________________
મસ્યગન્ધા અને ગાંગેય
૧૫૧
જેવું થશે. આમ કરવાનું શું કારણે હશેકદાચ, કર્તાને વિચાર વસ્તુનિર્દેશ અથવા વસ્તુપ્રભાવ કરવાની નવીન સરણું ગ્રહણ કરવાનું હોય. “પુરુષ' એક વખત નાટક જોઈ ગયો, અને પછી બીજી વખત “સ્ત્રી ને સાથે લઈ તે જ નાટક જોવા આવ્યો હોય, પ્રેક્ષાગારમાં બેસીને નાટકની શરૂઆત થયા પહેલાં નાટકમાં શું શું આવશે તે બધું “ત્રીને કહેતો હોય, આવી કંઈક સ્થિતિ “સ્ત્રી'-પુરુષની જણાય છે. વાત પૂરી થઈ રહ્યા પહેલાં જ નાટક શરૂ થાય છે. “શ્રી” પણ નાટકના વૃત્તાંતની શરૂઆતથી પરિચિત થઈ ગયેલી હોવાથી–અને
પેલી વનકુમારી મધુરીને મળશે, ખરું ને?” એમ પૂછી પોતાને અને વાચકવર્ગને – નાટકની કથા કેમ શરૂ થવાની છે તેને નિર્દેશ કરે છે. નાટયવસ્તુને પ્રસ્તાવ કે નિર્દેશ કરવાની આ સરણી કર્તાનું એકાંકી નાટકકાર તરીકેનું નિપુણ્ય સૂચવે છે.
આ લેખ પુરો કરવા પહેલાં એક બાબત તરફ ધ્યાન ખેંચીશ. કર્તાએ ગાંગેયના મોંમાં નીચેના ઉદ્ગારો મૂક્યા છેઃ “ઘણ રાજવીરે એવો બળાત્કાર કરે છે ને હીણ ભાગ્યે શ્રીહરણની પ્રથા સર્વમાન્ય ગણાઈ છે, પણ સ્તુત્ય નથી. એથી જ ક્ષાત્રતેજ દિન પર દિન ઘટવા માંડયું છે. એ નરેશાના મંદિરોમાં સંપૂર્ણ સ્ત્રીઓ જ નથી હોતી, તેમનું અર્ધ સ્ત્રીત્વ એ બળાત્કારપ્રસંગમાં જ નાશ પામે છે. બાકી રહેલાં ખોખાં માત્ર એ નરેશોનાં મંદિરમાં વસે છે. ઊડી ગયેલા આત્મા પછીના શબ પેઠે આ અભિપ્રાય ઉત્તમ છે, અને નાટકમાં ગાંગેયને મત્સ્યગન્ધા સાથેનો સંબંધ “સ્ત્રીહરણની પ્રથાને અનુસરો નહિ હોવાથી ગાંગેયના મેમાં ઉપરના ઉગારો જ ગણાય. પણ મોટી ઉંમરે કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા, અંબાલિકાનું કેવળ બળજરીથી હરણ કરી આવનાર આ જ ગાંગેયના મુખમાં મૂક્યા છે તેથી તેનું “મૂળ ગૌરવ જરા યે ઓછું” થતું નથી છતાં ભીષ્મ પિતામહના ચરિત્રમાં અસંબદ્ધતા તે આણે છે. (કૌમુદી, જુલાઈ ૧૯૩૪)