________________
૮૪
અક્ષર હેવા છતાં વૈયક્તિક ભિન્નતાવાળું હોઈ શકે. જીવનને સંવેદનમાં અને અર્થદર્શનમાં વૈયક્તિક ઈષ્ટ કે રચિભેદ નિયામક બને છે અને તેથી દેવ-ભક્તિની પેઠે આ જીવનભક્તિ પણ નવધા બને છે. એટલું જ નહિ, પણ દેવ-ભક્તિ જેમ શત્રુભાવે પણ શક્ય બનતી પુરાણે વર્ણવે છે તેમ અતિ ઓજસ્વી કે સ્વતંત્ર ભાવનાશીલ કવિનું . જીવન-દર્શને વિરોધી નહિ તે વિલક્ષણ પણ બની શકે. આવા ક્રાન્તદ્રષ્ટાઓ જીવનના નિરૂપણ માત્રથી સંતોષાતા નથી, એ જીવનવિધાયક પણ બને છે. કાવ્ય કે સાહિત્ય જીવનનું પ્રતિબિંબ માત્ર હોત તે સાહિત્યવ્યાપાર બહુ તે એક ઉપયોગી પણ ગૌણ કક્ષાને વ્યવસાય બની જાત. પણ જીવનનાં વહેણોને પરખવાં એટલું જ નહિ પણ એને પોતાને અભિમત દિશામાં વાળવાં એ કર્તવ્ય પણ કવિને શિરે રહ્યું છે. અને કંઈક આવા જ અર્થમાં લેડ ટેનિસનની પંક્તિએ
For he sings of what the world will be
When the years have died away.' (The Poet's Song) વધારે ચરિતાર્થ બને. .
૧૯૦૧ની સાલની મર્યાદા આકસ્મિક અને સ્કૂલ ગણતરીની દષ્ટિએ રવીકારાઈ છે. કારણ કે ઈ. સ. ૧૯૦૦ની સાલ પછી પણ લાંબા કાળ સુધી સર્જન-પ્રવૃત્તિ કરનારા નરસિંહરાવ, કાન્ત, નહાનાલાલ, બળવંતરાય ઠાકર વગેરે કવિઓની કાવ્ય-પ્રવૃત્તિ તો ત્યાર પહેલાં આરંભ પામી ચૂકી હતી. તેમ ૧૯૦૧ના વર્ષમાં કેઈ અપૂર્વ અભિનવ બળ પ્રજાજીવનમાં કે સાહિત્યમાં ઉદ્ભવ્યું નથી, જેને કારણે આ સાલને મહિમા ગાઈ શકાય. છતાં ૧૮૮–૮૮માં આરંભાયેલું. શ્રી ઠાકોરનું “આરોહણ” કાવ્ય ૧૯૦૧માં પ્રકાશન પામ્યું એ નોંધપાત્ર હકીકત છે. એ કાવ્યમાં વ્યક્ત થયેલાં મનોમંથન અનેક અંતરાય નડવા છતાં પણ ઊર્ધ્વગમન માટેની ઝંખના અને પરમ શાંતિમય તરવના અસ્તિત્વમાં શ્રદ્ધા વગેરે લક્ષણે એ કાળના પ્રજામાનસનાં