________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય
૧૨૫ નિર્વહણનાં બીજ તો પેઢીઓ પહેલાં નંખાઈ ગયાં છે. એટલે અનુકૂળતા સાંપડતાં જમીનમાંથી બીજની પેઠે એ ફૂટી નીકળે છે. ખોળિયું ત્રાનું પણ આત્મા પુરુષને પામેલી, સ્વમાન, સમજ અને કર્તવ્યના અપૂર્વ ભાનવાળી ચંદા જીવન જીવી જાણે છે. લેખકે પણ “જનમટીપ'નાં વર્ષ પૂરાં થયે ભીમા–ચંદાનું મિલન દર્શાવ્યા પહેલાં વાર્તા સમેટી લેવામાં ચંદાના પાત્રને પુરો ન્યાય કર્યો છે.
ક્રાન્તિનાદ (પૂર્વાર્ધ)-આપણે પ્રજાના પુનરુત્થાન અને સ્વાતંત્ર્યની અદમ્ય ભાવનાની સિદ્ધિને જીવનય ગણું તે કાર્યમાં પિતાનું જીવન સર્વસ્વ હોમવા તત્પર થયેલા સાથીઓની કથા કહેતી આ નવલકથા ઉપર '૪૨ની લડતની અસર થયેલી જણાય છે. સ્વાતંત્ર્યના યુદ્ધમાં હિંસાનું સ્થાન શું ? અંગ્રેજ સત્તાને વિનાશ કરવામાં અંગ્રેજ સ્ત્રી-પુરુષ સાથે વૈરભાવની વૃત્તિ રાખવી કે સમભાવની ? સ્વાતંત્ર્ય મળ્યા પછી અંગ્રેજો સાથે વેપારઉદ્યોગ વગેરે વિષયમાં કેવો સંબંધ રાખે ? આ પ્રશ્નો 'રથી વધારે સ્પષ્ટ રીતે ચર્ચાવિષય બન્યા છે. અને તેને સ્પર્શ વાર્તામાં કરાય છે. વાર્તાનું કાઠું ગાંધીજીના અહિંસાવાદ ઉપર ઘડાયું છે. અને વીસમી સદીના પહેલા દસકામાં સ્વાતંત્ર્યની લડતમાં આ વાદનો ઉલ્લેખ કાલવ્યુત્ક્રમ જેવો ભાસે છે. વાર્તા ક્રાંતિનાં આંદેલને જગાવવાના પ્રયાસોના નિરૂપણથી લખાઈ છે. એટલે કથનરીતિ કરતાં કથયિતવ્ય પ્રધાન બન્યું છે. પાત્રો (કાલિન્દી સિવાય) અને પ્રસંગે આમ ગૌણ બની જાય છે. આ નવલકથાના ઘડતરમાં દશકુમારચરિતની વિક્ષિપ્તતા (discurtiveness) છે, પણ પ્રકીર્ણ જેવા લાગતા પ્રસંગેની પાછળ રહેલી કાન્તિની પ્રબળ ભાવનાથી એકતાની ઝાંખી થાય છે. સૂક્ષ્મદશી, વ્યવહારપટ, નીડર અને ભાવનાશીલ કાલિન્દી કોઈ ગૂઢ શક્તિની પેઠે પોતાના સાથીઓને લોકજાગૃતિના કાર્યમાં પ્રેરી રહી છે. કલન જેવી યુવતીઓ પણ “સ્વાર્થ પહેલાં સેવાની ભાવના ઝીલે છે. વર્ણનલાઘવ અને સવાદની માર્મિકતા છે, પણ નિરૂપણમાં ઊંડાણ નથી. રણજિતનું