________________
૯૩
ર રૂપક વિષે કંઈક કહેવામાં આવે છે. રૂપ અને રૂપક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે સમજી લેવો જોઈએ. “રૂ૫ માં “ દશ્યમાનતા” હોવી જોઈએ. ભજવવાને યોગ્ય અને તેથી “ દશ્યમાન બનતાં નાટકોને “રૂપ'ની કટિમાં મૂકી શકાય. “રૂપક માં દેખીતી રીતે જ “રૂપ ' અંશ રહ્યો છે પણ તે અંશ રૂપક માટે પર્યાપ્ત નથી. તેથી જ વ્યાકણશાસ્ત્રની દૃષ્ટિએ સંદિગ્ધ કે અશુદ્ધ છતાં નાટયશાસ્ત્રની દષ્ટિએ માર્મિક “આપણ” સાથે રૂપકને સંબંધ કઃપવામાં આવ્યો છે, તેથી જ્યાં આરોપણ હોય તે રૂ૫ક. નટ રામની ભૂમિકા ભજવતા હોય ત્યાં નટ ઉપર રામનું આરોપણ છે માટે તે રૂપક કહેવાય. આ વાતને બીજી રીતે સ્પષ્ટ કહીએ તે, જયશંકર જયશંકર તરીકે તખતા ઉપર આવે તે તે “રૂપ” કહેવાય પણ “રૂપક' ન કહેવાય. જયશંકર “સુંદરી” ત કે આવે કે કોઈ અન્ય પાત્રની ભૂમિકામાં આવે ત્યારે “રૂપક' કહેવાય. રૂપકમાં રૂપ-(દશ્યમાનતા) અંશ કરતાં આરોપણ (Superimposition) અંશ પ્રધાન છે, જેને લીધે તે રેપ અને રૂપક એવાં બે ભિન્ન નામે પ્રચલિત થયાં છે. “પક”ને “આરોપણ સાથે જોડવામાં ધનંજય એકલો નથી એ તો તત્ સૂવારે જાનું એવું સાહિત્ય દર્પણકારે આપેલું લક્ષણ સિદ્ધ કરે છે.
આ ભેદ ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તે રેડિયો રૂપકને “રૂપ” ન કહી શકીએ તે સાચું; પણ “રૂપક' તે અવશ્ય કહી શકીએ, કારણ કે તેમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી ભૂમિકાઓમાં રજૂ થાય છે–વ્યક્તિઓ ઉપર પાનું “આરોપણ” હોય છે. શ્રી બરકત વિરાણી -બરકત વિરાણી તરીકે રેડિયો દ્વારા બોલે છે અને સિદ્ધરાજ જેવા પાત્ર તરીકે પણ બોલે છે. વ્યક્તિ એક જ હેવા છતાં, પહેલા પ્રકારમાં આરોપણ નથી એટલે એ “રૂપક' નથી (“રૂપ” તે નથી જ), જ્યારે બીજા પ્રકારમાં આરોપણ છે એટલે એ “રૂપક” છે. ત્રીસ વરસના બરકત વીસ વરસના બરકતની રજૂઆત કરે-રેડિયો દ્વારા કે તખ્તા ઉપર, તે ત્યાં રૂપક છે.