________________
અક્ષર
છે કે સુંદર રૂપે જે સત્ય પ્રગટયું હોય તે શિવકલ્યાણકારક ન હોય એમ શી રીતે બને ? કલાકારના જીવનમાં કુત્સિતતા હેય-અનીતિ હોય–એટલા માટે તેના સર્જનને દોષ ન દેવાય. કાદવમાંથી કમળ ઊગે છે તે તરફ અંગુલિનિદે ષ કરીને મનોવૈજ્ઞાનિક યુગના મતને ઉલ્લેખ કરે છે કે કુદરત દરેકને જન્મ સાથે જાણે કે અમુક પ્રાણશિક્તિની જ મૂડી આપતી ન હોય. એમાંથી ઘણી બધીને ઉપયોગ માણસની જે પ્રબળતમ વૃત્તિ હોય છે એ કરી બેસે છે અને એના. જીવનમાં બીજા પાસાને એટલું શોષવું પડે છે અને ઉમેરે છે કે - કળાકાર નીતિમયતાની કે એવી બાબતોમાં ઊણો ઊતરતો હોય એટલા ઉપરથી એની કળાને ઉતારી પાડવી, એ કળાની ઉત્કૃષ્ટતા પિછાણવી કે માણવી નહિ એ બરાબર નથી. આ રીતે, પશ્ચિમની કાવ્યમીમાંસાપદ્ધતિને અનુસરીને કળા અને કળાકારના કવનને સંબંધ નથી એવું સ્વીકાર્યા પછી ઉમાશંકર (પોતાને સાચો ) અભિપ્રાય સૂચવતું વાક્ય ઉમેરે છે: પણ તે સાથે સાથે આપણે જરૂર એવી આશા રાખી શકીએ કે કવિની માનવ તરીકેની સાધનાને ચરમ પુરુષાર્થ એના વ્યક્તિત્વની પૂર્ણ ખિલવણીમાં હેય. આ વિધાનમાં કળા અને જીવનને સ્પર્શતા મુદ્દાઓ સમાયેલા છે એટલું જ અહીં નાંધીએ. અંતે ઉમાશંકર નોંધે છે કે કવિતામાં મન અને 9 નું દૈત ટળે અને એ બંને વચ્ચે સંવાદ સધાય તો તે કવિ “બ્રાહ્મી સાહિત્યકાર', “સનાતન સાહિત્યનો રચયિતા” “મંત્રકવિની કટિએ પહોંચે. અહીં પણ અગત્યનો પ્રશ્ન એ થાય છે કે બ્રાહ્મી કવિતામાં કે “મંત્રકવિતામાં અને “સર્જક-કવિતામાં માનવ તરીકેની સાધના વિના જ નિષ્પન્ન થયેલી કવિતામાં) કાવ્ય તરીકે ભેદ રહે કે કેમ?
હવે, આપણે ઉમાશંકરે દર્શાવેલાં સર્જનપ્રક્રિયાનાં ત્રણ સોપાનનું નિરીક્ષણ કરીએ. કવિની ચેતના બાહ્યજગતના સ્થળ-સૂક્ષ્મ પદાર્થોનાં