________________
વાર્તાવિચાર પણ તેની અસર તે તે વાચકના ચિતંત્ર કે અધિકારને અનુસરીને જુદી જુદી થાય એ દેખીતું છે. આવી પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટપણે સમજાશે અને તે એ કે વાર્તાકારનું પોતાનું મંતવ્ય કે દર્શન એ વાર્તામાં કયા પ્રકારનું રહ્યું છે, તે શું કહેવા માગે છે, કયા સંજોગોમાં કયા પ્રેરકબળને વશ થઈને એને વાર્તા લખવા માટે પ્રેરણા મળી વગેરે વિગતો જે આપણે જાણી લઈએ તે વાર્તાકારને અને વાર્તાને ન્યાય આપવાનું કાર્ય સહેલું થઈ પડે.
ટૂંકી વાર્તાનું મુખ્ય લક્ષણ ટૂકાપણું, સંક્ષિપ્તતા છે. જો કે લાંબાપણા અને ટૂંકા પણ વિશે જુદા જુદા ખ્યાલને અવકાશ છે. તેથી જ ચાર પાનાંની ટૂંકી વાર્તા હોય તેમ ચાલીસ-પચાસ પાનાંની પણ હોય. આ બાહ્ય મર્યાદામાંથી જ ટૂંકી વાર્તાનાં કેટલાંક અત્યંતર લક્ષણો ઉત્પન્ન થાય છે. ટૂંકી વાર્તા સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે, અને તેથી નવલકથા કે બીજાં કલાસર્જનની પેઠે ટૂંકી વાર્તા પણ સ્વયંપર્યાપ્ત કલાસર્જન છે. નવલકથાનાં પાંચ-સાતસો પાનાંના વિસ્તીર્ણ પટમાંથી જે સ્વયંપર્યાપ્ત કલાસૌન્દર્યાનુભવ થાય છે તે સ્વયંપર્યાપ્ત સૌન્દર્યાનુભવ ટૂંકી વાર્તાએ પોતાના સાંકડા વિસ્તારમાં કરાવી રહ્યો. તેથી ટૂંકી વાર્તા જીવનના વિશાળ અને સંકુલ પટને બદલે એકાદ પ્રસંગ કે પાત્ર કે અંશને વિષય તરીકે સ્વીકારી શકે. નવલકથામાં અનેક પાત્રો આવી શકે, તેમના જીવનના ભિન્ન ભિન્ન પ્રસંગે મોકળાશથી વર્ણવી શકાય અને લાંબે ગાળે એ પાત્રોની પરિસ્થિતિ કે વ્યક્તિત્વમાં કેવાં પરિવર્તન થયાં કે ન થયાં એ દર્શાવી શકાય. ટૂંકી વાર્તામાં આ બધું અશક્ય છે. એમાં એક જ પાત્રનું પણ સમગ્ર દષ્ટિએ નિરૂપણ કરવું અશક્ય બને. એ પાત્રના હૃદયની કે મનની કે વ્યક્તિત્વની એકાદ રેખા, એકાદ ગુણદોષ કે કંઈ લક્ષણ ઉપર જ મીટ માંડીને એને જ કલાત્મક રીતે ઘૂંટવી રહી. આ રીતે ટૂંકી વાર્તાના લેખકની સ્થિતિ મુંબઈની બે એરિડીમાં વસતી સુઘડ ગૃહિણી જેવી છે. બે નાની એારડીમાં આખું ઘર વસાવી દેવું, એક