________________ 14 અક્ષરો કરવાનું જોખમ શા માટે વહેરવું? આ પ્રશ્નોનું સમર્થ નિરાકરણ રસ અને જ્ઞાનના નિધિસમી ચંદ્રાવલી આપે છે: સરસ્વતીચંદ્ર અને કુમુદ વચ્ચે જે સૂક્ષ્મ પ્રીતિ ઉત્પન્ન થઈ હતી તેવી પવિત્ર અને “પરસ્પર શરીરને દૂર રાખનારી પણ દષ્ટિ યોગ અને મનઃસંયોગનું રક્ષણ કરનારી” પ્રીતિને સંતૃપ્ત કરવા માટે કયો માર્ગ લે યોગ્ય છે તેની પરીક્ષા કરવાના હેતુથી જ સાધુમંડળે એ બંનેના સમાગમ-પ્રસંગની યોજના કરી છે. જો એ પ્રસંગ ઉપરથી જણાય કે પરસ્પર સંકળાયેલા ઉરતંતુઓ સહેલાઈથી અળગા થઈ શકે તેમ નથી અને સ્થળ કામને અવકાશ અપવાની આવશ્યકતા છે તો વિહારમઠમાં એ બંને દામ્પત્ય-જીવન ગાળી શકે, અને નહિતર કેવળ સુક્ષ્મ પ્રીતિનું પરિશીલન થઈ શકે. આવા સમાગમમાં કુમુદના હૃદયને, પતિપ્રેમને કે પતિવ્રતાધર્મને બાધ આવશે કે કેમ તે કુમુદે નક્કી કરવાનું છે. આવો સમાગમ અલખ-સંપ્રદાયની દૃષ્ટિએ અધમ્ય નથી કારણ “અમારા ન્યાયથી તે તમે એના મન્મથાવતારે વરાવેલા શુદ્ધ અને એક પતિ છે, અને એના શરીરના પતિને તો અમે જાર ગણુએ છીએ. આ સમાગમ જો સરસ્વતીચંદ્ર કુમુદ પ્રતિ કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત્ત ગણી શકાય અને એ બંનેની આંતરપ્રીતિ સત્ય હોય તે તો આ સમાગમ કર્તવ્યરૂપ થાય છે, અને તેમાં આનાકાની કરવી એ જ્ઞાનવીરને અણછાજતું છે. પણ, સરસ્વતીચંદ્રને શમ-સુખ અને પરમતત્વનું જ્ઞાન મેળવવાની અભિલાષા હોય અને તે કારણે એ કુમુદની સાથે પ્રસંગ ન પાડવા ઇચ્છતા હોય તે–ચંદ્રાવલી સ્પષ્ટ કહે છે–સરસ્વતીચંદ્ર હજી અલખ માર્ગને યોગ સમજ્યો નથી. અલક્ષ્યની ઉપાસના કરવા ખાતર લક્ષ્યનો તિરસ્કાર કરવો એ અલખયોગનો માર્ગ નથી. સંસારમાં રહેવું અને શમ–સુખ પામવું, રાગ-દ્વેષ વિના ઈન્દ્રિ વડે વિષયને ચરવા પણ ઇન્દ્રિયોને વશ ન થવું, “કામકામી' ન થવું તેમ “કામ-લી” પણ ન થવું–આવો નિષ્કામ કર્મવેગ આચરવો