________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય
૧૧૩ આકર્ષણને વશ થઈ પરપુરુષ સાથે વ્યવહાર કરી ચૂકેલી પત્નીને પતિએ આંખમીંચામણાં કરી નભાવી લેવી ? કે એ પરપુરુષને જ આશ્રય એવી સ્ત્રીએ શોધ? રમણલાલ પહેલાંના જ લેખકે સૂચવ્યું છે કે સુરેશે “ Normal” થઈ જવું. સુરેશ તો તે પહેલાં જ પિતાને કારણે “ Normal' થઈ ગયો છે ! અને લતા અને નિરંજન બંનેને ઘરમાં રાખવા તૈયાર છે. પણ એ બંને એકમેકથી દૂર રહેવાને જ ઉત્સુક છે. આ સામાજિક કેયડાને ઉત્તર રમણલાલ દેસાઈએ બંને બાજુ નમતું જોખીને આપ્યો છે. જાતિગત આકર્ષણ સ્વાભાવિક છે માટે લગ્ન જેવાં બંધને શા માટે ? પણ સ્ત્રીના જીવનને ટકાવવા માટે લગ્નના બંધનમાં રહી વાસનાઓને દાબવી એ આવશ્યક છે. રમણલ્પલનું છેલ્લું પ્રકરણ વસ્તુના છૂટાછવાયા તંતુઓને ગૂંથી લેવાના હોવાથી તેમની પોતાની આ સમસ્યાને નિશ્ચયાત્મક ઉત્તર આપવાની આનાકાનીને લીધે ધારદાર ચમકવાળું બની શક્યું નથી.
વાર્તાનું ટાંચણ ઉમાશંકર જોશીએ “લતા-મંડપમાં અભિનવ પ્રસ્તાવના-પ્રકાર (કે ઉપસંહાર–પ્રકાર ?) યેજીને કર્યું છે. દરેક લેખકે પોતાના પ્રકરણમાં જે દૃષ્ટિ રાખી છે તેને પામી જઈને એકબીજાના સંવાદ દ્વારા તેમના ઉપર કટાક્ષ, ઉપહાસ કે પરિહાસ છાંટયા છે. લતાની બાળકીનું મોં સુરેશ જેવું કેમ છે તેના રમણલાલ આપેલા નિરાકરણ કરતાં વધારે ચમત્કૃતિવાળું અને “લતામંડળી'માં - બહુમતીએ કદાચ સ્વીકાર પામે તેવું નિરાકરણ ઉમાશંકરે સૂચવ્યું છે. “મંડપ માં લતાને સહચાર શોધતા સાહિત્યકાર પાસેથી વાચક તરીકે અધિકારને દાવો કરતા ઉમાશંકર લતાને છોડાવી લઈ બહાર નીકળે છે અને તેને વાચકોની–વિશેષે સ્ત્રીવાચકોની-ન્યાયબુદ્ધિ ઉપર વિશ્વાસ રાખવાનું કહે છે. . “સમીક્ષા કારને “લતા–મંડપ'ને લંબાવવાની છૂટ હોઈ શકે ? હૈય તો
અ. ૮