________________
અક્ષરા કલ્પનાશક્તિ અને શબ્દસામર્થ્ય તેમ જ પ્રૌઢિ માટે “નીતિ , વિશેની આ કડી જુઓ:
નીતિ તુબી ભાવસિબ્ધને તરાવે, તુફાની તરંગમાંથી, વાયુભયંકરમાંથી, ધારવાળા ખડકમાંથી ક્ષેમ તીરે લાવેનીતિ તબી........
પ્રેમશૌર્ય જેણે જીવનના સૂત્ર તરીકે સ્વીકાર્યા હતાં એ નર્મદ નિર્માલ્યતા, કાયરપણું, ગુલામી માનસ વગેરે અનિષ્ટનો કટ્ટર વિરોધી હોય અને એનો એ વિરોધ કાવ્યરૂપે વ્યક્ત કરે એ સ્વાભાવિક છે.
બરાને ના જોર બતાવે, મરદો બહાર આવો રે,
બરાં આગળ કરી બડાઈ, તેમાં શી મેટાઈ રે” એમાં પુરુષોના નમાલાપણાને તિરસ્કારતો કે
‘દાસપણું કયહાં સુધી કરવું દાસપણું કયાં સુધી એમ ગુલામીથી કંટાળીને અકળાતો કે,
બહેને તમે જ્ઞાન વધારે, ભૂડી રીતિ સુધારે,
શીખેથી સારાસાર સમજાયે, ઇંડાયે છંદ નઠારો” એવી સ્ત્રીશિક્ષણની અને ઉન્નતિની શિખામણ આપતે નર્મદ કેટલી ઊંચા માનવભાવના અને અભીપ્સાવાળો હશે એ કલ્પી શકાય છે. નવા જીવનદર્શનથી પ્રેરાયેલો આવેશશીલ, સ્વપ્નદ્રષ્ટા, સ્વદેશાભિમાની હોય અને સ્વદેશને ઉન્નત અને સમૃદ્ધ કરવા ઝંખે એ સ્વાભાવિક છે. “જય જય ગરવી ગુજરાત” એ ગુજરીગીતની રચનામાં કેવાં સ્વમાન, સ્વદેશગોરવ, સ્વદેશપ્રીતિ અને ઉલ્લાસ નર્મદે વ્યક્ત કર્યા છે. જીવનમાં સાહસ ખેડનાર નર્મદ સૌ કોઈને સાહસ તરફ ખેંચે અને ઉન્નત સિદ્ધિ–શિખરો સર કરવા પ્રેરે એમાં આશ્ચર્ય શું ?