SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અક્ષરો તેમાં આખી વાર્તાને પોતાના વર્ચસ્વથી અજવાળી દે તેવું એકેય લક્ષણ નિરૂપાયું નથી. - જનમટીપ–ઈશ્વર પેટલીકરની આ નવલકથા આ વર્ષની ઉત્તમ નવલકથાઓમાંની એક છે. ગ્રામજીવન એાળખવાના અને ગ્રામજનના સદસદાવેશને વાર્તારૂપે નિરૂપવાના ઘણાખરા પ્રયાસ કલ્પનાને ઘોળી ઘળી કરાય છે, તેથી સૂક્ષ્મ દૃષ્ટિને તેની કૃત્રિમતા નજરે પડ્યા વિના રહેતી નથી. આ વાર્તામાં ખેતરની ખુબ મહેકે છે, ગામડાની માનવતાના ધબકાર સંભળાય છે. નિરક્ષર કે અશિષ્ટ ગણાતા વર્ગોમાં પણ સ્વમાન, દાક્ષિણ્ય, કર્તવ્યનિષ્ઠા વગેરે ગુણો શિષ્ણવર્ગ કરતાં 'ઓછા તે નથી જ, ઊલટું ભાવસંશુદ્ધિ (sincerity ) યુકત હોવાથી શિષ્યોના ઉપચાર કરતાં વધારે ગૌરવવાળા છે. પ્રસંગે અને પાત્રોને અયનસિદ્ધ ઉપકાર્ય–ઉપકારકભાવ, શબ્દચિત્રો અને વર્ણનેની મોહક સ્વાભાવિકતા, સુકુમાર કલ્પનાની દૂફથી ખીલતું જતું વસ્તુ, સ્પષ્ટ રેખાઓથી અંકિત અને વ્યક્તિત્વવાળાં પાત્રોનું સંર્જન ઈત્યાદિ ગુણમંડિત આ વાર્તાને સૌથી મોટો ગુણ છે ભાષા અને શૈલીનું ચતુરર્સ, ઔચિત્ય. ગામઠી શબ્દો, ઉક્તિઓ અને લહેકાઓથી. સંવાદમાં અસાધારણ તાજગી અને માર્મિકતા આવ્યાં છે. લેખકની કથનશૈલી પણ સંવાદોનાં ભાષા અને મરોડ સાથે એકરસ થઈ વાતાવરણની જમાવટમાં સાહાસ્ય કરે છે. પેટલીકરની શૈલી વાર્તાનાં વસ્તુ . જેવી નિરાબર છે. સંઘર્ષણ અને સૂચનો પ્રયોગ લેખક સૂક્ષ્મ ઔચિત્યથી કરે છે. એક ‘અભાગિયા દાડા માં ગાકળિયા જેવા કુટુંબમાં કેટલો કલહ અને અશાંતિ આવી પડે છે! પહેલા પ્રકરણમાં ટૂંકી વાર્તા જેવું તસતસતું વસ્તુનિરૂપણ છે, ખેતરમાં ચંદા-ભીમાની પ્રેમમસ્તીના પ્રાણવાન પણ કલામય વર્ણનથી આપણને સહજ થઈ આવે છે કે બહુ હસવું તે રડવા માટે–અને તરત જ અનેક કારણે બને છે પણ તેમજ વાર્તા કે નાટકના લેખકની શક્તિનું માપ નિર્વહણમાં નીકળે છે. વાર્તાને સમુચિત ઉપસંહાર કરવાની બાબતમાં સમર્થ લેખકને પણ મૂંઝાવું પડે છે. પેટલીકરની આ વાર્તામાં
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy