________________
અવાચીન ગુજરાતી કવિતા ૧:પ્રાચીન મૂલ્યોનું નિરૂપણ ૭૯ પગલાં ભરવા મથતું અને ડોળાયા કરતું પ્રજાનું દર્શન અને જીવન એકાગ્ર અને વિશદ બન્યું. ૧૯૩૦ પછીના કાળની કવિતા ગાંધીયુગની કવિતા છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં તેર વર્ષના ગાળામાં વિષય, નિરૂપણપદ્ધતિ, શૈલી વગેરેમાં પ્રયોગશીલ પરિવર્તન થતાં રહ્યાં છે; છતાં એનું દર્શને ગાંધીયુગના દર્શનમાંથી ચુત થયું નથી. . અને ગાંધીયુગની કવિતાને પ્રથમ સ્પષ્ટ સૂર પણ કેવો ઊઠો !
હો ફાટે અને ઉષાનું પ્રથમ કિરણ રાત્રિના અંધકારને વીંધી તેજ પાથરે તેમ પ્રજાનાં સંક્ષુબ્ધ દર્શન અને જીવનમાં સંવાદની પ્રેરણા આપને “વિશ્વશાન્તિ’ને મંત્ર. ઉમાશંકરના એ નામના કાવ્યમાં ગાંધીજીની સત્ય અને અહિંસાની ભાવના અભિજાત કવિવાણીમાં વ્યક્ત થઈ છે. પણ વિશ્વબંધુત્વ-વિશ્વઐક્યની ભાવનાનો ‘એ દૂરથી મંગલ શબ્દ આવતો”—એ ઉદ્બોધનનાં મૂળ છેક ઉપનિષદકાળનાં ચર વિશ્વ મવઝનીન ( જ્યાં એક માળે બધું વિશ્વ શામતું !) જેવાં વસુધૈવ કુટુંમ્ જેવાં સૂત્રમાં રૂપાંતર પામતું આષ વાક્યોમાં છે. માનવ માનવ પ્રત્યેની સ્નેહ અને સમભાવની ભાવના, હિંસા, કલેશ, દેષ વગેરે. આસુર ભાનો વિરોધ કરે એ દેખીતું છે. દેશના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે બ્રિટિશ સરકારી તંત્ર સામે ગાંધીજીએ મોડેલા યુદ્ધમાં વિરોધી વ્યક્તિઓ નહિ પણ તેમનામાં રહેલી સ્વાથી, કૂર ભાવનાઓની સામે જંગ ખેલવાનો હતઃ આ અસાધારણ યુદ્ધપ્રક્રિયાનાં મૂળ પણ બુદ્ધનાં ન હિ વેરેજ રળિ સતીપ્ટ કરાવન | અવેરે રાશિ સમ્બનતી મુશ્વતમ્ (ન વેરથી વેર કદાપિ શામતું, અવૈરથી વૈર સદાય શામતું ) આ વચનમાં જોઈ શકાય છે. કવિઓએ પણ યુદ્ધની સામે યુદ્ધ ની જેહાદ પિોકારી છે અને ન પાપની સાથ તું, પાપી મારતા.”
“હણે ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં લડા પાપ સામે અડગ દિલના ગુપ્ત બળથી,