________________
૧૨૦
અક્ષર પાત્રના વિકાસમાં સંવાદને ઔચિત્યપુર:સર થયેલ પ્રયોગ સારે અંશે સહાય આપે છે. અંત સુધી વાર્તા વાચકના કુતૂહલ અને રસને ટકાવી રાખી શકે તેવી છે.
પણ વાર્તાનું કથયિતવ્ય દુરાકૃષ્ટરૂપે રજૂ થયું છે. પ્રેમના પ્રથમ ઉમળકામાં મુગ્ધ બની જતી સોનલને ફસાવીને પરણી જનાર અનધિકારી પ્રભાકરે જ મળે એવું જીવનમાં હમેશાં નથી બનતું. ઉતાવળે કરી લીધેલાં લગ્નની કરુણતા પરિસ્થિતિની વિષમતા કરતાં રુચિ અને સંસ્કારની વિષમતામાંથી જન્મે છે એ રહસ્ય ઉપર વાર્તાનું ચણતર વધારે પ્રતીતિકર થાત. છતાં વાર્તા તરીકે આ પ્રયોગ સફળ જ કહી શકાય.
ભસ્મરેખા–શ્રી ચુનીલાલ વર્ધમાન શાહની આ નવલકથા અને “સોનલમાં નિરૂપાયેલો વિષય સમાન છે. બને લેખકોની દષ્ટિ પણ સમાન છે. વસ્તુનાં નિરૂપણ અને ઉપસંહાર પણ સમાન જેવા છે. પણ આ વાર્તાની પહેલી વિશિષ્ટતા એ છે કે એ “સત્ય ઘટનાને અવલંબીને લખાઈ છે—જે કે વાર્તાહે રજૂ થતાં એ ઘટનાની વિગતેમાં કલ્પના દ્વારા આવશ્યક ફેરફારો કરાયા છે. અને બીજી વિશિષ્ટતા અભિક્રમ-કણ (angle of approach) છે. મુરબ્બીઓનો વિરોધ કરી છાનાંમાનાં સ્નેહલગ્ન કરતી વિભાગ પ્રેમના પ્રથમ આવેશમાં ઘસડાઈ જતી યુવતી નથી. ચંદ્રવદન પણ વિભાના મમત્વનો લાભ લઈ પરણી જવાની ઉતાવળ કરનાર યુવાન નથી. શિક્ષિત અને રસિક સ્વપ્નાં સેવતી વિભા પોતાના ભાવિ પતિનાં જડતા, અસંસ્કારિતા અને ધન–મદને સાક્ષાત્કાર કરે છે ત્યારે કુટુંબમાં એકલવાયી જેવી થઈ પડેલી તે પિતાના શિક્ષક ચંદ્રવદનની એથ શોધે છે. ચંદ્રવદન વિનયી, સંસ્કારી અને સ્વાર્થવૃત્તિવાળા છે. વિભાના પ્રેમનિમંત્રણને હૃદયના સખ્ય તરીકે સ્વીકારે છે. લગ્ન, સંબધ આવેશના ઊભરા ઉપર પ્રતિષ્ઠિત ન થઈ શકે એ એ સમજે છે. પણ ગામડિયણ અને અજ્ઞ હરકર સાથે પોતાના વેવિશાળને