________________
૧૦૦
અક્ષર એક ખૂણે અને ખીંટી કામમાં લેવાં, ટુવાલ ટુવાલને સ્થાને જ રાખ, અને ટેબલકલેથ ટેબલકલોથને સ્થાને જ. સંકડાશમાં પણ સુઘડ સ્ત્રી આમ ઘરની સંપૂર્ણ વ્યવસ્થિતતા અને સુંદરતા સજી દે છે, તેવી જ રીતે મર્યાદિત વિષય લઈને ટૂંકી વાર્તા લેખક સુંદર સમગ્ર કલાકૃતિ સર્જે છે.
લાંબી કે ટૂંકી વાર્તામાં હમેશાં અપેક્ષા, કુતૂહલ, વાંકવળાંક, વિરોધ વગેરે તો અવશ્ય જાવાં જોઈએ. આ તો ન હોય તે વાર્તાને પ્રવાહ એકધારો અને તેથી માળા બની જવાને ભય રહે. ટૂંકી વાર્તાની ગૂંથણ જેટલી ટૂંકી અને જેટલી,શ્લિષ્ટ તેટલી વેધક હોવી જોઈએ - જેમ વાર્તાને આરંભ તેમ વાર્તાને અંત પણ વસ્તુને સંગત તેમ જ પોષક હોવો જોઈએ. ટૂંકી વાર્તામાં કોઈપણ અંશ નબળા, મેળા કે નિરર્થક ન હોવો જોઈએ.
કી વાર્તાનું શીર્ષક પણ વાર્તાના અંગ જેવું બની રહેવું જોઈએ. જેમ માળામાં મણકાઓ પરોવીને બંને છેડા ગાંડીને મેર બાંધવામાં આવે છે, તેમ આદિ ને અંતને સાંકળી લઈ એક સૂત્રત્વનું ભાન કરાવનાર મેર તે ટૂંકી વાર્તાનું શીર્ષક. મેરને પકડી રાખે એટલે આખી માળાનું ગુરુત્વબિંદુ ( centre of gravity) પકડાઈ જાય છે અને બધા મણકા પોતપોતાને સ્થાને સમાંતર બની રહે છે, તે રીતે શીર્ષક પણ વાર્તાનું હાર્દ રજૂ કરી દરેક અંગઉપાંગને આવરી લેતું દેવું જોઈએ. (જીવનમાધુરી. સપ્ટેમ્બર ૧૯૬૧)