________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય
૧૧૭ લગ્નથી જોડવાની કલ્પનામાં નિઃસ્વાર્થ સ્નેહ અને સ્ત્રીહદયની સાત્વિકતાનું દર્શન અવશ્ય થાય છે, પણ એ “મધુપ’ના ઉપસંહારની કૃત્રિમતાનું સ્મરણ કરાવ્યા વિના રહેતી નથી. આ બંને નવલકથાઓનાં પાત્રો ઝાંખાં રહે છે. વસ્તુસંકલના જુદા જુદા પ્રસંગોના સુઘડ અને સુરેખ ગુફનરૂપ થવાને બદલે ડાયરીની નોંધ જેવા વિક્ષિત બની જાય છે. બંનેમાં સ્વીકારાયેલી ડોલનશૈલીને પ્રયોગ નિષ્ફળ નીવડયો છે. ન્હાનાલાલ કવિની પેઠે “રસ', “ કહે , “વસંત', કોકિલા જેવાં પ્રતીકોનો આડબરી પ્રયોગ “નિત્યપ્રિયામાં ગુણરૂપ નથી.
- મેંદીને રંગ–“રાજહંસની શક્તિની ઝાંખી કરાવે છે. ગામડામાં સુખી જીવન ગાળતાં મોહન અને મેંદીને સંજોગવશાત અમદાવાદ આવી મજૂરી કરવી પડે છે. તેમ કરતાં શહેરી જીવનની નિષ્ફરતા અને લંપટ્ટતાના ભોગ થઈ પડી અંતે ગામડામાં આવી વસે છે અને પૂર્વવત આનંદમય જીવનમાં રાચે છે : આ વસ્તુ ઉપર વાર્તાનું કલેવર ઘડાયું છે. આરંભમાં ગ્રામજીવનનું રીતરિવાજોની ઝીણઝીણી વિગતોથી પ્રચુર અને સૌદર્યદશી આલેખન થયું છે. અહીં ડોલનશૈલીમાં કાઠિયાવાડના ગ્રામ્ય શબ્દોને બહોળો પ્રયોગ અન્યથા કેવળ ટાંચણિયા બની જતા વર્ણનમાં કથનશૈલીનું વૈવિધ્ય આણે છે. વાર્તાના મધ્યભાગમાં લેખકને હાથ સ્થિર થાય છે. પ્રસંગોની ગૂંથણી, વર્ણનમાં વ્યક્ત થતી પ્રૌઢતા, મેંદીના પાત્રની ઊપડતી જતી રેખાઓ, દેહનો વેપાર કરીને અને કરાવીને જીવન મહાલતી દિવાળી અને ધોળી ટોપી પહેરીને કાળાં કર્મ કરતા કાકુ શેઠ જેવાં ગૌણ પાત્રાના સર્જનમાં અચૂક વ્યક્ત થતી શક્તિ અને શહેરના વાતાવરણને સૂચવી દેવાની કળા “રાજહંસ'ની સિદ્ધિ ગણાય. આ નવલકથામાં પણ નિર્વાહણમાં અસ્વાભાવિકતા અને અછડતાપણુના અંશે પ્રવેશ્યા છે. છેલ્લાં પ્રકરણોમાં ગ્રામજીવનમાં આવતાં પરિવર્તનના વર્ણનમાં કલા કરતાં પ્રચારની દકિટ પ્રાધાન્ય પામી છે. સંજોગો અને સમાજના પયંત્રને ભોગ બનતાં સરળ