________________
ગ્રંથ-સમાલોચના
(ત્રણ વિશેષાંકે અને બીજા) આજની સમાલોચના માટે મળેલાં પુસ્તકમાંથી ત્રણ તે સામયિકના અંકે છે. શરૂઆતમાં એ અંકાની ટૂંકમાં સમીક્ષા કરી લઈશું.
બુદ્ધિપ્રકાશ'ને કટોબર-ડિસેમ્બર અંક જોતાં જણાય છે કે છેલ્લાં ૮૬ વર્ષ થયાં ગુજરાતી સાહિત્યદેવીની અવિચ્છિન્ને ઉપાસના કરતું અને ગુજરાતના સંસ્કારોને પોષતું આ પત્ર આજે ય સંગીન પ્રવૃત્તિ કરી રહ્યું છે. કાવ્ય, નાટક, ઐતિહાસિક સંશોધન, વ્યુત્પત્તિશાસ્ત્ર, રેખાચિત્ર વગેરે વિવિધ ભાતના લેખો આ અંકમાં મળે છે. પ્રેમાનંદને નામે ચડેલું રષદર્શિકા સત્યભામાખ્યાનનાટક કેશવલાલભાઈએ સંશોધિત કરેલા સ્વરૂપમાં “બુદ્ધિપ્રકાશ' ક્રમશઃ છાપે છે તેનો એક ખંડ આ અંકમાં મળે છે. સંશોધનકાર્યમાં સ્વ. કેશવલાલભાઈના પાંડિત્ય અને તુલનાશક્તિની જેને જાણ હશે તેને તો આ ઉલ્લેખ માત્રથી આ લેખની વિશિષ્ટતા સમજાશે. ડે. પીતામ્બરદાસ મીરા અને વલ્લભાચાર્ય એ બંને વચ્ચેનો સંબંધ કેવો હતો, તેઓની ભક્તિના સ્વરૂપનો ભેદ, મીરા' કે “મીરાં” આ બેમાંથી ખરું નામ કર્યું? મીરાની વ્યુત્પત્તિ શી ? વગેરે પ્રશ્નો પોતાના બે અનુવાદિત લેખમાં ચર્ચે છે. શ્રી રવિશંકર રાવળનું ભાવભીની વાણીમાં કલાકાર તપસ્વી નિકોલસ રોરીકના જીવનનું રેખાદર્શન, શ્રી કનૈયાલાલ દવેને “પાટણના ફારસી શિલાલેખો અને શ્રી બાપાલાલ વૈદ્યનો “કાલિદાસની વનસ્પતિ, આસિમ રાંદેરી વગેરે લેખો આ અંકને સમૃદ્ધ કરે છે. છેલ્લે ખાસ નિર્દેશ કરવાને લેખ તે શ્રી રામલાલ ચુ. મેદીને કાન્હડદેપ્રબંધ–સમીક્ષા અને પતિ “કાન્હડદે પ્રબંધ ને વ્યુત્પત્તિશાસ્ત્રની કસોટીએ ચઢાવતે, શબ્દના રૂપરૂપાંતરના ઈતિહાસને ઉકેલત,