________________
૧૦૪
અક્ષા
સામાજિક, રાજકીય, ધામિ ક, નૈતિક વગેરે ભાવનાઓ કે વિચારધારાની સમીરલહરી નાનામેાટા તર`ગા પાડે–ઉપાડે, ઘેાડાઘણા ક્ષેાભ પણ ઉત્પન્ન કરે, પણ એનું પેટાળ તા કાઈ પ્રચ’ડ ઝંઝાની ઘુમરીએ પાણીને ડહાળે ત્યારે ક્ષુબ્ધ થાય અને નવી પરિસ્થિતિ જન્મે. આવાં પ્રચંડ આંદલના વરસે વરસે નથી આવતાં. એટલે છેલ્લાં ચારપાંચ વર્ષ માં (ખરી રીતે તેા છેલ્લાં બેત્રણ દાયકાઓમાં) અસ્તિત્વમાં આવેલાં જે પ્રેરક બળેાના નિર્દેશ પૂર્વગામી સમીક્ષાકારાએ કર્યા છે તે બળેા જ આજે ય પ્રવતમાન છે એમ કહી શકાય. આપણું સમાજનું વિષમ અવ્યવસ્થિત બધારણ, દલિત-પીડિતા પ્રત્યે સહાનુભૂતિ, ગ્રામજીવન અને પ્રકૃતિ પ્રત્યે અભિમુખતા, સ્વદેશવાત્સય, સ્વાતંત્ર્યભાવના, વ્ય િસ્વાતંત્ર્ય અને સ્ત્રીપુરુષના જાતિનિષ્ઠ સ ંબંધ ( sex relations ) અને લગ્નસ’સ્થાની સમસ્યા – આ અને આવા ભાવે આ વર્ષની કૃતિઓમાં નિરૂપાયા છે. આ મુદ્દા પરત્વે અવિશેષ નોંધવાનું જે આજે આપણી સ્વાતંત્ર્યભાવના અદમ્ય અને ઉગ્ર બની છે : એટલે હૃદયમાં ભભૂકી ઊઠેલી એ ભાવનાએ આપણા ભૂતકાળનાં શક્તિ અને ગૌરવ તરફ મીટ મડાવીને આત્મશ્રદ્ધા પ્રકટાવવાનું કાર્ય કર્યું. છે. આ વરસે ઐતિહાસિક નવલકથામાં ચૌલુકયાના સમયના પ્રભાવવ'તા ગુજરાતની અને મેાગલ સમયમાં વિક્રમાદિત્ય હેમુનાં શૌય અને ચાતુર્યની પ્રશસ્તિ ગવાઇ રહી છે. તે આપણા ભૂતકાળ આપણી આજની શક્તિ અને શકયતાએની બાંહેધરી આપે છે એવી મતિપૂર્વક કે અતિપૂર્વક દૃષ્ટિથી લખાયેલી લાગે છે. ખીજું', પાંચ પાંચ વર્ષ થયાં. આબાલવૃદ્ધને, સૈનિક-અસૈનિકને પેાતાની કરાળ જિાથી ચાટતા વિશ્વવિગ્રહ ચાલે છે તેની અસર પણ આપણા સામાજિક તેમજ વૈયક્તિક જીવનમાં ખૂબ ઊંડી થઈ છે. જયાં નજર નાખીએ ત્યાં ગૂગળાવી નાખે તેવાં નિયમ-નિયંત્રણાની મેડીએ– અનાજની માપબધી, કપડાંની માપબધી અને અછત, ભયંકર માંધવારી, ગામડાંની પ્રજાની અસહ્ય અને અકલ્પ્ય જેવી વિટબણાઓ-આ