________________
નિવેદન
સ્વ. પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાના ગુજરાતી સાહિત્યને લગતા લેખાનો આ સંગ્રહ “અક્ષરા' પ્રકાશિત થતાં મારક સમિતિનું એક વધુ લક્ષ્ય સિદ્ધ થાય છે. આ પહેલાં પ્રા. ઝાલાને સંસ્કૃત સાહિત્ય વિષયક લેખોનો સંગ્રહ “નરાજના સૂરતના ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન તરફથી પ્રકાશિત થઈ ચૂક્યો છે. એમના અંગ્રેજી લેખોનો સંગ્રહ તથા એમની સંસ્કૃત રચનાઓને સંગ્રહ સમિતિ તરફથી હવે પછી પ્રકાશિત થશે.
પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનું લખાણ ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં લેખો-કાવ્યો-વાર્તાલાપ –અવલોકન-ન ઈત્યાદિ રૂપે ઘણાં સામયિકામાં વર્ષો સુધી પ્રગટ થયા કર્યું હતું. એની કોઈ સંપૂર્ણ યાદી ઉપલબ્ધ નથી. તેમ છતાં એમનાં, સ્વજને, મિ અને વિદ્યાર્થીઓની સહાયથી એ યાદી અમે યથાશક્ય તૈયાર કરી. એમાંથી સંસ્કૃત સાહિત્યને લગતા ગુજરાતી લેખ “નીરાજના' નામના ગ્રંથરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા. તે પછી ગુજરાતી સાહિત્યને લગતા વિવેચનલેખોનો આ સંગ્રહ અમે તૈયાર કર્યો છે. એ તૈયાર કરવામાં મુ. શ્રી હીરાબેન પાઠક, પ્રા. રાજેન્દ્ર નાણાવટી, ડો. મીનળ વેરા વગેરેએ ખૂબ પ્રેમથી પરિશ્રમપૂર્વક કામ કર્યું છે. તેઓ અમારી
સ્મારક સમિતિના તથા અમારી સંપાદન સમિતિના જ સભ્ય છે, તેથી એમને આભાર માનવાને ઉપચાર કરવાનું ન હોય.
આ સંગ્રહમાં લેખને જે ક્રમ રાખ્યો છે તે અંગે થોડીક સ્પષ્ટતા આવશ્યક છે. પંડિત પેઢી અને તેમાંયે ગોવર્ધનરામ જેવા લેખક પ્રા. ઝાલાના સવિશેષ અભ્યાસ-આકર્ષણનું કેન્દ્ર હતા. તેથી એમને વિશેના લેખોથી સંગ્રહનો આરંભ કર્યો છે અને પછી વ્યક્તિ, તત્વચર્ચા, પ્રવાહદર્શન. સાહિત્યપ્રકારો ઇત્યાદિ વિશેના લેખોનો ક્રમ રાખે છે. તે પછી પ્રસ્થાની સમીક્ષાઓ અને કેટલાંક કાવ્યોની સૂક્ષ્મ વિગતોની ચર્ચાઓ છે. ભાષાશાસ્ત્ર તથા શબ્દચર્ચાના લે છેલ્લે મૂક્યા છે.