________________ ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રઃ સરસ્વતીચંદ્ર અને કુમુદ ગુજરાતી સાહિત્યમાં સરસ્વતીચંદ્ર'નું સ્થાન વિશિષ્ટ ગૌરવવાળું છે. લગભગ અઢારસો પાનાંમાં વિસ્તરેલી આ મહાકાય નવલકથાને “પુરાણ” તરીકે પણ ગણવામાં આવી છે. 1887 માં એનો પહેલો ભાગ પ્રકાશિત થયા ત્યારથી જ ગુજરાતના શિક્ષિત અને સંસ્કારી વર્ગમાં આ નવલકથા પ્રિય થઈ પડી. 1901 માં તેને ચોથો ભાગ પ્રકાશિત થતાં તેની સમાપ્તિ થઈ. તે દરમ્યાન અને ત્યાર પછી દશકાઓ સુધી સંસ્કારી અને શિક્ષિત ગુજરાતી જનતામાં તેણે જીવંત રસ જગાડ્યો હતો. કોલેજમાં શિક્ષણ લેતા યુવાને પાછળથી જેમ “જયા-જયંત 'માં મુગ્ધ બન્યા હતા તેમ સરસ્વતીચંદ્ર અને કુમુદમાં મુગ્ધ બન્યા હતા. ગોવર્ધનરામનો પહેલાં તે એવો આશય હતો કે પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી પ્રજાજીવનનાં બધાં ક્ષેત્રમાં જે આંદોલન ઊઠયાં હતાં તે બધાંનું-ધાર્મિક, નૈતિક, સામાજિક, રાજકારણીય, આર્થિક વગેરેનું, અને પૌરમ્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓના યોગ્ય સમન્વયનું નિરૂપણ કરતા નિબંધ લખવા. પણ એમ નિબંધો કેણ વાંચશે, એવી શંકાથી વધારે લોકભોગ્ય સાહિત્યપ્રકાર–નવલકથા–દ્વારા જ પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો નિશ્ચય કર્યો અને સરસ્વતીચંદ્ર'માં એને મૂર્ત સ્વરૂપ આપ્યું. આવા સંજોગોમાં સર્જાયેલાં પાત્રોમાં કોઈ વ્યક્તિ ઉપરથી સજાયેલાં પાત્રો જેવી સામાન્યતા ન હોય એ સંભવિત છે. આવાં પાત્રોમાં એક પ્રકારનો અતિશય આવી જાય અને પાત્ર જીવતાં