________________
મુદગિરના સાધુજનની જીવન–ભાવના
૧૧
(
આટલું સામાન્ય દન કર્યા પછી હવે આપણે પ્રસ્તુત પ્રકરણેામાં નિરૂપાયેલા વિષયેા તરફ વળીએ. કુમુદ, ચંદ્રાવલી અને સાધ્વી–મંડળની વચ્ચે વાર્તાલાપ દ્વારા લગ્ન અને દાંપત્યની જે મીમાંસા કરાઈ છે તે દ્વારા ગેાવનરામભાઈએ આ સામાજિક અને વૈયક્તિક જીવનમાં અતિ મહત્ત્વના પ્રશ્નોનેા આદર્શ ઉકેલ રજૂ કર્યાં છે; તેમાં પૂર્વ અને પશ્ચિમની સરણીઓના સુભગ સમન્વય છે. રૂઢિના રથયક્ર નીચે કચડતાં અને વ્યક્તિવિકાસને રુ ધતાં દેહલગ્ન'તે સ્થાને ગાંધવ લગ્નને અપનાવ્યાં છે, પણ એ ગાંધવ લગ્ન એટલે પાશ્ચાત્ય સમાજમાં પ્રચલિત, માટે ભાગે સ્થૂળ વાસનાએ ઉપર પ્રતિષ્ઠિત સંબધ નહિ, આ ગાંધવ લગ્ન કામની સુક્ષ્મ ભૂમિકાએ ઉપર અવલંબીને હૃદયનું જે અદ્વૈત સાધે છે તેમાં સ્થૂળ શરીર, સ્થૂળ વાસનાએ કે ભાગની અપેક્ષા હેાતી નથી. અને તેથી જ સૂક્ષ્મ દામ્પત્યનાં અધિકારીએ એકખીજાના મૃત્યુથી પણ વિયેાગ અનુભવતાં નથી.
કુમુદનુ` વાગ્યાન સરસ્વતીચંદ્ર સાથે થઈ ગયું હતું અને બંને વચ્ચે સૂક્ષ્મ-પ્રીતિ-તંતુએ ગૂંથાયા હતા અને પરિશીલન દ્વારા એમના હૃદયનુ' અદ્વૈત સિદ્ધ થતું હતું. અચાનક સરસ્વતીચંદ્ર ચાલ્યેા ગયે... કુમુદના પિતાએ તેને પ્રમાદધનની જોડે પરણાવી. આમ કુમુદ પ્રમાદધનની પત્ની થઈ, અને તેનું સત્યનિષ્ઠ અને પતિવ્રતાધર્મ – પરાયણ મન પણ એ વસ્તુસ્થિતિ સ્વીકારતુ· હતું. છતાં સરસ્વતીચંદ્ર તરફ વળેલા હૃદયને તે સર્વથા વારી ન શકી. આ પરિસ્થિતિમાં કુમુદને પતિ કાણુ-સરસ્વતીચંદ્ર કે પ્રમાદધન ? આ કૂટપ્રશ્નને ઉત્તર ચદ્રાવલી અને ખીજી સાધ્વીઓને તદ્દન સ્પષ્ટ અને સહેલા છે, કારણ તેમની લગ્નભાવના અને સ્નેહ-મીમાંસા તાત્ત્વિક અને સર્વાંગીય છે. સ’સારમાં જે લગ્ગા થાય છે તે ઈંભ-લગ્ના કવિ ન્હાનાલાલ કહે છે તે ‘ લગ્નનામી લગ્ના’ છે. માતાપિતા પાતપેાતાનાં કારણે અનુ અને અપકવ વયનાં પુત્ર કે પુત્રીઓને પરણાવી દે છે તેમાં શાસ્ત્રની પણ સ’મતિ નથી, સપ્તપદીની પ્રતિજ્ઞાએ તે સમજપૂર્વક લેવાની પ્રતિજ્ઞાએ છે. અને