________________ સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના 19 - 1 મય–સંસારમાં પિતામાતાદિની તૃપ્તિ માટે પુત્રો પિતૃયજ્ઞ કરે છે. આવી તૃપ્તિના અભ્યાસથી પિતામાતાદિને તે માટે ભવૃત્તિ થાય અને તેથી એ પિતયજ્ઞ કરવામાં જ પુત્ર તત્પર રહે તે બીજા યજ્ઞો ન કરી શકે. માતાપિતા પણ પોતે કરવાના યજ્ઞમાં અપૂર્ણ રહે અને સૃષ્ટિની પરમ પેજનામાં આ રીતે વિદન ઊભાં થાય. સાધુજનની તાત્વિક દષ્ટિએ તે પિતામાતા વગેરે સંબંધો કેવળ આત્મરૂપ છે, અને વ્યવહારદષ્ટિએ પિતામાતાદિને અપાતી અંજલિ તે ભાવેના પ્રતીક સમી છે. આથી સાધુજનેએ પિતૃયજ્ઞને સ્થાને મયજ્ઞની પેજના કરી છે. પુત્રો વગેરે પોતાનાં કર્મ કરવાને સમર્થ થાય ત્યાં સુધી માતાપિતા તેનું રક્ષણ કરે અને પછી મઠને દત્તક આપી દે છે અને પિતાના અધિકારનો ત્યાગ કરે છે. આવા પુત્ર પિતૃયજ્ઞ નથી કરતા. પણ મઠયજ્ઞ કરે છે. સાધુસત્કાર, ગુરુસત્કાર, આશ્રમસત્કાર, મઠસત્કાર અને યદુનન્દનસત્કાર વગેરે દ્વારા મઠયજ્ઞ સધાય છે. 2 મનુષ્યયજ્ઞ–પોતાના સંબંધમાં આવનાર, પોતાની પાસે આવનાર મનુષ્ય (અતિથિ)ની તૃપ્તિ માટે આ યજ્ઞ યોજાય છે. આ અતિથિઓ ત્રણ પ્રકારના છે: માતાપિતા આપણને જન્મ આપીને બાળપણમાં ભરણપોષણ કરે છે ત્યાં સુધી આપણે તેમના “આમંત્રિત અતિથિ (નેતરાયેલા અતિથિ) કહેવાઈએ, પણ ત્યાર પછી આપણે આપણું ધર્મો પાળવાને સમર્થ થઈએ એટલે આપણે યજમાન થઈએ છીએ. માતાપિતા તરફ કૃતજ્ઞબુદ્ધિથી ફરજ અદા કરીએ એટલે માતાપિતા આપણાં અતિથિ થાય છે. માતાપિતા આપણને જન્મ આપીને “એલાવે છે માટે તે “આકારક” અતિથિ કહેવાય છે. તે જ રીતે કુટુંબ, જ્ઞાતિ, સ્વદેશ વગેરે આપણું “આકારક અતિથિ કહેવાય. સાચે પિતૃયજ્ઞ માતાપિતા વગેરે આકારક અતિથિ ની તૃપ્તિ માટે જાય છે. પણ સાધુજનો માતાપિતા વગેરે ભાવના રાખતા નથી અને સૌને અધ્યાત્મદષ્ટિએ જુએ છે તેથી પિતૃયજ્ઞને