________________
૧૧૮
અક્ષર હદયનાં મેંદી અને મેહનના જીવનતરંગમાં, કાળાં વાદળાંમાં ઝબૂકતી વીજળીની પેઠે, એ દંપતીના વિશુદ્ધ સ્નેહની સેર લહેરાયા કરે છે. શ્રી “રાજહંસ પાસે કં૫ના છે, ભાષાનું વૈવિધ્ય છે, હળવું હાસ્ય કે માર્મિક કટાક્ષ પણ તે કરી શકે છે. એટલે શૈલીની દષ્ટિએ પરોપજીવી ન બનતાં સ્વાનુભવને પ્રમાણને સ્વતંત્ર સર્જન કરે તે તે અવશ્ય વધારે મૂલ્યવાન નીવડે.
જ્યોતિરક્ષા–રમણિકલાલ જ્યચંદભાઈ દલાલની નિરાશાજનક નવલકથા છે. લેખકે પ્રાચીન અને અર્વાચીન માનસનાં સંઘર્ષણ અને “જાતીય ત્રિકોણને વાર્તારૂપે આલેખવા પ્રયત્ન કર્યો છે. પણ તેની કાચી હથોટી પહેલી નજરે વર્તાઈ જાય છે. લેખનમાં સર્વતે મુખ જાગરૂકતા નથી, જેને પરિણામે સુસંગતતાનો અભાવ કેટલેક સ્થળે દેખાય છે. વસ્તુસંવિધાનમાં કલ્પનાની અલ્પતા અને ઉપહસનીય અસ્વાભાવિકતા (ઉ. રામા પાસે એક બ્રાહ્મણના છોકરાને મંગાવી પિતાને ઘેર ઉછેરવાની શિશ્વરની ઈચ્છા ) છે. પાત્રાલેખન અસ્કુટ અને ઊંડાણ વિનાનું રહ્યું છે. રક્ષા કે ધીરુના વિચારો કે ઊર્મિઓનું પૃથક્કરણ સૂક્ષ્મતાને અભાવે અકિંચિકર નીવડયું છે.
સોનલ- અવિચારી અને ઉતાવળાં લગ્ન કરી બેસનાર કુમરિકાઓને અર્પણ કરાયેલી આ નવલકથા શ્રી પ્રાણલાલ ટી. મુનશીને પહેલો પ્રયોગ છે. પણ લેખક “ arોડવાવાઝમા હોવાની પ્રતીતિ તે કરાવી શકે છે. આ વાર્તાને મુખ્ય ગુણ તેમાં વ્યક્ત થતી લેખકની આત્મપ્રતીતિ (self-conviction) અને નિષ્ઠા છે, આદિથી અંત સુધી લેખક સ્વસ્થતાથી પિતાનું નિશ્ચિત મંતવ્ય પ્રસંગપરંપરાના શૃંખલિત આયોજનથી સ્પષ્ટ કરતા જાય છે. પ્રેમની પ્રથમ ઊર્મિને વશ થઈ જઈ પિતા અને કુટુંબીઓને છોડીને ચાલી નીકળેલી અને લગ્ન કરી નાખતી સંસ્કારી અને સાલસ સોનલ સ્ત્રીહદયનાં કરુણતા તેમ જ સામર્થ્યની પ્રતિમા બની રહે છે. સોનલની