________________ અક્ષા પહોંચે છે અને નાયિકાના અવસાનના સમાચારથી મિત્રપત્ની પણ મૃત્યુ પામે છે! અને નાયક પણ અવસાન પામી ભૂત બનીને ત્યાં જ ભટક્યા કરે છે. મિત્ર આવી પહોંચતાં આ ભૂત પિતાના સ્નેહજીવનનું વર્ણન કરે છે. આ ભૂતને જગતમાં જુદાં જુદાં તો ઉબોધે છે. મૃત મિત્રપત્નીનું હદય પણ પોતાના પતિના હૃદયમાં ભળી જાય છે. આ ચિત્ર નાયકના જ્યોતિમાં અદશ્ય થાય છે અને નાયક આકાશજ્યોતિમાં મળે છે. આ સમયે પ્રાતકાળ થાય છે અને ચક્રવાયુગલના ચિત્રથી કાવ્ય પુરુ થાય છે. એકસો ને દસ ખંડમાં પથરાયેલ આ કાવ્યનું અભિપ્રેત વક્તવ્ય ધ્યાનમાં લઈએ તો વસ્તુની કલ્પના કેટલી વિચિત્રતાવાળી અને અસાધારણ લાગે છે ! પણ એટલી વિચિત્રતા–એને વિચિત્રતા જ કહેવી-કાવ્યની ભાષા અને છંદોજના પર પણ નજરે આવે છે. ભારેખમ સંસ્કૃત શબ્દો યોજનાર કવિ અહીં, ઔચિત્યની પરવા કર્યા વિના જ જાણે કે તળપદા કે ગ્રામ્ય શબ્દ પ્રયોજે છે. ઈદ જના તે કશા પણ ધોરણને અનુલક્ષીને થઈ હોય એમ લાગતું નથી. સંસ્કૃત છંદોની સાથે દોહરા, સવૈયા, ચોપાઈ, કટાવને મેળ યોજાયો છે. આ વસ્તુસ્થિતિ તરફ ગોવર્ધનરામ જેવા વિદ્વાન અને રસિક પડિત કેમ ઉપેક્ષાશીલ બન્યા હશે તે સમજવું મુશ્કેલ છે. આવી વિચિત્ર ક્ષતિઓ હોવા છતાં ' સ્નેહમુદ્રામાં સુંદર કાવ્યકલ્પના અને અભિવ્યક્તિ વિદ્યમાન છે એમ સ્વીકારવું જોઈએ. મેઘ કે આકાશ કે સિંહ વગેરેની ઉક્તિઓમાં સુંદર કાવ્યત્વ છે. સ્નેહમુદ્રાને વિદ્વાન કવિ ધારે તે ઉત્તમ કાવ્યરચના કરી શકે એવી પ્રતીતિ આ કાવ્યના વાચકને થાય છે. ગોવર્ધનરામનું સાહિત્યક્ષેત્રે કાવ્યવિવેચક તરીકે, જીવનચરિત્રલેખક તરીકે અને નિબંધલેખક તરીકે પણ અર્પણ નોંધપાત્ર છે. “સાક્ષરજીવન” અને “કલાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત ગોવર્ધનરામની કાવ્યમીમાંસક તરીકે આપણને ઝાંખી કરાવે છે. નવલરામ લક્ષ્મીરામની