SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અક્ષર સંસ્કૃતિનું સંસ્કરણ અને અભિનવ અર્થદર્શન થઈ રહ્યું છે ત્યારે ગીતાનો જ આશ્રય પ્રધાનપણે લેવાતે નજરે આવે છે. લોકમાન્ય ટિળકે કર્મયોગને સિદ્ધાંત સમજાવી પ્રજાને તંદ્રામાંથી ઢાળવાને યત્ન કર્યો. ગાંધીજીએ અનાસક્તિયોગ અને અહિંસાના માર્ગનું. સમર્થન કર્યું, શ્રી અરવિંદે પૂર્ણ યોગનો પુરસ્કાર ગીતાને આશ્ચર્ય કર્યો. ગીતાને રાજધર્મના ગ્રંથ તરીકે ઘટાવવાનો પ્રયત્ન પણ થયે છે. શ્રી વિનોબાજી, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ વગેરે ગાંધીજીના દર્શનને અપનાવતાં મીમાંસકેએ ગીતા દ્વારા સર્વોદયને સિદ્ધાંત સમજાવ્યો છે. ભગવદ્ગીતા આવાં ભિન્ન વિભિન્ન અર્થદર્શનેને ઝીલી શકે છે કારણ કે, કાકાસાહેબે કહ્યું છે તે પ્રમાણે, “ ગીતાગ્રંથ એક જીવત વ્યક્તિ છે,' કેવળ ગ્રંથ નથી, માટે જ અન્ય ગ્રંથોની પેઠે ઐતિહાસિક મર્યાદાઓ તેને નડતી નથી. કેઈ પણ મહાન ગ્રંથ વિશે આ સાચું છે. કેઈ પણ મહાન ગ્રંથની મહત્તા તેમાં હાર્દિરૂપે વસતાં માર્મિક જીવનદર્શનમાં રહેલી હોય છે, અને તેથી જ શ્રીકૃષ્ણની પેઠે સમાધિ. યુને ગુઃ યુગે યુગે નવી નવી અર્થછાયાઓ ધારણ કરી શકે છે. ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દષ્ટિથી નવા અર્થે તેમાં જેવા એમાં સત્યનો દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા છે. ગીતાનું દુધામૃત પીને જેની મનોભૂમિકા બની છે અને પોષાઈ છે, તેને ગીતાના જેટલો જ વ્યાપક સંદેશ સમજાવીને કહેવાનો અધિકાર છે. આ શબ્દોમાં યુગાનુરૂપ અભિનવ અર્થ કે અર્થચ્છાયાવાળું ગીતાનું વિવરણ કરવાના અધિકારને ન્યાય દાવ કરીને કાકાસાહેબ ગીતાને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે નિરૂપે છે. ગીતાને સમાજજીવનના તેમ જ વૈયક્તિક જીવનના માર્ગદર્શક ગ્રંથ તરીકે સમજવી એ ગીતાના મૂળ ઉદ્દેશને અનુકૂળ જ છે. અર્જુનને વિષાદ અને શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ ઐતિહાસિક છે કે ન હે, કાકાસાહેબ તે એ પ્રસંગને રૂપકાત્મક જ માને છે. પણ જીવનમાં કર્તવ્ય-અકર્તવ્યની
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy