________________
૧૪૬
અક્ષા
પ્રસિદ્ધ હાવાથી તેની ઓળખાણુ આપવાની જરૂર ભાગ્યે જ રહે. ભીષ્મના નામથી કયા હિન્દુ અજાણ્યા હાઈ શકે ? - મત્સ્યગા અને ગાંગેય'માં ભીષ્મ મુખ્ય પાત્ર છે. મહાભારતમાં ભીષ્મ સંબધે જે માહિતી મળે છે તેને લક્ષીને કર્તાએ આ નાટક રચ્યુ છે, હસ્તિનાપુરમાં શન્તનુ નામે રાજા હતા. તે ગગાને પરણ્યા હતાં. ગગાને પેટે તેને પુત્ર અવતર્યા હતા અને તેનું નામ દેવવ્રત હતું. દેવવ્રત પરમ પિતૃભક્ત હતા. એક વખત શખ્તનુ રાજા મૃગયા કરવા ગયા હતા, તે વખતે તેણે એક અપ્રતિમ લાવણ્યવાળી ધીવરકન્યાને જોઈ-અને તેમાં મુગ્ધ થયા. હસ્તિનાપુર પાછા ગયા પછી શન્તનુએ તે કન્યાના પિતાને તે કન્યા માટે માગુ માકલ્યું. પણ ધીવરે, વહારકુશળ હાઈ, એવી શરત માગી કે મારી પુત્રીને પેટે શન્તનુને જે પુત્ર અવતરે તે રાજ્યગાદીના વારસ થાય. શન્તનુ આ શરત કેવી રીતે કબૂલ કરી શકે? તેથી સંતાપને લીધે તે ધીમે ધીઁમે ગળવા લાગ્યા. દેવવ્રતને જ્યારે આ વસ્તુસ્થિતિની જાણ થઈ ત્યારે તે ધીવર પાસે ગયા અને તેની સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે રાજ્યગાદી ઉપરથી હું મારા હક ઉઠાવી લઉં છું. એટલુ જ નહિ, ભવિષ્યમાં પણ કદાચ મારાં સંતાનેા રાજ્ય માટે દાવા કરે તે ટાળવા માટે હુ· ગૃહસ્થાશ્રમને સ્વીકાર નહિ કરુ` ! આમ પિતૃભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલા દેવવ્રતે ભીષ્મપ્રતિજ્ઞા લીધી. ત્યારથી તે ભીષ્મ તરીકે જાણીતા થયા.
• મત્સ્યગધા, અને ગાંગેય'માં આ પ્રસગને! આશ્રય લેવામાં આવ્યા છે—એમ કહ્યું તે સાભિપ્રાય કહ્યું છે, કારણ કે મહાભારતમાંના પ્રસંગમાં અને પ્રસ્તુત નાટકના વસ્તુમાં ધણા ભેદ છે. ‘ મત્સ્યગંધા અને ગાંગેય'માં કર્તાના ઉદ્દેશ મહાભારતમાંની પ્રસિદ્ધ કથા વર્ણવવાને નથી એ તો સ્પષ્ટ જણાઈ આવે છે. નાટકનું નામ ‘મત્સ્યગન્ધા અને ગાંગેય ' રાખ્યુ છે તે પણ સપ્રયાજન જ છે. આ નામ વડે પ્રધાન પાત્રાનાં નામને નિર્દેશ થાય છે. એટલુ જ નહિ, પણ વસ્તુસૂચન પણ થાય છે. જો કર્તાને આવા કઈ ઉદ્દેશ ન હેાય તેા પછી