________________
૧૭૦
અક્ષા જેમ સાચદિલી અને સમભાવ-આ બે ગુણે આ પુસ્તકમાં પ્રતિબિંબિત થતા લેખકના વર્તનમાં વ્યાપકરૂપે રહ્યા છે અને તેને રણકાર આદિથી અંત સુધી સંભળાય છે, તેમ ભાષા પણ એ ગુણેને વ્યક્ત કરવાને સમર્થ છતાં આડંબર વિનાની અને પ્રવાહી છે. આ પુસ્તકની વસ્તુમાં જેમ મહાત્માજીના આદર્શની છાપ છે તેમ મહાત્માજીની પ્રેરણાથી આપણી ભાષાને સરળ, વહેતી અને છતાં સામર્થ્યવાળી કરનાર નવજીવન-સંપ્રદાયની છાપ ભાષા ઉપર સ્પષ્ટ દેખાય છે. તળપદા શબ્દોને કવચિત્ પ્રયોગ થયો છે પણ એ તે આવા પુસ્તકનું દૂષણ ભાગ્યે જ ગણી શકાય અને શૈલીમાં જે અભ્યાસના મહાનિબંધ (Thesis)માં જોઈએ તેવી શાસ્ત્રીય તટસ્થતા નથી અને તેથી જે આ પુસ્તકમાં ખોટ આવી કહેવાય તે સામે પક્ષે એટલું કબૂલવું જોઈશે કે સાહિત્યદષ્ટિએ એને લાભ જ થયો છે. નાનામોટા પ્રસંગોનાં ઉચિત શબ્દમાં આવેલાં ચિત્રો, વર્ણનમાં સંવાદની સુભગ છાંટ, ક્યાંક કયાંક ગૌરવભર્યો ઉપહાસ કે હમદર્દીવાળો કટાક્ષ-આ વિવિધતાથી પુસ્તકના કઈ કઈ ભાગે તે નવલકથા જેવા આકર્ષક થયા છે. ગામની હાટડીના માલિક, ડિલ ઉપર ડગલું નહિ પણ ઢીલું પોચું ધોતિયું ને એના ઉપર ચાંદીને કરે, માથે તેલ ઘીના ડાઘથી તરબોળ થયેલી કાળી બનાતની ટોપી, . કાન ઉપર કલમ અને બાજુમાં ડબા ઉપર ચોપડે–આ પિતાની કુનેહથી ગામડા ઉપર સામ્રાજ્ય ભોગવતા “ટેકરકાકા ને એક વાર ઓળખ્યા પછી શી રીતે ભૂલી શકાય ? તેવી જ તાદશતાથી વર્ણવેલ પ્રસંગ ભૂવાનો. આવા આવા અશથી પુસ્તક રસિક બને છે ને સાથે સાથે મુખ્ય આશય પણ સચોટતાથી સમજી શકાય છે. આવા અભ્યાસ-નિબંધો વિવેકપુરઃસર આવી શૈલીએ લખાય એ ઈચ્છવા. જેવું છે.
સમી સાંજનો ઉપદેશ' (શ્રી દશવૈકાલિક સૂત્ર)-સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ, પ્રકાશક શ્રી જન સાહિત્ય પ્રકાશન C/o