________________ અક્ષણ ગતિ અને વ્યક્તિ આવિર્ભાવ પામે છે તે અવસ્થા જ પરમ સત્ય છે. અને તે સનાતન પરમ સત્યનો યજ્ઞ તે બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ. મહાત્માએ સર્વલક્ષ્યયજ્ઞોની સાધના કરી ધ્યાનયોગ અને તપ દ્વારા ઋતદર્શન અને સત્ય દર્શન એક સાથે પામે છે. આ ધર્મ સનાતન છે અને સર્વ દેશકાળને માટે છે. કેવળ સાંસારિક યજ્ઞધર્મમાં અધ્યાત્મદષ્ટિ નથી, કેવળ વ્યવહારધર્મમાં સત્યદૃષ્ટિ નથી, અને કેવળ દયા ધર્મમાં ઋતદષ્ટિ નથી. ઋત અને સત્યના અધ્યાત્મ અને સનાતન અગ્નિમાં સિદ્ધ કરેલાં આતિથેય અને યોની વ્યવસ્થા જ સર્વ લેકને અને સર્વ કાળને માટે છે.” ઋણવ્યવસ્થા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે કે ગૃહસ્થ જ્યાં સુધી ત્રણ ઋણમાંથી મુક્ત ન થયો હોય ત્યાં સુધી સંન્યાસ ન લઈ શકે. તે ત્રણ ઋણો દેવઋણે, ઋષિઋણ અને પિતૃઋણ અને આ ઋણમાંથી યજ્ઞ, સ્વાધ્યાય અને પુત્પાદન દ્વારા મુક્ત થવાય છે. સાધુજનોએ અલખદીક્ષા પછી પણ સ્વાધ્યાય અને યજ્ઞ તે ચાલુ રાખવાના છે, એટલે અલખા સંપ્રદાય તેમને ઋણ તરીકે ગણતો નથી. પુત્પાદનનું ઋણ સ્વીકારતું નથી. કારણ અદ્વૈત પામેલાં દંપતીની પુત્રવાસના થાય તો એની થાય, તેમાં તો વાસના જાતે જ આ ઋણમાંથી મુક્ત કરાવવા પ્રત્યક્ષ છે તો પછી ઋણાનુણ્યનો વિચાર બાકી રહેતો નથી. આ ઋણાને સ્થાને અલખ-સંપ્રદાય ઋણોની જુદી જ વ્યવસ્થા કરે છે. સર્વ સાધુઓને પંચયજ્ઞ વિના બીજે ધર્મ નથી. બીજુ ઋણ નથી. તેમાંથી મયા, દેવયા અને બ્રહ્મયજ્ઞ તો અલખ દીક્ષા પછી જ ઉત્તમ રીતે સધાય પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ કંઈક મઠમાં અધિક રીતે થઈ શકે છે. માટે એ બન્ને યજ્ઞો સંપૂર્ણ કરનામાટે સંસારમાં રહેવું આવશ્યક હોય છે તેમ કરવું એ ધર્મ બને છે.