________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય
(લલિત વિભાગ) नितान्तरम्यामरभारतीसरित्प्रमातृके वारिणि गुजरीगिरः ।
सरस्वतीपादपयोगसौरभं निषेव्य चित्तं तव भजु गुज्जतात् ॥ સન્નારીઓ અને સંગ્રહસ્થો,
આરંભમાં ગુજરાત સાહિત્યસભાએ આ વરસની “સમીક્ષા અને લલિત વાલ્મય વિભાગ મને સોંપ્યો તે બદલ સભાની સમિતિના હદયોદ્ગત આભાર માનું છું. મારા જેવા ગુજરાતીમાં બહુ ન લખનારની આ કાર્ય માટે વરણી કરવાની જવાબદારી વહોરી લઈને પણ સમિતિએ મારામાં જે શ્રદ્ધા દાખવી છે તે શ્રદ્ધાબળથી પ્રેરાઈને આ કાર્ય મેં સ્વીકાર્યું છે. યથાશક્તિમતિ કરેલા આ પ્રયત્નમાં તમને સંતોષ આપવાનું સામર્થ્ય હોય તે તે સાહિત્યસભાની સમિતિને આભારી છે એમ માનશે; ગુટિઓ કે ક્ષતિઓ હોય તે તે મારી પોતાની છે; આટલું શરૂઆતમાં કહી દેવાનું ઉચિત ધારું છું. " આ વરસે લલિત વિભાગમાં સમીક્ષા માટે આવેલાં પ્રકાશનની સંખ્યા ૫૮ છે. ગયે વરસે આ વિભાગમાં કેટલાં પ્રકાશને આવ્યાં હતાં તે મારી જાણમાં નથી, એટલે ગયા વરસ કરતાં આ વરસે સાહિત્યના ફાલમાં કંઈ વધઘટ થઈ છે કે કેમ તે કહેવું અશક્ય છે. નિરપેક્ષ દૃષ્ટિએ જોતાં આખા વરસની આપણી સર્જનપ્રવૃત્તિ પચાસેક જ ફળ આપી શકે તે કઈ રીતે આનંદનું કારણ ન જ ગણાય. પણ તમે સૌ જાણો છો કે આ માટે બાહ્ય પરિસ્થિતિ મુખ્યત્વે જવાબદાર હોવાનો સંભવ છે. ૧૯૪૪ની સાલ દરમિયાન વિશ્વવિગ્રહ પૂરપાટ ખેલાઈ રહ્યો હતો. એ વિગ્રહને પરિણામે અનેકાનેક નિયંત્રણ