________________
ગ્રન્થપરિચય
૧૬૫
નથી જણાતું. રામસંગ જેવી કેાઈ ઐતિહાસિક વ્યક્તિ હતી કે નહીં તેની મને પિતાને જાણ નથી એટલું સ્વીકારી લઉં છું. પણ હોય તો પણ આ નવલકથા “રોમાંચક” અને બેહૂદી ઘટનાઓ અને અકસ્માતોને લીધે નથી એતિહાસિક રહેતી, નથી નવલકથા રહેતી. અને આત્મકથાના ઘાટમાં મૂકવાથી વળી મર્યાદાએ લદાય છે. રામસંગનું પાત્ર કોઈ સ્પષ્ટ અને સુરેખ છાપ પાડી શકતું નથી. તરભોવનદાદા જેવાં ગૌણ પાત્રો વધારે ચમકદાર બન્યાં છે. લેખકની નાટયાત્મક તત્વની સૂઝ “ડ્રામેટીક સેન્સ' ઘણે સ્થળે વરતાય છે. રામસંગ સંસ્કૃત વાંચતાં શીખેલે પણ કેટલીય વાર એની (ભાષા) પંડિતને પણ મૂંઝવી નાખે તેવી સંસ્કૃતપ્રચુર છે. આ કૃતિ નવલકથા તરીકે ભાગ્યે જ સફળ ગણાય.
ત્રીજુ પુસ્તક છે કિશોર માંકડ કૃત “તુફાન શમ્યું. શ્રી માંકડનો આ પ્રથમ પ્રયાસ છે. અને તે પણ મૂળ અંગ્રેજીમાં લખેલા નાટકને ગુજરાતીમાં રૂપાંતરિત કરવાનો. પહેલા પ્રયાસની બધી કચાશ આ નાટકમાં છે એમ કહેવું જોઈએ. વક્તવ્ય ગમે તેવું ઉદાત્ત હોય પણ તેનું કલેવર અને ઘડતર કલાત્મક ન હોય તે સાચી કલાકૃતિ ન સર્જાય. નાટક ભાગ્યે જ ભજવી શકાય તેવું છે. કેટલાક પ્રવેશમાં બે પ્રેમીઓની વાણી અને વર્તનમાં આવેશ સિવાય કશું દેખાતું નથી. શ્રી માંકડ પાસે ભાષાપ્રભુત્વ છે, વાણીનું લાલિત્ય પણ છે. આ ઉત્સાહી લેખક ખંતથી સાહિત્ય પાસના કરે તો ભવિષ્યમાં સારી કાવ્યકૃતિએ અવશ્ય આપી શકે. (આકાશવાણી મુંબઈ, ૧૭ ફેબ્રુઆરી, ૧લ્પ૮)