________________
કવિની સાધના વિશેષ ભાવે અનુભવ કરે છે–પદાર્થોનું ગ્રહણ કરે છે. અહીં વિશેષભાવે” એ શબ્દ કવિવ્યાપારને સમજવા માટે ચાવીરૂપ છે. જુદા જુદા કવિઓ એક જ વિષય વિશે કાવ્યરચના કરે તેમાં એકસરખાપણું કે સમાનપણું નથી હોતું એ તો અનુભવની વાત છે; એટલું જ નહીં, એક જ કવિ જુદે જુદે સમયે એકના એક વિષય વિશે કાવ્ય રચે તે તે પણ એકસરખાં કે સમાન ન હોય. આના મૂળમાં કવિએ એ વિષયનું “વિશેષભાવે કરેલું દર્શન કે ગ્રહણ છે. કવિના દર્શનની વિશેષતાને લીધે બાહ્ય પદાર્થ તત (Objective) માત્ર ન રહેતાં સતત Subjective) રૂપમાં પરિણમે છે. કવિના સંવેદનતંત્રમાં આ સંવેદન વિશેષ દાખલ થતાં કવિની સમગ્ર ચેતના સળવળી ઊઠે છે–ભ પામે છે. આ સ્થિતિમાં કવિની સંવેદનામાં કોઈ વિચાર કે ક૯પનાનું બીબું હોતું નથી આ સ્થિતિ ઊકળતા ચરુ જેવી હોય છે. ઉમાશંકર કહે છે તે પ્રમાણે આ સ્થિતિમાં “કેઈક પ્રક્રિયા'કુતકના શબ્દમાં જેના
િન-એ ભાવદ્રવ્યનું રૂ૫ બંધાય છે, બીજા શબ્દોમાં કહીએ તે ભાવતી કે images) ઊપસી આવે છે. આ કાવ્યની જમઘડી છે. પણ એ “કેઈક પ્રક્રિયા” શી રીતે થાય છે તેની મીમાંસા માનવિજ્ઞાનને આધારે કરવા જતાં પણ સમસ્યારૂપ જ રહેશે એવા યુગનો અભિપ્રાય ઉમાશંકર નોંધે છે. આ મુરાના વિવેચનમાં આપણે કવિની personality ( તેનું character કે individuality નહિ )-વ્યક્તિત્વને લક્ષમાં લઈએ છીએ, અને તેના અચેતન (unconscious) અવચેતન (sub conscious )માં સંભરેલાં વાસનાઓ, ભાવે, ઊર્મિઓ, સંસ્કારો વગેરેના જટિલ પટલ૨૫ તેની વિશિષ્ટતા-વૈયક્તિકતા
સ્વીકારીએ છીએ. કવિની આ subjectivity તેનું અંતરંગ સમગ્રપણે સ્પંદન પામીને અમુક રૂપ ધારણ કરતાં ક૯પના દ્વારા ભાવ પ્રતીકે નીપજાવે છે. અને જે પ્રકાશર્મિઓ નાદામિએમાં પરિવર્તિત થાય છે તેમ સંવેદન પણ કલ્પના કે વિચારના રૂપમાં પરિવર્તન પામે છે.