SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ અક્ષ સાદ્યન્ત એકાગ્રતા જાળવી શકે તો “ત્રણ હૈયાંના લેખક સારી નવલકથા આપી શકે. લતા–આઠ પ્રકરણમાં લખાયેલી આ સળંગ વાર્તાની વિશિષ્ટતા એના સર્જનમાં રહેલા પ્રયોગમાં છે. મરાઠી વગેરે બીજી ભાષાઓમાં જુદા જુદા લેખકોને હાથે વાર્તાના મણકા ગૂંથાતા જાય તેવા પ્રયોગો. થયા છે. એવો જ પ્રયોગ આ વાર્તામાં થયો છે. ગુલાબદાસ બ્રોકરે માનવસ્વભાવને આલેખતી ટૂંકી વાર્તા લખી, તેમાં જાતિગત આકર્ષણ : ઉત્તરોત્તર પ્રબળ થઈને સંભોગમાં પરિણમી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. આમ પરાકાષ્ઠાએ પહોંચેલી ટૂંકી વાર્તાને સુંદરમે માનવ સમાજનો અંશ ઉમેરીને આગળ ચલાવી ને બીજા લેખકેએ તે ઉપાડી લીધી. સુંદરમે કુસુમનું પાત્ર સર્યું અને બ્રોકરે નિર્દોષ રાખેલા સુરેશના પાત્રમાં વાસના આરોપીને જાતીય સમાનતાનો વિચિત્ર આવિષ્કાર કર્યો ને સળંગ વાર્તાના પાયા નંખાયા. પહેલા પ્રકરણમાં નિરંજન લતાને છોડીને ચાલ્યો જાય છે. બીજામાં તનથી નહિ તે મનથી સુરેશ બીજા પ્રકરણથી જ વાર્તાનિર્વાહણના વમળામાં અટવાયા છે. જેમાં મોટો તરંગ કિનારાના પથ્થર ઉપર અફળાઈ ફાટી જાય અને તેનાં વેરવિખેર થયેલાં વહેણ ઓસરતાં જઈ છેવટે જળના પેટાળમાં સમાય તેમ બીજા પ્રકરણથી સુરેશ-લતા-નિરંજનના મનેમંથનો અનુભવો અને બની ગયેલી ઘટનાનાં પરિણામ અને જવાબદારીના વિષયમાં ચાલતી ગડમથલો છેવટે લતાને સુરેશને આશરે સોપે છે. વાર્તામાં સુંદરમ વગેરે લેખકોએ જૂની રૂઢિ અને નવા વિચાર, સમાજસેવાને બહાને સ્વાર્થ અને કામ સેવતું દંભી માનસ, પરિણીત–અપરિણીત જીવનની વિટંબણાઓ ને આકાંક્ષાઓ દાખલ કરીને નવાં પાત્રો સર્યા અને ફાવ્યું તેમ તરતા મૂક્યાં, એ સૌને ઠામ પહોંચાડવાનો ભાર રમણલાલ દેસાઈને માથે આવી પડ્યો. બે પુરુષ વચ્ચે ગોથાં ખાતી સ્ત્રીના જીવનની અને ભાવિની સમસ્યા શી રીતે ઉકેલવી એ આ વાર્તાનો પ્રશ્ન છે. જાતિગત
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy