________________
પરિચયપુસ્તિકા-પ્રવૃત્તિ
આપણું મધ્યકાલીન પ્રજાજીવન સ્થિતિપ્રધાન હતું એમ કહીએ. તે આજનું આપણું પ્રજાજીવન ગતિપ્રધાન છે એમ કહી શકીએ. આનું, એક પરિણામ એ આવ્યું છે કે પ્રજાની જિજ્ઞાસા ખૂલી છે ખૂલી છે. એટલું જ નહિ પણ, “યુગતરસ્યા જગક'ની પેઠે વણછીપી જ રહેતી નજરે આવે છે. પચીસ-ત્રીસ વર્ષ પહેલાંની પ્રકાશનપ્રવૃત્તિની સાથે આજની પ્રકાશન પ્રવૃત્તિની સરખામણી કરીએ તે આને સહેજ ખ્યાલ આવે. નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ સ્વતંત્ર પ્રકાશન પામવા ઉપરાંત સામયિકોમાં પણ બહળી સંખ્યામાં પ્રકાશિત થાય છે. દૈનિક, સાપ્તાહિક, માસિક વગેરે સામયિકોમાં સામાજિક, ધાર્મિક, રાજકારણીય, આંતરરાષ્ટ્રીય વિષયનાં નિરૂપણ ઉપરાંત વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીય અને સાહિત્યવિષયક લેખોની સંખ્યા જોતાં પ્રજાને આજે જીવનના દરેક ક્ષેત્ર વિશે જ્ઞાનપ્રાપ્તિની કેવી ઝંખના જાગી છે તે સમજી શકાય છે. આજનો જમાનો સાયન્ટીફિક ટેમ્પરવાળા, વૈજ્ઞાનિક મિજાજવાળે છે. પ્રજાને વિજ્ઞાનના હરેક ક્ષેત્રમાં રસ પડે છે એમ સામયિકોમાં પૂછવામાં આવતા પ્રશ્નો ઉપરથી તારવી શકાય. પ્રજાની આ ઉત્કટ જિજ્ઞાસાને સંતોષવાની પ્રવૃત્તિ ચોમેર હાથ ધરવામાં આવે ત્યારે બહાળી પેદાશ થાય તેની સાથે જ ગુણવત્તાનું ધારણ નીચું જવાનો ભય ઊભો થાય. પ્રજાની આ માનસિક ગતિને પ્રગતિનું સ્વરૂપ મળે એ આવશ્યક છે, તેને દિશા મળવી જોઈએ, માર્ગદર્શન પણ મળવું જોઈએ. પ્રજાની વિચારશક્તિને ઉત્તેજે, કેળવે, વિશ્વસનીય માહિતી પૂરી પાડે અને સુરુચિ અને વિવેકશક્તિને વિકાસ સાધવામાં સહાયભૂત થાય એવી પ્રકાશનપ્રવૃત્તિ સર્વથા આવકારપાત્ર ગણાય. “પરિચય ટ્રસ્ટ તરફથી જાયેલી “પરિચય