SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષર ફળની અભિલાષા વિના પાલન કર્યું જવું અને તેમ કરતાં કરતાં ભક્તિ દ્વારા જીવ-ઈશનું અદ્વૈત રચીને છેવટે જ્ઞાન દ્વારા નિરૂપાધિક બ્રહ્મ-પરમ તત્વને પામવું. આ અલખ સંપ્રદાયમાં સૈ કેઈને અવકાશ છે, અને પોતપોતાના અધિકાર પ્રમાણે કનિષ્ઠ, મધ્યમ કે ઉત્તમાધિકારીની કક્ષા પામે છે. આશ્રમો પણ ચારને બદલે બે જ સ્વીકારાયા છે–એક સંસારી જનોને અને બીજે સાધુજનોને. ધર્મશાસ્ત્રોએ ગૃહસ્થાશ્રમમાં પંચમહાયજ્ઞો અને ઋણ–ત્રયની વ્યવસ્થા કરી છે. તેની અંતર્ગત ભાવનાઓ પ્રીછી લઈને યથેષ્ટ રીતે તેનું રૂપાંતર આ સંપ્રદાય સ્વીકારે છે. ધર્મશાસ્ત્રોએ ઉપદેશેલા આઠ પ્રકારના વિવાહમાંથી સંસારે ગાન્ધર્વ વિવાહને તિરસ્કાર્યો, આ સાધુજનો ગાંધર્વ વિવાહને જ સ્વીકારે છે, પણ તે કામની સૂક્ષ્મ અને અકલુષિત ભૂમિકાઓને આધારે જ, સૂક્ષ્મ કામ, ભોગ અને પ્રીતિ તરફ મીટ માંડીને સ્નેહજીવન ભેગવનારાં સાધુ-સાધ્વીઓમાં વૈધુર્ય અને વૈધવ્ય નથી. લક્ષ્યધર્મ ઉપર ભાર મૂકતો આ સંપ્રદાય, શક્તિ અને મર્યાદાઓ પ્રમાણે સૌને ઉચ્ચ જીવનનો અને જીવનવિકાસને અવકાશ આપે છે. આ જ મર્મગ્રાહી વિશાળ દષ્ટિને લીધે સુંદરગિરિના સાધુમંડળમાં સ્ત્રીને પણ સ્થાન છે. સ્ત્રી-પુરુષના સ્થળ સંબંધ અને વાસનાઓને તે તે અધિકારીની શક્તિ-અશકિત પ્રમાણે નિભાવી લઈને હળવે હળવે સ્થળમાંથી સૂક્ષ્મ–આંતરભૂમિકામાં લઈ જવામાં આવે છે. અને તેથી જ સુંદરગિરિ ઉપર જેમ જ્ઞાની સંન્યાસીઓ માટે વિષ્ણુદાસનો મઠ છે, તેમ સ્થૂળ કામ અને ભેગની સહાય વિના સુક્ષ્મ કામને ન પામી શકે તેવાં સાધુ-સાધ્વીઓ માટે દામ્પત્યજીવનની સગવડ આપતો વિહારમઠ છે. અને કન્યકાઓ, સ્થૂળ શરીરે વિધવાઓ પણ સૂક્ષ્મ શરીરે સધવાઓ, અને પ્રવૃજિતાઓ માટે પરિવજિતાઓ માટે પરિવ્રાજક મઠ રાખવામાં આવ્યો છે. પણ સર્વ મઠના વાસીઓ અહંતા–મમતાથી વિરક્ત અને સ્વભાવે સાધુ હેાય છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy