SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ અર્વાચીન ગુજરાતી વિવેચન પરિચયથી વધારે આગળ જતું હોય એમ લાગતું નથી. વિવેચન મોટે ભાગે રૂઢ માર્ગે ચાલતું હોય, સ્વસ્થ રૂપનું હેય, ધધો બની ગયું હોય એવું લાગે છે. આજે આપણે ત્યાં સાહિત્યમાં બધું સ્વસ્તિ હોય અને વિવેચનને કોઈ પ્રશ્ન જ ન હોય એવી સ્થિતિ નજરે આવે છે. અલબત્ત, પશ્ચિમના વિવેચન–સાહિત્યનાં ભાષાંતરે કે નિરૂપણ દ્વારા નવીનતા આણવાના પ્રયત્નો થાય છે. પણ આ સામાન્ય કે ઉપજીવી પ્રવૃત્તિ માત્રથી આપણો વારો આવવાનો નથી. સર્જનના સાત્વિક અને સર્વશાળી વિકાસ માટે સાત્ત્વિક અને સત્ત્વશીલ વિવેચનની આવશ્યકતા છે. પંડિત્ય અને બહુશ્રુતતા વિના વિવેચન સત્વશીલા નહિ બને. આપણા વિવેચકે પૂર્વ અને પશ્ચિમના સિદ્ધાંતનું પરિશીલન કરે, જીવન, સાહિત્ય અને વિવેચન એ ત્રણેના સંબંધની વિચારણા કરે અને નિષ્ઠાપૂર્વક વિચારેલા અને સ્વીકારેલા અભિપ્રાયો આંખની શરમ કે સંકોચ રાખ્યા વિના વ્યક્ત કરતા થાય તો સજનક્ષેત્રે પ્રવર્તની દેખાતી અતંત્રતાને નિવારી શકાય અને સર્જનનિષ્ઠાવાન બનતાં જીવનનિષ્ઠા કેળવવાના કાર્યમાં સર્જન-વિવેચન બંને યથાશક્તિ સહાય આપી શકે. (આકાશવાણી પ્રસારિકા, જુલાઈ ૧૫૭)
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy