________________
આ
લેખોમાં “ગુજરાતી નાટચસાહિત્યમાં અભિનય નાટકનું સ્વરૂપ એ પ્રવચન નોંધના સ્વરૂપનો લેખ પ્રા. ઝાલાના વ્યાખ્યાનના ગુજરાતમિત્ર'માં છપાયેલા હેવાલ પરથી તૈયાર કરીને અહીં મૂક્યો છે. “સુન્દરમ'નું “મૃચ્છકટિક” એ લેખ તે ચુંમાળીસના ગ્રંથસ્થ વાલ્મયની સમીક્ષાના જ એક ભાગ રૂપે લખાયો હતો. સંજોગાવશાત એ સમીક્ષા અંશતઃ જ છપાઈ હતી, પરંતુ ત્યાર પછી એ લેખ સ્વતંત્રરૂપે લખાયો હતો. “શૈવલિની કે તટિની ?' તેમજ સંપેટવું” એ બંને વિશેના લેખો પત્રચર્ચા રૂપે પ્રસ્થાન માં છપાયા હતા. અવલોકનમાં પ્રા. ઝાલાનું વલણ ઘણીવાર વિચારભેદના મુદ્દાઓને વધારે સ્પષ્ટ રીતે રજૂ કરવાનું રહ્યું છે. તેની પાછળ કદાચ, સદ્ધાંતિક મતભેદ એ શાસ્ત્રવિકાસને પાયો છે એવી એમની માન્યતા કારણભૂત હશે.
આ લેખના પ્રકાશનની વિગતો પાળવામાં સંપાદન સમિતિના સભ્યો ઉપરાંત પ્રા. કુ. નીના ભાવનગરી તથા કુ. હર્ષા ભાવનગરીએ ઘણી મદદ કરી છે. તેમના તેમ જ આ સંગ્રહની પ્રેસ કાપી તૈયાર કરી આપનાર કુ. પુર્ણિમા ભગતજીના અમે આભારી છીએ. આ લેખને પ્રકાશિત કરનાર સામયિકોને તેમજ પ્રસારિત કરનાર “આકાશવાણીને પણ આ તકે અમે આભાર માનીએ છીએ. આ લેખેના પ્રકાશનનું કાર્ય સ્વીકારવા માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી ધનજીભાઈનાં પણ અમે આભારી છીએ. આ પ્રકાશનકાર્યમાં અમને જે જે વડીલે, વિદ્વાન અને પ્રા. ઝાલાના મિત્રો-વિદ્યાથીઓ-પ્રશંસકો વગેરેનાં માર્ગદર્શન અને સહકાર સાંપડયાં છે તેઓના પણ અમે આભારી છીએ. ' પુસ્તકમાં કેટલાક મુદ્રણદોષો રહી ગયા છે, તે માટે વાચકોની ક્ષમા માગીએ છીએ.
રમણલાલ ચી. શાહ
અધ્યક્ષ પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક સમિતિ