અપૂર્વ આત્મત્યાગ કરી ગાંગેય અપૂર્વ કર્મ કરે છે. પણ-પણ! આ આત્મત્યાગ શું શુદ્ધ હતો ? તેમાં ઊણપ નહોતી ? આ આત્મત્યાગ વડે જ ગાંગેય આત્મબંધન સાધવાના વિચારમાં નહતા કે તેનું સુખ રાજ્યમાં કે અન્ય વૈભવમાં નહોતું. પેલી સુંદરીમાં જ તેની આખી સુખ સુષ્ટિ સમાઈ હતી. તે મળે, તો પછી? છેલ્લા પ્રવેશમાં, પિતાની અભિલાષા પૂરી કરવા માટે અસાધારણ આત્મત્યાગ કરી ગાંગેય પિતાના હૃદયની અધિષ્ઠાત્રી દેવતા માથે કેાઈ અણમૂલી પળે દિવ્ય આનંદસાગરની લહરીઓમાં વિહરે છે અને પોતાના ભાવિ સ્વર્ગીય સુખને ક્ષિતિજમાં જુએ છે, તે જ પળે ઢીમર”—દુનિયાની વ્યાવહારિક સ્થિતિનું ભાન કરાવનારે “ઢીમર'આવી ચઢે છે. ગાંગેયની દિવ્યસૃષ્ટિ ઊડી જાય છે, તે કર્તવ્યમાં ચૂક્યા છે એવો આરોપ આવે છે! હવે જ ભીષ્મને ખરી પરિસ્થિતિનું ભાન થાય છે. ભીષ્મનું હૃદય એ તે સમરાંગણ જ. માતા કે પ્રિયા? વદન કે આલિંગન? પૂજ્યબુદ્ધિ કે પ્રણય? આ પરસ્પર વિરોધી લાગણીના યુદ્ધમાં અંતે ગાંગેયનું ગાંગેયત્વ વિજયી નીવડે છે. અને ભીમ કર્તવ્યપરાયણ બને છે. સાતિજ્ઞા 'હું મવતિ સાધવા આમ નાટકની વસ્તુ તીવ્ર બને છે, અને ભીષ્મનું ભમત્વ પ્રચંડ સ્વરૂપમાં વ્યક્ત થાય છે. ભીષ્મની ભષ્મતા આડે મસ્યગધાને આત્મત્યાગ જોઈએ નેટલે બહાર નથી આવતો. તે તે સ્ત્રી હતી, છતાં પિતાના હૃદયને Page #158 -------------------------------------------------------------------------- ________________ • મત્સ્યગન્ધા અને ગાંગેયઃ ૧૪૯ વારી પિતાએ કહેલુ' કબૂલ રાખે છે. શે। આત્મત્યાગ ! શે! ભારતની સ્ત્રીઓને આદશ ! ઉપર જોયા પ્રમાણે આ નાટકમાં મુખ્ય પાત્રા અસાધારણ છે, સજોમા અસાધારણ છે આખી ઘટના અસાધારણ છે. આમ અસાધારણ સૃષ્ટિમાં વિચરવાથી આપણે તેમાં ગૂચવાઈ સામાન્ય વસ્તુસ્થિતિ ભૂલી ન જઈએ તે હેતુથી કર્તાએ મુખ્ય પાત્રોનાં પ્રતિપાત્રો (foils) મૂકવાં છે. આ પ્રતિપાત્રો દુનિયાના ચીલામાં ચાલ્યાં જાય છે. ાહિત અને મધુરી એકબીજાને જુએ છે, પ્રેમમાં પડે છે, અને છેવટે પરણે છે. આ પ્રાસંગિક વસ્તુમાં સ્વતઃ નથી કંઈ વિશિષ્ટતા કે નથી કંઈ તાત્પર્યાં. છતાં તે નિરર્થીક નથી જ. તેનું પ્રયેાજન મુખ્ય વસ્તુની મહત્તા, અસાધારણ. ભીષ્મતાનું આપણને ભાન કરાવવું એ છે. સામાન્ય વ્યવહારના રાજપથી મુખ્ય વસ્તુ કેટલી આડીઅવળી ચાલી તે માપવાનું તે યંત્ર (gauge) છે. તેથી આ પ્રાસંગિક વસ્તુ ધ્યેયની એકાગ્રતામાં વિક્ષેપ લાવવાને બદલે તે એકાગ્રતા સાધવામાં, તેને સચેાટ રીતે ખડાર લાવવામાં સહાય કરે છે. વળી મત્સ્યગન્ધા અને ગાંગેયની ઉદારતા અને અસાધારણતા આ પ્રાસગિક વસ્તુના ઉપસ'હારમાં દીપી નીકળે છે. પેાતાનાં વ્યિ સ્વપ્ને! ઊડી ગયાં, પણ તેથી તેમનાં હૃય નિષ્ઠુર નહોતાં બન્યાં. તેમ થાય તો પછી અસાધારણતા કાં રહી ? કામદેવને ઉદ્દેશીને આર ભેલા પેાતાના યજ્ઞ તા અધૂરા રહ્યો, છતાં બીજા યજમાનેાને સહાય કરી પેતે કૃતકૃત્ય થવા ઇચ્છતાં હોય તેમ ભીષ્મ અને મત્સ્યગન્ધા રહિત અને મધુરીનાં લગ્ન યેાજે છે. આમાં પણ ભીષ્મની તેમ જ મત્સ્યગન્ધાની ભીષ્મતા નથી ઝળહળતી શું ? ધ્યેયની એકાગ્રતા એકાંકી નાટકાને આવશ્યક ગુણ છે. આ એકાગ્રતા સાચવવા જતાં નાટકકાર ખીન્ન દે!ષમાં આવી પડવાના ભયમાં રહે. પેાતાના ધ્યેયને સતત દૃષ્ટિમાં રાખી નાટકની વસ્તુ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અક્ષરો ઘટના કરવા જતાં એમ પણ સંભવ રહે કે નાટકનાં પાત્રો નિર્જીવ અને નીરસ બને, જે કલાકાર કુશળ ન હોય તે પાત્ર તેના ધ્યેયને અનુસરીને જ બોલતાચાલતાં એટલે કે વ્યક્તિત્વ વિનાનાં dummiesખોખાં થઈ જાય અને તેઓનાં મુખમાંથી નાટકકારનો જ અભિપ્રાય નીકળતા રહે. દૃષ્ટાંત તરીકે, જેમ “મસ્યગન્ધા અને ગાંગેયમાં કર્તાએ એક ધ્યેય રાખી તેને અંતપર્યત જાળવવાની સંભાળ લીધી છે તેમ તેમણે “મહર્ષિણી માં પણ બેયની એકાગ્રતા જાળવી રાખી છે. પણ “લોમહર્ષિણીમાં મુખ્ય પાત્ર તો લાકડાના રમકડા જેવું જ લગભગ થઈ ગયું છે. અહીં તેમ નથી. યેયની એકાગ્રતા પુરેપુરી સચવાઈ છે, તેની સાથે ભીષ્મ, મયગન્ધા વગેરે પાત્રોનું વ્યક્તિત્વ જળવાઈ રહ્યું છે. નાટકની શરૂઆતમાં અને અંતમાં કર્તાએ “પ્રાસ્તાવિક' અને ઉપસંહાર' મૂક્યા છે. બંનેમાં કેવળ બે પાત્રો- “સ્ત્રી અને પુરુષ ભાગ લે છે. આ પાત્રો નાટકની વસ્તુઘટનામાં ભાગ લેતાં નથી. આ તેમ જ આ પત્રોના ઉદ્ગારો જોતાં તે કંઈક અંશે ગ્રીક નાટકમાંના *Chorus' 247 2490 1125Hirl Chroniclers 'H Hodi હેય તેમ લાગે છે. નાટકની વસ્તુઘટના ઉપર, અને તેમાં આલેખાયેલાં પાત્રો ઉપર “સ્ત્રી અને પુરુષ” થોડા પણ સચોટ શબ્દોમાં પિતાના અને સૌ કોઈ વાંચનારના અભિપ્રાય દર્શાવે છે. આ “સ્ત્રી ” અને “પુરુષ'નો નાટકની કથા સાથેનો સંબંધ બીજી રીતે પણ તપાસવા જેવો છે. “પ્રાસ્તાવિકમાં તેઓના સંવાદ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે બંને આ નાટકમાં વર્ણવેલ ભષ્મના આત્મત્યાગના વૃત્તાંતથી અને મત્સ્યગન્ધાના તપ કરવાના નિશ્ચયથી પરિ ચિત છે, પણ બંને પાત્રોના નાટકની વસ્તુના પરિચયમાં ફેર છે. મસ્યગંધાની પ્રેમકથાને કે અંત આવે છે તે પુરુષ' જાણે છે. સ્ત્રી ને ના ટકને કેટલેક અંશ, “પરષને તે આખું નાટક પુનરુત Page #160 -------------------------------------------------------------------------- ________________ મસ્યગન્ધા અને ગાંગેય ૧૫૧ જેવું થશે. આમ કરવાનું શું કારણે હશેકદાચ, કર્તાને વિચાર વસ્તુનિર્દેશ અથવા વસ્તુપ્રભાવ કરવાની નવીન સરણું ગ્રહણ કરવાનું હોય. “પુરુષ' એક વખત નાટક જોઈ ગયો, અને પછી બીજી વખત “સ્ત્રી ને સાથે લઈ તે જ નાટક જોવા આવ્યો હોય, પ્રેક્ષાગારમાં બેસીને નાટકની શરૂઆત થયા પહેલાં નાટકમાં શું શું આવશે તે બધું “ત્રીને કહેતો હોય, આવી કંઈક સ્થિતિ “સ્ત્રી'-પુરુષની જણાય છે. વાત પૂરી થઈ રહ્યા પહેલાં જ નાટક શરૂ થાય છે. “શ્રી” પણ નાટકના વૃત્તાંતની શરૂઆતથી પરિચિત થઈ ગયેલી હોવાથી–અને પેલી વનકુમારી મધુરીને મળશે, ખરું ને?” એમ પૂછી પોતાને અને વાચકવર્ગને – નાટકની કથા કેમ શરૂ થવાની છે તેને નિર્દેશ કરે છે. નાટયવસ્તુને પ્રસ્તાવ કે નિર્દેશ કરવાની આ સરણી કર્તાનું એકાંકી નાટકકાર તરીકેનું નિપુણ્ય સૂચવે છે. આ લેખ પુરો કરવા પહેલાં એક બાબત તરફ ધ્યાન ખેંચીશ. કર્તાએ ગાંગેયના મોંમાં નીચેના ઉદ્ગારો મૂક્યા છેઃ “ઘણ રાજવીરે એવો બળાત્કાર કરે છે ને હીણ ભાગ્યે શ્રીહરણની પ્રથા સર્વમાન્ય ગણાઈ છે, પણ સ્તુત્ય નથી. એથી જ ક્ષાત્રતેજ દિન પર દિન ઘટવા માંડયું છે. એ નરેશાના મંદિરોમાં સંપૂર્ણ સ્ત્રીઓ જ નથી હોતી, તેમનું અર્ધ સ્ત્રીત્વ એ બળાત્કારપ્રસંગમાં જ નાશ પામે છે. બાકી રહેલાં ખોખાં માત્ર એ નરેશોનાં મંદિરમાં વસે છે. ઊડી ગયેલા આત્મા પછીના શબ પેઠે આ અભિપ્રાય ઉત્તમ છે, અને નાટકમાં ગાંગેયને મત્સ્યગન્ધા સાથેનો સંબંધ “સ્ત્રીહરણની પ્રથાને અનુસરો નહિ હોવાથી ગાંગેયના મેમાં ઉપરના ઉગારો જ ગણાય. પણ મોટી ઉંમરે કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા, અંબાલિકાનું કેવળ બળજરીથી હરણ કરી આવનાર આ જ ગાંગેયના મુખમાં મૂક્યા છે તેથી તેનું “મૂળ ગૌરવ જરા યે ઓછું” થતું નથી છતાં ભીષ્મ પિતામહના ચરિત્રમાં અસંબદ્ધતા તે આણે છે. (કૌમુદી, જુલાઈ ૧૯૩૪) Page #161 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી રાસ આજે જે પહેલા ગ્રંથને પરિચય અહીં આપવાને છે તે છે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “જબૂસ્વામી રાસ'. આ કૃતિનું સંપાદન ડો. રમણલાલ ચીમનલાલ શાહે કર્યું છે અને પ્રકાશક છે શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન, સાહિત્યોદ્ધા, ફડ, સુરત. કિમત રૂપિયા છે. પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓનું સંપાદનકાર્ય શાસ્ત્રીય પ્રવૃત્તિ રૂપનું છે. આપણે ત્યાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રાચીન ગુજરાતી ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી કૃતિઓના સંપાદનમાં ડે. ભોગીલાલ સાંડેસરાએ શાસ્ત્રીય ચીલે પાડી આપ્યો છે. આવા સંપાદનમાં ગ્રંથકર્તાના દેશ, કાલ અને જીવન તેમ જ અન્ય કૃતિઓ વિશે શક્ય તેટલી ઉપલભ્ય પ્રમાણસામગ્રી એકઠી કરીને શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ થવું જોઈએ. કૃતિની હસ્તપ્રતની શાસ્ત્રીય રીતે વિગતવાર માહિતી અપાવી જોઈએ. એ કૃતિ જે સાહિત્યપ્રકારમાં સમાવેશ પામતી હોય તે સાહિત્યપ્રકાર કે સ્વરૂપનું ઐતિહાસિક વિકાસરેખાઓ દોરીને નિરૂપણ થવું જોઈએ. આ બાબતમાં ક્યાંય પણ વિદ્વાનોમાં મતભેદ હોય તો તેનું પણ સમાકલન અને સમાધાન કરવાનો યથાવકાશ યત્ન થયો હે જોઈએ. કૃતિના પાઠભેદ નોંધાવા જોઈએ. આ ઉપરાંત વિવરણાત્મક કે વિવેચનાત્મક ટિપ્પણ પણ હેય અને શબ્દોની વ્યુત્પત્તિ અને અર્થચ્છાયા રજૂ કરતી શબ્દસૂચી કે કેશ પણ હોય. - ડો. રમણલાલ શાહે શાસ્ત્રીય પદ્ધતિ સ્વીકારીને જ આ કૃતિનું સંપાદન કર્યું છે. પ્રસ્તાવનાના આરંભમાં મહાપાધ્યાયશ્રીયશોવિજયજીનું ' Page #162 -------------------------------------------------------------------------- ________________ જબૂસ્વામી રાસ ૫૩ જન્મસ્થળ ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું કડું ગામ હતું એમ પ્રધાનપણે “સુજસવેલી ભાસ” નામની કૃતિને આધારે દર્શાવ્યું છે. તેને પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સભાગદે હતું. નાના જસવન્તકુમારને સરુ નવિજ્યજીના ઉપદેશથી વૈરાગ્યવૃત્તિ જાગી અને તેણે અણહિલપુર જઈને તે ગુરુ પાસે દીક્ષા લઈ યશવિજ્યજસવિય–નામ ધારણ કર્યું. કર્તાના જન્મ-સમયના પ્રશ્નમાં બે પરસ્પર વિરોધી પ્રમાણે ઉપલબ્ધ છે તેની ચર્ચા કરીને શ્રી યશોવિજયજીને જન્મ સંવત ૧૯૭૯-૮૦માં થયેલ હોવો જોઈએ એવું અનુમાન સંપાદકે કર્યું છે. જીવનનિરૂપણ કરતાં ડો. શાહે શ્રી યશોવિજ્યજીની અસાધારણ સ્મરણશક્તિ વિશે પ્રચલિત દંતકથાને ઉલ્લેખ કર્યો છે. શ્રી યશોવિજયજી વિદ્યાભ્યાસ માટે કાશીમાં ત્રણ વર્ષ રહ્યા હતા. ત્યાં તેમણે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિ દર્શનનો અભ્યાસ કર્યો હતો અને ન્યાયવિશારદ અને તાર્કિક શિરોમણિનાં બિરુદ પણ પામ્યા હતા. વિદ્યાભ્યાસ પૂરો કરીને તે અમદાવાદમાં આવ્યા અને મુસલમાન સૂબા મહોબતખાનની સમક્ષ અષ્ટાદશ અવધાનને પ્રયોગ કરી બતાવ્યું. શ્રી યશોવિજયજી અને આનંદઘનના સમાગમની અને અહોભાવવૃત્તિથી શ્રી યશોવિજયજીએ રચેલી અષ્ટપદીની ચર્ચા સંપાદકે કરી છે. શ્રી યશોવિજ્યજીનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩માં થયે હશે એમ સુજવેલી ભાસ'ને આધારે સૂચવ્યું છે. તે પછી શ્રી યશોવિજયજીની - સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ વિશે તેમ જ ગુજરાતી ભાષામાં રચેલાં સ્તવનો, સબુઝાયો, ગીત, પદ, રાસો, સંવાદો વગેરે વિષે માહિતી આપી છે. આ ખંડના અંતમાં સંપાદકે શ્રી યશોવિજયજીનાં પાંડિત્ય, તુલનાશક્તિ, સૂક્ષ્મ દષ્ટિ વગેરે વિશિષ્ટ ગુણોને બિરદાવતે પંડિત સુખલાલજીને અભિપ્રાય ટાંક્યો છે. કૃતિના વિષયભૂત શ્રી જબૂસ્વામી વિષે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલી કૃતિઓને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અક્ષરા. નિર્દેશ પણ કર્યો છે. ત્યારપછીના ખંડમાં “જબૂસ્વામી રાસ'નું વસ્તુ, એ વસ્તુ ઉપર પુરોગામી લેખકનું ઋણ અને પ્રભાવ વગેરે વિષયોની ચર્ચા કરતાં સંપાદક નેંધે છે કે શ્રી યશોવિજયજીએ સં. ૧૭૩૮માં શ્રી “ જ બુસ્વામી બ્રહ્મગીતા' નામની ૨૯ કડીમાં વિસ્તરેલી લઘુરચના કરી હતી. તે પછી ૧૭૩૯માં આ રાસની રચના તેમણે કરી. નિરૂપણ–વિષય તરીકે એક જ વ્યક્તિનું જીવન સ્વીકારાયેલું હોવા છતાં આ બ્રહ્મગીતા અને રાસની વચ્ચે કલ્પના, અલંકાર કે તર્કની દૃષ્ટિએ બહુ સામ્ય નથી. જો કે કોઈ વિરલ દાખલામાં કલ્પના કે શબ્દનું સામ્ય નજરે આવે છે. શ્રી યશોવિજ્યજીએ “જબૂસ્વામી રાસનું વસ્તુ હેમચન્દ્રાચાર્યના “ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના પરિશિષ્ટ પર્વમાં આપેલા જંબુસ્વામચરિત્ર ઉપર મુખ્યત્વે આધારિત કર્યું છે એમ વિધાન કરીને સંપાદકે વિગતવાર એ બંને કૃતિમાં સમાવાયેલા પ્રસંગોની તુલનાત્મક સમીક્ષા કરી છે. ત્યારપછી સંપાદકે આ કૃતિની સાહિત્યકૃતિ તરીકે આલોચના કરી છે. તેમાં આવતી અનેક આડકથાઓ અને તેમની સાર્થકતા, શગારરસ અને શાંતરસના આલેખન દ્વારા અંતે સંયમ અને વૈરાગ્યના વિજયનું નિરૂપણ, પ્રસંગ-આલેખન કે પાત્રનિરૂપણમાં અનેક સ્થળે વ્યક્ત થતી ઉચ્ચ કોટિની કવિપ્રતિભા, ઉપમા-ઉલ્ટેક્ષાદિક અલંકારોની સમૃદ્ધિ વગેરે ગુણપણે સ્વીકારવા યોગ્ય લક્ષણોનું યથાવકાશ અવતરણો આપીને સંપાદકે સારું નિરૂપણ કર્યું છે. આ કૃતિ શ્રી યશોવિજયજીના પોતાના હસ્તાક્ષરમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. તેથી પ્રેમાનંદના સમયમાં ગુજરાતી ભાષાનું કેવું સ્વરૂપ હશે એ જાણવાનું પ્રમાણભૂત સાધન આપણને મળી રહે છે. આ કૃતિમાં પ્રમાણભૂત રીતે સચવાયેલું ભાષા-સ્વરૂપ ધ્યાનમાં લેતાં આજે ઉપલબ્ધ થતી પ્રેમાનંદ કૃતિઓની ભાષામાં કેટલી વિકૃતિઓ પેસી ગઈ છે એ સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. શ્રી યશોવિજ્યજી વિદ્યાભ્યાસ માટે કાશી ગયા હતા. તે પછી આગ્રામાં રહ્યા હતા. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ જૈન સાધુઓ . Page #164 -------------------------------------------------------------------------- ________________ જબૂસ્વામીાસ ૧૫૫ વિહરે છે તે કારણે આ રાસામાં પણ ક્યાંક ક્યાંક હિંદી અને મારવાડી ભાષાની અસર નજરે આવે છે. પ્રસ્તાવના પછી સંપાદકે રાસની વાચના આપી છે. કર્તાના હસ્તાક્ષરમાં જ મળેલી પ્રત ઉપરથી વાચના તૈયાર કરી છે. તેથી પાઠાન્તરનો સંકુલ પ્રશ્ન સદ્ભાગ્યે અહીં ઊભો થતો નથી, જો કે કેટલેક સ્થળે કેવળ માનવસુલભ અનવધાનતાને કારણે નજીવા લેખનદોષ પ્રતમાં નજરે આવે છે. તેનું સંપાદક તર્કપુર:સર સંસ્કરણ કરી લીધું છે. જેમકે પાંચમા અધિકારની ૨૫મી કડીના ઉત્તરાર્ધમાં “કામધામ લીલા ઉદ્દામ, સકલ કેરે વિશ્રામ માં “ઉદ્દામ ને બદલે મૂળ પ્રતમાં “ઉદાસ” છે તે દેખીતી રીતે જ સંભવિત નથી. એ જ અધિકારની ૨૩મી કડીમાં ન છું વિષયરસમન” એમ મૂળ કૃતિના પાઠને સુધારીને “ન છું વિષયરસલીન' સ્વીકાર્યું છે એ પણ યોગ્ય લાગે છે. ' રાસની વાચના પછી સંપાદકે “સુજસવેલી ભાસ” અને તેને. ગદ્ય અનુવાદ અવતાર્યો છે. આ કૃતિમાં સંગ્રહાયેલી વિગતો શ્રી યશોવિજયજીના જીવન વિશે મહત્વની માહિતી આપે છે તેથી અભ્યાસીએને આ ખંડ ઉપયોગી નીવડશે. અંતમાં સંપાદકે ટીપ્પણું આપ્યું છે, જેમાં શબ્દોના અર્થ આપીને ઢાલ કે દુહાનું મુખ્ય વક્તવ્ય. આપવામાં આવ્યું છે. તે પછી કંઈક વિશેષ આવશ્યક વિવરણ માગી લેતી હોય તેવી કડીઓનું વિવરણ પણ કર્યું છે. * આમ આ કૃતિના સંપાદનમાં ડો. રમણલાલ શાહે શાસ્ત્રીય પદ્ધતિને સ્વીકાર કર્યો છે, જે મહત્ત્વનો મુદ્દો છે અને આ સંપાદનને અધિકૃત કૃતિ તરીકે રજૂ કરે છે. આ પરિચય સમાપ્ત કર્યું તે પહેલાં એક બે મુદ્દાઓને ઉલ્લેખ કર્યું. આ કૃતિની ભાષા અને શબ્દ-સ્વરૂપ મધ્યકાલીન રૂપનાં વધારે લાગે છે. ઉદા. તરીકે ગોખનઈ સંમુખ સા ગઈ”, “નૃપ પૂછઈ દૂઉ કુણહેતી, “હવઈ જયસિરિ વાણું વદઈ રે, સુણિ પિઉ સાચઈ સિદ્ધિ, ગુણરા જ્ઞાતા, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અક્ષ. નાગશ્રી પરિસ્થં કહઈ-રે, કૂટ કથા અપ્રસિદ્ધ, રંગરા રાતા” વગેરે.. ભાષાનું સ્વરૂપ સમજવામાં સાહાસ્ય આપે તેવું વ્યાકરણ-વિશેષે . કરીને વિભક્તિપ્રત્યાનું નિરૂપણ આપ્યું હોત તો વધારે ગ્ય અને ઉપકારક નીવડત. બીજુ, ટિપ્પણમાં શબ્દોના પર્યાયે કે અર્થો આપવાને બદલે વ્યુત્પત્તિની દિશાનું પણ નિયમ તરીકે સૂચન કર્યું હિત તે ટિપ્પણ પણ વધારે ઘાતક નીવડત. કદાચ આર્થિક મર્યાદાને કારણે આવું સવ્યુત્પત્તિક શબ્દાર્થદર્શન શક્ય નહિ બન્યું હેય. ડે. શાહ યુવાન અભ્યાસી છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં અને તેના ભાષાવિષયક પરિશીલનમાં બહુ ઓછા અભ્યાસીઓને રસ પડે છે. શ્રી શાહનો આ રસ ચાલુ રહે અને અભ્યાસ વધારે ગાઢ અને પરિનિષ્ઠિત બને. (પ્રબુદ્ધ જીવન, ૧ ફેબ્રુઆરી) Page #166 -------------------------------------------------------------------------- ________________ નિકષ “અર્થ નોરેડિયો– પરિચય ગુજરાતી સાહિત્યમાં પૂજાલાલ, સુંદરમ વગેરે કવિઓએ શ્રી અરવિંદના પૂર્ણાગની ઉપાસનાથી પ્રભાવિત અને પ્રેરિત થઈ કાવ્યવાણીમાં પોતાના ભાવો વ્યક્ત કર્યા છે. આ અરવિંદ સાહિત્યમાં શ્રી રજનીકાંત મોદીનો નાનકડે કાવ્યસંગ્રહ “અર્થ ઉમેરાય છે. આ સંગ્રહમાં સો કડીના કાવ્ય “અર્ધ ઉપરાંત બીજા નવ નાનાં કાવ્ય છે. આ બધાં કાવ્યો પૂર્ણયોગની સિદ્ધિને પામેલા શ્રી અરવિંદને ચરણે અહોભાવા ભક્તહૃદયની સ્તુતિકુસુમાંજલિરૂપ છે. આ કાવ્યોનું કલેવર કે અધિદેવતાના વર્ણન કે સંબોધનની પદ્ધતિ કે ભક્તહદયના ઉદ્દગાની લઢણું પ્રાચીન સ્તોત્રપ્રકારથી ભિન્ન નથી. એક જ તું” અને “મુજ અંતર ઘેલું ઘેલું રે” આરઝવાળાં ઊર્મિકાવ્યો છે. બાલક્રીડા” માં લેખકની “મહાબાળકની કલ્પના ચારુતાવાળી છે. “સફળ ઝંખનામાંનું રૂપક સામાન્ય હોવા છતાં ઔચિત્યવાળું છે. પણ, સંગ્રહનું સૌથી લાંબું અને પ્રધાન કાવ્ય “અર્થ' છે. નિર્મળ બની વાચકહૃદયને સાત્વિકતાને અનુભવ કરાવતું “અધ્ય' ભક્તિ, પ્રેમ, દીનતા, પ્રપત્તિ વગેરે ભક્તહૃદયના ભાવમણકાની માળારૂપ છે. અનમય કેશ, પ્રાણમય કેશ અને મનમય કેશ આ ત્રણ ભૂમિકાઓથી પર વિકસતી વિજ્ઞાનભૂમિકામાં માનવ આત્મા આરૂઢ થાય તો તે ભૂલ–સૂક્ષ્મ દેહની વાસનાઓથી મુક્ત થઈ પરિચિતનો અને તેના આનંદને સાક્ષાત્કાર કરે. એ સાક્ષાત્કાર શ્રી અરવિંદ જેવા પૂર્ણ યોગીની અમી વર્ષની કૃપાદષ્ટિ અને પ્રેરણાથી શ્રદ્ધા અને ભક્તિને બળે શક્ય બને. એ ધન્ય અનુભવ થયે અનિમિષ નયને નિહાળ્યા કરું પ્રગટતું મુજ તેજ હું અંતરે નયનજળ અને હું ટાળ્યા કરું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આવી કૃતકૃત્યતા ભક્તહૃદય માણે છે. શ્રી મોદીએ સ ંસ્કૃત સાહિત્યની રૂઢ કલ્પનાઓ ઉપરાંત આધુનિક વિજ્ઞાનના ક્ષેત્રમાંથી પણ વિચારકણા લઈને સુંદર રૂપકે। આપ્યાં છે, કાઈ કાઈ કડીમાં નાદમા અપૂર્વ સુકુમારતાવાળુ થયુ છે. આ કડીઓમાં સાંપ્રદાયિક ( ? – તંત્રી ) સત્ય અને કાવ્યના સૌ ના આત્મા અને દેહ બંનેના સૌ ના કેવા-સુભગ સંગમ થયા છે! અક્ષરા પરિચિત – ગિરિશૃંગથી આ પડે ઉર પર જલધાધ આનંદના કચમ પ્રભુ ! મુજ અલ્પ શક્તિ વડે ઝીલવી પ્રખર વેગની સ્પન્દના –૩૧ ઉડતી સલિલ – સીકરે ધેાધની હૃદયમહી વિભિન્નતા પામતી ધવલ – કિરણ – મંજરી ખેાધની . સુરપતિ ધનુર‘ગ બિછાવતી ૩૨. - કાવ્યમાં જે ભાવસ‘શુદ્ધિ (Sincerity) છે તે વાણીમાં પ્રસાદરૂપે પ્રતિકૃલિત થાય છે. મન્દાકિની વૃત્તના લયમાં ખરેખર પુષ્પિતાગ્રત્વ છે. અને તેથી ગંભીર કે કામળ ભાવાને નિરાડખર રીતે આા વ્યક્ત કરવામાં શ્રી મોદીને બહુ અનુકૂળતા સાંપડી છે. સ’સ્કારપૂત કાવ્ય સર્વથા આવકારપાત્ર છે. ( ઓલ ઇન્ડિયા રેડિયા, મુંબઈ, તા. ૩–૧૧–૪૬ ) Page #168 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થચિચ (ગીતાધમ અને બીજા એ) આજે મારે ત્રણ પુસ્તકેાની સમાલાચના કરવાની છે. એ પુસ્તકે છે. ગીતાધમ ' કર્તા-કાકાસાહેબ કાલેલકર, નવજીવન પ્રકાશનમદિર, અમદાવાદ, ૨ : ‘દરિયા સાર`ગ' કર્તા-ગુણવંતરાય આચાય વેારા એન્ડ કૉંપની, મુ`બઈ, ૩ : તુřાન શમ્યુ’. લેખક-કિશાર માંકડ, રાજકોટ. આ ત્રણ પુસ્તકાની આ ક્રમમાં જ સમીક્ષા કરીશું. ભગવદ્ગીતા મહાન ગ્રંથ છે. તે સર્વ ઉપનિષદના સારરૂપ મનાય છે. વેદાન્તદનમાં પ્રસ્થાનત્રયીમાં એને સ્થાન અપાયુ છે. ગીતામાં નિરૂપાયેલા ચેાગશાસ્ત્રનુ મહત્ત્વ કે મૂલ્ય કેટલું હશે તે તેા મહાભારતમાં જ તેના અનુકરણ રૂપે રચાયેલી અનુગીતા જ બતાવી આપે છે. ગ્રીતાનું કલેવર પણ આધુ કામણુ કરનારું' નથી નીવડયું. ભગવદ્ગીતાના અનુકરણરૂપે સખ્યાબંધ ખીજી ગીતા પણ રચાઈ છે! ગીતા પ્રધાનપણે આધ્યાત્મિક ગ્રંથ છે. અને જીવ, જગત અને ઈશ્વરનાં સ્વરૂપ અને સબધાને નિરૂપવાની સાથે પરમ તત્ત્વની પ્રાપ્તિ માંટેના જુદા જુદા ઉપાયા કે માર્ગ સૂચવે છે એમ હંમેશાં મનાતું આવ્યું છે. આ દૃષ્ટિથી ગીતા ઉપર અનેક આચાર્યાએ ભાગ્યે રચ્યાં છે અને ટીકાકારાએ ટીકાપ્રટીકાઓ રચી છે. પરસ્પર વિભિન્ન દર્શનના પુરસ્કાર કરતા ભાષ્યકારા અને ટીકાકારા બધા જ ભગવદ્ ગીતામાં પેાતાના મતનું સમ ન શોધે છે, અને સમય જતાં ગીતાનું વ સ્વ, તેનુ આકષ ણુ વધતું જ ચાલ્યુ. છે. તે એટલે સુધી કે આજે તે! ભારતીય સસ્કૃતિ અને જીવનદૃષ્ટિના પ્રમાણભૂત ગ્રંથ તરીકે ભગવદ્ગીતાને જ સ્વીકારાતી જોઈએ છીએ. અર્વાચીનકાળમાં આપણી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અક્ષર સંસ્કૃતિનું સંસ્કરણ અને અભિનવ અર્થદર્શન થઈ રહ્યું છે ત્યારે ગીતાનો જ આશ્રય પ્રધાનપણે લેવાતે નજરે આવે છે. લોકમાન્ય ટિળકે કર્મયોગને સિદ્ધાંત સમજાવી પ્રજાને તંદ્રામાંથી ઢાળવાને યત્ન કર્યો. ગાંધીજીએ અનાસક્તિયોગ અને અહિંસાના માર્ગનું. સમર્થન કર્યું, શ્રી અરવિંદે પૂર્ણ યોગનો પુરસ્કાર ગીતાને આશ્ચર્ય કર્યો. ગીતાને રાજધર્મના ગ્રંથ તરીકે ઘટાવવાનો પ્રયત્ન પણ થયે છે. શ્રી વિનોબાજી, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ વગેરે ગાંધીજીના દર્શનને અપનાવતાં મીમાંસકેએ ગીતા દ્વારા સર્વોદયને સિદ્ધાંત સમજાવ્યો છે. ભગવદ્ગીતા આવાં ભિન્ન વિભિન્ન અર્થદર્શનેને ઝીલી શકે છે કારણ કે, કાકાસાહેબે કહ્યું છે તે પ્રમાણે, “ ગીતાગ્રંથ એક જીવત વ્યક્તિ છે,' કેવળ ગ્રંથ નથી, માટે જ અન્ય ગ્રંથોની પેઠે ઐતિહાસિક મર્યાદાઓ તેને નડતી નથી. કેઈ પણ મહાન ગ્રંથ વિશે આ સાચું છે. કેઈ પણ મહાન ગ્રંથની મહત્તા તેમાં હાર્દિરૂપે વસતાં માર્મિક જીવનદર્શનમાં રહેલી હોય છે, અને તેથી જ શ્રીકૃષ્ણની પેઠે સમાધિ. યુને ગુઃ યુગે યુગે નવી નવી અર્થછાયાઓ ધારણ કરી શકે છે. ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દષ્ટિથી નવા અર્થે તેમાં જેવા એમાં સત્યનો દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા છે. ગીતાનું દુધામૃત પીને જેની મનોભૂમિકા બની છે અને પોષાઈ છે, તેને ગીતાના જેટલો જ વ્યાપક સંદેશ સમજાવીને કહેવાનો અધિકાર છે. આ શબ્દોમાં યુગાનુરૂપ અભિનવ અર્થ કે અર્થચ્છાયાવાળું ગીતાનું વિવરણ કરવાના અધિકારને ન્યાય દાવ કરીને કાકાસાહેબ ગીતાને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે નિરૂપે છે. ગીતાને સમાજજીવનના તેમ જ વૈયક્તિક જીવનના માર્ગદર્શક ગ્રંથ તરીકે સમજવી એ ગીતાના મૂળ ઉદ્દેશને અનુકૂળ જ છે. અર્જુનને વિષાદ અને શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ ઐતિહાસિક છે કે ન હે, કાકાસાહેબ તે એ પ્રસંગને રૂપકાત્મક જ માને છે. પણ જીવનમાં કર્તવ્ય-અકર્તવ્યની Page #170 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થપરિચય ૧૬૧ 6 આંટીઘૂંટી ઉકેલવાના માર્ગ શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યા છે. એટલું જ નહિ ‘ લેાકસંગ્રહ ' ઉપર, સમાજસેવા ઉપર પણ ભાર મૂકયો છે. કાકાસાહેબ ગીતામાં બ્રહ્મ એટલે વ્યાપક સમાજસેવા અને બ્રહ્મની ઉપાસના એટલે સમાજની સેવા, સમાજની શુદ્ધિ અને સમૃદ્ધિનું કા એવા કરે છે પણ એમની સામાજિક દૃષ્ટિ સમાજવાદી ‘ સેાશ્યાલિસ્ટ ’ કે સામ્યવાદી કામ્યુનીસ્ટ ' દૃષ્ટિ નથી, સર્વાદયદ્રષ્ટિ છે. કદાચ સર્વેŕદયના સિદ્ધાંતને અનુસરનારાઓ અને સર્વાદયપ્રવૃત્તિ કરનારાઓને પણ યાદ દેવડાવવાની જરૂર છે કે કાકાસાહેબની દૃષ્ટિએ સમાજ એટલે કેવળ માનવસમાજ નહિ, પણ આ વિશ્વમાં રહેલા જીવમાત્ર છે, લેાકશાહી ‘ડેમેક્રેસી ’નું ધ્યેય · ધી ગ્રેટેસ્ટ ગુડ ફ્ ધી ગ્રેટેસ્ટ નંબર ’ ઝાઝાનું ઝાઝામાં ઝાઝુ` હિત ' ગણાયુ છે. સર્વોદયદષ્ટિ આ મર્યાદિત ધ્યેયનાં ભયસ્થાને જુએ છે અને તેથી ધી ગ્રેટેસ્ટ ગુડ આક્ એટલ’· સૌનું ઝાઝામાં ઝાઝું હિત ' કરવાનું ધ્યેય સ્વીકારે છે. પણ આ સૌમાં પ્રાણીમાત્રને સમાવેશ કરતી દૃષ્ટિ ભગવદ્ગીતાની દૃષ્ટિ છે, વિશિષ્ટ ભારતીય દિષ્ટ છે. 6 C ' < કાકાસાહેબે ચાતુ ણ્ય અને આશ્રમવ્યવસ્થાને તેની ઉત્પત્તિ અને વિકાસને સામાજિક દૃષ્ટિએ તપાસ્યાં છે. મહાભારતના એક વિધાનને અનુસરીને કાકાસાહેબ કહે છે કે - મૂળ કલ્પના પ્રમાણે સામાજિક જવાખદારી સપૂર્ણ પણે સમજનારા અને સમાજસેવાનું પેાતાનું કર્તવ્યૂ પાર પાડવાવાળા જે માનવપ્રાણી તે બ્રાહ્મણ છે. તે પછી સામાજિક જવાબદારીની બાબતમાં શિથિલ અથવા મદ અને પેાતાના જ રાંકુચિત સાધ્યને વિશે અત્યંત ઉત્સુક એવા જે બહુજનસમાજ રહ્યો તેનું નામ વૈશ્ય' પડયું. બ્રાહ્મણમાં જ્યારે સેવાથી અને સ્વાર્થ ત્યાગથી સમાજને શુદ્ધ અને તેજસ્વી રાખવાની શ્રદ્દા અને ધીરજ ન રહી એટલે પેાતાના સામર્થ્ય થી-બળથી ખીજાઆને દાખમાં રાખવાની વૃત્તિવાળા ક્ષત્રિય ઉત્પન્ન થયા અને 6 અ. ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અક્ષર સમાજમાં અસંસ્કારી રહેલો અને પરિચર્યાનું જ કામ કરનારો વર્ગ શુદ્ર કહેવાયા. ગીતામાં ચાતુર્વર્યની સાથે સાથે તે વર્ણન કર્મધંધાઓ–ને ઉલ્લેખ છે. કાકાસાહેબ આનુવંશિક ધંધાના પ્રશ્નનું વિવેચન કરીને આ પ્રથામાં રહેલા સમાજ-સ્વાથ્યના ગુણ ઉપર નજર ફેરવે છે. આજના વ્યક્તિ સ્વાતંત્ર્યન અને હરીફાઈ “કેપીટીટીવ સોસાયટી ના વાદો પ્રત્યે અરુચિ દર્શાવે છે. તેમનું સુત્ર છે કે કઈ પણ વ્યક્તિ કેઈ પણ ધંધો કરે તે તેણે સમાજહિતને નજર આગળ રાખીને સમાજહિત સધાય એવી રીતે જ કરવો જોઈએ. સમાન ધંધાદારી કે એક વર્ણના લેકે વચ્ચે જીવનસહકાર વિશેષ પ્રમાણમાં શક્ય છે. એક જ વર્ણમાં દીકરી પરણાવવાની પ્રથા પાછળ પણ આવી સામાજિક સંસ્થતા બળ તરીકે કામ કરે છે. જો કે વર્ણાન્તરનાં લગ્ન થાય છે તેથી અનાચાર થયો છે એમ ન જ કહેવાય એમ કાકાસાહેબ સ્પષ્ટ કરે છે. આશ્રમવ્યવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ પ્રત્યે કાકાસાહેબ સામાજિક પ્રજનની દૃષ્ટિએ સાશંક છે. તેમાં કેવળ વ્યક્તિની સંન્યાસગ્રહણ માટેની પૂર્વતૈયારીનાં જ તેમને દર્શન થાય છે. પણ મને લાગે છે કે અહીં વ્યક્તિના ઉત્કર્ષ–અપકર્ષની બાબતમાં સૂગનો અતિરેક થાય છે. અને સમાજની અંગભૂત વ્યક્તિઓને અમુક સમુદાય જીવનને સંયમનિષ્ઠ બનાવવાને તત્પર બને છે તે પણ સમાજના હિતમાં સહાયરૂપ બને છે એમ માનવું વધારે ગ્ય છે. કાકાસાહેબે વાનપ્રસ્થાશ્રમ એટલે કેટલેક અંશે ખાનગી જીવનને સમેટી લઈને સાર્વજનિક સેવા કરવાને વખત એમ સૂચવ્યું છે. - આ પુસ્તકનો મોટો ભાગ ગીતાના સોળમા અધ્યાયમાં દૈવી સંપત્તિનાં લક્ષણો જે પહેલી નજરે વૈયક્તિક સંશુદ્ધિ અને સાત્વિક સંપત્તિનાં લક્ષણો મનાય છે તેનું સમાજધર્મની દષ્ટિએ અર્થદર્શને કરવામાં રોકાયો છે. જેને સંસ્કૃતિના આધારસ્તંભ કહી શકાય એવા સામાજિક ગુણની માવજત બહુ જ ખબરદારીથી કરવી પડે છે. તેથી Page #172 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થપરિચય ૧૬૩ જ એ ગુણોને સમાજની દૈવી સંપત્તિનું નામ મળેલું છે, એવી આ ગુણોની વ્યાખ્યા કાકાસાહેબ આપે છે. અભય, સત્વસંશુદ્ધિ, ક્ષમા, આર્જવ, હી, અચાપલ, અહિંસા વગેરે ગુણોને સમાજિક વિનિયોગ શી રીતે કરાય અને સમાજને સંશુદ્ધ અને સમૃદ્ધ બનાવવામાં એની કેટલી આવશ્યકતા છે, તેનું વિવરણ બુદ્ધિપૂત અને વ્યવહારપૂત દષ્ટિથી કરાયું છે. કાકાસાહેબ શાસ્ત્રસંપન અને વ્યવહારવિ મીમાંસક છે. એમની વિષયનિરૂપણની પદ્ધતિ કઠણ કે કર્કશ નથી. વિહેતી શૈલીમાં તદ્દન સ્વાભાવિક રીતે વણાઈ જતા અલંકાર અને ઉદાહરણ દ્વારા વાચકને રોચક અને પ્રતીતિકર લાગે તેવી છે. આ સિદ્ધહસ્ત નિબંધકારની દષ્ટિની અને શૈલીની અભિજાતતા આ નાના પણ મૂલ્યવાન પુસ્તકને આગ ગુણ છે. આ પ્રેરક અને પથ્ય વિચારસભર (ગ્રંથ ?). સમાજ આચરણમાં મૂકતે થાય તે ! છેલ્લે એક નાની પણ સૂચક વાતનો ઉલ્લેખ કરી લઈએ. સામ્યવાદી પક્ષના નેતાને હાથે આગીતાધમ લખાયો છે. વ્યાસે ગણપતિ પાસે સમજ્યા વિના ન લખવું એવી શરત કરાવી હતી તેવી કોઈપણ શરત કાકાસાહેબે પણ આ ગણેશ પાસે કરાવી હતી કે ! બીજુ પુસ્તક છે ગુણવંતરાય આચાર્યકૃત નવલકથા “દરિયાસારંગ. ગુણવંતરાય આચાર્ય લોકપ્રિય વાર્તાલેખક તરીકે સારી રીતે જાણીતા છે. જૂની અતિહાસિક વાતોમાં રસ છે. “દરિયા”નું આકર્ષણ અજબ જેવું છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાગરખેડ કામો અને તેમના સાહસપ્રધાન જીવનપ્રસંગોએ એમના સર્જન માટે બહોળી સંભાર પુરે પાડ્યો છે. દરિયાસારંગ પણ આ જ પ્રકારની નવલકથા છે. લેખક કહે છે કે આ કથા એ એતિહાસિક નવલકથા જ છે, અને ઉઘાડી આંખે, ઉઘાડા કાને અને કસબદાર હાથે યુરોપની મુસાફરી કરનાર એક સાહસિક વીર મુસાફરની કથા આ પાનાંઓમાં છે આ વીર મુસાફર તે કથાનાયક રામસંગ વાઘેલો. લેખકે આખી નવલકથા રામસંગના મુખમાં જ મૂકી છે. તે પિતાના વિસ્તીર્ણ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અક્ષર જીવનટમાં લખાયેલ અનુભવેના તાણાવાણુને સ્મૃતિ દ્વારા ઉકેલ દર્શાવ્યો છે. ૧૮૦ પાનાની આ નવલકથા ચાર પ્રકરણમાં વહેચાઈ છે. દ્વારકામાં પાંચ-છ વરસને રામસંગ તરભોવનદાદા પાસેથી વિદ્યા મેળવે છે. ખાંટની છોકરી સાથે એનાં લગ્ન થાય છે. વસાઈને કિટલે મરાઠાઓના આક્રમણ છતાં અણનમ જ રહ્યો છે. એ કિલ્લાને ભાંગવા માટે જતા વાઘેર યુવાનો સાથે રામસંગ પણ જાય છે. તેને જીવ. કારીગરનો જીવ છે. વસાઈના કિલ્લાને તે સુરંગ દ્વારા ઉડાવી દે છે. પણ પોતે છ મહિનાને ખાટલે પડે છે. દોઢેક વરસ પછી દ્વારકા પાછે વલે રામસંગ પોતાની પરિણીતા નોનબાઈને બીજા સાથે પરણું ગયેલી જોતાં નિરાશ થાય છે. દોઢ વરસને વાયદો કરીને આ કારીગર વલસાડ જતાં રસ્તામાં વહાણ તૂટવાથી ફિરંગીઓના વહાણમાં બચાવી લેવાય છે. ફિરંગી કપ્તાનને મહેમાન બને છે. ત્યાં કાચની બનાવટનું કામ જાણુને પાછો દ્વારકા આવે છે. ત્યાં નાનબાઈ માટે એકલે પચાસ વાઘેરો સાથે લડવા તૈયાર થાય છે અને ત્રણ ગોળા ફાડીને વાઘેરોને નસાડી મૂકે છે. પછી નાનબાઈ સાથે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારના કામમાં સહકાર આપવા જાય છે, પણ મરાઠી રાજવીઓના કલહોને લીધે એ કાર્ય થતું નથી. ત્યાંથી રા’ લાખાજી સાથે કચ્છ જાય છે અને પહેલું કાચનું કારખાનું માધાપરમાં નાખે છે. પૂનામાં પણ તેની કારીગરીને કોઈ સાથ આપતું. નથી. ફરી પાછો તે યુરોપની સફરે ઉપડે છે. બેજીયમની કારીગરી વખાણે છે. અને અંતે કચ્છમાં આવી અવનવા હુન્નરોનાં કારખાનાં નાખે છે. એક યંત્રમાં તેની પ્રિયા નાનબાઈ અકસ્માતથી કચડાઈ જાય છે. અને વાર્તા પૂરી થાય છે. આ વાર્તાને સમય ઐતિહાસિક દૃષ્ટિએ મેગલે પછી હિંદુપતા પાદશાહી આવી ત્યાર છે. એ સમયની રાજ્યની ખટપટો અને દેશની અસ્તવ્યસ્ત સ્થિતિનું નિરૂપણ પશ્ચાભૂમિ તરીકે ઠીક કામ આપે છે. પણ તે ઉપરાંત આ વાર્તાને એતિહાસિક કહેવાનું બીજું કારણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થપરિચય ૧૬૫ નથી જણાતું. રામસંગ જેવી કેાઈ ઐતિહાસિક વ્યક્તિ હતી કે નહીં તેની મને પિતાને જાણ નથી એટલું સ્વીકારી લઉં છું. પણ હોય તો પણ આ નવલકથા “રોમાંચક” અને બેહૂદી ઘટનાઓ અને અકસ્માતોને લીધે નથી એતિહાસિક રહેતી, નથી નવલકથા રહેતી. અને આત્મકથાના ઘાટમાં મૂકવાથી વળી મર્યાદાએ લદાય છે. રામસંગનું પાત્ર કોઈ સ્પષ્ટ અને સુરેખ છાપ પાડી શકતું નથી. તરભોવનદાદા જેવાં ગૌણ પાત્રો વધારે ચમકદાર બન્યાં છે. લેખકની નાટયાત્મક તત્વની સૂઝ “ડ્રામેટીક સેન્સ' ઘણે સ્થળે વરતાય છે. રામસંગ સંસ્કૃત વાંચતાં શીખેલે પણ કેટલીય વાર એની (ભાષા) પંડિતને પણ મૂંઝવી નાખે તેવી સંસ્કૃતપ્રચુર છે. આ કૃતિ નવલકથા તરીકે ભાગ્યે જ સફળ ગણાય. ત્રીજુ પુસ્તક છે કિશોર માંકડ કૃત “તુફાન શમ્યું. શ્રી માંકડનો આ પ્રથમ પ્રયાસ છે. અને તે પણ મૂળ અંગ્રેજીમાં લખેલા નાટકને ગુજરાતીમાં રૂપાંતરિત કરવાનો. પહેલા પ્રયાસની બધી કચાશ આ નાટકમાં છે એમ કહેવું જોઈએ. વક્તવ્ય ગમે તેવું ઉદાત્ત હોય પણ તેનું કલેવર અને ઘડતર કલાત્મક ન હોય તે સાચી કલાકૃતિ ન સર્જાય. નાટક ભાગ્યે જ ભજવી શકાય તેવું છે. કેટલાક પ્રવેશમાં બે પ્રેમીઓની વાણી અને વર્તનમાં આવેશ સિવાય કશું દેખાતું નથી. શ્રી માંકડ પાસે ભાષાપ્રભુત્વ છે, વાણીનું લાલિત્ય પણ છે. આ ઉત્સાહી લેખક ખંતથી સાહિત્ય પાસના કરે તો ભવિષ્યમાં સારી કાવ્યકૃતિએ અવશ્ય આપી શકે. (આકાશવાણી મુંબઈ, ૧૭ ફેબ્રુઆરી, ૧લ્પ૮) Page #175 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-સમાલોચના (ત્રણ વિશેષાંકે અને બીજા) આજની સમાલોચના માટે મળેલાં પુસ્તકમાંથી ત્રણ તે સામયિકના અંકે છે. શરૂઆતમાં એ અંકાની ટૂંકમાં સમીક્ષા કરી લઈશું. બુદ્ધિપ્રકાશ'ને કટોબર-ડિસેમ્બર અંક જોતાં જણાય છે કે છેલ્લાં ૮૬ વર્ષ થયાં ગુજરાતી સાહિત્યદેવીની અવિચ્છિન્ને ઉપાસના કરતું અને ગુજરાતના સંસ્કારોને પોષતું આ પત્ર આજે ય સંગીન પ્રવૃત્તિ કરી રહ્યું છે. કાવ્ય, નાટક, ઐતિહાસિક સંશોધન, વ્યુત્પત્તિશાસ્ત્ર, રેખાચિત્ર વગેરે વિવિધ ભાતના લેખો આ અંકમાં મળે છે. પ્રેમાનંદને નામે ચડેલું રષદર્શિકા સત્યભામાખ્યાનનાટક કેશવલાલભાઈએ સંશોધિત કરેલા સ્વરૂપમાં “બુદ્ધિપ્રકાશ' ક્રમશઃ છાપે છે તેનો એક ખંડ આ અંકમાં મળે છે. સંશોધનકાર્યમાં સ્વ. કેશવલાલભાઈના પાંડિત્ય અને તુલનાશક્તિની જેને જાણ હશે તેને તો આ ઉલ્લેખ માત્રથી આ લેખની વિશિષ્ટતા સમજાશે. ડે. પીતામ્બરદાસ મીરા અને વલ્લભાચાર્ય એ બંને વચ્ચેનો સંબંધ કેવો હતો, તેઓની ભક્તિના સ્વરૂપનો ભેદ, મીરા' કે “મીરાં” આ બેમાંથી ખરું નામ કર્યું? મીરાની વ્યુત્પત્તિ શી ? વગેરે પ્રશ્નો પોતાના બે અનુવાદિત લેખમાં ચર્ચે છે. શ્રી રવિશંકર રાવળનું ભાવભીની વાણીમાં કલાકાર તપસ્વી નિકોલસ રોરીકના જીવનનું રેખાદર્શન, શ્રી કનૈયાલાલ દવેને “પાટણના ફારસી શિલાલેખો અને શ્રી બાપાલાલ વૈદ્યનો “કાલિદાસની વનસ્પતિ, આસિમ રાંદેરી વગેરે લેખો આ અંકને સમૃદ્ધ કરે છે. છેલ્લે ખાસ નિર્દેશ કરવાને લેખ તે શ્રી રામલાલ ચુ. મેદીને કાન્હડદેપ્રબંધ–સમીક્ષા અને પતિ “કાન્હડદે પ્રબંધ ને વ્યુત્પત્તિશાસ્ત્રની કસોટીએ ચઢાવતે, શબ્દના રૂપરૂપાંતરના ઈતિહાસને ઉકેલત, Page #176 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-સમાચના ૧૬૭ વ્યુત્પત્તિના પ્રશ્નોના પ્રમાણના પુરાવાઓની સારાસારતાને તોળીને નિરાકરણ કરતો આ મણકે આ અંકનું ઓજસ્વી અંગ છે. આંઠ દસકેય યૌવનનું જેમ ધારતા “બુદ્ધિપ્રકાશ'ને પડછે ગુજરાત સંશાધન મંડળના સૈમાસિકનો જાન્યુઆરી. અંક સોજાત બાળક જેવો લાગે છે. છતાં એશઆરામી ગુજરાતને પિતાના સંસ્કારધનની ઓળખ કરવાની કે તેને બઢાવવાની તમન્ના અત્યારે પણ છે એ આ મંડળની સ્થાપના અને મંડળના ત્રિમાસિક દ્વારા સાબિત થાય છે. આ અંકમાં ડે. હીરાનંદ શાસ્ત્રી વડોદરા સ્ટેટના પુરાતત્ત્વખાતાએ છ વરસના જીવનકાળમાં શી શી પ્રવૃત્તિ કરી છે તેને માહિતી ભરેલો અહેવાલ આપે છે. પ્રો. મજમુદારે ગુજરાતી સાહિત્યમાં બારમાસી ગીત ઉપર સંક્ષિપ્ત લેખ લખ્યો છે. બારમાસી ગીતોનું એતિહાસિક દષ્ટિએ સ્વરૂપ–નિરૂપણ વસ્તુની, રસની અને પરિસ્થિતિની દષ્ટિએ દેખાતી વિવિધતા વગેરેનો સ્પર્શમાત્ર કર્યો છે. આ વિષય સ્વતંત્ર સવિસ્તર નિરૂપણ માગે છે એમ દર્શાવવામાં આ લેખની વિશિષ્ટતા રહી છે. આ અંકનાં લગભગ પોણા ભાગનાં પાનાં તો શ્રી એ. બી. ત્રિવેદીના “કાઠિયાવાડના આજના ઉદ્યોગો’ એ નામના મહાકાય લેખમાં વપરાયાં છે. તેમાં આવેલી વિગતો, માહિતી અને આંકડાની મદદથી કરવામાં આવેલાં નિરૂપણ ઉપરથી આપણા ઔદ્યોગિક વિકાસમાં રસ લેનારાઓને અતિઉપયોગી કહી શકાય. - આ બે અંકે સંશોધન પ્રધાન છે, જ્યારે ત્રીજે સર્જનપ્રધાન છે. અમદાવાદથી ગતિ–રેખા કાર્યાલય તરફથી પ્રકાશિત કરવામાં આવતા માસિક “રેખાનો છઠ્ઠો અંક સર્જનની અને સાંપ્રત સ્થિતિનું બયાન આપતી વિવિધ વાનીઓ પીરસે છે. એ વાનીઓમાં તમતમાટ છે, નીરસ બની ગયેલી રસનાને પુનરુદ્દીપિત કરવાની શક્તિ છે. શ્રી નવલરામ ત્રિવેદીએ “પ્રભુતામાં પગલાં” નામની ટૂંકી વાર્તામાં સબળ અને સચોટ કટાક્ષથી જીવનમાં આંધળે બહેરું કેવી રીતે કૂટાય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અક્ષણ છે તે બતાવ્યું છે. પાંચ ઉપર મૂકવાને બદલે ચાર ઉપર મૂકાઈ ગયેલા એલાર્મના અવાજથી રજનલાલના ઘર કરતાં પણ મનમાં કે ક્ષોભ થાય છે, તે પોતાના ભૂતકાળનાં સ્વપ્નાંઓ સાથે વર્તમાન પરિસ્થિતિને વિસંવાદ નિહાળી ખિન્ન થાય છે–ોધે ભરાય છે, અને છેવટે જ્યારે એલાર્મ જ ખોટું મુકાયેલું એમ એને જાણ થાય છે ત્યારે આ બનાવમાં પોતાના જીવનનું સામ્ય નિહાળે છે! વાર્તામાં રંજનલાલની મનોદશાનું, ક્રોધ, તિરસ્કાર, કટાક્ષ, ઉકળાટ-આશાનિરાશા વગેરે ભાવનું–સચોટ આલેખન થયું છે અને કટાક્ષને અંશ સારા પ્રમાણમાં હોવાથી એ આલેખન જીવંત થયું છે. સ્વસ્થ વ્યવહારુ પત્નીની સામે આ આદર્શોને જીવનમાં ઉતારવા નિષ્ફળ થયેલી “. ત્રણ ડીગ્રી અને પાંચ છોકરાં” મેળવનાર પરિસ્થિતિ સામે બંડ ઉઠાવનાર રંજનલાલનું પાત્ર વધારે ઊઠી નીકળે છે. • શ્રી યંતી દલાલના નાટક “અંધારપટ માં “શૃંગને નાદ” આજના જગતમાં જે સામાજિક અવ્યવસ્થિતતા, દલિતોની દુર્દશા, જ્ઞાન અને સંસ્કારને અભાવ, રાજપુરુષોના કંઈ કંઈ સ્વાર્થ માટે યુદ્ધ ખેલ, તેમાં હોમાતી નિર્દોષ માનવતા, એ બધાંની નીચે કચડાતી વ્યક્તિ–આ અંધકારમય પરિસ્થિતિનું દર્શન કરાવે છે અને અંધકારને જ ટેવાઈ ગયેલાં, પ્રકાશથી ડરતાં, ઉન્નતિને કાજે હામ ભીડવાની હોંશ વિનાનાં હૈયાંને પડકાર કરે છે. તે ઉપરાંત શ્રી મનસુખલાલ ઝવેરી, શ્રી મુરલી ઠાકુર વગેરેના લેખો છે, પણ સમયસંકોચને લીધે એના નામનિર્દેશથી જ સંતોષ માનવો રહ્યો. “રેખા”ની એક વિશિષ્ટતા તરફ ધ્યાન ખેંચી લઉં. તેમાં આવતાં કટાક્ષચિત્રો. આપણા આ પ્રકારના માસિકમાં આ અનોખું અંગ ગણાય. મારું ગામડું”-કર્તા બબલભાઈ પ્રાણજીવનદાસ મહેતા, ગુજરાતી વિદ્યાપીઠ, અમદાવાદ. પ્રકાશક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૯૩૩-૩૪માં મહાત્માજીએ જ્યારે ગ્રામસેવાની હાકલ કરી ત્યારે આ પુસ્તકના કર્તાએ એ હાકલ ઝીલી અને તે “માસર ગામમાં ગયા. એ ૯૦૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-સમાલોચના ૧૬૯ માણસની વસ્તીવાળા ગામડામાં લેખકે પોતાને ગ્રામોદ્ધારને આદર્શ સિદ્ધ કરવા ત્રણ વરસ ગાળ્યાં, તે દરમિયાન ત્યાં વસતી બારિયા કામ–જેને લોકવાણીએ “ માસરાના લકે એટલે વાત છોડે મારા ભાઈ! બહુ મસ્તીખોર, ચોરીલૂંટ એનું જ કામ” એવો ચુકાદો આપી દીધું છે અને જેને ગુનેગાર કોમ ઠરાવીને સરકારે આ ચુકાદાની ઉપર પોતાની મહોર મારી હતી તે બારૈયા કોમની વચ્ચે રહી, તેમની આર્થિક અપદશા, ઘોર અજ્ઞાન, વહેમ, વ્યસન, રૂઢિ-રિવાજો, દેવાદારી વગેરે-ટૂંકમાં તેના બાહ્ય અને આંતર જીવનને જોયું તેનું અને તેને ઉનત કરવા માટે પોતે જે જે પ્રયાસો કર્યા તેના રીપોર્ટ જેવું આ પુસ્તક છે. ગ્રામસેવા કરનારને કેવી કેવી મુશ્કેલીઓ વેઠવી પડે, સૈકાઓ થયા અજ્ઞાન અને વહેમના પોપડામાં જ રૂંધાઈ ગયેલી લોકોની જીવનપ્રણાલીને મુક્ત કરવામાં, શુદ્ધ કરવામાં લોકો તરફથી જ કેવાં વિદનો ઊભાં થાય અને એવા બધા પ્રતિકૂળ સંજોગોમાં પણ ગ્રામસેવક પોતાની સાચદિલી, નિખાલસતા, દક્ષતા અને કર્તવ્યનિષ્ઠાથી તેમને વશ કરવાની કેવી શક્તિ દાખવી શકે તેને ખ્યાલ આપણને અહીં મળે છે. અને અતિશયોક્તિના ઓળા વિના જ આપેલું આપણા ગામડાનું ચિત્ર કેવું કંગાલિયતવાળું અને દયાજનક છે! પોલીસ કે તલાટીના નામમાત્રથી ભડકી ઊઠતી, ગામના વાણુઆ શાહુકારને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યા છતાં તેની જ દયા ઉપર નભતી, દારૂ અને હુકકાને ભોગ થઈ પડેલી,ભુવાઓ અને વહીવંચાઓની દભી જાળમાં ફસાઈ પડેલી, જણદીઠ સરેરાશ રોજની આવક ૧૬ પાઈ અને ખર્ચ ૨૩ પાઈવાળી–માસરાની વસ્તીનું આ ચિત્ર કેટલું કરુણ છે ! અને તે છતાં સાચી વૃત્તિવાળા દેશસેવક પોતાની જ રહેણીકરણ દ્વારા કેવળ ચોરે ઊભીને ભાષણ કરીને નહિ-આ લેકને -સમજીને, તેમને કેળવણી, જ્ઞાન અને સંસ્કાર આપવા પ્રયત્ન આદરે તે ધીરે ધીરે પણ ચોક્કસ રીતે તે કેવી સિદ્ધિ મેળવતો જાય છે એ આ પુસ્તકમાંથી આપણે જાણી શકીએ છીએ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અક્ષા જેમ સાચદિલી અને સમભાવ-આ બે ગુણે આ પુસ્તકમાં પ્રતિબિંબિત થતા લેખકના વર્તનમાં વ્યાપકરૂપે રહ્યા છે અને તેને રણકાર આદિથી અંત સુધી સંભળાય છે, તેમ ભાષા પણ એ ગુણેને વ્યક્ત કરવાને સમર્થ છતાં આડંબર વિનાની અને પ્રવાહી છે. આ પુસ્તકની વસ્તુમાં જેમ મહાત્માજીના આદર્શની છાપ છે તેમ મહાત્માજીની પ્રેરણાથી આપણી ભાષાને સરળ, વહેતી અને છતાં સામર્થ્યવાળી કરનાર નવજીવન-સંપ્રદાયની છાપ ભાષા ઉપર સ્પષ્ટ દેખાય છે. તળપદા શબ્દોને કવચિત્ પ્રયોગ થયો છે પણ એ તે આવા પુસ્તકનું દૂષણ ભાગ્યે જ ગણી શકાય અને શૈલીમાં જે અભ્યાસના મહાનિબંધ (Thesis)માં જોઈએ તેવી શાસ્ત્રીય તટસ્થતા નથી અને તેથી જે આ પુસ્તકમાં ખોટ આવી કહેવાય તે સામે પક્ષે એટલું કબૂલવું જોઈશે કે સાહિત્યદષ્ટિએ એને લાભ જ થયો છે. નાનામોટા પ્રસંગોનાં ઉચિત શબ્દમાં આવેલાં ચિત્રો, વર્ણનમાં સંવાદની સુભગ છાંટ, ક્યાંક કયાંક ગૌરવભર્યો ઉપહાસ કે હમદર્દીવાળો કટાક્ષ-આ વિવિધતાથી પુસ્તકના કઈ કઈ ભાગે તે નવલકથા જેવા આકર્ષક થયા છે. ગામની હાટડીના માલિક, ડિલ ઉપર ડગલું નહિ પણ ઢીલું પોચું ધોતિયું ને એના ઉપર ચાંદીને કરે, માથે તેલ ઘીના ડાઘથી તરબોળ થયેલી કાળી બનાતની ટોપી, . કાન ઉપર કલમ અને બાજુમાં ડબા ઉપર ચોપડે–આ પિતાની કુનેહથી ગામડા ઉપર સામ્રાજ્ય ભોગવતા “ટેકરકાકા ને એક વાર ઓળખ્યા પછી શી રીતે ભૂલી શકાય ? તેવી જ તાદશતાથી વર્ણવેલ પ્રસંગ ભૂવાનો. આવા આવા અશથી પુસ્તક રસિક બને છે ને સાથે સાથે મુખ્ય આશય પણ સચોટતાથી સમજી શકાય છે. આવા અભ્યાસ-નિબંધો વિવેકપુરઃસર આવી શૈલીએ લખાય એ ઈચ્છવા. જેવું છે. સમી સાંજનો ઉપદેશ' (શ્રી દશવૈકાલિક સૂત્ર)-સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ, પ્રકાશક શ્રી જન સાહિત્ય પ્રકાશન C/o Page #180 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-સમાલાચના ૧૭૧ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ શ્રી શય્યભવ સ્વામીનાં શ્રી દશવૈકાલિક સૂત્ર નામના જૈન ધર્માંના ગ્રંથને છાયાનુવાદ છે. શ્રી શય્યંભવ સ્વામીના પુત્ર મનકનું ભિક્ષુક થયા પછી આયુષ્ય છ માસનું જ હતું તેથી પતિપૂર્વક બધાં શાસ્ત્રા ભણાવવાનું બ્ય હતું. તેથી શ્રી શષ્ય ભવ સ્વામીએ પુ' ગ્રંથામાંથી સાંજને વખતે જે દસ અધ્યયના તારવી કાઢવાં અને મનને ભણાવ્યાં તે દશ-વૈકાલિક ત્રા કહેવાયાં. તેમાં ભિક્ષુકને ધર્મનું તત્ત્વ ટૂંકામાં સમજાવવાને આશય છે. અહિંસા, સંયમ અને તપનાં સ્વરૂપે, ભિક્ષુને આચાર ભિક્ષાચર્યાં, વાકયશુદ્ધિના પ્રકારો, વિનય વગેરે વિષયેા ઉપર જૈન ધર્મના સિદ્ધાંતા અહી નિષ્ક રૂપે આપવામાં આવ્યા છે, એટલે જૈન ધર્મનુયાયીઓને આ ગ્રંથની મહત્તા અને ઉપયેાગિતા સહેજે સમજી શકાય તેમ છે. દરેક અધ્યયનને અંતે નાંધ આપવામાં આવી છે તેની મદદથી વિષયનું સ્વરૂપ વધારે વિશદ થાય છે. તે જ પ્રમાણે પારિભાષિક શબ્દો કે વિશિષ્ટ સપ્રદાયગત અર્થાવાળાં પદેશનું પણ વિવરણ પાદનેાંધ તરીકે અપાયુ છે તેથી આ અનુવાદની લેાકભાગ્યતા વધે છે. ઉપેદ્ઘાતમાં શ્રી શય્ય ́ભવ સ્વામીના કાળ અને જીવનને પ્રશ્ન, આ સૂત્રેા રચવાનું કારણ-દશકાલિક દે શવૈકાલિક કયુ' નામ ખરુ? અને ભિક્ષુ સંસ્થાના સ્વરૂપનું નિરૂપણુ–વગેરે વિવિધ મુદ્દાએની માહિતીભરી ચર્ચા કરી છે, ગ્રંથને અંતે એ ચૂડાએ પુતિ રૂપે આપી છે અને ગુજરાતી અનુવાદ સાથે કેટલાંક પ્રાકૃત સુભાષિતા પણુ-ધર્મી, સત્ય, અહિંસા વગેરે વિષયો ઉપર-આપ્યાં છે તેથી પેાતાના ધર્મોનું સ્વરૂપ અને રહસ્ય સમજીને પાલન કરવાની જૈનધર્મી એને સગવડ કરી આપતું ઉપકારક પ્રકાશન ગણાય. ΟΥ ચાર એકાંકી નાટકા’–પ્રકાશક, મંત્રી, ગુજરાત રગભૂમિ પરિષદ, અમદાવાદ. ગયે વરસે અમદાવાદમાં રંગભૂમિ પરિષદના ઉપક્રમથી ગયા ડિસેમ્બરની ૯મી અને ૧૦મી તારીખ ભજવાયેલાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર અક્ષરો ચાર નાટકોને અહીં એકત્ર છાપ્યાં છે. આમાંના બે શ્રી ઉમાશંકર જોશીનાં છે અને એકેક શ્રી સુંદરમ અને શ્રી ચંદ્રવદન મહેતાનું છે. શ્રી ઉમાશંકરનાં બેમાંનું પહેલું નાટક “દુર્ગા” તેમના “સાપના ભારા' નામના નાટિકા સંગ્રહમાંથી પુનર્મુદ્રિત કરવામાં આવ્યું છે. બ્રહ્મચર્યનું અડગે પાલન કરવાના આદર્શવાળા અને તે આદર્શને સિદ્ધ કરવા માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર-એવા પતિને પનારે પડેલી, પતિના આદર્શને ઝીલવા મથતી છતાં સામાન્ય જીવનની મર્યાદાઓથી પર ન થઈ શકતી પત્નીના હૃદયની મથામણ આ નાટકનું કેન્દભૂત વસ્તુ છે. સાત સાત વરસ થયા પતિના આદર્શને પાળતી છતાં સ્ત્રીહદયની માતૃપદની ભૂખને ન રોકી શકતી દુર્ગા. “એક દિવસ તમે હારશો અને હું અને કુદરત જીતીશુ” એ આશાએ એક જ દે ચિનગારી'-એવી પ્રાર્થના પતિને અને પ્રભુને કરી રહી છે. હરનાથ તે પિતાના આદર્શની ઉચ્ચ ભૂમિકા ઉપરથી દુર્ગાને હિંદનાં તેત્રીસે કોટી તારાં જ સંતાન છે ને ! એવું સાંત્વન આપે છે. આથી તે દુર્ગાના હૃદયને આઘાત થાય છે. હરનાથ પોતાના નિયમ પ્રમાણે ફરવા ચાલ્યા જાય છે. દુર્ગાને એક તરફ આદર્શના ગગનચુંબી ડુંગર રૂંધી રહ્યા છે. બીજી તરફ હરનાથ બીજો પતિ કરી લેવાની છૂટ આપે છે છતાં સમાજનાં ધોરણ અને પિતાની ઉચ્ચાશયવાળી વૃત્તિ માર્ગ રોકે છે. આવી ક્ષોભવાળી સ્થિતિમાં દુર્ગાની વાસનાને ઉત્તેજિત કરતું બિહારીનું પાત્ર હરનાથના પ્રતિપાત્ર (counterfoil) જેવું રજૂ થાય છે. બિહારી સાથેના વાર્તાલાપથી દુર્ગાની વાસના ઉદ્દીપ્ત થાય છે તે જ ક્ષણે હરનાથ એકાએક આવીને એક ત્યજાયેલું બાળક લાવીને દુર્ગાને આપે છે અને ભાખે છે: “લે, તારી પ્રાર્થના ફળી.” હરનાથના આદર્શનું આ અસામાન્ય સ્વરૂપ પાર્થિવ હૃદયને ક્યાંથી સંતોષી શકે? તેને તો આ ક્રુર મશ્કરી જ લાગી. તેમ છતાં જ્યારે બિહારીએ હરનાથને દૂરગામી સ્થિતિ તરફ ” જેવા કહ્યું ત્યારે વાસનાને તૃપ્ત કરવા માટે ગમે તેવું વર્તન ન Page #182 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-સમાચના ૧૭૩ કરવાની દઢતાવાળી દુર્ગા હરનાથના આદર્શનાં તેજ ફરીથી ઝીલે છે અને “એમ તો મેં સાત વરસ એમની સાથે કાઢત્યાં છે” એમ કહી હરનાથને પગે ઢગલો થઈ પડે છે. | નાટકમાં દુર્ગાનું પાત્ર જેમ આકર્ષક થયું છે તેમ કંઈક કરુણતાભર્યું હોવાથી આપણે સમભાવ માગી લે છે. તેનું મનોવિશ્લેષણ અને ભાવપરિવર્તન હરનાથ અને બિહારીનાં પાત્રોને સામસામે છેડે રાખીને કરવામાં આવ્યું છે, અને એ રીતે એ પાત્રને વિકાસ પામવાને અવકાશ અપાયો છે. હરનાથનું સ્વસ્થ, ગૌરવભય પાત્ર નાટકના અંત ભાગમાં તે આદર્શની ઉચ્ચતાને લીધે ભવ્યતાએ પહોંચે છે. બિહારી તે તરતને વિધુર થયેલો વાસનામય જીવ છે. હરનાથની પેઠે બ્રહ્મચર્યને આદર્શ સેવવાની વૃત્તિથી એ આવ્યો છે, છતાં દુર્ગાની કપરી સ્થિતિનો લાભ લેવાની લેલુપતા. સેવતો પોતાની ક્ષુદ્રતા પ્રગટ કરે છે. વસ્તુ આદિથી અંત સુધી અખલિત રહે છે. પતિપત્નીના સંવાદ સમયે બિહારીનું જાગતા. હેવું, બિહારીની પત્નીનું તાજેતરમાં મરણ, હરનાથનું અચાનક પાછા આવવું વગેરે અણધાર્યા સંજોગો વસ્તુને વેગ આપી એક સરખી રીતે વહેવામાં મદદ કરે છે. સંવાદો સ્વાભાવિક છે, પાત્રો અને તેમની પરિસ્થિતિને અનુકૂળ રીતે યોજાયા હોવાથી પાત્રવિકાસ કે પરિસ્થિતિને ઉકેલ સાધતા રહે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિચયપુસ્તિકા-પ્રવૃત્તિ આપણું મધ્યકાલીન પ્રજાજીવન સ્થિતિપ્રધાન હતું એમ કહીએ. તે આજનું આપણું પ્રજાજીવન ગતિપ્રધાન છે એમ કહી શકીએ. આનું, એક પરિણામ એ આવ્યું છે કે પ્રજાની જિજ્ઞાસા ખૂલી છે ખૂલી છે. એટલું જ નહિ પણ, “યુગતરસ્યા જગક'ની પેઠે વણછીપી જ રહેતી નજરે આવે છે. પચીસ-ત્રીસ વર્ષ પહેલાંની પ્રકાશનપ્રવૃત્તિની સાથે આજની પ્રકાશન પ્રવૃત્તિની સરખામણી કરીએ તે આને સહેજ ખ્યાલ આવે. નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ સ્વતંત્ર પ્રકાશન પામવા ઉપરાંત સામયિકોમાં પણ બહળી સંખ્યામાં પ્રકાશિત થાય છે. દૈનિક, સાપ્તાહિક, માસિક વગેરે સામયિકોમાં સામાજિક, ધાર્મિક, રાજકારણીય, આંતરરાષ્ટ્રીય વિષયનાં નિરૂપણ ઉપરાંત વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીય અને સાહિત્યવિષયક લેખોની સંખ્યા જોતાં પ્રજાને આજે જીવનના દરેક ક્ષેત્ર વિશે જ્ઞાનપ્રાપ્તિની કેવી ઝંખના જાગી છે તે સમજી શકાય છે. આજનો જમાનો સાયન્ટીફિક ટેમ્પરવાળા, વૈજ્ઞાનિક મિજાજવાળે છે. પ્રજાને વિજ્ઞાનના હરેક ક્ષેત્રમાં રસ પડે છે એમ સામયિકોમાં પૂછવામાં આવતા પ્રશ્નો ઉપરથી તારવી શકાય. પ્રજાની આ ઉત્કટ જિજ્ઞાસાને સંતોષવાની પ્રવૃત્તિ ચોમેર હાથ ધરવામાં આવે ત્યારે બહાળી પેદાશ થાય તેની સાથે જ ગુણવત્તાનું ધારણ નીચું જવાનો ભય ઊભો થાય. પ્રજાની આ માનસિક ગતિને પ્રગતિનું સ્વરૂપ મળે એ આવશ્યક છે, તેને દિશા મળવી જોઈએ, માર્ગદર્શન પણ મળવું જોઈએ. પ્રજાની વિચારશક્તિને ઉત્તેજે, કેળવે, વિશ્વસનીય માહિતી પૂરી પાડે અને સુરુચિ અને વિવેકશક્તિને વિકાસ સાધવામાં સહાયભૂત થાય એવી પ્રકાશનપ્રવૃત્તિ સર્વથા આવકારપાત્ર ગણાય. “પરિચય ટ્રસ્ટ તરફથી જાયેલી “પરિચય Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિચયપુસ્તિકા-પ્રવૃત્તિ ૧૭૫ પુસ્તિકા-પ્રવૃત્તિ' આ પ્રકારની આવકારપાત્ર પ્રવૃત્તિ છે. આજ સુધીમાં આ સૌંસ્થાએ પ્રકાશિત કરેલી પુસ્તિકાઓની સંખ્યા એકસેાની આસપાસ પહેાંચી છે. અધીકૃત લેખા દ્વારા જુદા જુદા વિજ્રયા વિશે સક્ષિપ્ત રૂપની માહિતી આપવી એવી તેમ ટ્રસ્ટના સૉંચાલકાએ રાખી છે. વ્યાવહારિક દૃષ્ટિએ ડહાપણ–ભરી તેમ છે. બત્રીસ ખત્રીસ પાનાંની સુધા છપાઈવાળી આ પુસ્તિકાઆમાં નિરૂપાયેલા વિષયેાનુ' વૈવિધ્ય પણ કેવું છે! તેમાંનાં કેટલાંક શી કે આ પ્રમાણે છે: વ માનપત્ર કેવી રીતે તૈયાર થાય છે ? હૃદયની સભાળ, લેાકશાહી જ શા માટે ? ઘરની જીવાત, વેવિશાળની સમસ્યા, સ્ફુટનિક અને રેકેટ, સુવાવડ પહેલાંની સ`ભાળ, જીવ કયાંથી આવ્યે ? ચામડીની સભાળ, ટેલિવિઝન શું છે? ભાડુત અને મકાનમાલિક, અવકાશયાત્રા, નક્ષત્ર પરિચય, ઊધવાની કળા, બાળકો કયારે. ગુના કરે છે? સિધી સાહિત્યમાં ડાકિયુ, ભારતીય સસ્કૃતિ શું છે ? દરેક પુસ્તિકામાં તે તે વિષયના નિષ્ણાત કે અભ્યાસી લેખકે સામાન્ય વાચકવર્ગ સમજી શકે તેવી ભાષા અને શૈલીની યેાજના કરીને સક્ષેપમાં વિષયનિરૂપણ કર્યુ છે. એક મુદ્દા તરફ લક્ષ દેરવુ' આવશ્યક છે એમ લાગે છે. જેમ ધર્મના ક્ષેત્રમાં ૬તકથાઓ અને પુરાણકથાઓના ઢગ સર્જાયા હતા તેમ વિજ્ઞાનના ક્ષેત્રમાં એવી પુરાણકથા કે દંતકથાની વૃત્તિ પ્રવેશ ન પામે તે તરફ કાળજી રાખવી જોઈશે. · જીવ કયાંથી આવ્યે ?' આ પ્રશ્ન કેવળ ભૌતિક વિજ્ઞાન છે એમ વૈજ્ઞાનિકા પણ નિશ્ચિત રીતે આજે માનતા નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉત્ક્રાંતિનું નિરૂપણ કરીને જડ-નિર્જીવ તત્ત્વાની રાસાયણિક પ્રક્રિયાથી ચેતનની ઉત્પત્તિ થઈ છે એ વિધાન હજી આજે ઉપપત્તિવાળું નથી, કલ્પનાને એમાં એમાં અવકાશ ન હોવા જોઇએ. પરિચયપુસ્તિકને સેટ દરેક કુટુ'ખમાં વસાવવા યેાગ્ય છે એમ કહી શકાય. ` (પ્રબુદ્ધ જીવન, ૧૬-૨-૬૩) Page #185 -------------------------------------------------------------------------- ________________ ચકવામિથુન (લેક ૨૩, પંક્તિ ૧નું અર્થદર્શન) આ રસનિર્ભર કાવ્યની સુરેખતા અને હાર્દ સમજાવતી ટીકા સેહેની 'એ લખી છે. ટીકા સમર્થ હોવા છતાં એક સ્થળે સેહેની એ કરેલા અર્થદર્શનથી ભિન્ન અર્થને અવકાશ-કે આવશ્યકતા રહે છે તે અહીં દર્શાવું છું. ' “અંધારાના પ્રલયજળથી યામિની પૂર્ણ ધોર થવા માંડે છે તે સમય “સ્નેહબાલી’ ચક્રવાકનું. મિથુન એહ ચડે આકાશમાં સ્થિતિ કરે દિનતેજ સકાશમાં. . અને “ધીમે ધીમે ગતિ કરી જત પશ્ચિમેં સૂર્ય જેમ છેડી બંને ગ્રહણ કરતાં ઉન્નત સ્થાન તેમ.” પણ, ગમે તેટલું ઊંચે ચડ્યા છતાં અને ત્યાંથી પણ એ ચક્રવાકમિથુને જોયું કે ઉદધિને રવિબિંબ હવે અડે. હવે શું કરવું ? જે વિરહ વણસાડવા માટે આટલો પ્રયત્ન કર્યો તે તો આવી ઊભો ! એ વેળા અતિ દુઃખિત થઈ નિસાસા નાખતી ચક્રવાકા કકળી ઊઠે છે. પાષાણમાં નહિ નહિ હવે આપણે, નાથે રહેવું, શાને આવું, નહિ નહિ જ, રે! આપણે નાથ ! સહેવું? ચાલે એવા સ્થળ મહિ, વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કે અધિક હદયે આદું જ્યાં હેય દૈવ ?” Page #186 -------------------------------------------------------------------------- ________________ ચક્રવાકમિથુન ૧૭૭ · જરાક : આ શ્લેાકના હાર્દનું ઉદ્ઘાટન કરતાં · સેહેની ’ લખે છે : ચક્રવાકદંપતીને કવિએ મનુષ્યપ્રેમની મૂર્તિ રૂપ કહ્યું છે. એ ૬ પતીનેા અનિવાય વિયેાગ મનુષ્યચિત્ત અને મનુષ્યસૃષ્ટિક્રમ વચ્ચેના વિરાધનુ ઘણું વધારેલુ બિંબ છે. એવા અત્યંત વિરાધમાં સચેતન રહીને જીવવુ અશકય છે. ચક્રવાકા બિચારી મનુષ્ય હ્રદયની માફક ઊંડા, દીધ નિઃશ્વાસ નાખીને જરાક પાષાણુમયી, જરાક આછી રસતેજહીન સૃષ્ટિને માટે તલસે છે.’ આ વિવરણમાં રહેલા કાવ્યના સમગ્ર ધ્વનિ નિર્દેશન માટે અહી" કઈ કહેવાનું નથી પણ છેલ્લા વાકયમાંથી લિત થતા પાષાણામાં નહિ નહિ હવે આપણે, નાથ રહેવું” આ ચરણના અર્થ સર્વથા સાષકારક નથી. આ ચરણમાં પાષાણમયી સૃષ્ટિને માટે” “ તલસાટ કયાં છે? ઊલટુ ટળવળતી ચક્રવાકા તા કહે છે : ‘ પાષાણામાં નહિ નહિ હવે આપણે નાથ, રહેવું. પ્રથમ તે આ. ચરણનુ વિચારી લઈ એ. રા. રામનારાયણ પાઠકે સપાતિ કરેલી. ' પૂર્વાલાપ 'ની ખીજી આવૃત્તિમાં આ ચરણ ઉપર પ્રમાણે છાપ્યું છે. તેમાંથી તે સેહેની'એ કરેલા અથથી ઊધેા જ અર્થ નીકળે છે. પણ, જો ‘ પાષાણેમાં’ અને ‘નહિ નહિ' એ શબ્દ પછી અર્ધવિરામ મૂકીને આખુ ચરણ ( ખીજા ચરણની પેઠે ) પાષાણામાં, નહિ નહિ, હવે આપણે, નાથ ! રહેવું. એમ વાંચીએ, તે કદાચ બીજા ચરણની માફક અર્થો કરતાં ‘ સેહેની 'એ કરેલા અર્થ નીકળે ખરે. પણ તે માટે, એક તા, ચરણને સુધારીને વાંચવું પડે, અને બીજું, એ સુધરેલા ચરણના આ અમાં પણ કલષ્ટતા આવે. ખીજા ચરણમાં શાને આવું રહેવું ’એમ કહેવા જતાં વચમાં જ નહિ નહિ જ ” શબ્દ આવવાથી આવુ ના જ રહેવું ' એવા અથ ભાર સહિત નીકળે છે. પણ, આ પહેલાં ચરણમાં પ્રશ્નાત્મક અંશને અભાવ હેાવાથી ખીજા ચરણની પેઠે તેને પણ અ કરવા જતાં કિલષ્ટતા આવશે જ. ' C ' 6 " અ. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અક્ષર ત્યારે, “પાષાણને અર્થ શો ? “સેહેનીને મત તપાસીએ. ચક્રવાક જરાક પાષાણમયી, જરાક ઓછી રસતેજહીન સૃષ્ટિને માટે તલસે છે. આ કાવ્યની છેલ્લી બે કડી ઉપરની ટીકામાં જણાવ્યું છે કે “મનવાંછિત ચિત્તહારક રસતેજપૂર્ણ એક નવીન “દુનિયામાં આ સ્નેહબાલ ચક્રવાકમિથુન પૂર્ણ આગથી દાખલ થઈ જતું હોય એમ એને (કવિને ) ઘડીભર જણાય છે. આ બે નેને સમન્વય કરતાં જણાશે કે “રસતેજપૂર્ણ નવીન દુનિયા” “જરાક પાષાણમયી” હેવી જોઈએ. આનો અર્થ છે? પાષાણમયી એટલે earthly સાંસારિક જીવનને શક્ય બનાવે તેવી, એમ અર્થ વિવક્ષિત હોય એવું લાગે છે. સર્વશક્તિમાન સનાતન સૃષ્ટિક્રમ માનવજીવનની અનુકૂળતા કે સંજોગોની પરવા કર્યા વિના આગળ ધપતો રહે છે. તેથી જ નિર્દય દેખાતા એ સૃષ્ટિક્રમમાં આ ચક્રવાક મિથુનને બધું “રસસૂનું' દેખાય છે. પણ અંતે જ્યારે એ યુગલ “નવીન રસતેજ પૂર્ણ સૃષ્ટિમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનક્ષમ પરિસ્થિતિનો સાક્ષાત્કાર થતાં જ “આહા! આહા ! અપર દુનિયા! ધન્ય.....” એ ઉગારે તેઓના મુખમાંથી સરી પડે છે. “સેહેની'ના મતે “પાષાણોનો આ અર્થ હોવો ઘટે. બીજી કઈ રીતે જરાક પાષાણમયી” અને “જરાક ઓછી રસતેજહીન' આ બે વિશેષણોમાં રહેલે વિરોધ ટળી શકે તેમ જણાતું નથી. પણ આ અર્થ સંતોષકારક નથી. કારણ કે જે “અવર દુનિયામાં ચક્રવાકમિથુન પ્રવેશ કરે છે તે જે “જરાક પાષાણમયી” હોય તો આ “દુનિયા’–સનાતન સૃષ્ટિક્રમ-જેમાં ચક્રવાકે સચેતન રહી શકે તેમ નથી તે સર્વથા “પાષાણહીન” એટલે જેમાં જીવન ન સંભ એવી ઉચ્ચ કોટિની હેવી જોઈએ-કેવળ રસ તેજોમય હેવી જોઈએ.૧ ૧. બીજે પક્ષે એમ પણ કહી શકાય કે “અવર દુનિયા” જરાક પાષાણમયી છે એટલે આ દુનિયા સવથા પાષાણમયી છે એમ અનુમાન થઈ શકે, અને સર્વથા પાષાણમયી હોવાથી રસતેજહીન પણ છે. ખરું જોતાં આ પક્ષ વધારે સંભવે, પણ “સેહેની એ “અવર દુનિયા” જેમ Page #188 -------------------------------------------------------------------------- ________________ ચક્રવાક મિથુન ૧૭૯ નવું રસતેજ સંસારી જીવો જીરવી શકે નહિ. તેની દષ્ટિએ તે He is all fault who hath no fault at all. (Tennyson). કૈવલ્યમાંથી શબલ દશા આવે ત્યારે જ સંસાર અને સંસારી જીવન સંભવે. પણ એ કેવળ રસતેજોમય સૃષ્ટિ કરતાં જરાક પાષાણમયી” સૃષ્ટિ “ જરાક ઓછી રસતેજહીન કે સરખામણીએ રસતેજ પૂર્ણ શી રીતે હોઈ શકે? “સેહેની 'એ કરેલા આ ચરણના અર્થદર્શનમાં આ વિરોધ આવે છે અને ઉપર જોયા પ્રમાણે આ અર્થદર્શનમાં ચરણના શબ્દાર્થને વિરોધ તો છે જ. ખરું જોતાં, “પાષાણે થી જીવનક્ષમ પરિસ્થિતિ કે “દુનિયા' લક્ષિત નથી. એ શબ્દને લક્ષ્યાર્થી સમજવા માટે આપણે ચક્રવાકીની માનસસ્થિતિ અને તેના મન ઉપર થતી પરિસ્થિતિની અસર ધ્યાનમાં લેવી જોઈએ. ઊંચે ઊંચે, ઊંચે ઊડવા છતાં ચક્રવાકમિથુનની દશા તે હતી તેની તે. રહી ! “ઉદધિને રવિબિંબ હવે અડે” અને ઘડી બે ઘડીમાં અસ્ત પામશે. આટલો પ્રયાસ કર્યો તે વ્યર્થ ! દુનિયામાં કેઈ જેનાર છે ? સૂર્ય અથવા તે જેને એ અંગભૂત છે તે પ્રકૃતિ પણ એવી જડ છે કે ગોળને ખોળ સરખા ગણે ? આવી અચેતન, વિવેકશન્ય, જડ પ્રકૃતિથી વીંટાઈ રહેલી ચક્રવાકી અકળાઈ જાય છે અને પિતાના સહચરને અધીરાઈથી કહે છે: “પાષાણમાં નહિ નહિ હવે આપણે, નાથ ! રહેવું.' આ પાષાણુવત્ જડ પ્રકૃતિમાંથી છૂટીએ તો ઠીક. અકળાઈ ગયેલી ચક્રવાકીને “ અમિત એ અવકાશ” પણ પાષાણ જેવો રૂધી નાખનારો જણાય તે આકુલ હદયે ઉત્કંઠા દર્શાવે છે કે : ચાલે એવા સ્થલમહી વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કે અધિક હદયે આદ્ર જ્યાં હોય દૈવ. વસ્તુતઃ આ પંક્તિઓમાં જ “પાષાણે ને અર્થ સૂચવવાને સમર્થ છે. આ દુનિયાથી “ જરાક ઓછી રસતેજહીન ” કહી તેમ તેણે એ “અવર દુનિયા ને “જરાક ઓછી પાષાણમયી’ નથી કહી. આમ કહી હોત તો આ પક્ષ જ સંભવ્યો હતો. પણ એમ નથી કહ્યું તેથી ઉપરને પક્ષ વિરક્ષિત છે એ અનુમાન જ ગ્ય છે. - અ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ‘વસૉત્સવ'માં અસંભવદોષ કેાઈ વર્ષાના સભ્યા સમયે નિસ્તેજ બાલચન્દ્ર ઉપર મેઘધનુષના ‘ રંગ આવી આવી ઊડી જાય તેમ વિલસુના મન્દ મુખ ઉપર લજજીરેખાઓ બેશી બેશી જતી રહી.” * (“વસન્તોત્સવ') ૨. નરસિંહરાવ જેવા વિશદ વિચારશીલ અને તલસ્પર્શી વિવેચકનાં વિધાનમાં આશકા કરવામાં ધૃષ્ટતાનો આરોપ પહેરી લેવા જેવું છે એ વિધાનને અસિદ્ધ માનવા જેટલે જવું એ સાહસ છે. આ સ્થિતિનું ભાન હોવા છતાં,. મને લાગે છે કે ઉપર ટાંકેલા વસંતોત્સવમાંના કાવ્યખંડમાં રા. નરસિંહરાવ જે અસંભવદેષ જુએ તે દેશનું અસ્તિત્વ અસિદ્ધ નહિ તે, અતિશંકાસ્પદ તે છે જ શી રીતે, તે જોઈએ. ૧. વસંતોત્સવની બીજી આવૃત્તિમાં આ પંક્તિઓ નીચે પ્રમાણે છપાઈ છે. વર્ષાને કેઈક સચ્ચા સમયે નિસ્તેજ બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવી આવી ઊડી જાય છે, વિલસુને ઝાંખે મુખડે એવી લજજા રેખા બેઠી ને બેસતાં જ ઊડી ગઈ આ પાઠમાં મૂળની જેમ સરખાવતાં, પદગભેદ નજરે આવે છે. અહીં પ્રસ્તુત ચર્ચાને વિષય તો એથી અલિપ્ત રહે છે, એટલું નોંધવાનું છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ “ વસન્તોત્સવમાં અસંભવદોષ ૧૮૧ * “મને મુકુર'માં ૨ “કવિતામાં અસંભવદેષ” નામના લેખમાં રા. નરસિંહરાવ “કાઈ વર્ષાના” ઈત્યાદિ પંક્તિઓ ટાંકી, તેમાંની ઉપમામાં અસંભવદેષ જુએ છે. તેઓ કહે છે : સંધ્યાકાળે બાલચંદ્ર પશ્ચિમમાં હોય અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હેય, એટલે બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધ હોઈ અસંભવદોષ અહીં (પણ) આવે છે. આ વિધાનમાં રહેલાં અંગેનું પૃથક્કરણ કરીએ. ' સધ્યાકાળે સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હેય આ તે નિર્વિવાદ છે. એટલે જે બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગો આવે એવો પ્રકૃતિસિદ્ધ પ્રસંગ હોય, તો બાલચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોય તો જ એ સંભવિત બને. પણ બાલચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોય ખરો ? સયાસમયે બાલચન્દ્ર પશ્ચિમમાં હાય” એ વાક્ય અને રા. નરસિંહરાવે બાંધેલા મત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેમને મને, બાલચન્દ્ર સયાસમયે પૂર્વમાં હોય જ નહિ, આ ચર્ચાસ્પદ છે. બાલચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોય કે નહિ તેને નિર્ણય–પ્રકૃતિનો પ્રસંગ હોવાથી સ્વાનુભવ સર્વાનુભવને આધારે કહી શકાય. મેં પોતે ઊગતા ચન્દ્રને અનેક વાર જોયો છે. Fort માં રહેતો ત્યારે દર પૂર્ણિમાની સાંજે એપેલે બંદર ઉપર જઈ ઠીકઠીક સમય ત્યાંનું રમ્ય દશ્ય જોવામાં ગાળતો. દૂરના ડુંગરો ઉપરથી ગગનચેક ચડતો ધૂસર ચન્દ્રઃ હળવે હળવે તેજસ્વી થતાં થતાં અંતે શ્વેત જ્યોતિપુંજમાં તેનું વિપરિણામ, સ્નામાં ન્હાતો દરિયે, જળમાં ચન્દ્રનું પ્રતિબિંબ દૂર દૂરથી પડે ત્યાંથી તે છેક હું બેઠો હોઉં ત્યાં સુધી જળની સપાટી ઉપર પડતો તેને પહોળો પટ્ટો–તેમાં રમતી Yacht ૨. ગ્રંથ પહેલા, આવૃત્તિ પહેલી, પાનાં ૧૭૬–૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અક્ષર Club ની નાની નાની હેડીએ આ દશ્ય મેં અનેક વાર જોયું છે, ઘણાએ જોયું હશે–હજી પણ જોઈ શકશે. ત્યારે, ઊગતો ચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોઈ શકે; મેઘધનુષ્ય પણ એ સમયે પૂર્વમાં હોય એટલે મેઘધનુષના રંગ ઊગતા ચંદ્ર ઉપર આવે એ પ્રકૃતિને પ્રસંગ સર્વથા સંભવિત છે. આમ, રા. નરસિંહરાવે અહીં જોયેલે અસંભવદેષ અસિદ્ધ ઠરે. પણ અહીં એક વાત ખાસ લક્ષમાં લેવી જોઈએ. કવિ ન્હાનાલાલે “બાલચન્દ્ર”નો ઉલ્લેખ કર્યો છે. “બાલચન્દ્રને રૂઢ. અર્થ તે “બીજનો ચન્દ્ર” – new moon-છે. ઉદાહરણ તરીકે મહાદેવના ભાલ ઉપર જે બીજને ચન્દ્ર છે તેને પાવતી નવ ટુમર નાનીસુતા | વાંચતામૂતિgવ ટટ્ટાતુ નઃ [ આ લેકમાં વરેન્દુ કહ્યો છે. વળી જુવોm વૃદ્ધિ ટૂરિશ્વરોધિતેનુઘરાવ વાઢ આ પંક્તિમાં વાઇરમા “બીજના ચન્દ્ર'ના અર્થમાં યોજાય છે, એથી ઊલટું વાઝાખવા હુમુલ વમાજે ૫ આ ચરણમાં કાલિદાસે પૂર્ણચન્દ્રને અaહુ કહ્યો છે, તે ઉપરથી પણ ફલિત થાય છે કે બાલચન્દ્ર'ને રૂઢ અર્થ “બીજનો ચન્દ્ર છે. જો કે “બાલસૂર્ય અને અર્થ “ઊગતો સૂર્ય થાય છે. છતાં “બાલચન્દ્ર' તો બીજના આ સર્વપ્રત્યક્ષ વિષચમાં અન્ય પ્રમાણો ટાંક્વાની જરૂર ખરી ? શાકુંતલના ચેથા અંકના પહેલા શ્લોકનો પ્રથમા નીચે પ્રમાણે છે: यात्येकतोऽस्तशिखरं पतिरोषधीना माविष्कृतोऽरूणपुरःसर एकतोऽर्क। અહીં પ્રાત:કાળના વર્ણનમાં ચન્દ્ર પશ્ચિમમાં અસ્ત પામે છે એમ • કહ્યું છે, એટલે બાલચંદ્ર આગલી સાંજે પૂર્વમાં હેવો ઈ એ એમ અનુમાન પ્રાપ્ત થાય છે. ૪. રઘુવંશ સગ– ૩ શ્લોક ૨૨ મે. ૫. રછવંશ સર્ગ – ૬ લેક પ૩ મો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વસન્તસવમાં અસંભવદોષ ચન્દ્ર'ના અર્થમાં જ રૂઢ થયેલો છે. આમ હોવાથી સહજ પ્રશ્ન ઊઠે કે અહીં પણ “બાલચન્દ્રને રૂઢ અર્થ શા માટે ન સ્વીકારવો? જે આ રૂઢ અર્થ સ્વીકારીએ તે બાલચન્દ્ર – બીજનો ચન્દ્ર સંધ્યાકાળે પશ્ચિમમાં જ હેય-પૂર્વમાં હોઈ શકે જ નહિ, એ દેખીતું છે. આ પક્ષે રા. નરસિંહરાવે દર્શાવેલો અસંભવદેષ સિદ્ધ કરે. પણ ઉપરની ચર્ચામાં બાલચન્દ્રને રૂઢ અર્થ છોડી દઈને, “ઊગતો ચન્દ્ર” એવો અર્થ સ્વીકાર્યો છે તે અર્થ જ અહીં સંભવે છે. રૂઢ અને અહીં અવકાશ નથી. આ પંક્તિઓમાં વિલસુનું મુખ “બાલચન્દ્ર” સાથે સરખાવવામાં આવ્યું છે. સૌન્દર્યદષ્ટિ અને તેના ઉપર અવલંબી રહેલા કવિસંપ્રદાય પ્રમાણે સ્ત્રીનું મુખ પૂર્ણચન્દ્ર સાથે જ સરખાવવામાં આવ્યું હોય અને તેનાં અનેક દૃષ્ટાંત સાહિત્યમાં મળી આવશે. વળી, બીજને ચન્દ્ર પોતે પણ મહાપ્રયત્ન વડે. દેખી શકાય, તે ઈન્દ્રધનુષના આધાર તરીકે તે ભાગ્યે જ દેખાય કે મનાય. “બાલચન્દ્ર ને રૂઢ અર્થ સ્વીકારવામાં આ દેષ ઉપસ્થિત થાય. સ્ત્રીનું મુખ પૂર્ણ ચન્દ્ર સાથે જ સરખાવવામાં આવે છે એ વાત જ અહીં પણ “બાલચન્દ્રને “ઊગત ચન્દ્ર” એવો અર્થ લઈ “ પૂર્ણચન્દ્રને જ નિર્દેશ કરે છે. “બાલ૬ બીજના ચન્દ્રની વક્રતા ધ્યાન ખેંચે એવી હોય છે. આવી વક્તાને અને તનુતા (Thinness)ને અનુલક્ષીને જયદેવે સ્ત્રીની ભાલપટ્ટિકાને - ચતુથીના ચન્દ્રની ઉપમા આપી છે. उदभूतिमिच्छद्भिः सद्भिः खलु न दृश्यते । चतुर्थी चन्द्रलेखेव परस्त्रीभालपट्टिका ॥ -પ્રમાઘવમ, અંક ૭ શ્લોક ૧ સામાન્ય રીતે ભાલપ્રદેશ અષ્ટમીના ચન્દ્ર સાથે સરખાવાય છે. દાખલા તરીકે: अष्टभीचन्द्रशकलाकार ललाटदेशमुद्वन्तम् । ટૂર પેરટ કો. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અક્ષરા. સૂર્ય' “ઊગતા સૂર્ય'ના અર્થમાં વપરાય જ છે. આ સામ્યથી કવિએ રૂઢ અર્થ છોડી દઈ “બાલચન્દ્ર”ને “ઊગતા ચન્દ્ર'ના અર્થમાં વાપર્યો છે એમ માનવું જોઈએ. અને એમ માનીએ તે ઉપરની ચર્ચામાં જોયું તેમ સ-ધ્યા સમયે નિસ્તેજ બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગ આવી આવી ઉડી જાય” એ પ્રસંગ “પ્રકૃતિથી અસિદ્ધ” નથી. (કૌમુદી, નવેમ્બર, ૧૯૩૫) Page #194 -------------------------------------------------------------------------- ________________ શવલિની” કે “તદિની”? બોટાદકરના પાંચમા-અને છેલ્લા-કાવ્યસંગ્રહનું “નામકરણ” સ્વ. નરસિંહરાવે કર્યું છે : “નદીના અર્થને શબ્દ જ એમ હેમની (બોટાદકરની) ઈચ્છા હતી તેવી માહિતી રા. દાણ તરફથી મળી અને નામ પાડવાની માગણી પણ તેઓએ કરી, તેથી શૈવલિની' એમ નામ હે પાડી આપ્યું છે,' (પુરસ્કરણ, પાનું ૬૯). નદીના લયગર્ભ પર્યાય કર્લોલિની, સ્ત્રોતસ્વિની, નિઝરિણી અને તરંગિણું બેટાદકરે પોતે જ પૂર્વગામી કાવ્યસંગ્રહની નામયોજનામાં ઉપયોગમાં લીધા હતા. તેથી નરસિંહરાવે પિતા ઉપર પડેલી મર્યાદામાં રહીને “શૈવલિની' શબ્દ પસંદ કર્યો. એ પછી લગભગ ત્રણ વરસે એક પ્રસંગ બન્યો. ૧૯૩૨ની સાલમાં નરસિંહરાવ એમ. એ. ના વર્ગને “શૈવલિની' ને પાઠ આપતા • હતા. તા. ૬-૧૨-૩૨ ને રોજ “પનઘટ' કાવ્ય શરૂ કરતાં, એમણે આરંભની પંક્તિ વાંચી : - આજ તટિની તણું પુણ્ય પનઘટ પરે * નગર કુલનારીઓ નીર ભરતી; અને બોલી ઊઠ્યા કે આ કાવ્યસંગ્રહનું નામ “તટિની’ શા માટે નહિ? બોટાદકરનો જ વાપરેલો શબ્દ છે તે તેને પ્રયોગ કરે એ વધારે ઉચિત છે.* * *મહને ખ્યાલ હતો કે નરસિંહરાવે એ વેળા પોતાની પ્રતમાં આ મુદ્દો નોંધી લીધું હતું. હારા આ ખ્યાલની સમૂળતા-નિમૂળતા તપાસી આપવાનું બન્યુકૃત્ય રા. ભાનુશંકર વ્યાસે કરી આપ્યું. નરસિંહરાવનાં પુસ્તકે ફેબસ ગુજરાતી સભાને એનાયત કરવામાં આવ્યાં છે, ત્યાં જઈને રા. વ્યાસે નરસિંહરાવની “શૈવલિની'ની પ્રત જોઈ. તેમાં “શૈવલિની' શબ્દ આગળ “તટિની શા માટે નહિ?’ એમ નરસિંહરાવે લખ્યું છે, અને “પનઘટ” “કાવ્યમાં “તદિની” શબ્દને ચિ હનિત કર્યો છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અક્ષણ આમ, તટિની બેટાદકરને સ્વકઠોચ્ચારિત શબ્દ હોવાથી. નરસિંહરાવે આ કાવ્યસંગ્રહની સત્તા તરીકે એની અભ્યતિતા સ્વીકારી. શૈવલિની' કરતાં “તટિની સંજ્ઞા બીજી એક દષ્ટિએ પણ વધારે યોગ્ય અને અર્થવાહી છે. બેટાદકરની કાવ્યસરિતાનાં આ છેલ્લાં સંગ્રહ-ઝરણાને શેવાળ-પ્રધાન કહેવા કરતાં પ્રશસ્ત-તટવાળું કહેવું વધારે ઉચિત છે. તદુપરાંત, પિતાના અતિમ કાવ્યની અંતિમ પંક્તિઓમાં બટાદકરે પિતાને અંતિમ અભિલાષ પ્રગટ કર્યો છે કે, જનિને મૃત્યુના ભૂંડા ઘણા આધાત તે ઝીલ્યા હવે એ ચક્રથી છૂટી પર પહોંચશું ક્યારે ?' પિતાના કાવ્ય-નિઝરના સ્ત્રોતમાં ન્હાનામોટા તરંગોમાં. હીંચતા હીંચતા આ સંગ્રહ (છેલ્લે હોવાથી) દ્વારા, બોટાદકર પેલે પારપેલે તટે-પર પહોંચ્યા છે એ વનિ પણ “તદિની' સંજ્ઞા જવાથી નીકળી શકે. Page #196 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રાણ (Aspirate)ના પરાગમન વિશે | ગુજરાતી ભાષા અને સાહિત્યને ઇતિહાસ' (ભાગ ૧-૨) લખીને રા. નરસિંહરાવે ગુજરાતી ભાષાના જિજ્ઞાસુઓને અતિઋણ કર્યા છે. આ પુસ્તકમાં રહેલો વસ્તુસંભાર, ગુજરાતી ભાષાનું તલસ્પર્શી મન્થન, એ મન્થનમાંથી ઉદ્ભવતું નવનીત–ઉત્સર્ગો અને મતાન્તરોનું નિરૂપણ કરી સ્થાપેલા કે સૂચવેલા સિદ્ધાંતે-આ બધું ધ્યાનમાં લેતાં આ પુસ્તક ગુજરાતી ભાષાના અભ્યાસી માટે તો બાઈબલ જેવું જ ગણાય. આ લેખમાં, રા. નરસિંહરાવે “હ”કારના વિષયમાં જે મુદ્દાઓ નોંધ્યા છે તેમાંના એકનું નિરૂપણ કરવાનું છે, કારણ કે એ મુદ્દા વિશે રા. નરસિંહરાવને મત અન્ય વિદ્વાનોના મતથી ભિન્ન છે. ખરે, આ મુદ્દો કેવળ ગુજરાતી ભાષાને લગતા. નથી; ગુજરાતી ભાષામાં એ મુદ્દાના અસ્તિત્વ વિશે રા. નરસિંહરાવે જે કહ્યું છે તે તેણે લક્ષ્યક-ચક્ષુષ્ક રહીને જ કહ્યું છે. એ મુદ્દો કક્યાંક ક્યાંક પ્રાકૃતમાં પણ દેખાય છે અને તેનાં મૂળ તો છેક સંસ્કૃત ભાષામાં પણ દેખા દે છે એમ દર્શાવી રા. નરસિંહરાવે સંસ્કૃત અને પ્રાકૃત ઉદાહરણે ટાંકી, તેમાંથી નિષ્પન્ન થતો ઉત્સર્ગ દર્શાવ્યા છે. ઉપર્યુક્ત પુસ્તકના પહેલા ભાગના ચોથા પ્રવચનના બીજા ખંડમાં રા. નરસિંહરાવે શબ્દ-શરીરમાં થતી વિકૃતિઓ નોંધી તે ઉપરથી નિકૃષ્ટ થતા ઉત્સર્ગ બાંધ્યા છે, અને એ ઉત્સર્ગો અનેક દૃષ્ટાંત આપી સમજાવ્યા છે. પહેલો ઉત્સગ “હ કારના સ્થાનાંતર અને આગામાપાય સંબંધે છે. “હ”કારના સંચલનનું નિરૂપણ કરીને રા. નરસિંહરાવ ઉત્સગ બાંધે છે કે કોઈપણ શબદમાને Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાડુ ૧૮૮ અક્ષા હકાર–કેવળ કે મિશ્ર-(અ) સામાન્ય રીતે, શબ્દ-શરીરમાં આદિ ભાગ તરફ ખસે છે. અથવા-આવું જ બને છે.-(આ) શબ્દ–. શરીરમાં અન્ય તરફ જાય છે. (જુઓ, ભાગ પહેલે, ૨૮૪મું પાનું). આમાંને પહેલો પક્ષ વિવિધ અને પૂરતી સંખ્યામાં ગુજરાતી શબ્દોનાં ઉદાહરણ ટાંકી સમર્થિત કર્યો છે? દા. ત. સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશ ગુજરાતી पाणि ઘટ્ટી હાની कण्हु કહાન कथयति વડું : ग्रीष्म गिहमु ઘીમ મધુના ચંદુજા (હૃાળા, દુવા) હમણાં વાસ્થ: बान्धबु વગેરે, વગેરે. ગુજરાતી ભાષામાં શબ્દ-શરીરની ઘટનામાં આ નિયમનો સદ્ભાવ અને પ્રવૃત્તિ સિદ્ધ કરીને રા. નરસિંહરાવ કહે છે કે, જો કે સામાન્ય રીતે પ્રાકૃતમાં ‘હકાર શબ્દ-શરીરના અન્ત તરફ જાય છે, છતાં પ્રાકૃતમાં પણ “હકારના આ પરાગૂમનનો નિર્દેશ મળે છે ? દા. ત. હૃ–ઘર. એટલું જ નહિ, “હકાર પાછળ ખસે છે એવાં સૂચને સંસ્કૃત ભાષામાં પણ નજરે પડે છે. દા. ત. ટુ ધાતુનું હ્યસ્તન ભૂતનું રૂપ સંઘો અથવા વર્તમાનનું ઘોષિ, ૩૬ ધાતુ ઉપરથી નીપજેલું ઈચ્છાવાચક નામ વુમુક્ષ: ઈત્યાદિ રૂપમાં “હકાર , પાછળ–એટલે શબ્દના આદિ તરફ ખસેલે દેખાય છે. સંસ્કૃત ભાષામાં હકારનું આ વલણ જોવામાં, અને અવો, વુમુક્ષા, નિવૃક્ષા વગેરે શબ્દ-શરીરને આ નિયમનાં ઉદાહરણો માનવામાં ર. નરસિંહરાવ અન્ય વિદ્વાનોના મતથી જુદા પડે છેઃ એટલે આ નિયમ વિવાદાસ્પદ બને છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રાણના પરાગમન વિષે ૧૮૯ અન્ય ભાષાશાસ્ત્રીઓએ વુમુત્તા, અધો, અમાર્ભીત ઈત્યાદિ. રૂપામાં થતી મૂળ શબ્દ-સ્વરૂપની વિકૃતિઓ નાંધીને તે ઉપરથી જુદેા જ ઉત્સગ બાંધ્યા છે. ડા. ગુણેના અભિપ્રાય એવા છે કે ગ્ ૬૬ જેના આદિમાં હેાય એવા મહાપ્રાણાન્ત (મહાપ્રાણ કેવળ હાય. કે મિશ્ર હાય) ધાતુએ મૂળ સ્વરૂપે ધ્ મ્ વ્ થી શરૂ થતા હાવા જોઈએ; દા. ત. વુધ્ ધાતુનુ* મૂળ સ્વરૂપ મુદ્, વઘૂનુ મ, તુ દૂ ઈત્યાદિ. પણ ધાતુ શરીરના અન્તમાં રહેલા મહાપ્રાણને લીધે આદિ ભાગમાંનું મહાપ્રાણુત્વ લુપ્ત થયુ.. ડેા. ગુણે પેાતાના મતના સમર્થનમાં અમૌક્ષીત, અમારીÎત્ વગેરે રૂપા ટાંકે છે, અને આ રૂપેતે ધાતુઓનાં મહાપ્રાણાદિ મૂળ સ્વરૂપાના અવશેષ અને સ્મારક તરીકે માને છે. ઉપરાંત, ગ્રીક લેટિન, વગેરે ભાષાઓના અને સસ્કૃત ભાષાના કેટલાક શબ્દો ટાંકી પેાતાના મતને દૃઢ કરે છે. ડો. મૅકડાનેલ ડો. ગુણેના મતને માનતા હોય એમ જણાય છે. વુધ્, ુ, હૂઁ વગેરે મહાપ્રાણાન્ત ધાતુઓનાં અમાહીત, અધો, નિયતિ જેવાં શબ્દ-સ્વરૂપેાના આભિાગમાં જે મહાપ્રાણતત્ત્વ નજરે પડે છે તે વિશે લેખે છે કે ખરુ. જોતાં પહેલાં આ બધા ધાતુઓના આદિમાં મહાપ્રાણતત્ત્વ હતું. પણ ધાતુના આદિ અને અત એ એ સ્થળે મહાપ્રાણતત્ત્વ જીરવી શકાય નહિ, તેથી આભિાગમાંના મહાપ્રાણતત્ત્વને લેાપ કરવામાં આવ્યા. મૌલીત, અમાન્સ્લીત વગેરે રૂપેમાં અન્ય મહાપ્રાણતત્ત્વના લેાપ થવાથી આદિભાગનું મૂળ મહાપ્રાણતત્ત્વ પાછું દેખા દે છે. અર્થાત, ડૉ. મૈકડાનેલના મતે, અમૌસીત, માત્ત્તીત્ વગેરે રૂપાના આદિમાં જે મહાપ્રાણતત્ત્વ છે તે શબ્દના અન્તભાગમાંથી પાછળ ખસેલું તત્ત્વ નથી-એ તે યુધ્, વધૂ વગેરે ધાતુઓનાં મૂળ સ્વરૂપેામાંનું પુનરુત્થાન પામેલું તત્ત્વ છે. આમ આ બેઉ મતા તુલ્યબલ વિરોધી જણાય છે. રા. નરસિંહરાવે સમર્થ પ્રતિપક્ષ રજૂ કર્યો છે, અને પેાતાના મતનું મંડન પણ સારી રીતે કર્યુ છે. છતાં જ્યાં સુધી ઉભય પક્ષની સપ્રમાણતાનું તારતમ્ય . Page #199 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ન નીકળે ત્યાં સુધી કયો પક્ષ બલવત્તર છે એ નિર્ણય થઈ શકે નહિ. ડ- મેકડાનેલ અને ડે. ગુણેના મતનું ખંડન થયું નથી. ત્યારે પહેલો મત ડે. મેકોનલ, ડે. ગુણે વગેરે વિદ્વાનોને ૨, , ૨ થી શરૂ થતા મહાપ્રાણુન્ત ધાતુઓ મૂળ સ્વરૂપે મહાપ્રાણાદિ પણ હતા. પાછળથી આદિભાગમાંનું મહાપ્રાણતત્વ લુપ્ત થયું. તેથી - જ્યારે અન્તનું મહાપ્રાણતત્ત્વ લેપ પામે ત્યારે આદિમાંનું મૂળ મહાપ્રાણતત્ત્વ પાછું આવે. બીજો મત રા. નરસિંહરાવને મહાપ્રાણાન્ત ધાતુઓનાં રૂપમાં મહાપ્રાણ અન્તમાંથી ખસી આદિભાગ તરફ જાય છે. આ બંનેમાંથી ક મત વધારે સંભવે છે તે તપાસીએ. बुध् अभौत्सीत् , बुभुत्सति (धर्म) भुद्भ्याम् , भुद्भिः, बुद्ध, बोद्धम् दुह अधोक्, धुक्षे धुग्ध्वे दुग्ध, दोग्धुम् (ામ )ષક છે. મધુરમ્યા . યુધિ વગેરે. बध् अभान्सीत् धिग्ध्वे રેપુ, gિ ध्रुग्भ्याम् दुग्ध, दोग्धुम् । બીજા ખંડમાં અમૌસીં, કુમુરત શબ્દ-સ્વરૂપે આપ્યાં છે, તે પહેલા મને સમજાવી શકાય. ઘને સંધિનિયમાનુસાર ત થયો. અર્થાત મહાપ્રાણતત્વ. લુપ્ત થયું. તેથી જે મૂળ મુધ ધાતુની વિકૃતિ સુબ્ધ થઈ હતી. તે આદિભાગમાંને મહાપ્રાણ પુનરુત્થાન પામે, એટલે અમૌત્ની, પુમુક્ષતિ વગેરે શબ્દ-શરીરે સિદ્ધ થયાં. બીજા મત પ્રમાણે પણ આ શબ્દઘટના સમજાવી શકાય. ૬ મને મહાપ્રાણ શબ્દના આદિભાગ તરફ ખસ્યું, અને તે લૂની સાથે સહિત થવાથી ર્હૂ મ એમ યુન્ની મુક્ત વિકૃતિ થઈ આ રૂપે પ્રસિદ્ધ થયાં. Page #200 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રાણના પરાગમન વિષે ૧૯૧ આ પ્રમાણે સુદ, કું, રિ, દુ ધાતુઓનાં બીજા ખંડમાં આપેલાં બધાં શબ્દ-સ્વરૂપો બંને પક્ષે સિદ્ધ થાય છે. ત્રીજા ખંડમાં આપેલાં રૂપે તપાસીએ. યુધ-ધર્મ) મુદુચ્ચા, મુશ્યામ વગેરે રૂપમાં અન્ય મહાપ્રાણને સધિનિયમોને અનુસરીને લેપ થઇ ન ર્ થયો. એટલે શું માંથી જે મૂળ મહાપ્રાણતત્ત્વ લુપ્ત થયું હતું તે પાછું આવ્યું. આમ પહેલો મત સંભવે. બીજે મતે, પણ જૂ નો ટૂ થયો, એટલે મહાપ્રાણતત્ત્વ પાછળ ખસ્યું. કૂર્મ થઈ મુશ્યામ્ વગેરે રૂપે સિદ્ધ થયાં. આ જ પ્રમાણે ત્રીજા ખંડમાં આપેલાં અન્ય શબ્દશરીર પણ બંને પક્ષે સિદ્ધ થઈ શકે. હવે ચેથા ખંડમાં આપેલાં શબ્દસ્વરૂપો તપાસીએ. યુદ્ધ-ધાતુનાં યુદ્ધ અને રોમ એ બે રૂપે આપેલાં છે. વર્દ્ર= ૩. પહેલા મતે આ રૂ૫ તપાસીએ તો, ઇનો સંધિનિયમને અનુસરીને થયો છે–જેમ ત્રીજા ખંડમાં (ધર્મ) મુદ્રા મુક્તિ માં થયે હતો તેમ અન્ય મહાપ્રાણનો લેપ થવાથી આદિ ભાગમાંનું મૂળ મહાપ્રાણ તત્ત્વજે આદિ અને અંતમા મહાપ્રાણ ન જીરવી શકાય તેથી લુપ્ત થયું હતું તે મદ્ર+ધૂ = મૂદ્ધનું રૂપ થવું જોઈએ. પણ ભાષામાં આવાં રૂપો નથી. એટલે વત્ વગેરે શબ્દ શરીરની ઘટનામાં પહેલો મત માધ્યાતિદોષષિત નીવડે છે. • આ રૂપોને બીજે મને તપાસીએ ઘર નું રૂપાંતર બુદ્ધ થયું. અર્થાત , ધાતુનો અન્ય મહાપ્રાણ +7 + એમ સંધિનિયમ સાધિત સંયુક્ત વર્ણ ઉત્પન્ન કરવામાં વપરાઈ ગયો. શું માને મહાપ્રાણ સ્વસંહિત ને મહાપ્રાણાનુપ્રાણિત કરવામાં વપરાઈ ગયે. વથીએ મહાપ્રાણને પાછળ ખસવાને અવકાશ જ રહ્યો નહિ. એટલે હું ને સ્થાને મુ એવી વિકૃતિ થઈ શકે જ નહિ. આમ સુધ+ત = કુદ રૂપ બીજે મતે યક્ષાપેક્ષિતું સિદ્ધ થાય છે. તેવી જ રીતે શોધ+તુમ = (અન્ય મહાપ્રાણ તુ ને મહાપ્રાણનુપ્રાણિત કરવામાં વપરાઈ ગયા હોવાથી) કોઠુમ રૂપ સિદ્ધ થાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અક્ષર આ પ્રમાણે ચોથા ખંડમાં આપેલાં બીજા શબ્દશરીરની સિદ્ધિ કરવામાં પહેલે મત અવ્યાપ્તિદુષ્ટ જણાશે, જ્યારે બીજા મતે – રા. નરસિંહરાવના મતે – એ રૂપ યથાપેક્ષિત સિદ્ધ થતાં જણાશે. કદાચિન કેઈ શંકા કરે કે વોહમ, વ, દુધ, વઢ વગેરે રૂપો જ પહેલા તે સિદ્ધ થાય છે. નહિ કે મોધુમ્, મુદ્ધ, તુષ અને મધ આ શંકા કેવળ શુષ્કતર્યાત્મક છે. કારણ કે (ધર્મ) મુરખ્યામ, મુરિ, ધુવે ધિવે વગેરે રૂપમાં આદિ' અને અંતમાં એકી સાથે મહાપ્રાણ તત્વ કયાં નથી? આપણે ઉપર જોઈ ગયા તેમ એ રૂપે પહેલા મતે સિદ્ધ થઈ શકે છે. એ રૂપ જે સિદ્ધ ન થતાં હોય તે પહેલા મતનું ખંડન તે એ રૂપે સારી રીતે કરે છે. ખરું જોતાં, પહેલે મત સર્વદેશીય નથી એટણે દેષગ્રસ્ત હેવાથી તે અગ્રાહ્ય ઠરે છે. રા. નરસિંહરાવના મતે (ધર્મ) મુખ્યમ, મુસ્મિ, પુwવે. ધિવે વગેરે યથાનિયમ સિદ્ધ થઈ શકે છે. ૦ ૩૬ + ગ્રામ્ અહીં દૂ ને મૂ સાથે સંસર્ગ થયે, તેથી ૬ માંને મહાપ્રાણ ફુ દૂ રૂપે વિશ્લિષ્ટ થઈ પિતાની સાથે સંહિત થતા વર્ણને મહાપ્રાણાનુપ્રાણિત. કરવા મથે. પણ વર્ણ પોતે જ મહાપ્રાણાન્વિત છે એટલે + ૬ માં હું ન વપરાવાથી પાછળ ખસે છે, અને ૨ + દૃ + ૩ = ! એવી આદિ વર્ણની વિકૃતિ થાય છે. એટલે મુસ્ + ચામું = અભ્યા રૂપ સિદ્ધ થાય છે. આવી જ રીતે ધુણે વગેરે રૂપમાં. : મદ્ + થાત્ માં ટૂ ની સાથે જ સહિત છે. વર્ગ. દ્વિતીયમાં વર્ણચતુર્થ જેટલું મહાપ્રાણતત્ત્વ નથી. તેથી મદ્ + ચાણ = ડુ(T) + થા એમ ને મહાપ્રાણાનુપ્રાણિત કરવામાં ટુ નો અન્ય મહાપ્રાણ ખપી ગયો એટલે ટુની છું એવી વિકૃતિ થવા ન પામી. આ ચર્ચા ઉપરથી રા. નરસિંહરાવને મત વધારે પ્રમાણે, અને બલત્તવર છે એમ સિદ્ધ થાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સંપેટવું ઊર્મિ'ના ગયા કાવ્યાંકમાં (૧૯૯૨ના) “મારી' વિભાગના લેખકે “૪ર૩મી લીટીથી શરૂ થતા અંતિમ વિભાગને જે સુંદર વનિથી સંપેટથો છે...” (પાનું ૬ ) આ વાક્યોમાં સંપેટવું ધાતુનો પ્રયોગ કર્યો છે. આ ધાતુ વિશે નીચેની હકીકત રસપ્રદ નીવડશે. સપેટવું' ધાતુ કાઠિયાવાડમાં બહુ પ્રચલિત છે. “પૂરું કરવું, એકઠું કરીને ભરી લેવું,' એવા અર્થમાં, ઉદાહરણ તરીકે, “મેં કામ સંપેટી લીધું.” “કાં, ટૂંક સંપેટી લીધો ?” વગેરે. આ ધાતુની. વ્યુત્પત્તિને વિચાર કરતાં લાગે છે કે એનું મૂળ સંસ્કૃત ધાતુ પેટન્ હોય. સંવેદ્ ધાતુ ટિજા–ટા–ટ “દાબડા', “ડબો' એ અર્થવાળા નામ ઉપરથી બનેલ હોય. આ પ્રશ્ન મેં એક વેળા રા. નરસિંહરાવ સમક્ષ મૂક્યો હતો. સંપેટવું' ધાતુથી તેઓશ્રી અપરિચિત હોય એમ તે વેળા મને લાગ્યું હતું. તેઓશ્રીએ કહ્યું કે એ ધાતુની જોડણી “સમેટવું” છે-“સંપેટવું નહિ. “સમેટવું' ધાતુ ગુજરાતમાં પ્રચલિત છે. એ ધાતુ સંસ્કૃત તત (ત ઉપરથી બનેલા) ધાતુનું વિકૃત રૂપ છે. | ગુજરાતમાં સમેટવું' ધાતુને પ્રચાર જેમ નિર્વિવાદ છે તેમ સંપેટવું' ધાતુનો કાઠિયાવાડમાં પ્રચાર નિર્વિવાદ છે, અને સમેટવું' ધાતુ જેટલી જ “સંપેટવું' ધાતુની વ્યુત્પત્તિ, ઉપર જોયું તે પ્રમાણે, સાધ્ય છે. પણ આ બંને ધાતુઓનાં સ્વરૂપો એકબીજાને એટલાં મળતાં છે કે એ બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ એમ લાગે છે. મને લાગે છે–આ તર્ક છે કે “સંપટવું' ધાતુ “સમેટવું' નું વધારે વિકૃતિ પામેલું રૂપ હોઈ શકે. જેમ સં. વાળ ઉપરથી પ્રા. 3 કળી (gir) દ્વારા ગુજરાતીમાં “પાંપણ” રૂપ નિષ્પન્ન થાય છે તેમ “સમેટવું – [ સંમે (સંબ?) ટવું]–સંપેટવું” એમ ઉત્તરોત્તર વિકૃતિ કાં ન થઈ હોય ? અ, ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ સંપટવું” અને “સમેટવું' રા, તીવ, . પ્રસ્થાનના માગશર માસના અંકમાં આ ધાતુકયની વ્યુત્પત્તિ વિશે ચર્ચા કરતાં મેં કહ્યું હતું કે “સાપેટવું' ધાતુ ૩. પેટમાંથી વ્યુત્પન્ન થયા છે એમ જણાય છે. સાથે સાથે એક તર્ક પણ કર્યો હતું કે “સમેટવું” અને “સંપેટવું' આ બે શબ્દસ્વરૂપ એટલાં નિષ્ટ લાગે છે કે સમેતત્સ મેટવું (સમેટવું, વગેરે)- પેટવું એમ ઉત્તરોત્તર વ્યુત્પત્તિક્રમ કાં ન સંભવે ? આ તર્કને રે. બક્ષીએ વિરોધ કર્યો છે. જો કે મેં આ વ્યુત્પત્તિક્રમનો ઉલ્લેખ તકરૂપે જ કર્યો હતો, અને કરું છું, છતાં ૨. બક્ષી એ તર્કના ખંડન માટે જે આધારને ઉપન્યાસ કરે છે તે આધારનું સામર્થ્ય તપાસી જોવા જેવું છે એમ મને લાગે છે. ત્યારે, ર. બક્ષીએ જણાવેલો પહેલો આધાર-શાસ્ત્રદષ્ટિ. ૨. બક્ષી કહે છે, “વતિ –વાટકત– કર્તવતિ' “કાટતા હૈ” વગેરેમાં ત દત્યની ટ મૂર્ધન્યરૂપ વિકતિ કરનારી જે સામગ્રી છે ( મૂર્ધન્ય રે વર્ણના સંનિધાનરૂપ) તે સમેતમાં નથી. આ વિધાનમાં ગર્ભિત રહેલો ઉત્સર્ગ – મૂર્ધન્યનું નિધાન હોય ત્યારે જ દત્યવર્ણ મૂર્ધન્યમાં વિપરિણામ પામી શકે. અતિ સ્વાભાવિક અને સ્વીકાર્ય લાગે. પણ શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્ર (Philology)માં કાઈપણ નિયમ સચવાથી તેની સાથે જ અપવાદ સ્વીકારવાની તૈયારી રાખવી પડે એવું છે. મૂર્ધન્યનું સંનિધાન ન ય છતાં દત્યવર્ણ મૂધ ન્યરૂપમાં વિકૃતિ પામે એવાં ઉદાહરણોની સંખ્યા પણ ઓછી નથી. સ્વ. નરસિંહરાવે કેટલાંક ઉદાહરણો નોંધ્યાં છે; તિલકમ્ - ટીલું, ઘાતઃ – ઘટી, મહતપામેટું, મથિત મઠો, બિંદુ–મડુ વગેરે. (Guj. Lang and. Page #204 -------------------------------------------------------------------------- ________________ સંપટવું” અને “સમેટવું' ૧૯૫ Lit, Vol. I, p. 454) આ ઉપરાંતની ચેના ઉદા. પણ ટાંકી શકાય. વચન – વેણ, નમન – નમણ, વીતિ – વીડી, દમન – ડામણ (સંસ્કૃતમાં વિશ – વિષ્ટ, દિશ–દિષ્ટ ઈત્યાદિ શબ્દસ્વરૂપોમાં મૂર્ધન્યના સંનિધાન વિના તાલવ્યવર્ણની મૂર્ધન્યમાં વિપરિણતિ થઈ છે તે પણ નોંધવા જેવું છે) આ ઉદા. પરથી એટલું સ્વીકારવું જોઈએ કે રા. બક્ષીએ જે ઉત્સગને પિતાના પ્રમાણ તરીકે સ્વીકાર્યો છે. તે એકાન્તિક નથી, અને તેથી એ ઉત્સગને આધારે કરેલી દલીલ નિવર્ય નીવડે છે. રા. બક્ષીનો બીજો આધાર - ધાતુ શરીરની સ્વરસ્થિતિ “સમેટમાંથી “સમ્મટવું' વિકૃતિ અશકષ છે એમ દર્શાવતાં ર. બક્ષી કહે છેઃ “સમેટવું' માં “મે' સ્વરિત (accented) માં “મ” ને અન્ય વર્ણને આધાર આપવાની અપેક્ષા ઉભવતી જ નથી. મધ્યવર્તી અનુનાસિક વર્ણ અસ્વરિત હોય ત્યારે આવા આધારની અપેક્ષા ઉત્પન્ન થાય છે. આ દલીલ પર ખાસ નોંધવા જેવું છે. રા. બક્ષીએ અહીં સ્વીકારેલો ઉત્સર્ગ સ્વ. નરસિંહરાવે સ્વીકારેલા ઉત્સર્ગથી તકન ઊલટો જ છે. (સ્વ. નરસિંહરાવના મત માટે જુઓ. Guj. Lang. and Lit, Vol. I pp. 328–9) આ નાનીસૂની વિગત નથી એટલે રા. બક્ષીનું આ વિધાન પણ અતિ વિવાદગ્રસ્ત હોવાથી તેને. ઉત્સર્ગ તરીકે સ્વીકાર કરવા પહેલાં ઘણું સંશોધનની અપેક્ષા * સ્વ. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર” ના પહેલા ભાગમાં જ વીસ “પચીસ વાર “ડાબ” ધાતુ વાપર્યો છે. ડાબ” “દાઝ નું વિકૃત રૂ૫ છે. એ તો સવથા સ્પષ્ટ છે. એટલે આ ઉદા. પણ દંત્ય વર્ણને મૂર્ધન્ય વિકાર * મૂર્ધન્યના સંનિધાન વિના પણ થઈ શકે એમ દર્શાવે છે. આટલું કહ્યા પછી પણ આશ્ચર્ય તો રહે જ છે કે ગોવર્ધનરામ જેવા ભાષાશુદ્ધિના દઢાગ્રહી વિકાને ડાબ” એવી અ-લૌકિક જોડણી કેમ સ્વીકારી હશે ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અક્ષણ રહે છે. આમ હોવાથી આ દલીલ પણ સબળ નથી. “પ્રસ્થાન' ના મહા માસના અંકમાં રા. પટેલ પણ સમેતમ્ ને મૂળ તરીકે સ્વીકાર ન કરવામાં ર. બક્ષીને અનુસરે છે અને ઉમેરે છે કે સંસ્કૃતમાં પેટ્ર ધાતુ વપરાયાનું જણાતું નથી એટલેએ મૂળ સંદિગ્ધ કરે છે. અહીં જણાવવું જોઈએ કે શબ્દોની રૂપત્કાન્તિ માટે, મૂળ તરીકે સ્વીકારવા યોગ્ય જણાતું પદ ભાષામાં પણ પ્રયોગ પામ્યું હોવું જોઈએ, એ સર્વથા આવશ્યક નથી. ઉદા. તરીકે, શલ્ય – સાલવું, દગ્ધ – ધગવું એવાં રૂપે વપરાયાં જ નથી, છતાં ઉત્ક્રાંતિ સંભવે છે. બીજુ, રા. પટેલ આ બંને ધાતુના મૂળ તરીકે સંવેષ્ટ ધાતુ હેવાનું સૂચવે છે. સાથે સાથે ઉમેરે પણ છે કે પ્રાકૃતમાં સંવેષ્ટ માટે સંલ્લ રૂપ વિશેષ પ્રચલિત હતું. એટલે સંવેદ પ્રાકૃત રૂપને બેલીમાં પ્રચલિત હોવાનું સ્વીકારવું પડશે કે ગુજરાતી બંને ધાતુઓને અર્વાચીન તદ્દભવ માનવા વિશે તે પ્રાચીન વિવાદપદ્ધતિને અનુસરીને સ્વપક્ષોષાગ્ય ! એટલે જ ઉત્તર આપવો રહ્યો. * ર. બક્ષીએ પોતાના મતના સમર્થન માટે ઉદાહરણ ટાંક્યાં છે તેમાંનું એક વાનર- વાંદરા આપ્યું છે. આ વ્યુત્પતિ યથાશાસ્ત્ર નથી. વાનરમાંથી વાનર વ્યુત્પન્ન થાય. “વાંદર' શબ્દ તો વાનરમાંથી વ્યુત્પન્ન થઈ શકે. અને વાનરક શબ્દમાં સ્વરનું જે સ્થાન પરિવર્તન થાય છે તે રા. બક્ષીના મતને કઈ રીતે ઉપકારક નથી. બીજી એક વાત, મેં પફમાણિ ઉપરથી પ્રા. પાણિ વ્યુત્પન્ન થયાનો ઉલ્લેખ કર્યો હતો. તે વિશે રે. બક્ષી નેંધે છે કે પહ્મણી હિં. વ. (નહિ કે પહ્માણિ બ.વ.માંથી) પહુમણિ વ્યુત્પન્ન થાય છે. પર્મણિ દ્વિ. વ. માંથી જ શા માટે? પ્રાકૃતમાં દ્વિવચનને સ્થાને બ.વ.નો પ્રયોગ થાય છે એ સર્વવિદિત છે. તો પમણિ જેમ પમાણિમાંથી વ્યુત્પન્ન થાય છે તેમ પમાણિમાંથી પણ થઈ શકે. કોઈને તેની આંખને કે તેના એક પોપચાને પણ બે જ પાંપણ નથી હોતી. તે કિ–વચ- વચનને જ વરવા માટે કંઈ પ્રમાણુ ખરું? Page #206 -------------------------------------------------------------------------- ________________ | ‘નીરાંજના” વિશે | ‘નીરાંજના’માં અનેક અને વિવિધ વિષયોના લેખો છે. એમાં સંહિતા, બ્રાહ્મણ, ઉપનિષદો, ભગવાન બુદ્ધના ઉપદેશ, જાતકકથાઓ, ભગવદ્ગીતા, બૃહતકાવ્યો, મહાભારત-રામાયણ, દર્શન, ભાસ, અશ્વઘોષ, કાલિદાસ વગેરેને સંસ્પર્શતા લેખે છે. ઉપરાંત, પૃ. ઝાલાની કલ્પનાને અવકાશ આપે તેવા સંવાદો અને “મનોવિહારો’ પણ છે. વિદ્યાકીય સામગ્રીનો કે સંશાધનપ્રાપ્ત હકીકતોનો દ્રોહ કર્યા વિના, વિદ્યાને સજીવ, પ્રેરક અને કહિતવર્ધક બનાવી શકાય એની હદયકેરિત યુકિત આનંદશંકરને લાધી હતી અને તે જ દષ્ટિનું આ સંગ્રહ નિદર્શન છે. આ દષ્ટિ સંગ્રહને સૂક્ષ્મ એકસૂત્રતા આપે છે. શ્રી વિષ્ણુપ્રસાદ 2. ત્રિવેદી | વિચારસામગ્રી અને વિવરણરીતિમાં સુયોગ્ય કક્ષાભેદ વર્તાતા હોવા છતાં તેમનાં સર્વ લખાણોમાં એક વ્યુત્પન્ન વિદ્યાપુરુષની પ્રજ્ઞાસંભૂત સૂક્ષ્મ દષ્ટિ-ગતિની એકસૂત્રતા જળવાઈ રહેલી જોવા મળે છે. મિથ્યા પાંડિત્યનો પરિહાર કરનારી છતાં અતિ સામાન્યતામાં સરી નહીં પડનારી છે. ઝાલાની ગદ્યશેલી સહૃદય વિદ્યારસિકો અને વિદગ્ધોનું એકસરખું આકર્ષણ બની રહે છે. - સ્વાદયાય, પુ. 12, અક. 4 જનમાષ્ટમી અક. & b & સાહિત્ય પ્રત્યેની.. એમની અભિરૂચિ, સાહિત્યનો આનંદ માણવાની અને સર્જન, તાવવાની અને પૃથજનની -1 એ આ ગ્રંથસ્થા સંગ્રહની આગવી | તિની વિઘાનિષ્ઠા અને સમીક્ષાત્મક *-યુઆરી 1976, -- કે - & આવરણ ' નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ રાયપુર , અમદાવાદ