________________
૫૦
અક્ષર આમ સહેતુક દષ્ટિએ લખાયેલી આ “આત્મકથા' સાહિત્યના પ્રકાર તરીકે આદર પામે તેવી ગુણ-સમૃદ્ધિવાળી છે. એ વિલક્ષણતા જ એની વિશિષ્ટતા છે. “આત્મકથાની પૂર્ણાહુતિ કરતાં ગાંધીજી કહે છે: “સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ છે, આજે લુંટી રહ્યો છું.” સહદય વાચક સહેજ ફેરફાર કરીને અવશ્ય કહી શકે, “મેં “સત્યના પ્રયોગોના વાચનમાં રસ લુંટયો છે, આજે લૂંટી રહ્યો છું.'