________________
ગાંધીજીની આત્મકથા
- જીવનચરિત સાહિત્યને એક વિશિષ્ટ પ્રકાર છે અને આત્મકથા જીવનચરિતની એક વિશિષ્ટ પ્રકાર છે. જીવનચરિતને દેખીતી રીતે જ એક બાજુ ઈતિહાસમાં અને બીજી બાજુ નવલકથામાં સરી પડવાનો ભય રહે છે, અને આ વસ્તુસ્થિતિમાંથી નીપજતાં અનેક ભયસ્થાનોમાંથી બચવાની કાળજી એણે રાખવી પડે છે. આત્મકથાને તે આ ઉપરાંત પોતાનાં ભયસ્થાનો પર્ણ છે; તેથી આત્મકથા સાહિત્યના પ્રકાર તરીકે બહુ અઘરી બની જાય છે. આત્મકથાઓ ભાગ્યે જ શુદ્ધ સાહિત્યકૃતિઓ બને છે, એમ સામાન્યપણે કહી શકાય એવો એક વિદ્વાનને મત છે. આ મંતવ્યમાં ઘણું તથ્ય છે. અહંભાવ ( self consciousness) સામાન્ય રીતે કલાસર્જનમાં વિનરૂપ નીવડે છે. આત્મકથામાં અહંભાવ કે અહભાનને સ્વાભાવિક રીતે જ ખૂબ અવકાશ મળી શકે છે. પોતા વિશે લખવા બેસતાં માણસ અહભાવને વશ થઈને નાની મોટી વિગતો સ્વ-વિષયક છે એ કારણે નિરૂપવા પ્રેરાય છે અને ગૌણ કે પ્રધાન, સાર્થક કે નિરર્થકને ભેદ ભૂલી જાય છે. પરિણામે જીવનચરિતમાં કેટલીક વાર સભાન પ્રયત્ન દ્વારા બને છે તેમ આત્મકથામાં નાયકનું આલેખન નહિ પણ અભિનવલેખન થતું નજરે આવે છે.
ગાંધીજીની આત્મકથા આ દોષથી મુક્ત રહી શકી છે એમ કહી શકાય. સ્થળ દષ્ટિએ એ આત્મકથા છે, પણ સૂક્ષ્મ દષ્ટિએ એ માત્ર જીવનચરિત છે એમ કહી શકાય. ગાંધીજીએ એને ગૌણરૂપે આત્મકથા તરીકે ઓળખાવી છે. છતાં “મારે આત્મકથા ક્યાં લખવી છે?” એવો પ્રશ્ન પુછીને એમણે પ્રસ્તાવનામાં ઉમેર્યું છે કે “મારે તે આત્મ-કથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે