________________
અર્વાચીનેમાં આઘ: નર્મદ
ઘડી ઘડી તડકો ને છાંયડે ફેરવાયે, ગરમીથી ઉકળાટ પ્રાણીને ભારી થાયે, અહિં તહિં બહુ દીસે દેડતાં અશ્વ કાળાં, સકળ જન કહે એ વૃષ્ટિના થાય ચાળા.”
આવું હદયંગમ અને તાદશ છતાં સરળ ભાષામાં યોજાયેલું વર્ષા-વર્ણન કોને ન ગમે?
“સરસ પવન રહાડે મંદ વાસીત આવે, સકળ વસ્તુ અંગે હાંસ આનંદ લાવે, વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી, નવલ જ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી–'
ઉનાળાના આ વર્ણનની સરળતામાં “વાસીત”, “સંધાં જેવા પ્રયોગો આજે આપણને જરૂર ખટકે.
ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભે નિરભયપણે એક સરખો.' દિસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હ્રદે ધ્યાન ધરત,
સવારે એકાંતે, કબીરવડ એ શોક કરતે * કબીરવડનું આ ચિત્ર તેમાંની ઉપમા–ક્ષિાની સહાયથી ઉપસાવેલું ગુજરાતી કાવ્યસાહિત્યમાં ચિરંજીવ બને તેવું છે. એ જ રીતે વિધવાની કરુણ દશા વર્ણવતા કાવ્યની પ્રથમ કડી જુઓ:
વહાલા, મુજને છોડી વહેલો ફહાં ગયો, આંખમાંથી જળની ધારી જાય ! ટહાડો વાઈ અંગે તાવ ધિકા રહ્યો,
લખ્યો આંક તે કેમ કર્યો ન ટળાય .” " . " વિધવાના હૃદયની દ્રાવક કરુણતા અને નિરાધારી કેવી સચોટતાથી પણ સીધીસાદી રીતે નિરૂપાઈ છે! એ જ નર્મદની