________________
વામયવિમર્શ' લેખકઃ રામપ્રસાદ બક્ષી, પ્રકાશક: એન. એમ ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨; ૧૯૬૩, પૃષ્ઠસંખ્યા ૪૩૦, કિંમત રૂા. ૭/પ૦.
Nobody should write before he is forty. ચાળીસ વર્ષની ઉમર થયા પછી જ માણસે કલમ હાથમાં લેવી જોઈએ, એ જાણીતા વિધાનનું આ સંગ્રહની બાબતમાં તે અક્ષરશઃ પાલન થયું છે. જો કે શ્રી રામભાઈને માટે એવી વિલંબની આવશ્યકતા નહોતી. વિદ્યાર્થી અવસ્થામાં જ ઉત્કટ જિજ્ઞાસા-વૃત્તિ, અભ્યાસપરાયણતા, ચર્ચાવિચારણું કરવાની ટેવ વગેરે તેમના ગુણો વ્યક્ત થયા હતા. સ્વ. નરસિંહરાવની સાથેના કેટકેટલાયે પ્રસંગે શ્રી રામભાઈની સજાગ અભ્યાસશીલતા અને મીમાંસાવૃત્તિની સાખ પૂરે છે આજે તો ગુજરાતી સાહિત્યક્ષેત્રે શ્રી રામભાઈની એવી પ્રતિષ્ઠા છે કે કોઈ પણ વિચાર કે વિધાનના અંશેનું પૃથક્કરણ કરવું, આત્યંતિક સિદ્ધાંતો અને જીવન-મૂલ્યની દષ્ટિએ તેનું નિરૂપણ કરવું, ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ સારાસારતા પારખવી–આ પ્રકારની નિરૂપણપદ્ધતિની તેમનાં લખાણોમાં સ્વાભાવિક અપેક્ષા રહે. “વાલ્મયવિમર્શ'માં આ લક્ષણો સારી રીતે દષ્ટિગોચર થાય છે. આ સંગ્રહમાં કાવ્યનું સ્વરૂપ અને પ્રયોજન, રસસિદ્ધાંત, પ્રતિભા, હાસ્યરસ, નાટકમાં રસનિષ્પત્તિ, નટમાનસ, નાટ્યપ્રયોગમાં લયસંવાદનું તત્ત્વ, નાટકનું શ્રાવ્યત્વ, સાધારણીકરણ અને અભિનયઆવા મુદ્દાના પ્રશ્નોનું નિરૂપણ કરાયું છે. આ વિષયેના નામનિર્દેશ ઉપરથી પૌરમ્ય કાવ્યસિદ્ધાંતોની મીમાંસા આ લેખસંગ્રહમાં પ્રધાનપણે થઈ છે એમ સમજાય એવો સંભવ છે. આ સાચું છે, પણ પૌરસ્ય સિદ્ધાંતનું વિમર્શન સ્વરૂપ–વિમર્શન દ્વારા તેમ જ પાશ્ચાત્ય કાવ્ય