________________
અક્ષર
૧૧૬ વગેરે દેશમાં લડાઈમાં ભાગ લઈને રજા ઉપર આવેલ અને વામા અને વારુણીના યથેચછ સેવનનો પિતાને પરવાનો મળી ગયે છે એમ (લગભગ દરેક સૈનિક સેવે છે તેવી) માન્યતા સેવતો યુવાન લેફ. કીર્તિકુમાર અને “ જબર મનોબળવાળી દેહસમર્પણ સિવાય બીજી ચેષ્ટાઓથી ન ભડકતી “ Miss 1942” મૃણાલિનીના રેલ્વે કંપાર્ટમેન્ટમાં પ્રથમ મિલનથી આરંભાઈ પરસ્પર આકર્ષણ અને (દવાનાં ટીપાંની સહાય લેવાયા પછી!) લગ્નમાં પરિણમે છે. કેવળ દેહતૃપ્તિમાં પરિસમાપ્ત થતા સ્થૂળ પ્રેમનું આલેખન છીછરું, અછડતું છતાં સંઘર્ષણના તત્વથી કેટલેક અંશે ચોટદાર બન્યું છે. રેવેના ડબામાં નાયક-નાયિકાના મિલનના ચિત્રપટમાં શોભે તેવી છટાથી આલેખાયેલા પ્રસંગને બાદ કરીએ તો વસ્તુ શબ્દાર્ડબરે ગાજતા છીછરા કપનારંગ જેવું બની જાય છે. કંટાળો આપે તેવી અને તેટલી પ્રાકૃત વિગતોની પુનરુક્તિએ, કશા ય પ્રયોજન વિના અપાયેલાં સોહનચંદ જેવાં પાત્રો કે પ્રસંગે, સ્થૂળ ગ્રામ્ય હાસ્યથી પણ ન અટકતાં સુરચિભંગ કરતાં સૂચન કે ઉક્તિઓ “મધુપમાં દૂષણરૂપ છે. નીરક્ષીરવિવેક તો રાજહંસનું કુળવંત છે! છેલ્લાં બે પ્રકરણોમાં બાલિશ સરળતાથી પ્રસંગો ઉજવવામાં સ્વદેશસેવાની ભાવનાને ઉપયોગ કર્યો છે.
નિત્યપ્રિયા ” સરખામણીએ આ દૂષણેથી મુક્ત છે. લગ્ન, પતિવ્રતપણું, નીતિ વગેરેની પરંપરાગત માન્યતાઓને બંધનરૂપ કે વિદનરૂપ માનતી, અને “નવી નીતિને સ્વીકારી નિત્ય નવીન જાતીય અનુભવોમાં રાચતી, લક્ષ્મી અને સૌંદર્યની કૃપાપાત્ર સ્ત્રીની ચેષ્ટાઓ પુરષ હૃદયને મુધ કરે છે, પણ પોતાને છોડીને એ સ્ત્રી પરપુરુષને સંબંધ માંગે છે ત્યારે એ “નિત્યપ્રિયા'ના વાસનામય પ્રેમનું સાચું
સ્વરૂપ સમજાય છે : આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. મયનાના પ્રેમ વિશે વાર્તાનાયક મિ. બેગનાં પડળ ઊતર્યા પછી છેક અંતમાં ઊર્મિલાનું પાત્ર સજીને એ બંનેને લગ્ન–હૃદયલગ્ન અને વ્યાવહારિક