SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૨૩. જોતાં આ ૧પર પાનાની વાર્તા સ્ત્રીની આઝાદી માટે “બેઠો બળવો” જગાવવા માટે લખાયેલી પ્રચાર-પત્રિકા છે. આટલું કહીએ એટલે આ વાર્તાના ગુણદોષને ખ્યાલ પણ આવી જાય છે. સમાજના બંધારણમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધાથી કચડાયેલી અને દંભ, લોભ અને વાસનાથી છલોછલ ભરેલા પુરુષના પાશમાં સપડાયેલી સ્ત્રીના. ઉત્થાનની હાકલ આ વાર્તા નાખે છે. લેખક સમાજ, ધર્મ અને પ્રતિષ્ઠિત ગણાતા પુરુષે ઉપર પુણ્યપ્રકોપનો લાવા વહેતે મૂકે છે. 'તીણા વેધક કટાક્ષ કે ઉપહાસ દ્વારા સ્ત્રીઓને થતા અન્યાયને ઉઘાડે. પાડે છે. ચૌદ-પંદર વર્ષની નિર્મળાનાં પ્રભાવવાળાં ભાષણોમાં શ્રી જયભિખુ ને અવાજ વર્તાય છે. શ્રી “જયભિખુની વાર્તાકલાના દર્શન માટે વાચકે તેની અન્ય કૃતિઓ તરફ વળવું પડશે. રાજલક્રમી-કેવળ ઉચ્ચ આદર્શો માટે ઉત્કટ અભિનિવેશ વાર્તાલેખન માટે પર્યાપ્ત નથી એ સત્યનું નિદર્શન પ્રહલાદજી બ્રહ્મ ભટ્ટની આ નવલકથા છે. વાર્તામાં લાગણીવેડાના ઊભર છે. પાત્ર-- સર્જન કૃત્રિમતાભય અને તદ્દન છીછરું છે-“પાત્રોને જે રીતે ન્યાય અપાયો છે તેથી મને સંતોષ થયો છે” એમ લેખકની પ્રતીતિ હેવા છતાં ભાભી અને દિયરના પરસ્પર સ્નેહનું દર્શન પોલું અને અપ્રતીતિકર છે, એ સંબંધની ગાઢતા દર્શાવવા માટે આવશ્યક કલ્પનાસામર્થ્ય કે નિરૂપણશક્તિ લેખક દાખવી શક્યા નથી. દિનેશના પાત્રની ગ્રંથિ તો લેખક પણ કળી શકયા લાગતા નથી ! ઉમરલાયક, થયેલો, રંભા સાથે પ્રેમચેષ્ટામાં પડેલે, છતાં નિરુઘોગી રહેતા દિનેશ (મનમોહન સાથેના પ્રસંગને બાદ કરતાં) ક્ષણભર પણ વાચકોને સમભાવ મેળવી શકતો નથી. તે રાજલક્ષ્મીને પરણે છે તે માટે તેણે લેખકનો જ આભાર માનવાનો છે ! સુરેખામાં સ્ત્રીહદયનાં કોમળતા. અને માધુર્ય છે, પણ તે જેટલી ઉદાર છે તેટલી વ્યવહારદક્ષ નથી. રાજલક્ષ્મીનું માત્ર તે કથાના બે તૃતીયાંશ ભાગ પછી પ્રવેશે છે,
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy