________________ ગુજરાતી સાહિત્યમાં બે અમર પાત્રો ચૌદ-પંદર વર્ષની વયે જુવાનીના મળસ્કાના ઉજાસમાં સૌમ્ય કાંતિવાળી ગૌરવણું કુમુદમાં નાજુકતા, સુંદરતા, ચતુરાઈ અને લજજાના ગુણો હતા, માતપિતા તરફથી પરણ્યા પહેલાં જ અંગ્રેજી અને સંસ્કૃતિનું જ્ઞાન અપાયું હતું. સંસ્કાર-ધર્મ, રસિકતા, રસજ્ઞતા, વ્યવહારકુશળતા, નીતિમાગ વગેરેની કેળવણી મળી હતી. મંગળ આભૂષણે અને આછાં પણ સુંદર ચિત્રવાળાં સાદાં વસ્ત્રો પહેરતી કુમુદમાં કુલીનતા, સંસ્કારી ઉછેર અને વિદ્યાને અભિજાત આવિષ્કાર થતે વર્ણવાયો છે, પણ કુમુદ ક્રાહ્ય મૂર્તિરથવા રિળી થવા સર્જાઈ હોય, " સુ નાવ” તેણે જન્મ ધાર્યો હોય એવી નિરૂપાઈ છે. સરસ્વતીચંદ્ર જેવા ચંદ્રની પ્રેરણામાં ખીલી ઊતું કુમુદ બનવાની ધન્યતાને ઝંખતી તે પ્રમાદધનની પત્ની બની અને કજોડાનો ભોગ બની એટલું જ નહીં તેની આસપાસ સાસરામાં સાંસ્કારિક દષ્ટિએ કાદવ જ ફરી વળ્યો. પ્રાચીન ભારતીય સ્ત્રીના પ્રતિનિધિ સમી કુમુદે દેહલગ્નનાં પતિને જ પોતાના હૃદયના દેવ તરીકે સ્થાપવાના ભગીરથ પ્રયત્ન કર્યા. મનના પતિને વિસારે પાડવાના કાર્યને ધર્મ ગણ્યું : પણ વિધિની વક્તા પણ કેવી કે લગ્ન પછીના પંદરેક દિવસમાં જ પિતાના સાસરામાં જ નવીનચંદ્ર નામ ધારણ કરીને પિતાના મનથી વરેલે પતિ આવીને વસ્યો ! કુમુદસુંદરીએ એક જ વાર ત્રણ-ચાર દિવસ સુધી પરણ્યા પહેલાં તે સાસરે ગયેલે ત્યારે તેને જે હતે. એ સરસ્વતીચંદ્ર જ છે એવી ખાતરી થઈ તે પણ પતિવ્રતાધર્મનું સાચા અર્થમાં પાલન કરવાની વૃત્તિવાળી કુમુદે તેની સાથે બેસવાચાલવાના બધા પ્રસંગો ટાળ્યા કર્યા. અને સરસ્વતીચંદ્ર જે અનુભવ મેળવવા માટે ઘર છેડી બહાર નીકળ્યો હતો તેને બુદ્ધિધનને ત્યાં રહેતાં કેટકેટલા અનુભવે થયા ! રાજદરબારમાં ચાલતી ખટપટો, સ્ત્રીપુરુષના સંબંધમાં કલુષિતતા, પ્રજાનાં દુઃખો વગેરે ભાતભાતના અનેક અનુભવે સંસાર' જાળના સમૂહ વચ્ચે સંન્યાસ લઈ ઊભે હેય તેમ તેણે મેળવ્યાં. પણ