________________
• “મસ્યગન્ધા અને ગાંગેય
૧૪૭. “ભીષ્મ' એ સુવિદિત નામ છોડીને “ગાંગેય” શા માટે પસંદ કર્યું હેય? વળી આખા નાટકમાં ગાંગેય તે “ગાંગેય'ના નામથી જ આવે છે. છેલ્લા પ્રવેશ સિવાય નાટકના અંતમાં ગાંગેય કેવળ ગાંગેય મટી-જે કે ગંગા જેવી માતાના અનુરૂપ પુત્ર થવું અને તે પુત્રત્વને દીપાવવું એ કંઈ નાનીસૂની વાત નથી–ભીષ્ય બને છે.
આ ઉપરથી એમ જણાય છે કે કર્તાનો ઉદ્દેશ ભીષ્મની ભીષ્મતા સમજાવવાનો છે. ખરે, મહાભારતમાં જ ભીષ્મ “ભીષ્મ શા માટે કહેવાયા તે સમજાવવામાં આવ્યું છે, અને કર્તાએ એ પ્રસંગનો ઉપયોગ ઉપર જણાવ્યા પ્રમાણે આ નાટકમાં કર્યો જ છે. છતાં કર્તા કંઈક જાણે મહાભારતમાં દર્શાવેલી ભીષ્મની ભીષ્મતાથી અસંતુષ્ટ રહ્યા હોય, અને તેમાં રહેલી ઊણપ પુરી દેવા ઝંખતા હોય, અને તેથી કલ્પનાની પાંખો ઉપર ઊડી ભીષ્મની ભીષ્મતાનું યથાર્થ સ્વરૂપ શોધવા નીકળી પડયા હોય તેવું લાગે છે. કલ્પનાની મદદથી મહાભારતનો સાદો પ્રસંગ ઓર રૂપ પામે છે અને સરવાળે ભીષ્મનું ભમત્વ ભીમતર બને છે.
કલ્પનાશક્તિથી કર્તાએ અનેક પ્રસંગે ઊભા કર્યા છે. રાજકુમાર ગાંગેય મૃગયા કરવા ગયા હતા તેવામાં તેણે મુખમાં વસ્ત્ર લઈ નાસતો. એક વાઘ જે. વાઘને મારી ગાંગેય જે દિશામાંથી તે વાઘ આવ્યો હતા તે દિશા તરફ જાય છે, અને એક સુંદર સરોવરમાં નહાતી એક “સ્વર્ગની સવાર જેવી વિમળ તેજરેખા' યુવતીને જુએ છે. તેને જોતાવેંત તેના હૃદયમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. યુવતી એવી શરત કરે છે કે હું બે વરસ સુધી તપ કરવાની છું. તે દરમિયાન તમારે મારું નામ કે કુળ પૂછવું નહિ, તે ઉપરાંત જો કોઈ મનુષ્ય ન કરેલું તમે કરી બતાવશે તે હું તમને વરીશ. આ કલ્પિત સંગેની frame માં કર્તાએ મહાભારતની ઘટનાની છબી મઢી છે. આથી નાટકની વસ્તુનું સ્વરૂપ અતિ તીવ્ર (full of tension)